Kya chhe ae ? - 2 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | ક્યાં છે એ? - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ક્યાં છે એ? - 2

ક્યાં છે એ?ભાગ: 2

સ્કુલેથી આવતા જ ઘરમાં મામા-મામી અને તેની પોતાના જ જેવડી ઉંમરની ન્યાસા અને ન્યારાને જોઇને દિવ્યા ખુબ જ ખુશ થઇ ગઇ. તેને પોતાનુ દફતર મુકી દીધુ અને ન્યાસા અને ન્યારા સાથે રમવા લાગી. તેની ખુશી જોઇ અક્ષિતના હૈયામાં ટાઢક વળી. “અક્ષિતભાઇ, તમે ચિંતા ન કરો. બાળકનુ મન નિર્દોષ અને કોમળ હોય છે. ન્યાસા અને ન્યારા સાથે રહીને દિવ્યા બધુ ભુલી જશે અને ખુશ રહેશે.” સુનિલની પત્ની વિભિષાએ કહ્યુ. “અક્ષિત, દિવ્યાની ચિંતા ન કરજે. તું સ્વાતિને શોધવા માટે પ્રયાસ ચાલુ રાખજે.” સાળો બનેવી હોવા પહેલા બંન્ને ખાસ મિત્રો હતા આથી હવે માન આપવા માટે જીભ વળતી ન હતી. તેથી બંન્ને વચ્ચે તુંકારનો જ વ્યવહાર હતો.

“થેન્ક્યુ સો મચ તમે દિવ્યાની જવાબદારી લઇ લેશો તો હું સ્વાતિને શોધવા માટે પુરતુ ધ્યાન આપી શકીશ.” અક્ષિતે લાગણીવશ કહ્યુ. “અરે થેન્ક્યુ શેના માટે યાર. સ્વાતિ મારી બહેન છે. મારા દિલનો ટુક્ડો. આજે આમ અચાનક....” આગળનુ કાંઇ તે બોલી ન શક્યો. તેના ગળે ડુમો ભરાય આવ્યો. કામવાળી સેલ્વાએ પાણી આપ્યુ. “સુનિલ, તું ચિંતા ન કર. સ્વાતિને હું જરૂર પાછી શોધીને લાવીશ. તે દુનિયાના કોઇ પણ ખુણામાં હશે તો પણ તેને પરત આવવુ જ પડશે. આ મારું તમને બધાને વચન છે. બસ થોડા દિવસ તમે મારી દિવ્યાનુ ધ્યાન રાખજો.” “સ્વાતિ પરત ન આવે ત્યાં સુધી દિવ્યા અમારી જવાબદારી. તુ તારી રીતે બધા પ્રયત્નો કરજે અને તેમાં જે કોઇ હેલ્પની જરૂર હોય બિન્દાસ કહેજે. હું મારા મિત્રો સાથે તરત જ આવી જઇશે.” “સ્વાતિ હવે કોઇ દિવસ નહિ આવે તમે બધા માર્યા રાખો ફાંફાં.” સગુણા બહેને પોતાના રૂમમાં બેઠા બેઠા બધાની વાત સાંભળતા એકલા બોલી ઉઠ્યા. દિવ્યા ખુશ ખુશ થતા તેના મામા-મામી સાથે જતી રહી. દિવ્યાના ગયા બાદ ઘર ખાલી ખાલી લાગવા માંડયુ. અક્ષિત પાસે હવે લાગણીમાં ખેંચાવાનો સમય ન હતો. તે સારી રીતે સમજતો હતો કે સ્વાતિ જયાં હશે ત્યાં ખુબ જ મુસીબતમાં હશે. સ્ત્રીઓ પર થતા દુનિયાભરના અત્યાચાર વિશે વિચારતા જ તેના રૂંવાડા ઉભા થઇ ગયા. તેને જે કંઇ કરવાનુ હતુ તે બધુ જલ્દી જ કરવાનુ હતુ. પરંતુ શરૂઆત કયાંથી કરવી તે જ સમજ પડતી ન હતી. ઘણી વખત ડ્રોઇગ રૂમમાં આંટા મારી તે બેડરૂમમાં ડેસ્ક પર રહેલા લેપટોપ પાસે ગયો. તેને સૌ પ્રથમ પોતાના મેઇલ ચેક કરવાનુ વિચાર્યુ. તેને પોતાનુ લેપટોપ ઓપન કર્યુ અને તેમાં મેઇલ ખોલ્યા. ઘણા બધા મિત્રોના મેઇલ આવી ગયા હતા. પહેલો જ મેઇલ તેને જોસેફનો ખોલ્યો, “હાય બ્રો, વ્હેર આર યુ. ડુ યુ ક્નો. માય થર્ડ ગર્લ ફ્રેંડ લેફ્ટ મી. સો નાઉ આઇ અલોન. ઇટ્સ સો સેડ. બટ ડોન્ટ વરી. રિમુવ ધીસ સેડનેસ લેટસ ટેક અ પાર્ટી.” જોસેફનુ અંગેજી પણ તેના જેવુ જ હતુ મોટા ભાગના સ્પેંલિગ અને વાક્ય રચના ખોટી હતી. બાકી બીજા મેઇલ પણ આવા બકવાસ જ હતા. અક્ષિતને શુ સુઝ્યુ કે તેને બધાને રિપ્લાઇ આપી દીધો કે તેની પત્ની સ્વાતિ ગુમ થઇ ગઇ છે અને તે ખુબ જ ટેન્શનમાં છે.

થોડી જ વારમાં બધાના સાંત્વના ના મેસેજ આવા લાગ્યા. થોડી વાર બધાના મેસેજ વાંચીને તેને લેપટોપ ઓફ્ફ કરી દીધુ. તે આંખો બંધ કરીને ખુરશી પર માથુ ઢાળીને બેસી ગયો. અચાનક જ તેના ફોનમાં એક રીંગ વાગી. ડેસ્ક પર પડેલો મોબાઇલ લઇને અક્ષિતે ચેક કર્યો.નંબર જાણીતા જ લાગ્યા. અક્ષિતે ફોન પીક અપ કર્યો.

“હેલો, અક્ષિત તારો મેઇલ વાંચ્યો. બહુ જ ખરાબ થયુ. તું ચિંતા ન કર ભાભી જરૂરથી મળી જશે. મારો એક ફ્રેન્ડ પ્રાઇવેટ ડિટેકટીવ છે. તેને હું તારી વાત કરી આપુ છુ. તે જરૂરથી તને મદદ કરશે.” અક્ષિતના ખાસ મિત્ર વિશાલ અગ્નિહોત્રીએ કહ્યુ. “થેન્ક્યુ સો મચ વિશાલ.” વિશાલની વાત સાંભળી અક્ષિતને થોડી આશા જાગી તેને ખુશ થઇને કહ્યુ. “અરે દોસ્તીમાં થેન્ક્યુ ન હોય. હુ હમણાં તેને કોન્ટેક કરી મેસેજ કરુ છુ.” વિશાલે સહજતાથી કહ્યુ. દસ મિનિટમાં જ વિશાલનો મેસેજ ફલેસ થયો. તેમાં તેના ડિટેકટીવ મિત્ર અર્જુનનો નંબર હતો અને અર્જુન અત્યારે સુરત જ આવ્યો છે તે જણાવ્યુ. અક્ષિતે તુરંત જ નંબર જોડયો. સામેથી એકદમ કરડાકીભર્યો અવાજ આવ્યો. “હેલો,” “સર, હું અક્ષિત બોલુ છુ.” “યા, હમણાં જ વિશાલનો ફોન આવ્યો હતો. હું અત્યારે સુરત કેસના તપાસ માટે આવ્યો છુ. તમે કેસની ડેસ્ટિનેશન તાપીના કિનારે એક કલાકમાં આવી જાઓ આઇ વીલ વેઇટ ફોર યુ.” “ઓ.કે.” કહીને અક્ષિતે ફોન મુકી દીધો. પરંતુ તેને આશ્ચર્ય સમાતુ ન હતુ કે તાપી વિશે અર્જુનને કેમ ખબર પડી? તેના વિશે તો વિશાલને પણ કહ્યુ ન હતુ? ખરેખર કમાલ નો ડિટેકટીવ હતો. તે પહેલા જ ઇમ્પ્રેસ થઇ ગયો. તે ફટાફટ તૈયાર થઇને નીકળી ગયો. ***** સગુણાબહેન આજે ખુબ જ ખુશ હતા. તેઓ એક દાવ જીતી ગયા હતા. તેને ધીરે ધીરે આવી રીતે કોઇને ખબર ન પડે તેમ બાજી રમવાની હતી અને આવી જ રીતે તેઓ જીતી જ જશે એવો તેને પુરો વિશ્વાસ હતો. શું ખરેખર તેઓએ ધાર્યુ એમ જ બનશે?

નાનકડી દિવ્યાને તેના મામા-મામી તેડી ગયા હતા. અક્ષિત પોતાના કામ માટે બહાર ગયો હતો. ઘરમાં સગુણા બહેન એકલા જ હતા. શોકગ્રસ્ત રહેવાનુ નાટક કરીને તેઓ થાકી ગયા હતા. આજે કોઇ ઘરમાં ન હતુ આથી તેને પોતાની બધી સહેલીઓને બોલાવી લીધી. ઘરના બધા નોકરો પ્રભુકાકા, સેલ્વા, દામિની, જગ્ગુ અને પચ્ચ્યો બધાને કડક સુચના આપી દીધી. અલગ અલગ સોફ્ટ ડ્રિન્કસ, જયુસ, નાસ્તા, ચોક્લેટસ, આઇસક્રીમ જાત જાતની વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપીને સગુણા બહેન તૈયાર થવા બેસી ગયા. ટીંગ ટોગ દરવાજાની ઘંટડી વાગી એટલે સગુણા બહેન જાતે જ દરવાજો ખોલવા ગયા. “યુ લુકિગ ગોર્જીયસ.” લાલ સિલ્કની સાડી પહેરીને હાથમાં નાનુ પર્સ લટકાળીને આવેલ સગુણા બહેનની ખાસ સખી રાધિકાએ સગુણાબહેનને ભેટતા કહ્યુ. “થેન્ક્યુ સો મચ ડિઅર.” ગળે લગાડીને સગુણા બહેને કહ્યુ. બધી સખીઓ નવી નવી ચમકતી સાડીઓ પહેરીને પાર્ટી માટે તૈયાર થઇ હતી. સગુણાબહેને બધાને હસતા ચહેરે આવકારીને હોલમાં સોફા પર બેસાડયા.

અક્ષિત ગમે ત્યારે ઘરે આવી શકે તેનો ભય હતો આથી ઘરે થોડો નાસ્તો ઠંડુ લઇને બહાર ફરવા જવાનુ અને સાંજે મોજ કરીને ઘરે આવવુ તેવુ બધાએ નક્કી કર્યુ હતુ. રસ્તામાં પરત આવતી વખતે ફિક્કી સાડી પોતાની સખી વિમળાબહેનના ઘરે બદલાવી લેવી જેથી અક્ષિતને જરા પણ શંકા જાય નહિ માટે સગુણાબહેને એક એવી સાડી ભરી પણ લીધી હતી. અક્ષિત કાંઇ પુછે તો ભજન મંડળીમાં ગઇ હતી એમ જ કહેવુ એવુ બધુ સગુણાબહેને વિચારી લીધુ હતુ.

“સગુ, કેવી સુકાઇ ગઇ છો? વહુનુ જવાનુ બહુ દુ:ખ લાગ્યુ લાગે છે?” વિમળાબહેને સગુણાબહેન ગાલે હાથ ફેરવીને હસતા હસતા કહ્યુ. “એ કાળમુખીનુ નામ પણ ન લો આપણો દિવસ બગડી જશે. તમે બધા બેસો આપણે મોજ કરવાની છે.”સગુણાબહેને મોં મચકોડીને કહ્યુ. “હા, આપણે બધા ઘણા સમયે મળ્યા છીએ. તું તો કયારની ગઇ તે ગઇ કેટલા ફોન કર્યા પાછી જ ન આવી.” ચંપાબહેને સોફા પર બેસતા કહ્યુ.

“ચંપી, બિચારીની લાડકી વહુ મૃત્યુ પામી છે. આપણને કયાંથી જવાબ આપે.” રાધિકાબહેને કહ્યુ અને બધા હસી પડ્યા. “સેલ્વા, જગ્ગુ કયાં મરી ગયા બધા. જલ્દી જયુસ અને ડ્રિંકસ લાવો.” સગુણાબહેને મોટેથી બુમ પાડતા પ્રભુકાકા જલ્દી જલ્દી પ્લેટમાં જયુસ અને સોફ્ટ ડ્રિંકસના ગ્લાસ લાવતા હતા અને ત્યારે જ રાધિકાબહેન સામે રહેલા મોટા મિરર સામે જોઇ મેક અપ ઠીક કરીને અરીસામાં જોતા જોતા પાછળ પ્રભુકાકા સાથે અથડાતા બચી ગયા. તો પણ તેમનો ગુસ્સો સાતમે આસમાને પહોચી ગયો “યુ બલ્ડી સર્વન્ટ. સગુ આવા સડક છાપ મેનરલેસ લોકોને કામ પર શા માટે રાખ્યા છે. બેવકુફ આંધળા.” રાધિકાબહેને ગુસ્સાથી ભભુકતા કહ્યુ. પ્રભુકાકા નીચુ મોં કરીને સાંભળતા રહ્યા.

પ્રભુકાકા વર્ષોથી આવા અપમાનથી ટેવાઇ ગયા હતા આથી તે પોતાનો કોઇ વાંક ન હોવા છતાંય નીચુ મો કરીને ઉભા રહ્યા. “હવે શુ ઉભા છો? ડ્રિંક્સ સર્વ કરો અને વાંદરા જેવુ મોઢુ લઇને નીકળો અહીંથી.” ગુસ્સાથી લાલઘુમ થઇને સગુણાબહેને કહ્યુ. પ્રભુકાકા યુવા વયે જયારે આ ઘરમાં કામે લાગ્યા હતા ત્યારે સગુણાબહેનના આવા અપમાનથી તેની આંખો ભરાય આવતી. હવે આંસુ બધાય સુકાઇ ગયા હતા. જીતેશસરના અહેસાનથી પગ જકડી રાખ્યા હતા નહિ તો કયારના પ્રભુકાકા નોકરી છોડીને જતા રહ્યા હોત. તેના દીકરાનો અભ્યાસ, ગંભીર માંદગીની દવાઓ બધુ જ જીતેશભાઇએ સાચવ્યુ હતુ તેને બદલે પ્રભુકાકાએ ઘર અને બધાને સાચવી લીધા હતા. સગુણા બહેનને તો પ્રભુકાકા કયારેય ગમતા ન હતા. આ તો જીતેશભાઇ કયારેય પ્રભુકાકાને નોકરીમાંથી કાઢી મુકવા માટે માન્યા નહિ અને મરતા મરતા પણ પ્રભુકાકાની નોકરી જાળવી રાખવાનુ સગુણાબહેન પાસે વચન લીધુ હતુ. “હાય, આઇ એમ ડિટેકટીવ અર્જુન શ્રોષ ફોર્મ નવી મુમ્બઇ.” કાળો કાળો ઠીંગણો દેખાવે કદરૂપા માણસે પોતાનો હાથ લંબાવતા કહ્યુ.

“હાય, માય નેમ ઇઝ અક્ષિત લાખાણી.” અજુર્ને લંબાવેલ હાથ સામે શેક હેન્ડ કરતા કરતા અક્ષિતે કહ્યુ. “તમે તમારી પત્ની ગુમ થવાની બધી વિગતો મને જણાવી દ્યો. હુ અત્યારથી જ તેના પર કામ ચાલુ કરી દઉ.” “સ્વાતિ અને મારા આઠ વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. લગ્નના બે વર્ષ બાદ અમારી પુત્રી દિવ્યાનો જન્મ થયો. પછીના છ માસ બાદ જ કેનેડામાં જોબ મળતા હું ત્યા જતો રહ્યો. સ્વાતિ સાથે રોજ સંપર્ક થતો રહેતો. બે વર્ષ બાદ હું એકવાર આવ્યો હતો. હું કેનેડા ગયો ત્યાં સુધી બધુ ઠીક હતુ પરંતુ અચાનક પંદર દિવસ પહેલા સ્વાતિએ ફોન કરવાનુ છોડી દીધુ. હું પણ કામમાં વ્યસ્ત રહેતો એટલે મેં કાંઇ વિચાર્યુ નહિ. આમ પણ મારા મમ્મી થોડા દિવસથી સ્વાતિ સાથે રહેવા આવ્યા હતા એટલે મને ખાસ ચિંતા ન હતી. પરંતુ સાસુ વહુ વચ્ચે પાંચ જ દિવસમાં ખુબ મોટો ઝઘડો થયો અને હું તરત ત્યાંથી આવ્યો. હજુ હું કાંઇ સમજુ સાંભળુ એ પહેલા જ સ્વાતિની આત્મહત્યાની ચિઠ્ઠી મળી અને અહીં તાપી પાસે તેનુ સ્કુટી મળ્યુ. પોલીસનુ કહેવુ એવુ છે કે લાશ દરિયામાં તણાય ગઇ છે. પરંતુ મારું મન કહે છે કે આ કોઇ મોટુ ષડયંત્ર છે. સ્વાતિ જીવિત જ છે.” “આ બધી ઘટના ઘટી ત્યારે તમે કયાં હતા. આઇ મીન ઘરમાં કોઇ હતુ?” “દિવ્યાની શાળામાં પ્રોગ્રામ હતો તેથી હું ત્યાં સાંજનો ગયો હતો. મારી માતા ભજન મંડળીમાં ગયા હતા અને બધા નોકર ચાકરો અમારી વરાછા વાળી બિઝનેશની ઓફિસમાં સફાઇ માટે ગયા હતા.” “બધા એકસાથે?” “હા, તેઓને ઘરે થોડીવાર કામ ન હતુ. આથી તેઓ બધા એકસાથે જ સફાઇ માટે ગયા. એકચ્યુલી મેં જ તેઓને કહ્યુ હતુ. સાસુ વહુના ઝઘડાથી કંટાળી ગયો હતો અને મારા પરિવાર વિના કેનેડા એકલુ ફાવતુ પણ ન હતુ. આથી હું અહીં બિઝનેશ સંભાળવા માંગતો હતો આથી તેઓને મે સફાઇ માટે કહ્યુ હતુ.” “ઓ.કે. આવા કેસમાં મોટે ભાગે ઘરના જ લોકો ગુનેગાર નીકળે છે. યુ ક્નો આઇ મીન. તમે પુરતી તપાસ કરી?” અર્જુન શ્રોફે પોતાના કાળા ભદ્દા ચહેરા પર સ્માઇલ સાથે કહ્યુ.

વધુ આવતા અંકે..........