Bus taari yaad in Gujarati Short Stories by Gita M Khunti books and stories PDF | બસ તારી યાદ

Featured Books
Categories
Share

બસ તારી યાદ

બસ...તારી યાદ...

દરિયા કાંઠે બેઠી વિભા વિચારી રહી...ઉછળતા મોજા ની સાથ માં આજ એના મન મહીં વિવાન યાદ આવી ગયો ઉછળતો કૂદતો અલમસ્ત...બસ પોતાની મસ્તી માં મસ્ત....આજ દરિયાકાંઠે મળી હતી એ એને....વોક પર આવતા આવતા બંને ની નજર મળી... આવતા જતા...નજરો મળતી રહી રોજ....ને...પછી થઈ સ્મિત ની આપલે..... ને પછી તો વાતો કરવામાટે જાણે કોણ શરૂઆત કરે એજ ફિરાક માં હતા બંને... આખરે હિંમત કરી ને વિભા એ જ શરૂઆત કરી...હાય.... હેલો...થી.... મિત્રતા....ને પછી ધીરે ધીરે....પ્રેમ માં પરિણમી....બસ એકબીજાના સાથ માટે તલપાપડ થતા.....

ને વાતો નો દોર મોડીરાત સુધી ચાલતો.......આમ જ દરિયાકિનારે બંને મળવા લાગ્યા....ક્યારેક એક બીજાના સાનિધ્યમાં એવા તે ખોવાઈ જતા કે સમય નું ભાન જ ન રહેતું....

ક્યારેક વિભા વિવાન ના ખમ્ભે માથું નાખી ને કલાકો ના કલાકો એનો હાથ પકડી ને બેસી રહેતી....

બસ પછી તો પ્રેમ પરવાન ચડ્યો...ને ઘરના ની મંજૂરી થી બને પરણી ગયા....સુખી સંસાર ....માં નિત જીવન ના દિવસો પસાર થવા લાગ્યા....પરિવાર ના હર કામકાજ માં રત...એ બને આ દરિયાકિનારા ને જાણે ધીરે ધીરે ભૂલી જ ગયા હતા...

ઓફીસ માં વિવાન કામ માં ક્યારેક ખૂબ વ્યસ્ત હોય તો વિભા પણ ઘર ને બાળકો ની જવાબદારી માં લિન.....પણ આજ જીદ કરી વિવાન એને અહીં લઈ જ આવ્યો....

જો વિભા આપણે આપણા સોનેરી દિવસો પાછા જીવવાના છે..હવે બાળકો પણ મોટા થવા લાગ્યા...પણ આપણે....આપણે આપણી જાત....ને ફરી યુવાનીના વિભા વિવાન બનાવવા છે....બસ પછી તો વિભા પણ....એ દિવસો ને તાજા કરવા લાગી આ જ દરિયા કિનારે....ને વિચારતી હતી...
ત્યાંજ પાછળ થી વિવાને આવી ને બીવડાવી દીધી....પહેલા તો વિભા ખૂબ ગુસ્સે થઈ પણ....પહેલા ના દિવસો યાદ આવી જતા બંને ખૂબ હસ્યાં...

જો વિભૂ તારી માટે નાળિયેર પાણી લઇ આવીયો...

અને સ્ટ્રો..?..... વિભા બોલી...

અરે એક જ લાવ્યો છું...મારી વ્હાલી....

ને આછેરું હસી ગઈ વિભા....

બસ નાળિયેર પાણી પીધું બંને એ એક જ સ્ટ્રો થી....

ને ડૂબતા સુરજ ને નિરખતી વિભા વિવાન ના ખમ્ભે માથું રાખી....વિવાન નો હાથ પકડી....દરિયા ને તથા આથમતા સૂરજ ને જોઈ રહી...

વિવાન પૂછી બેઠો વિભા..

શુ જુવે છે આમ....
બસ આથમતા સૂર્ય મેં જોઉં છું ને યાદ કરું છું આપણી પ્રીત ના જીવાયેલા કેટલાક આહલાદક ક્ષણ ને...બસ એજ ઇચ્છા છે કે આ સંસ્મરણો આમજ આપણે જીવન ભર સાચવી શકીએ ને ખુશ્બૂ એની માણતા રહીયે...
ઓહ...મારી ગાંડી વિભા....
તારા થકી તો મારું જીવન છે ગમે તેટલું કામ હોય ,ગમે એવો થાક હોઈ પણ તારો હસતો ચહેરો જોઈ લઉં ને તો મારો સઘળો થાક ઉતરી જાય છે ને ....હા જ્યારે તારી હાથ ની. બનાવેલી ગરમ ચા પીતા જ મને નવી સ્ફૂર્તિ આવી જાય છે કામ કરવા માટે ની...આમ તું મને પ્રેરણા પુરી પાડતી રહેજે
જીવન ના હર કદમ માં હમકદમ બની સાથે ચાલજે...

અરે વિવાન મારા આટલા વખાણ ના કર...હું તો હંમેશા તારી સાથે તારી પાસેજ છું...જીવન ની આ સફર માં તારા જેવો સાથી મેળવી ને હું ધન્ય બની....એક સમજદાર મિલનસાર ને મારી હર વાત સમજી ને સાથ આપનાર પતિ ભાગ્યાસાળી ને જ મળે...

મને ક્યારેય તે કોઈ વાત માં ઓછપ આવવા નથી દીધી અને હા.....મારી ભૂલ ને પણ સહજતાથી સ્વીકારી ને સુધારવામાં મારો હમેશા સાથ આપ્યો છે મારા વ્હાલા વિવાન...


બસ હવે બહુ વખાણ થયા...મારા આમ ચણા ના જળ પર ના ચડાવ મને....

તું ક્યાં ચણા ના જાળ પર ચડે એવો છે...

બને ખિલખિલાટ હસી પડ્યા...ને આથમતા સૂર્ય ની સાથ માં,હાથ માં હાથ પરોવી દરિયો જોવામાં મશગુલ થયા...

સમાપ્ત...

પ્રતિભાવ જરૂર થી આપશો...

©ગીતા એમ ખૂંટી