Thappad - 1 in Gujarati Women Focused by Komal Mehta books and stories PDF | થપ્પડ - ભાગ ૧

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

થપ્પડ - ભાગ ૧





🔸થપ્પડ નો પ્રોમો જોયો તો , ઘણી આપણી આસપાસ બનેલી ઘટનાં પર થોડું ધ્યાન દોરાયું.🔸

🌺સ્ત્રી ને બહું જ સરસ રીતે નાનપણથી સમજાવવામાં આવે કે બેટા તારું ઘર તારું સાસરી છે. છોકરી ની ડોલી તો ભલે પપ્પા નાં ઘરેથી જાય પણ એની અર્થી એના સાસરે થી ઉઠે છે.🌺

⚜️સ્ત્રી ને હમેશાં અે સમજાવી દેવામાં આવે છે, એણે પોતાનાં જીવનમાં બધી રીતે સમાધાન કરવાં પડશે.બીજું કે સ્ત્રી ને અબળા એ પુરુષ નહીં, પરંતુ એક સ્ત્રી પોતે જ બીજી સ્ત્રી ને નબળી બનાવે છે. જીવનમાં આત્મ સન્માન નો હક આજે પણ આપણાં દેશ માં ફક્ત પુરુષો ને છે.

⚜️એક સ્ત્રી નાં લગ્ન થાય છે. લગ્ન જીવન ટકવાનું સૌથી મોટું રહસ્ય અે હોય છે કે બંને માંથી એક વ્યક્તિ બસ સહન કરતું હોય છે. લગ્ન જીવનમાં ઉતાર ચડાવ તો આવે છે, બધાં પોતાની રીતે જતું કરવું, માફ કરવું, ભૂલી જવું, જેવા ગુણો સાથે પોતાના નસીબ સાથે સમાધાન કરે છે અને જીવન વ્યતીત કરે છે.

⚜️પુરુષ એટલે શું ? પુરુષ નું પુરુષત્વ અે નથી કે અે પિતા બને છે.પરંતુ પુરુષ નું પુરુષત્વ અે છે કે અે સ્ત્રી ને માન આપે, આદર કરે, એક સ્ત્રી ને હમેશાં પુરુષ પાસેથી એક આદર ની ભાવના હોય છે. એક પુરુષ સ્ત્રી નાં આત્મ સન્માન ને નાં તોડે, કારણ કે કોઈ પણ મનુષ્ય હોય જ્યારે એનું આત્મ સન્માન પર ઘવાય ત્યારે અે અંદર થી તૂટી જાય છે.

⚜️લગ્ન જીવન માં જ્યારે એક પુરુષ સ્ત્રી પર હાથ ઉઠાવે છે. એક પુરુષ દિવસે પોતાની પત્ની જોડે ઝગડા કરે છે, એને જાનવર ની જેમ મારે છે, અને અે સ્ત્રી પોતાની તકલીફ કોઈને પણ નથી કહી શકતી, અમુક પરિવાર નાં લોકો પોતાની દીકરી ને સાથ આપે છે, પરંતુ અમુક લોકો કે છે કે છોકરી ને પરણાવી દીધી એટલે અમારે તો લોટા પાણી ની સગાઈ ! એક સ્ત્રી છૂટા છેડા લેવાનું વિચારી નાં શકે. એનો જીવનભર સાથ આપવાનો જેને વચન આપ્યું અે માણસ માટે ફક્ત અે એક જરૂરત ની વસ્તુ છે. મફત ની નોકરાણી છે, અને એની ઈચ્છાપૂર્તિ ની વસ્તુ છે. એક પુરુષ કેટલા રંગ બદલે છે, પોતાની પત્ની જોડે મારપીટ કરીને રાતે અે પત્ની જોડે સેક્સ કરે છે !! એની જરૂરત ને સંતોષે છે. અે સ્ત્રી ને ક્યારેય એની ઈચ્છા નથી પૂછતો, બસ શરૂ થઈ જાય છે.પછી સવારે પાછું એનું અે પ્રકરણ શરૂ થઈ જાય છે મારપીટ નું !

⚜️આવી સ્ત્રી ને માની લઈએ બાળકો પણ છે, બાળકો આ બધું જોવે છે. એમના ઉપર એમના ભવિષ્ય ઉપર પણ આની સારી અસર નથી થતી.એક પુરુષ કોને કહેવાય જે પોતાની જવાબદારી સમજે અને નિષ્ઠા પૂર્વક નિભાવે. આવી સ્ત્રી જેને જીવન માં બધું સહન કરવું પડે છે. એણે તો શીખવવામાં આવે છે કે વર એક મારે કે ચાર મારે અે તો પ્રેમ છે. વર મારે સાસુ મારે અને વર ની બહેન પણ મારે. એક એવી સ્ત્રી જેની આગળ પાછળ કોઈ નથી, એના માતાપિતા તો છૂટા છેડા નાં નામ થી જાણે મોટું ખરાબ થઈ ગયું હોય એવું માને છે.

⚜️મારો સવાલ છે કે શાં માટે સ્ત્રી સહન કરે !! અને કોઈ પણ સ્ત્રી જ્યારે છૂટા છેડાં લે છે આવા કારણો થી એમણે લોકો આવીને સમજાવે છે. બેટા જીવનમાં સ્ત્રી ને તો સહન કરવું પડે, શા માટે ! લગ્ન કર્યા છે, સ્ત્રી કોઈ વસ્તું નથી કે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એને મીઠી વાતો કરો, અને પછી એના પર અત્યાચાર કરો. આવા ગણા અત્યાચાર આપણી આસપાસ આપણે જોઈએ છે. ઘણી વાર આપણાં ઘરો માં પણ હોય છે, અને‌ આપણે શું કરીએ છે ?? ચૂપ રહો બસ.. જીવનમાં શું શીખવામાં આવે છે કે ચૂપ રહો !!
ચૂપ રહો અને અે સ્ત્રી ને દીકરી હોય તો અે પણ એજ શીખવાની ને કે લડવાનું નહિ બસ ચૂપચાપ સહન કરો. કેમ એક સ્ત્રી ને હક નથી કે એની ઈચ્છા ના હોય તો સેક્સ કરવાની અે નાં પાડી શકે !! સ્ત્રી પણ માણસ છે, એનો પણ અધિકાર એક પુરુષ જેટલો હોય છે. આપણે પેપર માં કે, પછી આપણાં કોઈ સમજમાં એવા કિસ્સા સાંભળ્યાં હોય છે કે સ્ત્રી હોય કે પુરુષ બસ પ્રેશર હોય માતાપિતા નું એટલે લગન કરી લે છે. જ્યારે એક સ્ત્રી અે પુરુષ ને નાં પાડે છે સેક્સ માટે, ત્યારે એક બાજુ અે પુરુષ એમ કહે છે કે મે પણ પ્રેશર માં લગન કર્યા છે. અને બીજું બાજુ અે પુરુષ લગ્ન નાં બીજા દિવસે એનાં માતાપિતા ને કહે છે, મને નાં પાડી મારી પત્ની અે, અને હવે મને અે નાં જોવે. ત્યાં પણ અે સ્ત્રી નેજ સહન કરવાનું આવે છે, લોકો એને સવાલ કરે છે, તું શું કામ પરણી તે કોઈ નું જીવન બરબાદ કર્યું. લગ્ન જીવન પૂરી જિંદગી નું હોય છે, એક દિવસ નું નથી હોતું. બીજું કે કોઈ સ્ત્રી જાનવર નથી કે એણે એક ખૂંટે બાંધી ને પ્રેગનેટ કરી દેવામાં આવે. સ્ત્રી નાં પાડી અને સમય માગે એમાં ખોટું શું છે, પરંતુ અમુક પુરુષો નથી સમજી શકતાં અે વસ્તુ અને છૂટા છેડા કરી દે છે. છૂટા છેડા થી બંને ખુશ હોય છે. પરંતુ લોકો એક સ્ત્રી ને જીવન શાંતિ થી વ્યતીત નથી કરવાં દેતા, અને એણે સવાલો પૂછે છે, તારા વર અે તને છોડી દીધી? શું છે આ છોડી દેવું ? જ્યારે બે માણસ સાથે રહેવા નથી માગતાં તો સાથે રહેવાનો મતલબ શું છે !! એક થોપેલો સબંધ કોઈ પણ માણસ નિભાવી નથી શકતો.

⚜️આવા સબંધો આજે નહિ તો કાલે છૂટાં છેડાં પાક્કા હોય છે. પુરુષ ને કોઈ નથી કહેતું કે એણે ટેગ નથી લાગતું છૂટાં છેડાં નું ? અને કોઈ સ્ત્રી નાં છૂટાં છેડાં થયાં હોય તો લોકો અે સ્ત્રી પાસેથી ગુજરે એટલે આને તો આમ થયું તું ! કરીને બોળવનાઈ શરૂવાત થઈ જાય. છૂટાં છેડાં અે કોઈ ટેગ નથી. જીવનમાં બધું આપણાં હિસાબે ચાલે ચક્ર તો અે જીવન નથી. અને હાં સ્ત્રી સહન કરે તો સ્ત્રીઓ પાછું એમાં વાતો કરે, ફલાણી ને ઘણું દુઃખ એના કરતા છૂટું કરી નાખે અે સારું.પણ અે છૂટું કરે તો તમારા જેવાજ લોકો ક્યાં શાંતિ થી જીવન ને જીવવવા દેવાનાં.

⚜️જો કોઈ સ્ત્રી નાં છૂટાં છેડાં થયાં હોય તો અે સ્ત્રી ને લોકો બધી રીતે જજ કરશે પુરુષ ને જજ કરો ને !! સ્ત્રી નું દુશ્મન કોઈ બીજી સ્ત્રી હોય છે. ઘણાં લોકો નાં હિસાબે તો લગ્ન કરવાનો મતલબ છે, સેક્સ કરવું. એના સિવાય લગ્ન નો કોઈ મતલબ નથી. જો સેક્સ જ કરવું છે, તો પૈસાથી બધું મળે છે, એનાં માટે જવાબદારી લેવાની બોજ લેવાની કોઈ જરૂર નથી. આવા માનસિકતા વાળા લોકો ખાસ સમજે કે હર એક માણસ નાં જીવનમાં કોઈ સાથ આપવા માટે હોવું જોઈએ. જેથી જીવન સારું જાય. કોઈપણ સાથ છોડી દે પણ જીવનસાથી તમારો સાથ ક્યારેય પણ નાં છોડે !!

🔸સેક્સ વિશે લોકો ની માનસિકતા ગલત હોય છે.જો કોઈ પતિપત્ની પણ પાર્ક માં બેસીને હાથમાં હાથ નાખી ને એક બીજા જોડે વાતો કરતાં જોવે તો, ચર્ચા શરૂ થઈ જાય. અલ્યા એની પત્ની ને વ્હાલ કરે છે, નઈ કે પારકી સ્ત્રી જોડે છે. પ્રેમ વિશે ની માનસિકતા પણ ખોટી હોય છે.પ્રેમ માત્ર સેક્સ કરવા માટે નથી થતો, પ્રેમ થઈ જાય છે, જેવો પ્રેમ આપણને આપણાં પોતાનાં ભાઈ બહેન માતાપિતા પ્રતેય હોય છે. બસ એવો જ પ્રેમ આપણને થાય છે.જે વ્યક્તિ આપણને સમજે છે,જેના જોડે આપણને ફાવે છે,મજા આવે છે.આવા લોકો સાથે રહેવા માગે છે, લગન કરવા માગે છે. અને કરે છે.

Conclusion :-

*આવા કિસ્સામાં સ્ત્રીઓની સ્થિતિ ઘાંચી એ બાંધેલા બળદ જેવી હોય છે.. ના તેને છોડવામાં આવે છે કે ના તે પોતે છૂટી શકે છે.. છૂટાછેડા નો સૌથી મોટો આધાર હસબેન્ડ વાઇફ તેને કેવી રીતે લે છે તેની પર હોય છે.. છુટાછેડા પછી સ્ત્રીની સ્થિતિ કરમાઈ ગયેલા ફૂલ જેવી થઈ જાય છે.. પિયરમાં ખીલેલા ફૂલને સાસરીમાં કરમાઈ જવું પડે છે.. અને એ પણ એટલા માટે કે સેક્સ જેવા ઝાકળ ના બિંદુ ને ગ્રહણ કરવાની ના પાડી એ ફૂલે !*