કોલેજનાં છેલ્લાં વર્ષમાં સાથે જ અભ્યાસ કરતાં કાવ્યા અને અનુજ બે વર્ષથી એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં હોવાથી અને બન્ને એક જ જ્ઞાતિનાં એટલે ઘરનાને પૂછ્યાં વગર પ્રેમ સંબંધને લગ્નમાં તબદીલ કરવાં કોર્ટમાં ચાર મિત્રોની સાક્ષીમાં કોર્ટ મેરેજ કરી કાવ્યા લગ્નનું સર્ટિફિકેટ હાથમાં લઈ અનુજના હાથમાં પોતાનો હાથ આપી કોર્ટથી સીધી પિતાના ઘરે પહોંચી અને પોતે અનુજ સાથે કરેલાં લગ્નની વાત જણાવી.
કાવ્યાની વાત સાંભળી કાવ્યના "પિતાએ કહ્યું તે લગ્ન તો કર્યા પણ તું આ છોકરાને ઓળખે છે ખરી ? તે શું કરે છે તને કંઈ ખબર છે ? "આ વાત સાંભળી થોડા ગુસ્સા સાથે કાવ્યા બોલી પપ્પા મને કંઈ ખબર નથી એ ક્યાં રહે છે, શું કરે છે મને તો બસ એટલી ખબર છે કે અનુજ મને ચાહે છે, મને દિલથી પ્રેમ કરે છે બસ મારી માટે એટલું ઘણું છે."
'કાવ્યાનો આવો તોછડો જવાબ સાંભળી કાવ્યના પપ્પા એ કાવ્યાનો હાથ પકડી કહ્યું કાવ્યા તું અને તારી સાથે આવેલો આ જોકર મારા ઘરમાંથી નીકળો આજથી તું હંમેશ માટે અમારી માટે મરી ગઈ છો."
એ જ સમયે આંખે દળદળ આંસુ સારતી કાવ્યા અનુજનો હાથ ઝાલી ત્યાંથી નીકળી પડી, પોતાનું કોઈ અંગત કહી શકાય શહેરમાં એવું કોઈ હતું નહીં,બન્ને પાસે આજે નીચે ધરતી અને ઉપર આભ, અને કાવ્યાના મનમાં એક આશ કે ગામડે રહેતાં અનુજના મમ્મી પપ્પા મારો સ્વીકાર જરૂર કરશે, બસ એ જ આશા સાથે અનુજે બસની ટીકીટ કરાવી અને રાત્રીના નવ વાગ્યે કોડભરેલી કન્યા આંખોમાં કેટલાય સ્વપ્ન સજાવી પતિ સાથે સાસરે જવા બસમાં નીકળી ગઈ.
સવારે સાત વાગ્યે ગામને પાદર બસ આવી ગઈ,
ગામનાં પાદરમાં પગ મૂકતાં જ કાવ્યાએ ખભા પર રહેલા દુપટ્ટાનો એક છેડો માથા પર ઓઢી લીધો અને બન્ને પગપાળા ચાલતાં ઘરે પહોંચ્યા,"અનુજે ઘરના દરવાજેથી બૂમ પાડી
પપ્પા ...ઓ..!પપ્પા" "અંદરથી અનુજના પપ્પા રમણિકભાઈએ દરવાજો ખોલ્યો અરે...! અનુજ તું કેમ આમ અચાનક ન કોઈ ફોન કે ન આવવાના કોઈ ખબર અને આ તારી સાથે કોણ છે..?
"અનુજ: પપ્પા અમને અંદર તો આવાદો તમને બધું કહું"
અને ઘરમાં પ્રવેશતાની સાથે "અનુજ બોલ્યો પપ્પા મારો નાનકો ભાઈ નયન સ્કૂલે ગયો હશે ને અને મારી મમ્મી ક્યાં"
"રમણિકભાઈ :હા તેને બારમું છે એટલે હમણાં ક્લાસિસ ટાઈમ સવારે વહેલું જવાનું હોય છે અને તારી મમ્મી મંદિર ગઈ છે. અનુજ હવે તો બોલ આ તારી સાથે આવેલી છોકરી કોણ છે..?"
"અનુજ હા પપ્પા કહીં અનુજ કાવ્યા એકસાથે ઝૂકી પપ્પાના ચરણસ્પર્શ કર્યા. અનુજ પપ્પા આ કાવ્યા છે મારી સાથે કોલેજમાં ભણે છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ ગઈ કાલે અમે રજિસ્ટર મેરેજ કર્યા અને સીધા તમને સરપ્રાઈઝ આપવા અમે બન્ને અહીંયા આવ્યાં છીએ"
"રમણિકભાઈ : તું આ ઘરની વહુ લાવ્યો ? દીકરા અમને પૂછવાનું પણ યોગ્ય ન લાગ્યું તને ? ચાલો તમે એક બીજાને પસંદ કરો જ છો તો "મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી"
હસતા હસતા રમણિકભાઈએ બન્નેને આશીર્વાદ આપ્યાં ખુશ રહો બન્ને સદા સુખી રહો."
ત્યાં ફરી દરવાજે ટપોરો પડ્યો રમણિકભાઈએ દરવાજો ખોલી જોયું તો એમની પત્ની હંસા હતી. "હંસાબહેને દરવાજેથી રમણિકભાઈને પૂછ્યું અનુજ આવ્યો છે ?"
"રમણિકભાઈ: તું પહેલાં અંદર તો આવ હા અનુજ આવ્યો છે અને સાથે આપણાં ઘરની વહુ પણ લાવ્યો છે."
હંસાબહેન ઘરમાં પ્રવેશ્યાં ત્યાં સામે અનુજ અને કાવ્યા નજરે આવતા સીધા "ગુસ્સામાં બોલ્યાં અનુજીયા તારા પપ્પા કહ્યું અનુજ સાથે વહુને પણ લાવ્યો છે...