Kya chhe ae ? - 1 in Gujarati Moral Stories by Bhavisha R. Gokani books and stories PDF | કયાં છે એ? - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કયાં છે એ? - 1

કયાં છે એ?

ભાગ : 1

હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ,

“સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ગઇ અને ખુશ ખુશ થતા બોલી ઉઠી,

“મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી,

“પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા.

“મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા જ અક્ષિતે દિવ્યાને તેડીને પથારીમાં બેસાડી.

“મમ્મી જલ્દી ઘરે આવી જશે અને તારા માટે ઢગલા બંધ રમકડા અને ચોકલેટ્સ લઇ આવશે.”

“મારે રમકડાં અને ચોકલેટ કાંઇ નથી જોઇતુ મને મારી મમ્મી જ જોઇએ છે. મારી મમ્મીને જલ્દી બોલાવો.” દિવ્યા પગ પછાડી ફરી રડવા લાગી. સગુણા બહેન ચા લઇને આવ્યા તેને ચા બાજુમાં ટિપોય પર મુકી અને દિવ્યા પાસે આવ્યા.

“ઢીગલી કેમ રડે છે? તારી મમ્મી તો છે ને સુંદર મજાના દેશમાં ગઇ છે. તને ખબર છે ત્યાં ઘણા બધા તારા અને પરીઓ રહે છે. એ બધુ જોઇ આવશે પછી તનેય લઇ જશે. બહુ મજા આવશે મારી ઢીંગલી ને.”

“હે બા મનેય લઇ જશે?” ખુશ ખુશ થતા દિવ્યા વાતો કરવા લાગી.

“હા, એ બધુ પહેલા જોઇ આવે અને પછી તને લઇ જશે.”

“તો તો બા મને બહુ જ મજા આવશે. ઓલા ટી.વી.માં બતાવે એવી પાંખો વાળી સાચ્ચે જ પરી હશે.”

“હા, હા, ...........

દાદી અને દીકરી વાતો કરતા રહ્યા અને અક્ષિત રૂમની બહાર નીકળીને વિચારવા લાગ્યો. વિચારમાં અને વિચારમાં તે સેફ પ્રભુકાકા સામે અથડાયો અને પ્રભુકાકાના હાથમાં રહેલો બધો નાસ્તો ઢોળાઇ ગયો. સગુણાબહેન અને દિવ્યા બંન્ને બહાર આવ્યા.

“પપ્પા, તમે સાવ કેવા છો? આવડા મોટા પ્રભુકાકા તમને દેખાતા નથી?” પોતાના અલગ લેહકાથી દિવ્યાએ કહ્યુ.

“સોરી બેટા” ઘુંટણભર નમીને કાનની બુટ પકડીને દિવ્યા સામે જોતા અક્ષિતે કહ્યુ.

“સોરી મને નહિ. આ પ્રભુકાકાને કહો. બિચારાને ફરીથી બધુ બનાવવુ અને લઇ આવવુ પડશે.”

“સોરી પ્રભુકાકા” નીચેથી બધુ સાફ કરી રહેલા પ્રભુકાકા સામે જોઇને અક્ષિતે કહ્યુ.

“બેટા, તમારે સોરી કહેવાનુ ન હોય.” સગુણા બહેન સામે નજર પડતા પ્રભુકાકાના હાથ ધ્રુજવા લાગ્યા.

“અરે મારે કેમ નહિ?” વિદેશથી હમણાં જ આવેલો દીકરો અને પૌત્રી દિવ્યા બંન્ને વાતો કરતા કરતા પ્રભુકાકાને મદદ કરવા લાગ્યા અને સગુણા બહેન છણકો કરીને નીકળી ગયા.

સગુણાબહેનનો ઠસ્સો એટલો જોરદાર કે તેની સામે જોવા માટે પણ હિમ્મત જોઇએ. રાજવી પરિવારમાં જન્મેલા સગુણા બહેન બાળપણથી જ રાજવી ઠાઠમાઠમાં ઉછરેલા તેનો સ્વભાવ એટલો ઉગ્ર અને અકડુ હતો કે નોકર ચાકરથી નાનકડી ભુલ થાય એટલે તેઓની ધુળ જ કાઢી નાખે. પોતાનાથી ઓછા પૈસા ધરાવતા લોકો સામે તેને સુગ જ રહેતી. તેની સખીઓ પણ તેના આવા સ્વભાવથી અકળાતી, પરંતુ તેની પાસે અઢળક પૈસા હતા તેથી તેની પાસે અનેક બહેનપણીઓ મંડારાતી રહેતી. તેની માતાએ તેના આ સ્વભાવ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ કાંઇ ન થયુ. તેનો સ્વભાવ જેમ ઉંમર વધવા લાગી તેમ વધારે આકરો અને ગર્વનિષ્ટ બનવા લાગ્યો.

તેનો આવો સ્વભાવ જોઇને તેને પિતાજીએ કરોડોપતિ બિઝનેશમેન જીતેશભાઇ સાથે લગ્ન કરાવી દીધા. સાસરીમાં પણ એ જ દોમ દાયબો. અઢળક પૈસાની રેલમ છેલ અને નોકરચાકર સાથે સાહિબી જીવન. મદ ઉપરાંત પણ સગુણા બહેનનો સ્વભાવ ખુબ જ ગુસ્સાવાળો હતો. તેનાથી સાવ અલગ જીતેશભાઇનો સ્વભાવ હતો. તેનો પોતાનો કરોડોનો બિઝનેસ હોવા છતાંય સરળ અને નિખાલસ સ્વભાવ. નાના મોટા સૌ સાથે હળી મળી જતા. એકદમ હસમુખો સ્વભાવ ધરાવતા જીતેશભાઇ બધા સાથે હસી મજાક કરતા રહેતા. તેના રહેવાથી વાતાવરણ હળવુ બની જતુ.

સગુણા બહેન જેવા પત્નીને તેઓ હસતા હસતા સહન કરી લેતા. આમ ને આમ તેની જીંદગીની ગાડી ચાલી રહેતી અને તેમાં અક્ષિત મોટો થવા લાગ્યો. સારા નસીબે અક્ષિતમાં તેના પિતાના 90% ગુણ આવ્યા હતા અને જીતેશભાઇ હમેંશા તેનામાં સારા સંસ્કાર રેડતા રહેતા. એમ કાંટા વચ્ચે ગુલાબ ખિલવા લાગ્યુ.

સારા માણસોની ઇશ્વર પાસે પણ ખોટ રહે છે. આથી જીતેશભાઇ વીસ વર્ષના યુવા અક્ષિતને આ ફાની દુનિયામાં એકલો છોડીને જતા રહ્યા. હવે તો સગુણાબહેન માટે રસ્તો સાવ ખુલ્લી ગયો હતો. કરોડોનો બિઝનેસ અને બધો વહિવટ તેના હાથમાં આવી ગયો હતો.

*********

“મમ્મી, મે અને સ્વાતિએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. આજથી તે મારી પત્ની છે.” એક દિવસ ઘરે આવીને અચાનક અક્ષિતે સગુણાબહેનને કહ્યુ. સગુણાબહેને બંન્ને સામે જોયુ વરમાળા પહેરેલા બંન્ને સામે જોઇ સ્વાતિને નિરખવા લાગ્યા.

સુંદર, ગોરી સાદાઇથી તૈયાર થયેલી સ્વાતિને જોતા જ સગુણાબહેનનુ નાકનુ ટીંચુ ચડી ગયુ. તેને પહેલી નજરે જ સ્વાતિ જરાય ન ગમી. તે પોતાની ખાસ સખીની દીકરી હેતલ સાથે અક્ષિતના લગ્ન કરાવવા માંગતા હતા અને અક્ષિત આમ સ્વાતિ સાથે લગ્ન કરીને આવ્યો એટલે તેના સ્વમાનને ઠેસ પહોંચી. તેને કમને આર્શીવાદ આપ્યા. યુવાન દીકરાને તે કંઇ બોલી ન શક્યા.

સ્વાતિ મિડલ કલાસ ફેમિલીમાં ઉછરેલી સમજુ અને શાંત સ્વભાવની ઓછા બોલી હતી. પતિના મૃત્યુ બાદ એકલા હાથે બિઝનેશને સંભાળી સગુણા બહેનનો સ્વભાવ વધારે તુમાખી બની ગયો હતો. સાસુ વહુ વચ્ચે જરાય ન બનતુ. સગુણા બહેનને તો આવી મિડલ કલાસ વહુ જરાય ગમતી જ ન હતી. ઘરમાં તણખા વધવા લાગ્યા અને દીકરાનો સપોર્ટ ન મળતા સગુણા બહેન પોતાના ટ્રસ્ટના બિઝનેશ માટે સખી મંડળ સાથે માથેરાન રહેવા જતા રહ્યા.

બસ થોડા થોડા સમયે તે ઘરે આવતા પોતાના પરિવારને મળવા માટે.. દાદી સાથે વાતો કરતા દિવ્યા ખુશ થઇને સવારે શાળામાં જતી રહી હતી. દિવ્યાની આજની હાલત જોઇ અક્ષિતને ચિંતા થઇ આવી હતી. તેને કોઇ રસ્તો જ સુઝતો ન હતો. ટીંગ ટોગ દરવાજાની ઘંટડી વાગી. અક્ષિતની ઉંડી વિચારધારામાંથી જાગૃત બની ગયો. સેલ્વાએ દરવાજો ખોલ્યો. ઇન્સ્પેકટર જાડેજા અને રોજ આવતા બે હવાલદાર મંગુશ અને જોરિયા અંદર દાખલ થયા.

“આવો આવો સાહેબ એની પ્રોગ્રેસ અબાઉટ ધ કેસ?” અક્ષિત ખુરશી પરથી ઉભો થયો અને ઇન્સપેકટર જાડેજા સાથે હાથ મિલાવતા પુછ્યુ. ઇન્સપેકટર જાડેજાએ હાથ મિલાવ્યો અને તે ખુરશી પર બેસી ગયા અને બે હવાલદાર પાછળ ઉભા રહી ગયા.

“મિસ્ટર અક્ષિત આ કાગળ પર સહી કરી આપો.” અક્ષિતના પ્રશ્નનો કોઇ જવાબ ન આપતા હાથમાં રહેલ કાગળ પાસે રહેલી ટિપોય પર મુકતા અનિરુધ્ધ જાડેજાએ કહ્યુ.

“આ શુ છે?” અક્ષિતે આશ્ચર્યથી પુછ્યુ.

“મિસ્ટર અક્ષિત હવે પાંચ દિવસ થઇ ગયા. રેસ્ક્યુ ટીમે તાપીના ખુણે ખુણા અને આસપાસના બધો એરિયા ફેંદી નાખ્યો. લાશનો કોઇ પત્તો નથી. હવે કેસને લાંબો ખેંચવાથી કોઇ ફાયદો નથી. તમે આના પર સહી કરી દ્યો એટલે કેસ બંધ થઇ શકે.”

“પરંતુ સર તમે લાશની શા માટે તપાસ કરો છો? સ્વાતિ મૃત્યુ પામી જ નથી. તે હજુ જીવિત છે. તેને શોધવામાં અમારી મદદ કરો પ્લીઝ.” અક્ષિતે લાગણીસભર અવાજે કહ્યુ.

“લુક મીસ્ટર અક્ષિત હું તમારી લાગણી સમજી શકુ છુ. પરંતુ અમારા હાથ બંધાયેલા છે. કાયદો પુરાવાને જ માને છે. સ્વાતિએ લખેલો આત્મહત્યાનો પત્ર અને તાપીના કાંઠે મળેલુ તેનુ એકટિવાએ જ સાબિત કરે છે. સ્વાતિએ આત્મહત્યા કરી છે અને આટલા દિવસ બાદ લાશનુ ન મળવાથી દેખાય જ આવે છે કે પાણીના વહેણ સાથે લાશ દરિયામાં તણાય ગઇ છે.”

“પરંતુ સર મારુ મન માનતુ નથી. તમે નદી કે દરિયામાં તપાસ કરવા કરતા બીજી તપાસ કરો અને સ્વાતિને શોધવામાં અમારી મદદ કરો પ્લીઝ.”

“મીસ્ટર અક્ષિત કાયદો લાગણીથી ન ચાલે અમે અમારી રીતે શક્ય એટલી બધી જ તપાસ કરી લીધી. હવે જયારે કેસ કલિયર જ છે ત્યારે ખોટો સમય બગાડવાનો કોઇ અર્થ જ નથી. પોલીસ પાસે રોજના હજારો કેસ આવે છે. એમા દરેક કેસ બધાની લાગણી સાથે સંકળાયેલા જ હોય છે અને પોલીસ હમેંશા તમારી મદદ માટે તૈયાર જ છે. તમને કોઇ ભવિષ્ય કોઇ ક્લુ મળે તો કહેજો આપણે કેસ રી-ઓપન કરી દઇશુ.” ઇન્સપેકટર જાડેજાએ પોતાની સૌજન્યપુર્ણ વાણીમાં અક્ષિતને સમજાવતા કહ્યુ. મોટે ભાગે પોલીસની ઇમેજ સમાજમાં ખરાબ છે. પરંતુ ઇન્સપેકટર અનિરુધ્ધ જાડેજા એક અલગ જ વ્યક્તિત્વ ધરાવતા હતા. કોઇ સ્ફોશિકેટેડ બિઝનેશમેનને છાજે તેવી તેની પર્સનાલિટી હતી.

અક્ષિત પાસે હવે કોઇ હથિયાર ન હતુ. તેને કમને કાગળ પર સહી કરી દીધી એટલે ઇન્સપેકટર અનિરુધ્ધ જાડેજા ખુરશી પરથી ઉભા થયા અને એક સ્માઇલ સાથે અક્ષિત સાથે હાથ મિલાવતા કહ્યુ,

“થેન્ક્યુ સો મચ મીસ્ટર અક્ષિત. હવે અમે રજા લઇએ છીએ. બીજી વખત મદદની જરૂર હોય ત્યારે યાદ કરજો.” તેઓ જતા રહ્યા અને અક્ષિત નિરાશ વદને તેમને જોતો રહી ગયો. “મોમ, કોઇ સમજતુ જ કેમ નથી કે સ્વાતિ જીવિત છે.” ઇન્સ્પેકટર જાડેજાના ગયા બાદ અક્ષિતે સગુણાબહેનને કહ્યુ.

“દીકરા, તારી લાગણી તારા સ્થાને સાચી છે. પરંતુ તેઓ પણ શુ કરી શકે?”

“મારી સ્વાતિ એમ આત્મહત્યા ન કરી શકે છે. જરૂર કોઇ એવુ રહસ્ય છે જેનાથી આપણે બધા અજાણ છે. સ્વાતિના ગુમ થવા પાછળનુ કોઇ ચોક્કસ કારણ છે અને તે હું શોધીને જ રહીશ.”

“પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. બાકી બધુ ઉપરવાળાના હાથમાં છે. તારે જે કરવુ હોય તે જરૂરથી કરજે. ભગવાનની દયાથી આપણી પાસે અઢળક સંપત્તિ છે જેનાથી કોઇ પણ જાતના પ્રયાસ કરી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજે કે આ બધા પાછળ દિવ્યાના કુમળા મનમાં કોઇ અવળી અસર ન પડે. તે હજુ નાજુક નમણુ ફુલ છે. તે વિખેરાય જતા વાર પણ નહિ લાગે.”

“મોમ, હું સમજુ છુ પણ તેને અત્યારે કેમ હેન્ડલ કરવી તેની મને કાંઇ ખબર પડતી નથી.”

“દિવ્યા પોતાની માતા સાથે ખુબ જ એટેચ્ડ હતી. હવે લાંબો સમય તેની માતાને મળશે નહિ તો તેના બાળમાનસ પર વિઘાતક અસર પડશે. તેના કરતા થોડા દિવસ તેના નાના નાનીના ઘરે તેને મોકલી આપ તે ત્યા બાળકો સાથે અને પુરા પરિવાર સાથે રહેશે તો તેને મા યાદ આવશે નહિ.” સગુણાબહેને બનાવટી લાગણીભર્યા સ્વરે કહ્યુ.

“મોમ તારી વાત સાચી છે. હું હમણા જ સ્વાતિના ભાઇ સુનિલને ફોન લગાવી દઉ. દિવ્યાને લઇ જાય તો બિચારી ફ્રેશ થશે. તે લોકોને હેરાન કરવા પડશે પરંતુ તેના સિવાય કોઇ રસ્તો જ નથી.”

“એ લોકો પણ બધુ સમજે છે તેઓ આ વાતમાં હેરાન થવાનુ નહિ વિચારે. તે આપણી લાગણી સારી રીતે સમજી શકશે. સ્વાતિના પરિવારથી વધુ કોણ આપણે સમજી શકે.”

“મોમ, તારી વાર 100% સાચી છે. હું હમણાં જ સુનિલને ફોન લગાવુ છુ.”

માતા સાથે ચર્ચા કરીને અક્ષિતે સુનિલને ફોન જોડયો. સગુણાબહેન મનોમન મલકાઇ ઉઠ્યા તેને પોતાનો દાવ ખેલી લીધો હતો અને બધા પાસા તેની મરજી મુજબ જ પડી રહ્યા હતા.

સગુણાબહેન શેનો દાવ ખેલી રહ્યા છે? સ્વાતિના ગુમ થવા પાછળ કયાંક સગુણાબહેનનો તો હાથ નથી ને? શુ હશે?

વધુ આવતા અંકે...............