Ek swachhandi Stree in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | એક સ્વછંદી...સ્ત્રી...

Featured Books
Categories
Share

એક સ્વછંદી...સ્ત્રી...

જોલી અને રોબીન પતિ પત્ની હતા. બનેને ત્રણ બાળક હતા.

રોબીન કોલેજમાં લેકચરર ની નોકરી કરતા કરતા જોલી સાથે પ્રેમ થતા પરર્ણી ગયેલા.

બને માંથી એક યહૂદી ને બીજા ખ્રિસ્તી હતા .

પણ બને બનેના ધર્મમાં આસ્થા રાખતા હતા…


જોકે જોલી વિચિત્ર કહી શકાય એવી સ્ત્રી હતી. તેને પોતાને જ ખબર નહોતી

રહેતી કે તે શું કરે છે કે શું બોલે છે. એટલે તેના પર કોઈ ભરોસો નહોતો કરતા.

પણ તેનાથી દૂર રહેવામાં બધાને સલામતી લlગતી.


રોબીનને સરકારી નોકરી મળી ગઈ એટલે વિસનગરથી અમદાવાદ આવ્યા.

છોકરાઓને તો ઝેવીયરસ માં એડમીશન મડી જતા વાર ન લાગી.

અમદાવાદ આવતા જ જોલીની વિચિત્રતાઓ માં વેગ આવ્યો.

રોબીન ઘણીવાર ત્રાસી જતા અને છુટવા પણ મથતા હતા.

પણ ત્રણ બાળકોના ભવિષ્ય નો ખ્યાલ કરીને ચુપ રહેતા હતા.

જોલીની રખડ્પ્ટ્ટી ઓ અને લફરાઓ વધતા જતા હતા.

બાળકો પ્રત્યે પણ તેનું ધ્યાન ભાગ્યેજ રહેતું હતું.


ઘરમાં બાળકોની સંભાળ રાખવા રસોઈ કરવા અને બીજા કામ માટે બાઈ અને નોકર હતા.

જોલીએ ખાસ કઈ કરવાનું નહોતું. એટલે રોબીન બહlર હોય ત્યારે એ પણ બહાર ઉપડી જતી પાર્ટ ટાઇમ નોકરી ના બહાને...જોકે આ તો માત્ર બહાનું જ હતું. થોડા ક્મ્યુ ટર ના કામ સાથે તેની મિત્રો ની મુલાકાતો રહેતી. હોટલો અને નાસ્તા =લંચ, ડીનર પિકચરો વિગેરે કામના બહાને ચાલતા .


જોલી ખુબ ચંચળ સ્ત્રી હતી. તો છોકરાઓ ની કે તેમના અભ્યાસની તેને કોઈ પરવા જ નહોતી. . પતિ રોબીન તેને મન માત્ર તેની બેંક અને નોકર હતો. માતાના અlવl વર્તનથી બાળકો નારાજ અને દુખી હતા. તો પિતા રોબીન પણ જોલી થી ખુબ ત્રાસી ગયો હતો.

બાળકોના કારણે માત્ર ચુપચાપ સહેતો હતો. હવે તો હદ આવી ગઈ હતી.


દારૂના નશા અને મિત્રો સાથે લફરl પાર્ટીઓ અને છેડ છાડ એ ઘરમાં જ કરતી હતી. એક દિવસ આ બધી પાર્ટીઓ ચાલી રહી હતી તેવામાં બાળકો આવતા બબાલ થઇ ગઈ . બસ એ સમયે જ રોબીન પણ આવી ગયો . આ બધું નજર સામે જોતાજ તેનો પિત્તો પણ ગયો.

રીતસર મારામારી અને બોલાચાલી, ગાળl ગl ળી થોડો સમય ઘરમાં થઇ .


બોટલો અને ગ્લાસો ના ઘા છુટ્ટા મરાયા. સાથેના મિત્ર પણ જોડાયા અને ચીસાચીસ કરતા રોક્કળ કરતા ત્રણે બાળકોએ માતાના મિત્રોને મારવા લીધા.

પોલીસ આવી ગઈ પોલીસ કેસ પણ થયો. રોકકળ કરતી જોલી ને પોલીસ સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.


જોલીએ પોલીસ ઇન્સ્પેક્ટર શર્મા અને લેડી પોલીસ વ્યાસ મેડમ ને ગલ્લા તલ્લા કરી સમજાવવા માંડી .

પછી રોબીન ના મિત્ર અને પોતે પણ ઓળખતી હતી તે વકીલ પ્રશાત ભાઈ ને ફોન કરી પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું.

પોતાની કથા જુદી જ રીતે સમજાવી જામીન પર બહાર આવી .

પ્ર્શાતભાઈ થોડું ઘણું જાણતા હતા.

પણ છોકરાઓ અને મિત્રનું ઘર બરબાદ ન થાય એવા શુભ આશયથી જોલીને પોતાના ઘરે લાવી રોબીનને બોલાવ્યો.

જો કે રોબીને આવવાની ચોક્ખી ના

પlડી દીધી અને પોતાના ઘરના દરવાજા જોલી માટે હમેશને માટે બંધ છે તેમ કહી દીધું.

આ તરફ જોલી ના નાટકો અને રોક્કળ ચાલુ હતl એટલે પ્રશાંત ભlઈ એ એને શાંત્ પાડી પોતાના જ ઘરે પોતાની માતા સાથે થોડા દિવસ રાખી.

પ્રશાંત ભાઈના બંગલે તેમની પત્ની કે બાળકો સાથે રાખવાનું જોખમ તેઓ પુરપુરું સમજતા હતા.

એટલે રોબીનનું ઘર અને એના બાળકો નો આધાર તૂટે નહી એવા શુભ આશયથી તેમણે જોલીને માતા સાથે રાખવાનું નક્કી કર્યું.

જ્યાં સુધી બને પતિ પત્ની વચે સમાધાન ન થાય અથવા જોલીને વ્યવસ્થિત નોકરી

ન મળે ત્યાં સુધી આ વ્યવસ્થા ગોઠવાઈ.


જો કે વીધીએ કઈ જુદુજ નિર્મિત કર્યું હતું. બિન્દાસ જોલી કઈ પ્ર્શાન્તભાઈના બા ના ઘ્ર્રરકામમાં મદદ કરવા કે તેમની સlર સભાળ રાખવા ટેવાયેલી નહોતી.

રોબીને તેને છુટા છેડાની નોટીસ પકડાવી. અને એક દિવસ ધર્મ કરતા ધlડ પડી જેવો ઘlટ ઘડાયો...

પ્ર્શાતભાઈ નો જ નાનો ભાઈ જે માતા સાથે રહેતો હતો અને શેરમાર્કેટમાં ટ્રેડીંગ કરતો હતો સુનીલ , તેની સાથે જોલીએ મેરેજ કરી લીધા….

.સુનીલ હજુ તો ૩૨ વરસનો જ હતો અને જોલી તેનાથી ૧૬ વરસ મોટી ૪૮ વરસની હતી તે બનેના મેરેજ થયા.

પ્રશાંત ભાઈને આઘાત તો મોટો લાગ્યો . માતાની સાથે રહેતો અને તેમની સારસંભાળ લેતો સુનીલ નાનો ભાઈ આવું કરશે તે ધાર્યું નહોતું.

રોબીન ને જોલીને છૂટાછેડા કોર્ટે મંજુર કરી દીધા. જોલી હવે વ્યવસ્સ્થીત રીતે પ્ર્શાતભાઈ ના ઘરમાંજ

તેમના નાના ભાઈ ની પત્ની તરીકે સ્થાયી થઇ ગઈ.

રોબીને દિલ્હી તેના બાળકોને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધા. જ્યાં તેમના નાના નાની

અને બીજા સગાઓ પણ રહેતા હતા.


બાળકોને માતા સાથે મળવાની અને વાત કરવાની છૂટ મળી હતી.

પણ બાળકો જ વાત પણ નહોતા કરવા માંગતા તો મળવાની તો વાત જ ક્યાં આવી….


બાળકો તો હવે જોલીની નફરત કરતા હતા અને તેને માતા માનવા જ ત્યાર નહોતા.

જોલી તો બિન્દાસ હતી.

સુનીલ સાથે તેના ફ્લેટમાં તેની પત્ની તરીકે રહેતી પણ તેના લફરાઓ અને બહlર ભટકવાનું ચાલુ જ હતા.

મોજ્શીખ પણ યથાવત રહ્યા.

થોડા સમયમાં તો એણે બિજનેસ શરુ કરી દીધો મિલકત ને જમીનની લેવડ દેવડનો..

.તાત્કાલીક કરોડપતિ થવાના તેના સ્વપ્ના હતા.

તેને તેનl જેવાજ ત્રણ ચાર સાથીઓ પણ મળી ગયા.


સુરેશ ,મનીષ અને મલ્લિકા તેના જમીનના સોદાઓ અને મકાનના સોદાઓના ધધl માં ભાગીદાર બન્યા.

રાજકીય પાર્ટી પણ જોલીએ જોઈન્ટ કરી લીધી.મહિલા વીંગમાં ઇન્ડિયા પાર્ટીની તે સક્રિય મેમ્બર થઇ ગઈ ..

રાજકારણ ના નામે ધંધો આસન બને અને સ્ત્રીઓને હવે તો રાજકારણમાં બોલબlલા છે.

એટલે વૈભવ વધારવા અને મિલકત બનાવવા રાજકારણ એ શ્રેષ્ઠ કાર્યક્ષેત્ર છે.

એમ સમજી બધેજ હવે પોતાની ઓળખ ઇન્ડીયl પાર્ટીના નેતા તરીકે આપતી હતી.

સુનીલ સાથેનl લગ્નથી પોતાની પાછળ તે હવે હિંદુ નેતા તરીકેની ઓળખ આપતી હતી.


જોલી એન્ડ કમ્પનીએ કેટલા ફ્લેટો વેચ્યા કેટલીય જમીન પણ વેચી.

પછી કેટલાક ફ્લેટો બબે પાર્ટીઓને વહેચી દીધાના દસ્તાવેજો પણ બનાવ્યા.

એમાં ઘણા સમય પછી પણ ફ્લેટને મિલકતના પઝેશન ન મળતા તેની સામે પોલીસ ફરિયાદ થઇ.

શરૂઆતમાં તો રાજકીય નેતાના કારણે લોકોએ ફરિયાદ કરવામાં પણ જોખમ જોતા હતા ....

તો બીજી તરફ પોલીસ પણ પગલા લેતા ડરતી હતી..

પણ લાખો કરોડોના કામોમાં ક્યાં સુધી કોઈ હાથ જોડીને બેસી રહે/?

આખરે પોલીસે તપાસ શરુ કરી

તો બે ત્રણ પાર્ટીઓને એક જ ફ્લેટ વેચાયા હોવાના કિસ્સાઓ સામે આવતા


પોલીસને આખરે કેસ કરી જોલી અને તેના સાગરીતોની એક પછી એક ધરપકડ કરી જોલીને જેલ ભેગી કરવી પડી.


આ તરફ સુનીલનું કહેવું હતું હું આ સ્ત્રી વિષે કઈ જાણતો નથી .હું હાર્ટ પેશન્ટ છું .

મારી સાથે તે રહેતી નથી ... મારી પત્ની નથી...વગેરે વગેરે...

પ્રશાંતભાઈ નું તો હવે નામ જ આમાં આવે તેમ નહતું.

કારણ આ સ્ત્રીને અંદર કરવામાં અને તેના પરાક્રમો જાહેરમાં લાવવામાં ખાનગીમાં તેમનો ફાળો મોટો હતો.

ખાસ તો તમના પરિવારમાંથી આ સ્ત્રીને તેઓ વિદાય આપવા માંગતા હતા.


દિલ્હી ખાતે રહેતા બાળકોએ પણ પોલીસને માતાની વિચિત્ર્તાઓ તપાસમાં જણાવી.

જોલીના ત્રાસના કારણે તેને કોઈ વકીલ પણ સાથ આપવા તૈયાર ન્હોતા.

તો માનવતા વાદીઓ કે સ્ત્રી સુરક્ષા વાળા ઓની તો વાત જ ક્યાં કરવી?

તેઓ શા માટે આવા મામલામાં પડે.

રાર્જ્કીય પl ર્ટીએ પણ તેને સસ્પેન્ડ કરી અમારા આવા કોઈ નેતા નથી એમ જાહેર કરી છુટકારો માન્યો.