VANITA in Gujarati Love Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | વનિતા

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વનિતા


મને એમ હતું કે કરમાઈ ગઈ હશે.આખેઆખું ફળિયું તેને સુંઘી ગયું હતું.પમરાટ તેના રૂપનોજ નહોતો ! તેની બદનામીમાં કમરની નાજુકતા ને હોઠોની કળી પણ એટલાજ જવાબદાર હતા.હા, પણ હવે,કંઇ અર્થ નહોતો તેની મહેકનો કે,નહોતું કામણ તેની આંખોના બાણનું !.તેને ન ચાખનાર કે પ્યાસો રહી જનાર એકાદ ખરેલું પાંદડું ક્યારેક વાસનાની લાલસાએ બળાપી ઊઠતું "દીઠાનું ઝેર છે,ને ભાઈ દીઠાનું ઝેર છે ! બાકી હજુએ તેની મદિરા માદકજ છે.બસ ચાખનારે તેને અમૃત સમજવું.


સોળે શણગાળેલી તે નમણી વાગદત્તા આજ ત્રીસીએ તો સાવ કૂણી છતાં ઘરડી કાકડી થઈ ગઈ હતી.રસ ચૂસીને ફેંકી દીધેલ કેરીની ઉપલી છાલનો પોપડો જોઈલો.શણગાર સજે તો જાણે બહુરૂપીની કોઈ પ્રોઢા જુવાન થવા મથતી હોય.સાવ બૂચી હોય તો,જાણે આજ-કાલ ખરી પડવાને આરે આવેલું વિધવા પાંદડું જોઈલો.બરછટ કપાળમાંની તામ્રવણી લાલીમાને જાણે તેના લલાટ સાથે જનમો જનમોથી સામો ચંદ્રમા હોય..!.સૂજેલી-થાકેલી આંખો કે જેમાં તે કેટલોય ભવ્ય ભૂતકાળ રમી ને બેઠી હતી.તેની મોહકતા ક્યાંય ઓસરી ગઈ હતી.હરણીની ચાલ ચાલતાં તેના કોમળ પગ જાણે ભાદરવાની ભેંસ જેવા કઢંગા થઈ ગયા હતા.કોઈ રોગ થઈ ને વાળ ખરી પડે તેમ માથામાં કયાંક-કયાંક ટાલ ડોકીયું કરીને તેની કદરૂપતાની ચાડી ખાતી હતી.છતાંય તેનો ભવ્ય ભૂતકાળ જાણનાર અને સહવાસ ના માણનાર એકાદ બુઢ્ઢો તો અત્યારે નેજવાં સોસરી આંખો પરોવીને અભરખા જીવી લેતો.
કોઈ નહોતું ડોકાતું તેના ખાલીપાના ઝૂંપડામાં,યાદોના પટાળા તાળા વાંસીને પોતાની પડખે કૂંચી લઇને બેઠ્યાતા.તેનો યાદોને વાગોળવાનો હક પણ જાણે ભૂતકાળે છીનવી લીધો હોય..!
શું જોબન,જુવાનીને જોમ એટલે આ દશા ?; વાસનાનો વંટોળ એટલે એકલતાનો ઓરડો ? રગ રગનો રોમાન્સ એટલે પીળું પડેલું પાનખર ? સોળની સોનેરી શોણલી સવાર એટલે ત્રીસે સાઠની યુવાની ? કેટલાયે પ્રશ્નો કિંકર્તવ્યમૂઢ બનીને તેને દઝાડતા હતા.
બસ તેને હર રાહ પર,હર હવસમાં માહીગીરજ મળ્યા.એકવાર તેના તનમાં જાળ ફેકીને ફરી ડૂબકી મારવા કોઈ માહીગીર દેખાતો નહીં.દરિયાના ઊંડાણ સમા તેના દિલમાં જૂઠા મરજીવા રોજ ડૂબકી મારીને પલળીને જતા પણ તેના મોતી સરીખા દિલને અપનાવવા તૈયાર નહોતા થયા.
હજુએ તે કોઈ આવશે સાચો દિલબર તેમ માનીને ચશ્મ-બ-રાહ જોતી હતી.આંખો તો હજુયે ગલીની તેજ રાહમાં ઈંતઝાર પાથરીને વાટ જોતી હતી.ક્યારેક ગુલાબની કોમળ કળી સમા ખીલેલા અધર હજુએ પ્યાસા હતા.તનની પ્યાસમાં તે મનની પ્યાસ તો હરગીજ પામી ના શકી.ઝાકળ સમુ મહેકતુંને તરોતાજા જીવન તેને બસ તનની માયામાંજ ગુમાવી દીધું.અર્ધ બીડેલા તેના નેણના કામણ તો હજુએ એટલાજ મારક હતા.બોલવાની લઢણ હજીયે નશીલી હતી.રૂપયૌવનાની ઝાંખપ વર્તાતી હતી પણ,તેને તો હરદમ સત્તરની યૌવનાજ પોતાને ભાસતી.એક અરીસો સામે આવે તોજ તેના યૌવનના પાનખરની ચાડી ખાતો કરચલીઓથી મઢેલો ચહેરો તેને અંગ-અંગથી નફરતની આગમાં દઝાડી ખાતો.
મરદનું પડખું તેને વિચાર માત્રથી રોમ રોમ પુલકિત કરી જાતું. ગરમ શીસકીયા તેને તન બદનથી ઊંચ-નીચ કરી જાતી.જાગૃતવસ્થામાં પણ તે તંદ્રાવસ્થામાં ખોવાઈ જઈને પોતાના લોચન દ્વાર બીડીને મરદના સહવાસને કેદ કરી લેતી.આવી અવસ્થામાં પણ તે શાન-ભાન ભૂલીને જોનાર જગતની પરવા કર્યા વિના વાસનાના સાપોલિયાઓ વચ્ચે લપેટાઈને અધકચરા હોઠે,લાળ ઝરતી જીહવા અધકચરી બહાર લાવીને રોમાન્સ આહ્લાદક માની લેતી.સોનેરી સપના તેને ચરમસીમાએ લઇ જતા પણ,સહવાસ વિનાનો છેલ્લો શ્વાસ તો આંગળીઓથી નખ વેગળાની માફક અધૂરો ળજ રહી જતો.જગત આખું ફરીને વ્હાલું સ્થળ ચૂકી જઈએ તેવી ઉણપ કોરી ખાતી.શિખરે પહોંચેલી કીડી જેમ ધડામ દઈને એકી ઝાટકે તળેટીમાં ખાબકે તેમ બધીએ વાસના છેલ્લે ચરમસીમાનું સુખ પામ્યા વિનાજ ચકનાચૂર થઈને મૃગજળ સમી ઠાલી સાબિત થતી.
મહાભારતની યૌવનગંધા એટલે તે.... હર દેવદાસની પારો એટલે તે....સુગંધનો મ્હેકતો ગુલદસ્તો જોઈલો,પમરાટ લઈને ભમરાઓને ગુંજવા મજબૂર કરીને આમંત્રિત કરતો મોહરસ એટલે તે....વહેણમાં આવતા હર એક પથ્થરને પલાળીને ઊછળતી-કૂદતી જતી સરિતા એટલે તે....પાંડવોની નહીં પણ કેટલાય કૌરવોની સહશયનિ એટલે તે....ઉજળો વાનને લાલ પાનથી રંગેલા હોઠ એટલે તે....કીકીના કામણને વાસનાના જમણ એટલે તે......!
ક્યાં ખોવાઈ ગઈ એ દુનિયા ? સવારનું સાંજે પહાડો પાછળ ઓજલ થયેલું કિરણ એટલે તે....ભરવસંતે કરમાઈને ખરી પડેલું પણ સુંઘાઈને,ચુંથાઈને,મશળાઈને નિસ્તેજ થઈ ગયેલું ફૂલડું એટલે તે....લીલી લીલોતરીમાં એ સૂકા દુષ્કાળનો શિકાર થયેલું પાનખર એટલે તે.....દુનિયાની ભીડમાંએ સાવ એકલું ફરતું બદન એટલે તે.....પારેવડાથીએ ભોળું હૃદય લઈને ગીધ થયેલું પારેવડુ એટલે તે....નજરોથી દૂર કરો તોય સૌની નજરે ચડતું બદનામ મુખડું એટલે તે....રુદનમાં પણ હાસ્યનો ઠઠારો કરતું મુખારવિંદ એટલે તે....સૌની કાયા તૃપ્ત કરીને પણ હવસનું પ્યાસું બદન એટલે તે....ભર જુવાનીએ ઘડપણનો પડછાયો એટલે તે......
વિચારોના તાંડવમાં તે રોજ રમતી અને ઉદાસ થતી જિંદગી જાણે તેને ચૂસી રહી હોય તેવું લાગતું.સપનાઓના અતીત જાણે ઢંઢોળીને હરપલ ઉદાસીનું તાજગીભર્યું વાતાવરણ આપતા.કોઈ ન્હોતું જાણતું તેનો અતિત કે જેનો તેને ડર હતો.પણ, સૌથી વધુ ડર તેના અતિતનો હવે તેને ખુદનેજ લાગતો હતો.કેવું કાલું-ઘેલું બોલતી પરી આજે પીંખાઇ ગઇ હતી.સૌને તેડીને ફરવી ગમતી ઢીંગલી આજે સર્વથી તેડાઈને ધરાઈ ગઈ હતી.ચાલવું હતું દૂર મંઝિલે પણ,ચરણ ઠીકરું થઈને ઠરી ગયા હતા.કોડભરેલી દિકરીના કન્યાદાનના સોણલા બાપુએ પણ જોયા હતા.દિકરીની વિદાયનાં કરુણ રુદનના આંસુડાં માની મમતાએ હર રાત સપને ઓશીકા ભીંજવ્યા હતા.ભાઈલો તો હર રાખીએ હરખાતો.તેને તો પ્રિય તહેવાર પણ બહેનના પ્રેમનો રક્ષાબંધનજ હતો.પોતે પણ ક્યાં ઓછા અભરખા જોયા હતા(?)!.....ગામની પાદરેથી ગાડીમાં બેસીને વિદાય થશે.સાસરાની માયામાં ડૂબીને પોતે સ્વર્ગમાં જીવશે.પરણ્યાની રાતએ પિયુ પાનેતર ઉઠાવીને પોતાના મુખડાની બલૈયા લઈને સુહાગીરાત માણશે.સાત જન્મોના સથવારા તેની હારેજ શૈયા સુખમાં વિતાવશે.સુહાગરાતનો ઢોલીયો અત્તર-સુગંધથી મઘમઘતોને ફૂલોથી લચાયેલો હશે.રાતના કાળા વાદળોમાં ચંદ્રમા તેમના સુખને છાનું છાનું જોતો હશે.અત્તરનીની મઘમઘતા ભીના ભીના કામુક શ્વાસોથી ઓર સુગંધિત થશે.લચાયેલા ફૂલો પોતાની કમર નીચે તૂટીને ચૂંથાતા હશે.અહ....આહ્....આ...ની શીશકારીઓ રતિક્રીડાને પરસેવેથી લોથપોથ કરતી હશે.બિછાવેલી કંબલ પણ તૂટ-તૂટ થતી હશે.સવારના કિરણોમાં ચૂંથાયેલા ફૂલ ને વિખરાયેલી કંબલ રાતના ઝટકાઓનું ચિત્ર તાદૃશ કરતી હશે.
પણ,પળભરમાં નરાધમે ખુશીઓનો સપને મઢેલો મહેલ ભાંગીને ભુક્કો કરી નાખ્યો.એજ રાતે પડખે રહેતા ત્રણ છોકરાના નરાધમ બાપએ દીકરીની ઉંમરની વનિતાના કોડ લૂંટી લીધા.આબરૂની બીક ને,કોઈ તેનો હાથ નહિ ઝાલે ની પરવાએ માવતરનાં મોઢે તાળા વાસી દીધાં કે જેની ચાવી તેઓ,થોડા સમયમાંજ ગામ આખામાં છૂપી-છૂપી ફેલાયેલી વાતો કાને અથડાતા નદીએ પડતું મૂકીને લઈ ગયા.ભાઈ પણ આઘાત ના જીરવી શકતા ટૂંકી ઉદાસી બીમારીમાં નંખાયેલા દેહે વિધાતાના લેખ પૂરા કરી ગયો.અને પોતે સાવ નિર્દોષ એવી ના મરી શકી કે ના લડી શકી.દુનિયા આખી તેને દોષિત ગણતી તો,તે પણ, અણસમજુ પોતાનેજ ગુનેગાર માનીને મર્દોના સહવાસમાંજ આયખું વિતાવવાનું નક્કી કરીને શહેરમાં આવી ગઈ.
શહેર તો વર્ષોથી જીવતું આવતું હતું અને સૌને આવકારતું હતું.તેને પણ શહેરે સહર્ષ સ્વીકારી લીધી અને ભરપૂર રીતે આખા શહેરને પણ તેને બહેલાવ્યુ.શહેરનું ઋણ તે રોજ રાત્રે ત્રણ-ચાર મર્દોની વાસનાને સંતોષીને ચૂકવે જતી હતી......થાકેલી હારેલી ગામડું યાદ આવતા ગામડે આવી અને ખોરડે જઈને અતિતને ઢગલો રોઈ.ગામનું પણ ભાગ્યેજ કોઈ મરદ મળે જે તેના શહેરી ઋણનું બાકી રહ્યું હોય.....પણ પોતે ક્યાંય નંખાઈ ગઈ હતી....ખોરડે રોતા રોતા તેના દિવસો જતા હતા.પૈસાનો ઢગલો હતો પણ ભૂખનો ઓડકાર નહોતો આવતો.આમને આમ,અઠવાડિયામાં તો તે સાવ પીળું પાન થઈ ગઈ.સૌને પણ ખ્યાલ આવી ગયો કે હવે તે ઝાઝું નહીં કાઢે.
અને એક મધ્યરાત્રીએ સ્વપ્નમાંજ રાચતી-રાચતી તે પણ બા-બાપુને ભયલાનો સંયોગ પામવા પહોંચી ગઈ.
ગામ આખું તેના અનાથપણાની દયા ખાઈને લાકડે ઊમટ્યુ હતું.અને મરેલાના વખાણજ થાય તે આપણો સમાજ સારી પેઠે જાણે છે અને તે પરંપરા નિભાવતો સમાજ એકજ વિલાપ ગાતું હતું..... એતો પેલા નરાધમનાં પાપ તેને ભરખી ગયા....નહીંતર....વનિતા....!...અને તેનું બાળપણ....અરે,તમે જોયું હોય તો એના મોઢા ઉપરથી માખના ઉડે.....


આશુમન સાંઈ યોગી રાવળદેવ