( પાછળ જોયું કે મુકેશ ને, સમર દવાખાને લઇ જાય છે.... નાથુ કાકા ને કરણ ,હરેશ ને શોધે છે... ડાયરી માં આગળ કઈ લખાણ મળતું નથી જેથી પપ્પા ને પૂછતા તેમણે આગળ વાત કરે છે... )
" બેટા, થયું તો એવું હતું જે અમે ક્યારેય વિચાર્યું ન હતું..."
" હુ ને નાથુ કાકા હરેશ ને શોધતા હતા.. હુ હરેશ હરેશ બૂમો પાડતો હતો... ..
આખો બગીચો ફરી વળ્યા પણ હરેશ ક્યાંય મળ્યો નહિ..."
"પછી સુ થયું પપ્પા?"
"હુ બઉ જ ડરી ગયો હતો."
રડતા રડતા મે નાથુ કાકા ને કહ્યું કે હવે સુ થશે.. હરેશ ના મમ્મી પપ્પા ને સુ જવાબ આપીશું... ભગવાન કઈક રસ્તો બતાવે તો સારું...
ને અમને કોઈ કણસતુ હોય એવો અવાજ સંભળાયો... અંધારું ને સુમસાન બગીચા માં નાનો સરખો અવાજ પણ બઉ ભયાનક લાગતો હતો... જઈ ને જોયું તો ત્યાં તળાવ પાસે હરેશ પડ્યો હતો.... એની પાસે ગયા તો એવું લાગ્યું જાણે એને કોઈ એ જોર થી પછડાટ મારી છે..
અમારા જીવ માં જીવ આયો... એને અમે ઉઠાડ્યો... " હરેશ સુ થયું ભાઈ?"
હરેશ તૂટ્યા અવાજ માં બોલ્યો..." ચુડેલ" ને એને આંગળી વડે અમને પાણી ની પરબ પાસે ઈશારો કર્યો"..
અમને ખબર પડી ગઈ હતી કે હરેશ સાચું કહી રહ્યો છે... મન માં ડર બેસી ગયો હતો...
પણ અમે હિંમત રાખી ને બસ ત્યાં થી બાહર નીકળવા માટે ઉપડ્યા...
હરેશ ચાલવા ની સ્થિતિ માં ન હતો... હુ એને ટેકો આપી ચલાવતો હતો... અમે જેવા બગીચા ના જાપા પાસે પોહોચવા જતા ... તો જાપો ત્યાં થી ગાયબ થઈ જતો.... અમે બીજા જાપે જવા દોડતા તો ત્યાં થી પણ જાપો ગાયબ થઈ જતો...
એવું લાગી રહ્યું હતું જાણે અમને કોઈ ત્યાં થી જવા દેવા રોકે છે....
" પછી સુ થયું પપ્પા?"
અમે થાકી ને એક બાકડે બેસી ગયા....રાત ના ૧૦:૩૦ થઈ રહ્યા હતા.. ને જે બગીચો દિવસે સોહામણો લાગ્યો હતો.. એ જ અત્યારે ભેંકાર લાગતો હતો...
" કરણ, મને લાગે છે કે આ ચુડેલ આપડે ને જવા દેવા માંગતી નથી."
" આપડે બાહર કેવી રીતે જઈશું કાકા?"
" હિંમત રાખ.... કઈક રસ્તો જરૂર મળશે...."
અમે બહુ જ ડરી ગયા હતાં.. ભગવાન નું નામ લેતા હતા.... હરેશ કઈક બોલ્યો...
" સુ થયું હરેશ?"
"પરબ પાસે ચાલો...."
અમે પરબ પાસે દોડી ગયા...
પરબ ની પાછળ થી કોઈ છોકરી ની ચીસ સંભળાઈ.. અમારા શ્વાસ અધ્ધર થઈ ગયા...
હરેશ ને ત્યાં સુવાડી.. હુ ને નાથુ કાકા હિંમત રાખી ત્યાં ગયા... જોયું તો કોઈ છોકરી નીચે માથું રાખી બેઠી હતી.. . એણે સફેદ રંગ ની સાડી પેહરી હતી... ને રોતી હતી...
મારા ડર નો પાર નતો... પણ નાથુ કાકા એ જોર થી પૂછ્યું.. " કોણ છો તુ?"
એ છોકરી એ રડવાનું બંધ કર્યું... કાકા એ ફરીથી પૂછ્યું " બોલ, કોણ છો તુ?"
"ને આયા બેઠી બેઠી કેમ રડે છે?"
ને એ છોકરી એકદમ થી ઉભી થઇ ને અમારી નજીક આવી ને જોર થી હસી... ને બોલી "રેખા".
ને અચાનક એ ગાયબ થઈ ગઈ...
આ જોઈ ને તો અમારા નીચે થી જમીન ખસી ગઈ...
ને ત્યાં થી ભાગ્યા ને હરેશ ને ઉપાડીને ભાગવા લાગ્યા પણ તોય અમે બાહર નીકળી ના શક્યા...
થાકી હારી ને અમે બેસી ગયા... નાથુ કાકા એ ડરી ગયા હતા.. નાથુ કાકા ને એકદમ થી કઈક યાદ આયુ...ને એ બોલી ઉઠ્યા " આ તો એ જ રેખા છે.."
( રેખા કોણ હતી? સુ કામ એ કોઈને બાહર જવા દેતી ન હતી?... બધું આગળ ના ભાગ માં)