hump - 2 in Gujarati Women Focused by Zalak bhatt books and stories PDF | કુંપણ - 2

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

કુંપણ - 2

ધૈવત ના મુખે થી વૈભવ ની આવી બધી વાતો સાંભળી ને ક્રિધા એકદમ હસી પડે છે.તેનું આ નાદાન હસવું જોઈ ધૈવત ગીત ગાય છે.
તું કોણ છે?
છે અપ્સરા હે !કે પરી
હું ગૌણ છે મને જ્યારે તું છે મળી
તારું આવવું -જાવું, હા કે ના નું
વળી,તું કર કથા તે સાંભળી!
તું કોણ છે?- - - - -
મેં તારા થકી જોયાં છે ખ્વાબ,હકીકત ફળી
તું વ્હાલ કરે તો આલુ ગાલ નૈ તો છડી
આગળ હું શું કહું મને તારી સજા માં મજા પડી
તું કોણ છે ?- - - - - -
ગીત દરમ્યાન ધૈવત તથા ક્રિધા ની રમત,લંચ દોસ્તી વગેરે થાય છે અને પછી બંને બાઇક પર જતાં હોય છે ત્યારે ક્રિધા કહે છે.ખરેખર, ધૈવત તે તો મારો મૂડ જ બદલી નાખ્યો કે
ને હવે,મને મારી માં પાસે પહોંચાડી દે.એ પહેલાં કે એ મારા ફ્યુચર વિશે વિચારવા લાગે અને બંને જણા હશે છે
(ધૈવત અને ક્રિધા આ બંને છે તો ડો. જ પરંતુ ધૈવત સાઇકોલૉજી નો ડો. છે જ્યારે ક્રિધા હ્યુમોલોજી ની ડો. છે.પરંતુ બંને ના વિચાર મળતાં હોવાને કારણે બંને એકબીજા ના પેશન્ટ ની સારવાર માટે મદદ કરતા હોય છે)
હવે,ધૈવત ક્રિધા ને ઘેર પહોંચે છે.ને કહે છે લ્યો, આવી ગયું હરિહર સદન. બંને ઘર માં જાય છે ( સુષ્મા બેન જે ક્રિધા ના મમ્મી છે)તે હાથ માં પૂજા ની થાળી લઈ ઘંટડી વગાડતાં મંદિર પાસે થી બહાર આવે છે.અને ધૈવત તથા ક્રિધા ને ભી તિલક કરે છે.ક્રિધા ને બોલાવ્યાં વગર એ ધૈવત ને પૂછે છે આવી ગયાં બેટા,બધાં પેશન્ટ બરાબર તો છે ને,એક મેડમ સિવાય અને બંને જણા હશે છે.આ સાંભળી ક્રિધા ચીઢાય છે અને પોતાનાં રૂમ માં જતી રહે છે.ત્યારે,સુષ્મા બેન ધૈવત પાસે આવી ને કહે છે કે “બેટા, તું છે એટલે જ હું ક્રિધા ને એકલી મોકલું છું નહિ તો આ સમય કંઈ મારી ક્રિધુ ને યોગ્ય નથી. બસ, જો એ હસતી- હસતી આવી ને મને ચૈન પડી ગયું.હવે,તને ભી ઘોડે ચઢાવવો છે” સુષ્મા બેન ના આવા વચન સાંભળી ધૈવત જરાં સંકોચ અનુભવે છે અને પછી કહે છે ચાલો,આંટી હું હવે જાઉં ક્લિનિક નો ટાઈમ થઈ ગયો છે.
ધૈવત ઘર માંથી બહાર આવે છે અને ત્યાં જ ક્રિધા ના પિતા અરુણ ભાઈ ની કાર પાર્ક થાય છે.(અરુણ ભાઈ એક બિઝનસ મેન છે.ભાવનાશીલ પણ છે.અને તેથી જ ધૈવત તેમને અંકલ ની બદલે ડેડી કહી ને બોલાવતો હોય છે)સામે અરુણ ભાઈ ને જોઈને ધૈવત તેમને પ્રણામ કરે છે અને કહે છે ચાલો,ડેડી હવે હું જાઉં છું પછી મળીશું.અરુણ ભાઈ પણ તેને બાઈ કહે છે અને તેઓ ઘર માં પ્રવેશ કરે છે.મેઈન હૉલ માં કોઈ ને ના જોતાં જ તેઓ મોટે થી બૂમ પાડે છે સુષ્મા . . . .ક્રિધા. . . . .ક્રિધા. . . . . .ધૈવત. . . . .ઓ ધૈવત
અને સુષ્માબેન તુરંત જ દોડી આવે છે હાથ માં પાણી નો ગ્લાસ લઈને અને કહે છે.લો,વળી આજ તે આટલા વહેલાં આવી ગયાં
અને આ આટલી ખુશી નું કારણ શું છે?અને હા,કહી દઉં મારી ક્રિધા ને આમ ચિઢવવાની નહિ .ત્યારે ક્રિધા ભી પોતાના રૂમ માંથી બહાર આવે છે અને પપ્પા ને મળે છે.બધાં જ સોફા પર બેસે છે અને ત્યારે અરુણ ભાઈ ખુશી કારણ કહે છે
તો તેમની ખુશી નું કારણ શું હશે? તે કારણ ક્રિધા અને ધૈવત ની જુદાઈ ને તો નહીં લાવે ને તે જાણવાં જરૂર વાંચો કુંપણ નો ભાગ 3