*લાડલી બની પ્રેરણા*. વાર્તા...
આજના સમયમાં સાચી જરૂર છે...એક-બીજાને સમજવાની. એકબીજાને આગળ લાવવાની... એકબીજા ને મદદરૂપ બનવાની... સાથે જીવશું-મરશું એ તો કહેવાના શબ્દો છે. જ્યાં સાચી સમજણ છે એ ઘરમાં સ્વર્ગ ઉતરી આવે છે... અને એ ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે અને સુખ શાંતિ રહે છે....
ઈલા બેન આજ સવારથી ખુબ જ ખુશ હતાં અને અને રોજનો નિત્યક્રમ પતાવી ને ભગવાન પાસે ઉભા ઉભા પ્રાર્થના કરતાં હતાં કે વાલીડા.... તારો ખૂબ આભાર તેં મારા પરિવાર માં આવી સાક્ષાત લક્ષ્મી નો અવતાર સરલ વહું દિકરી મોકલી.... જો ભગવાન તું મને બીજો અવતાર આપે તો એનાં જ ઘરે હું દિકરી બની અવતરુ એવું કરજે.... ભગવાન તેં મારી લાજ રાખી.... આજે મારું સાઠોદરા નાગરી નાતમાં સન્માન છે તો પ્રભુ તારો ખૂબ આભાર માનું છું કે તેં આવો સરસ પરિવાર આપ્યો તો હું લખી શકું છું.... ઘંટડી વગાડી ભગવાન ને ભોગ ધરાવ્યો અને પછી ચાલીસા અને માળા કરી ઈલા બેન બહાર આવ્યા...
સરલ કહે ચલો મમ્મી મોડું થઈ જશે તમને સાડી નો પાલવ સરખો કરી દવુ... અને માથું ઓળી ને વાળ છુટ્ટા રાખી પોની કરી આપું... તો તમારા આજે ફોટા સરસ આવશે...
તમારો દિકરો જીગર ગાડી સાફ કરી રાહ જોવે છે...
પપ્પા પણ તૈયાર થઈ ગયા છે...
ઈલા બેન કહે તો ચલ બેટા... લે પાલવ સરખો કરી દે..
સરલ પાલવ સરખો કરી ને ઈલા બેન નું માથું ઓળી દે છે...
મમ્મી જોઈ લો હવે દર્પણ માં...
વટ પડે છે તમારો તો આજે...
ઈલા બેન દર્પણ માં જોઈ ને સાચી વાત બેટા...
મા કોની છું...???
જીગર કહે મારી.....
અને
સરલ કહે મારી ..
આમ હસી મજાક કરતાં ચારેયના સેલ્ફી લીધાં...
ઈલા બેન એ મંદિર માં ધરાવેલ પ્રસાદ બધાને આપ્યો
અને બધાં ગાડીમાં ગોઠવાયા...
પંકજ ભાઈ ગાડી ચલાવતા હતા... ચારેય અલક મલક ની વાતો કરતાં કરતાં નડિયાદ પહોંચી ગયા.... નાતની વાડીમાં આજે પ્રોગ્રામ હતો.... સાઠોદરા નાગર નાત તરફથી એક વાર્તા સ્પર્ધા રાખવામાં આવી હતી.... વિષય હતો... "મા"
પંદરસો શબ્દો ની વાર્તા લખવાની હતી...
અને ઈલાબેને એમાં ભાગ લીધો અને એમની વાર્ત ને પ્રથમ નંબર મળ્યો એનું આજે સન્માન હતું....
નાતની વાડીમાં પહોંચ્યા....
ચારેય અંદર ગયા.... અંદર બધું શણગારવામાં આવ્યું હતું અને એક તરફ નાનો સ્ટેજ ઉભો કરવામાં આવ્યો હતો....
અંદર જઈને જીગર નાતના આગેવાન ને મળી આવ્યો...
અને એ લોકો ખુરશી માં બેઠા... ત્યાં પાણી આવ્યું.... પછી એક કાર્યકર ભાઈ એ આવીને કહ્યું કે ત્યાં ગરમ ગરમ ચા, કોફી, નાસ્તો છે આપ કરી લો... પછી વીસ મિનિટમાં આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જશે...
ચારેય ઉભા થયા ગરમ ગરમ મેથીના ગોટા હતાં એક ડીશ માં લઈને ચારેયે ખાધાં... પંકજ ભાઈ ચા ના શોખીન એમણે ચા પીધી...
પછી બધાં આવી ને ખુરશી માં બેઠા...
થોડીવારમાં પ્રોગ્રામ શરૂ થયો...
પહેલાં દીપ પ્રાગટ્ય થયું ..... પછી સ્ટેજ પર પ્રાર્થના થઈ...
પછી નાતના આગેવાન સ્ટેજ ઉપર આવ્યા અને એમણે બે શબ્દો નું નાત ની એકતા અને નાતના સારા વિકાસ અને સારી પ્રવૃત્તિઓ વિશે વાત કરી અને પછી કહ્યું કે હવે આપણે નાત તરફથી રાખેલી લેખન પ્રવૃત્તિ ની વાર્તા હરિફાઈ માં જીતેલા નું સન્માન કરીશું અને ઈનામ આપીશું...
વાર્તા સ્પર્ધા માં પ્રથમ વિજેતા ઈલા બેન ત્રિવેદી સ્ટેજ પર આવે અને એમનું સન્માન કરશે નડીયાદ ના કોર્પોરેટર ...
ઈલા બેન સ્ટેજ ઉપર ગયા અને તાળીઓ થી નાતની વાડી ગૂંજી ઉઠી.... ઈલ બેને હાથ જોડીને બધાં નું અભિવાદન કર્યું... અને એમને બે શબ્દો બોલવા કહ્યું...
ઈલા બેને માઈક લઈને નાતના આગેવાન અને કોર્પોરેટર અને નાતનો ખુબ આભાર માન્યો અને કહ્યું કે આ સાથે હું મારા પરિવાર નો ખુબ આભાર માનું છું... વધું ના કહેતા ટુંકમાં કહું
કે હું મારી જિંદગી જીવી જતી હતી પણ કોઈ ચાર્મ કે કોઈ ઉત્સાહ ન હતો.... નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં તો સંતાનો ને પણ પરણાવી દીધા.... એટલે પૂજા પાઠ કર્યા પછી સમય ક્યાં પસાર કરવો અને દિકરો અને વહું બન્ને નોકરી કરે... આમની પણ નોકરી એટલે આખો દિવસ હું એકલી ઘરે તો વિચારો બહુ આવે અને પછી એમાં હું એટલી ડૂબી ગઈ કે હું ડીપ્રેશનમાં જતી રહી... ત્રણ મહિના દવા કરી પણ ફેર ના પડ્યો.... ડોક્ટરે કહ્યું હવે તો સાયક્રાસ્ટિસ ડોક્ટર ને બતાવી આવો હું નામ લખી આપું.... દવાખાને થી ઘરે આવ્યા...
વધુ આવતા અંકમાં વાંચો ... તમારા પ્રતિભાવ આવકાર્ય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....