ગરમી અને પરીક્ષા બન્ને શરુ થઇ ગયા હતા.. પેપર પૂરું થયા પછી ત્રીજા ધોરણમાં ભણતી શ્રેયા પપ્પાની રાહ જોઈ રહી હતી ત્યાં થોડીવારમાં શ્રેયાના પપ્પા કિશોરભાઈ ત્યાં આવી ગયા.. ત્યાં શ્રેયાના ટીચર પણ ઉભા હતા.. શ્રેયા એના ટીચરને કહી પપપ્પા સાથે નીકળી ગઈ.. પરીક્ષા આપ્યા પછી શ્રેયાને થોડી તરસ લાગી હતી એટલે એના પપ્પાને કીધું, "ચલો પપ્પા આજે શેરડીનો રસ પીએ એટલે ગરમી પણ નહીં લાગે અને ઘરે પહોંચી ત્યાં સુધી તરસ પણ નહીં લાગે.." એટલે ઘરે જતા વચ્ચે આવતા રસના ચિચોળા પર બન્ને પપ્પા અને દીકરીએ શેરડીનો રસ પીધો.. શ્રેયા ગાડી પર બેઠી હતી, ત્યાં કિશોરભાઈ સિગરેટનો સુટ્ટો લાગાવતા લગાવતા આવ્યા, હાથમાં સિગરેટ રાખી શ્રેયાને પૂછ્યું, કેવું ગયું આજનું પેપર??
શ્રેયા ગુસ્સે ભરાઈને પપ્પા સામે જોયું'ને પછી સાઈડમાં જોવા લાગી ફરી પપ્પાએ પૂછ્યું ,"કેવું ગયું પેપર??" , શ્રેયા એક પણ શબ્દ ના બોલી.. એક દમ ચુપચાપ બેઠી હતી bike પર... એના પપ્પા ફરી સુટ્ટો લગાવે ન લગાવે એ પેહલા બોલવાનું ચાલુ કર્યું, "પપ્પા તમને શું ફેર પડે મારું પેપર કેવું ગયું કેવું નહીં.. એક મિનિટ માટે એના પપ્પા સ્તબ્ધ થઈ સુટ્ટો લાગાવતા રોકી ગયા અને તરત શ્રેયાને કીધું, " પપ્પાનો એ પણ હક નહીં પૂછવાનો કે પેપર કેવું ગયું ?? "" આંખમાં આંસુ સાથે શ્રેયા બોલી, "હક તો પહેલા છે પૂછવાનો પણ તમે એને ન્યાય આપતા હોય તો એ હક ને હક કહેવાય... "પપ્પા તમને વ્હાલું કોણ? હું નહીં તમને તો પહેલી સિગરેટ વહાલી છે".. તમને એ નહીં ખબર સિગરેટ ખુદ બળે છે ને તમને પણ બાળે છે .. મમ્મીએ પણ તમને કેટલી વાર ટોકયા છે છતાં તમને ખબર જ નહીં પડતી.. કિશોરભાઈએ કીધું બેટા "હું શું કરું? મારે સિગરેટની લત લાગી ગઈ છે...શ્રેયાએ કહ્યું " પપ્પા તમને જો હું અને મમ્મી વ્હાલા હોઈ તો સિગરેટ મૂકી દેજો'ને વ્હાલા ના લાગે તો ચાલુ રાખજો...""આટલું કહી શ્રેયા ચૂપ થઈ ગઈ... કિશોરભાઈ શ્રેયા સામે જોઈ રહયા હાથમાં સિગરેટ બળતી હતી એ પણ એ ભૂલી ગયા... હાથ થોડોક દાજ્યો ત્યારે ભાન આવી કે સિગરેટ બળી ગઈ છે.. પછી કિશોરભાઈ અને શ્રેયા ઘરે ચાલ્યા ગયા.. આજ એ વાતને નવ વરસ વિતી ગયા છે શ્રેયા 12માં ધોરણની બોર્ડની exam આપી રહી છે... એ જ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને પરીક્ષાઓ પણ... પેપર પૂરું થયા પછી શું કરે શ્રેયા એકલી ઉભી રહીને આજથી નવ વરસ પહેલાં પપ્પાને (કિશોરભાઈને) શેરડીનો રસ પીતા પીતા સમજાવેલી વાત સમજાઇ નહતી અને 4 વરસ પહેલાં જ કિશોરભાઈ ફેફસાંનાં કેન્સર જેવી જીવલેણ બીમારીથી ફાની દુનિયા અને શ્રેયા અને એના મમ્મી કોકિલાબેનને છોડી ગયા... બોર્ડનું છેલ્લું પેપર પૂરું થયા પછી ઘર જતી વેળાએ આવતા શેરડીનાં ચિચોળા પર રસ પીતા પીતા શ્રેયાનાં મનમાં એક જ વિચાર ચાલતો હતો કે, જો પપ્પાએ સિગરેટ મૂકી દીધી હોત તો કેટલીક તકલીફ દૂર થઈ ગઈ હોત... ઘરે પહોંચીને દીવાલ પર ટાંગેલો કિશોરભાઈનો ફોટો હાથમાં લઈ આંખમાંથી દળ દળ આંસુ પળતા હતા..પપ્પા આજે તમે હોત તો કેટલી રોનક હોત.. સિગરેટ તમારી જિંદગી બાળતી ગઇ અને મારી ખુશી પણ...
હવે શ્રેયા પણ એટલી જ મજબૂત થઈ ગઈ હતી મનથી કે મારા પપ્પાને તો સમજણ ન પડી કે સિગરેટ છોડી દેવી જોઈએ પણ હું બીજા ના પપ્પા સાથે આવું નહીં થવા દવ.. બને એટલો પ્રયાસ કરીશ વ્યસન મુક્તિ માટે.. જેથી કરી હું બીજાના પરિવારને વ્યસન થી દુર રાખી ખુશાલી લાવી શકું.........
મિત્રો આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જે વ્યસનથી ઘેરાયેલો છે ઘણા બધા નાની ઉંમરના હશે.. આશા રાખું છું તમે પણ સ્વાછતા અભિયાનની જેમ વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાવ અને એવા લોકોને વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન પૂરું પાડીને જાગૃતિ લાવીએ અને વ્યસનથી બરબાદ થતા પરિવારોને બચાવીએ...
જય હિન્દ!!! જય ભારત!!!