Dear Zindagi🌷
ઘણા સમય પછી આજે તું યાદ આવી જીંદગી. નોટ નાં પતા પર લાગણી ઓ મારી આમ ઉભરી આવી.આમ તો તને હું તને હું હર પલ યાદ કરતી પણ કામના ભારણ હેઠળ ક્યાં ખોવાઈ ગઈ તું !!! અને ક્યાં ખોવાઈ ગઈ હું ?ના કશું તેમાં વાત કહેવાનું યાદ આવતું કે પછી હું કેહવું ઘણુંંંં હતું પણ સમય નહતો, ને આમ બસ એક ઢાળમાં સમય પસાર થતો રહ્યો આજે ઘણા સમયેે પોતાના માટે ફુરસદ મળી છે અને કંઈક ઘણી બધી વાતોો ભેગી થઈ છે તને ઘણુંંં બધું કહેવાનું રહી ગયું છે તને ખબર છે આપણા ઘરમાં shadow નું આગમન થયું છે.
Shadowત્રણ મહિનાનો હતો અને આપણાા ઘરે આવ્યો। My dear shadow🐕
અમારા ઘરનો વાઘ છે અમારા સૌનો પ્યારો છે શેડો, ખૂબ જ ડાયોછું તું, તું કેટલું સમજદાર છું તને બધી સમજણ પડે છે બસ ખાલી બોલી નથી શકતો,
Shadow તારી એટલી બધી માયા લાગી ગઈ છે કે નાં પુછો ની વાત, તું ના જમે તો પણ અમને ચિંતા થાય, તું અમારી સાથે મસ્તી નાં કરે અમને ના ગમે.
જીવન નો આ અનુભવ ખૂબ જ યાદગાર બની રહેશે, પહેલા તો કેટલો ડર લાગતો તારા થી પણ હવે તો એક મિનિટ પણ તારાં વગર ન ચાલે.
આજે જાણે પ્રાણીઓ પર અપાર સ્નેહને લાગણીઓ આવી ગઈ.ના કોઈ ડર ના કોઈ બીક.
તને કેટલી બધી ખબર પડી જાય છે,અમે બહાર જવાનું થાય તો તને અગાઉ થી જાણે ખબર પડી જાય છે, આગળ પાછળ ફરતું રહે, અને બસ જીદ કરીને,, મને સાથે લઈ જાવ.
લઈ જવાનું મન થાય પણ બધે ના લઈ જઈ શકાય એટલે તને ઘરે મૂકી ને જવું પડે.
તારું ફ્રેન્ડ બની ગયું છે નાનંકુ, એની જોડે રમી રહ્યો છું તું,, એટલી બધી મસ્તી કરે છે નાનંકા સાથે, એ એના ઘરે થી નીચે આવે એટલે તારે પણ ઉતરવા જોઈ એ જ. બસ નીચે જવા દો ની જીદ કરે છે તું તો. નીચે જાય ને નાનકુ ના આવ્યું હોય તો આખી સોસાયટી માં જોઈ આવશે. એને શોધવા નીકળી જાય છે. આવે એટલે તો દોડામદોડ કરશે, દોડ તો તારી એટલી પાકી છે કે ના પૂછો ની વાત.
તું દોડે તો એટલો સરસ મજા નો લાગે છે. તને બધું જ ખબર પડે છે, બધી જ લાગણી ઓ જે માણસ માં હોય એવી જ લાગણીઓ તને પણ છે પણ એક જ કે તું બોલી નથી શકતો.
એક સવાર માં તારું ઉઠાવવું બહુ મસ્ત છે તું પેહલા તો જોસે કે કેવી રીતે ઊઠાડું? જેવા આપડે હલીસુ તરત જ પાસે આવી ને પગ થી ઉઠાડસે.
બહુ સમજદાર છું તું ને બહુ જબરો પણ છું
તું મારા ઘર નો વાઘ છું.. અમારા સૌં નો તું માનીતો છું shadow 🐕.
ડાયરી ના પાને સચવાશે આ લાગણીઓ.
ઘણા દિવસો નો ગેપ પડી ગયો.હમણા હમણાં કોરોના વાઇરસ ને લીધે . સમસ્ત જગત માં હાહાકાર મચી ગયો છે.ખબર નહીં આ બધું પૃથ્વી પર શું થયું છે.વાતાવરણની અસરો બધે જ જોવા મળી રહી છે. ભારત દેશ માં પણ કોરોના વાઇરસ થી મોત થયા છે.
કાળની જાળમાંથી મુક્ત નથી થઈ શકાતું વ્હાલા,
કર્મ ની થપાટ ને અવગણી નથી શકાતું વ્હાલા.
લીધો આ જન્મ અવની પર તો સુખ અને દુઃખમાં પણ ભાગીદાર થવું પડે છે વ્હાલા.
ચીનમાં થી શરૂ થયેલો વાઇરસ ઈટલી... અમેરિકા અને પુરા વિશ્વમાં ફેલાઈ ગયો છે. આજ તો કેટલા દિવસો થી લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે.ડીયર જીંદગી તું તારા કેટલાં રુપ બતાવીશ.
Rupal Mehta Rup ✍️