Corona Virus in Gujarati Health by Sachin Patel books and stories PDF | COVID 19-કોરોના વાઇરસ

Featured Books
Categories
Share

COVID 19-કોરોના વાઇરસ

તારીખ: 6 માર્ચ 2020,
કોરોના વાઈરસના કેસમાં દુનિયાભરમાં સતત વધારો થઈ રહ્યો છે.ભારતમાં પણ લગભગ ૩૦ જેટલા કેસો નોંધાયા. આ બધા વચ્ચે ચીનથી સમાચાર આવ્યા છે કે 4 માર્ચના રોજ કોરોના વાઇરસના 118 કેસ નોંધાયા,જે છેલ્લા છ અઠવાડિયામાં સૌથી ઓછા છે.કોરોના વાઇરસથી પ્રભાવિત ચીન સરકારે ૧૬ હંગામી હોસ્પિટલ બનાવી હતી.જેમાંથી એક હોસ્પિટલ બંધ કરવામાં આવી.કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીનના કેન્દ્ર પ્રભાવિત શાસનને લીધે સરકારે રોગને પરખીને તેનો ઇલાજ કરવામાં ખૂબ મોડું કરી દીધું,પરંતુ WHO. મુજબ 23 જાન્યુઆરી પછી COVID 19 ને અટકાવવા ચીને જે રીતે ઝડપી પગલાં લીધા છે તેમાંથી ઘણા દેશોએ શીખવા જેવું છે તો આજે COVID 19 ને ફેલાતો અટકાવવા ચીને લીધેલ પગલાંની વાત કરવી છે.

(1) ચીન સરકારનું કામ હતું કોરોના વાઇરસ અસરગ્રસ્ત દર્દીઓને પરખવાનું,તેના સંપર્કમાં આવેલ નાગરિકોનું ચેકઅપ કરાવવાનું.આ કામ જેટલું જલ્દી થઈ શકે તેટલું ઝડપી વાઇરસને ફેલાવતો અટકાવી શકાય.તેના માટે ચીન સરકારે ફ્રી ટ્રીટમેન્ટ અને ત્રણ મહિનાની દવા એક સાથે જ આપી શકાય તેવી વ્યવસ્થા કરી.

(2) NEW-COVID-19 એપ્લિકેશન લોન્ચ કરી જે એપ પર અસર ગ્રસ્ત દર્દી ની સંપૂર્ણ માહિતી મળશે.તેને કઈ ટ્રેન કે ફ્લાઇટમાં મુસાફરી કરી હતી, ટ્રેનનો PNR નંબર,ફ્લાઇટ નંબર વગેરે.જેના દ્વારા તે જ ટ્રેનમાં મુસાફરી કરેલ સામાન્ય નાગરિક ચેકઅપ કરાવીને જાણી શકે કે તે વાયરસથી અસરગ્રસ્ત છે કે નહીં.

(3) ભારતમાં આધારની જેમ ચીનમાં નેશનલ આઇડેન્ટિફિકેશન નંબર છે.જેના દ્વારા ચાઇનિઝ સરકારે અસરગ્રસ્ત દર્દીઓનો બધો ડેટા કંપનીઓને પૂરો પાડ્યો છે જેથી કરીને જો અસર ગ્રસ્ત દર્દી જે તે કંપનીમાં કામ કરતો હોય તો તે કંપનીના અન્ય કર્મચારીઓમાં વાયરસ ફેલાતો અટકાવી શકાય.

(4) ટેલિકોમ કંપની દ્વારા અસરગ્રસ્ત દર્દીઓની લોકેશન ગવર્મેન્ટ ઓથોરિટી સાથે શેઅર કરવામાં આવે છે.જેના દ્વારા તેના સંપર્કમાં આવેલ લોકોનો રિપોર્ટ કરી શકાય.જેમ કે ચીનના એક સિટી વેન્ઝોમાં નુડલ્સ શોપનો માલીક કોરોના વાઈરસથી પિડીત રહ્યો હતો.તેની શોપ પર આવેલા ત્રણ હજારથી વધુ લોકોના લોકેશન ટ્રેસ કરીને બધાની તપાસ કરવામાં આવી કે તેમાંથી કેટલા લોકોને વાયરસ લાગુ પડ્યો છે.

(5) ટેકનોલોજીથી પ્રભાવિત ચાઈનીઝ સિટી હેંગઝોવમાં અલીબાબા કંપનીએ સરકાર પાસેથી અસરગ્રસ્ત દર્દીઓનો ડેટા મેળવીને ઓનલાઈન સાઈટ બનાવી જેમાં સામાન્ય નાગરિકો ઓનલાઇન માહિતી સબમીટ કરીને જાણી શકે કે તેને કોરોના વાયરસની અસર થઈ છે કે નહીં.જો તેમાં ગ્રીન સિગ્નલ આવે તો તે સુરક્ષિત,પીળુ સિગ્નલ આવે તો 7 દિવસની સારવાર અને લાલ સિગ્નલ આવે તો 14 દિવસની સારવાર કરવાની જરૂર છે એવું દર્શાવવામાં આવતું.પરંતુ ચીની મીડિયાનો દાવો છે કે આ પદ્ધતિ સંપૂર્ણ ક્ષતિરહીત નથી.

(6) આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દ્વારા "Face " નામની કંપનીએ "COVID-19 Detection System" વિકસાવી જેના દ્વારા ભીડભાડવાળી જગ્યામાં રહેલ લોકોમાંથી કોરોના વાઇરસની અસર થયેલ લોકોને ઓળખી શકાય.આ સિસ્ટમને બેઇજિંગના સબ-વે સ્ટેશન અને ગવર્મેન્ટ ઓફિસમાં મૂકવામાં આવી.

(7) કોરોના વાઈરસના વધારે કેસ નોંધાતા સિટીમાં ડોક્ટરનો વર્કલોડ ઘટાડવા માટે 5G કોન્ફરન્સ દ્વારા અન્ય દૂર બેઠેલા ડોક્ટર પણ દર્દી નું સીટીસ્કેન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

(8) યેન-યુઆન નામના સિટીમાં ડ્રોનમાં લાઉડ સ્પીકર લગાડીને શહેરના આખા વિસ્તારોમાં કોરોના વાઇરસ વિશે જાગૃતતા ફેલાવવામાં આવી.

COVID 19ની અસરના કારણે શાળા-કોલેજો સતત બંધ રહ્યા પરંતુ વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસીસ દ્વારા શિક્ષણ મેળવતા રહ્યા.મોલ્સ અને સુપરમાર્કેટની સેલિંગમાં પણ ઘટાડો ના થયો.નાગરિકો online food delivery એપ દ્વારા રોજબરોજની ઉપયોગી વસ્તુઓ ઘરે બેઠા મેળવતા રહ્યા.કોરોના વાઇરસથી ચીનના અર્થતંત્રમાં ઘટાડો જોવા મળ્યો. એવામાં ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસીસ જેવા કે ટીચિંગ, ફિટનેસ,કુકિંગ,મ્યુઝિક અને food delivery જેવા બિઝનેસમાં ખાસ્સો ગ્રોથ જોવા મળ્યો.

અંતે એવી આશા રાખું છું કે ચીન અને આખી દુનિયા કોરોના વાઈરસના ભયમાંથી ઝડપી મુક્તિ મુક્તિ મેળવશે...
-sK

Source :THE HINDU-Editorial