Jindagi jivta shikho - 3 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | જીદંગી જીવતા શીખો - 3

Featured Books
Categories
Share

જીદંગી જીવતા શીખો - 3


તેના મીત્રએ થોડા સંકોચ સાથે કહ્યુ, હું તો સામાન્ય એવી નોકરી કરુ છુ અને જે થોડા ઘણા પૈસાની બચત કરી હતી તેનાથી નાનુ એવુ ઘર બાંધીને મારી પત્ની અને આ દિકરા સાથે રહુ છુ “
આ બન્નેની વાતો સાંભળી રહેલા પેલા નાના છોકરાએ પેેેલા પૈસાદાર મીત્રને પ્રશ્ન કર્યો “ અંકલ આટલા બધા રૂપીયા તમે કેવી રીતે કમાયા? જવાબમા પેલા ભાઈએ મોટી મોટી ફીલોસોફીકલ વાતો કરી અને સવારથી લઈને રાત સુધીનુ તેનુ આખે આખુ સમય પત્રક જણાવી દીધુ.
આવો જવાબ સાંભળી છોકરાએ તે વ્યક્તી સામે જોઇને એટલુજ પુચ્છ્યુ કે અંકલ આટલી બધી વ્યસ્તતામા તમે જીવો છો ક્યારે ? પેલા ભાઈએ હસતા હસતા કહ્યુ કે અરે ટાબરીયા આ હું જીવુજ છુ ને !
છોકરાએ સ્મીત સાથે કહ્યુ : માત્ર સ્વાસ લેવાને કંઇ જીવવુ થોડુ કહેવાય ? આટલુ કહીને તે તેના પપ્પાને કહેવા લાગ્યો, ચાલો પપ્પા હવે આપણો રમવાનો સમય થઈ હયો છે, આજે બેટીંગ હું કરીશ હો...
આપણી સાથે પણ આવુજ કંઈક બનતુ હોય છે. આપણે બધા ધન સંપતી મેળવવાના ચક્કરમા એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઇએ છીએ કે જીંદગી જીવવાનુ જાણેકે ભુલીજ જતા હોઇએ છીએ. પછી જ્યારે વૃધ્ધાવસ્થામા પહોચતા હોઈએ છીએ ત્યારે સમજાતુ હોય છે કે જીંદગી કેટલી જડપથી પસાર થઈ ગઈ અને આપણે કેટલુ બધુ મીસ કરી ગયા. જીંદગીના આખરી સમયે આવો વસવસો જાણેકે આપણી જીંદગી નિષ્ફળ ગઈ હોય તેવુ સમજવા પ્રેરતો હોય છે. લોકો આ રીતે જ્યારે જાગતા હોય છે ત્યારે ખુબ મોળુ થઈ ગયુ હોય છે કારણકે પછી ત્યારે શરીર સાથ આપતુ હોતુ નથી. માટે સમય રહેતા વ્યસ્તતામાથી થોડો સમય કાઢી જીવનને ભરપુર માણી લેવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. આ રીતે પણ જીવનને ભરપુર માણી શકાતુ હોય છે.

નિયમ : ૪)
એક દિવસ અજય અને વિજય નામના બે મીત્રો જંગલમા શીકાર કરવા ગયા. જંગલમા ઘણુ ફર્યા પણ તેમને શીકાર મળ્યો નહી. આ બાજુ ધીરે ધીરે સાંજ પડવા લાગી હતી. આખા દિવસની રખડપટ્ટીને કારણે બન્ને જણાને ખુબજ ભુખ લાગી હતી એટલે બન્ને મીત્રોએ થોડે દુર દેખાતા શેરડીના સાંઠા ખાવાનુ નક્કી કર્યુ. જ્યારે અજય શેરડીનો સાંઠો કટારથી કાપી રહ્યો હતો ત્યારે અચાનકથી કટાર તેની આંગળી પર લાગી અને તેની આંગળી કપાઈ ગઈ. અજયને ખુબજ દુઃખ થયુ અને પુશ્કળ લોહી વહેવા લાગ્યુ. આ જોઇને વિજયે તરતજ તેની આંગળી પર પાટો વાળ્યો અને બોલ્યો કે અજય, “ જે થયુ છે તે સારા માટેજ થયુ છે, માટે તુ હવે વધુ ચીંતા ના કરતો “
આ સાંભળી અજય ખુબ ગુસ્સે થઈ ગયો કે પોતાની આંગળી કપાઈ ગઈ છે અને આને સારુ લાગે છે ? આ વળી કેવો મીત્ર છે ? એમ કહી તેણે વિજયને ત્યાંથી ચાલી જવા કહ્યુ. વિજયે જરા પણ આનાકાની કર્યા વગર “ મીત્ર જેવી તારી ઇચ્છા “ એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યો. ફરી પાછો તે જતા જતા એમ બોલતો ગયો કે જે કંઈ પણ થયુ છે તે સારા માટેજ થયુ છે.
હવે અજય જંગલમા બીલકુલ એકલો હતો, તે ઘવાયેલો હતો એટલે થોડીવાર માટે તેણે આરામ કરવાનુ નક્કી કર્યુ, પણ એવામા જંગલમા વસતા કબીલાઓત્યાં આવી ચઢ્યા અને અજયને પોતાની સાથે બંદી બનાવીને લઈ ગયા. અજયે પોતાને બંદી બનાવવાનુ કારણ પુચ્છ્યુ તો સામેથી જવાબ મળ્યો કે તને અમારા કુળદેવીને માનવબલી ચઢાવવા માટે લઈ જવાઈ રહ્યો છે. આ સાંભળી અજયતો હેબતાઈજ ગયો, તેણે પોતાને છોડી દેવાની ઘણી આજીજી કરી પણ કોઇએ તેની વાત સાંભળી નહી. થોડા સમય પછી અજયને ગામમા લાવી કબીલાના સરદાર સમક્ષ રજુ કરવામા આવ્યો. કબીલાનો સરદાર અજય સામે જોઇજ રહ્યો હતો કે અચાનક તેની નજર પેલી કપાયેલી આંગળી પર પડી. તેણે પાટો ખોલાવી કપાયેલી આંગળી જોઇને કહ્યુ “ આ વ્યક્તી બલી ચઢાવવા માટે યોગ્ય નથી કારણકે તેની એક આંગળી કપાયેલી છે, માટે તેને જવા દો અને બીજા કોઇ સંપુર્ણ શરીર ધરાવતા વ્યક્તીને લઈ આવો.
આ સાંભળી અજયતો ઘણોજ ખુશ થયો અને ત્યાંથી જીવ બચાવીને ભાગવા લાગ્યો. તે તરતજ પોતાના મીત્ર પાસે પહોચ્યો અને તેની માફી માગતા કહ્યુ “ મીત્ર તુ સાચો હતો, મારી આંગળી કપાઇ એ મારા માટે સારીજ બાબત હતી, જો મારી આંગળી ન કપાઈ હોત તો પેલા કબીલાના લોકો મનેજ કાપી નાખવાના હતા.
પણ મને હજુ એક વાત સમજાતી નથી,
કઈ ?
મે જ્યારે તને મારાથી દુર જવા માટે કહ્યુ ત્યારે પણ તે એમજ કહ્યુ હતુ કે જે થયુ તે સારા માટેજ થયુ “ તો એમા વળી સારુ શું થયુ હતુ ?
વિજયે અજય સામે સ્મીત કરતા કહ્યુ “ અજય, જો તે મને તારાથી દુર રહેવાનુ ન કહ્યુ હોત તો હું પણ તારી સાથેજ હોત એટલે કબીલાના લોકો મને પણ તારી સાથે ઉપાડી ગયા હોત, તારી આંગળીતો કપાયેલી હતી એટલે તને એ લોકો છોળી દેત પણ હું તો અખંડ હતો એટલે તેઓ મારાતો કટકાજ કરી નાખવાના હતા ને ! “ આમ હું તારાથી દુર થવાને કારણેજ બચી શક્યો.
આપણા બધાના જીવનમા પણ ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે. જીવનમા જ્યારે દુ:ખ, નિરાશા કે નિષ્ફળતા આવે છે ત્યારે આપણે બધા પરીસ્થિતિઓ કે ભગવાનને કોસવા લાગતા હોઇએ છીએ પણ તેમા આપણા માટે કેવા કેવા લાભ છુપાયેલા હોય છે અથવાતો ભગવાન આપણને કઈ દિશામા વાળવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરતા હોતા નથી. ઘણી વખતતો ભગવાન આપણને નાની નાની ટાપલીઓ મારીને આપણને ગમતી વસ્તુ આપાવાને બદલે જે વધારે મહત્વનુ છે તે આપી કોઇ મહા મુસીબતમાથી બચાવી લેવા કે કોઇ ખાસ દિશામા વાળવા માગતા હોય છે પણ આપણે તેઓના ઇરાદાઓને સમજી શકતા હોતા નથી એટલા માટેજ તેઓ પર દોષારોપણ કરવાની ભુલ કરી બેસતા હોઇએ છીએ. જો કુદરતના આટલા ઇશારાઓને આપણે સમજતા શીખી લઈએ તો અનેક સમસ્યાઓમાથી બચી શકાતુ હોય છે કે જીંદગીના નવાજ દરવાજા ખોલી શકાતા હોય છે.
જો તમારે પણ જીવનમા આવતા દુખોને સંભાળી તેને બહાદુરીથી પસાર કરતા શીખવુ હોય તો જીવનમા જે કંઈ પણ બને છે તે આપણા ભલા માટેજ બને છે તેમ સમજી કોઇક નવો પાઠ શીખી તેની જવાબદારી ઉપાળવાનો પ્રયત્ન કરવો જોઇએ. જે લોકો આટલી વાતને બખુબી નીભાવી જાણે છે તેઓ અનેક પછડાટો ખાઈને પણ પોતાના જીવનને સફળ બનાવી શકતા હોય છે, પોતાના માટે ક્યા તક છુપાયેલી છે તે સમજી જતા હોય છે અને તેનો ઉપયોગ કરીને ઉંચો મુકામ હાંસલ કરી લેતા હોય છે. પણ જે લોકો આટલી વાત સમજતા હોતા નથી તેઓ આખી જીંદગી દુ:ખ, નિરાશ થઈ ફર્યાદો કરતાજ રહી જતા હોય છે અને વારંવાર આવીને આવી પરીસ્થિતિઓમા સપાડાયા કરતા હોય છે.
આમ જીવનને સફળ બનાવવાનો ચોથો ઉપાય એજ છે કે તમે તમારા જીવનમા જે કંઈ પણ બને છે તેમા તમારા માટે ક્યા તક છુપાયેલી છે અથવાતો ભગવાન તમને કઈ દિશામા વાળવા માગે છે તે સમજો અને તે મુજબ જીવન જીવી બતાવો.