Raghav pandit - 17 in Gujarati Fiction Stories by Pratik Patel books and stories PDF | રાઘવ પંડિત - 17

Featured Books
Categories
Share

રાઘવ પંડિત - 17




હેલો મારા ફેવરિટ વાચકમિત્રો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો આપવાનું ભૂલતા નહીં.
*************************""********************



પુરા ફિનલેન્ડ પોલીસ હેડકવાર્ટરમાં આજે ખળભળાટ જેવો માહોલ હતો કારણકે પોલીસ કમિશનર જાતે કાલે થયેલી પોલીસમેનની હત્યારાઓના મામલાને જાણવા આવવાના હતા એસીપી રાયનને પૂરો મામલો અને કેસ સોપવામાં આવ્યો હોય છે.
પોલીસ કમિશનર ની ગાડી આવે છે બધા પોલીસમેન લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહી જાય છે એ સી પી રાયન કમિશનર પાસે જાય છે તે તેમને મીટીંગ રૂમ તરફ લઇ જાય છે તેઓ જેમ જેમ પસાર થતા જાય છે તેમ બધા સેલ્યુટ કરતા જાય છે મીટીંગ રૂમમાં ઘણા બધા મોટા હોદ્દા ના પોલીસ ઓફિસર્સ ભેગા થયા હોય છે કમિશનરના પ્રવેશતા છ બધા ઓફિસર્સ સેલ્યુટ કરે છે કમિશનર પોતાની સીટ પર બેસે છે અને એસીપી રાયનને કાર્યવાહી કરવા કહે છે.
એસીપી રાયન કહે છે જેમ કે તમને બધાને ખબર છે કાલે આપણા ચાર પોલીસ ઓફિસર ની હત્યા થઈ છે તેથી કમિશનર સર ના કહેવાથી મેં આ મીટીંગ બોલાવી છે.
એસીપી રાયન પ્રોજેક્ટર ચાલુ કરે છે તેમની પાસે ઘટનાસ્થળ ની સીસીટીવી ફૂટેજ હોય છે તેઓ કડીઓ જોડતા ફૂટેજ શરૂ કરે છે.
પહેલા ફાયરિંગ થઈ અજાણી ગાડી પર તેના થોડા સમય પછી પોલીસને ઇન્ફોર્મેશન મળે છે કે કોઈ અજાણી ગાડી પર ફાયરિંગ થઈ છે ચાર પોલીસ ને ત્યાં જાય છે અચાનક જે ગાડી પર ફાયરિંગ થઈ હતી તે ગાડી કોઈ અજાણી વ્યક્તિ ત્યાંથી ભગાવે છે પછી પોલીસની ગાડી તેમની પાછળ જાય છે તેઓ અચાનક ભાગતા હોવાથી પોલીસમેનને શંકા જાય છે જેથી તેઓ ગાડીના ટાયર ફાયર કરે છે ગાડી પંચર હોવાથી યા તો પહેલા ફાયરિંગના લીધે બંને ટાયર ફાટી જતા પલટી ખાઈ જાય છે પોલીસમેન ત્યાં પહોંચે છે ગાડીમાં ટોટલ છ વ્યક્તિઓ હોય છે તેમાંથી એક બેહોશ થઈ ગયો હોય છે બાકીના પાંચ સારા હોય છે તેથી તેમને ગિરફ્તાર કરીને જેલ તરફ લઈ જવાય છે જેથી તેમની ત્યાં પૂછપરછ કરી શકે અને જે એક વ્યક્તિ બેહોશ હોય છે તેને એક પોલીસમેન હોસ્પિટલ તરફ લઈ જાય છે જેથી તેની સારવાર થઈ શકે. પછી જ મેઇન ઘટના ઘટે છે જે ગાડી હોસ્પિટલ તરફ લઈ જવાય હોય છે તેમાં એક પોલીસમેનની ડેડ બોડી મળે છે. અને બીજી ગાડી જેલ તરફ જઈ રહી હોય છે તેમાં ટોટલ ત્રણ પોલીસ મેન હોય છે જેમાંથી એક રસ્તા પર એકસીડન્ટ માં મૃત્યુ પામે છે અને બાકીના બંને પોલીસમેન ગાડીમાં મૃત અવસ્થામાં મળે છે ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે એકનું ગળાનું હાડકું ભાગી જવાથી મૃત્યુ થયું હોય છે અને બીજાની બોડીમાંથી બુલેટ મળે છે જેની તેની જગન થી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કરવામાં આવ્યો હોય છે હવે પ્રશ્ન એ છે આ ત્રણેયને મૃત્યુ ગાડી માં રહેલા લોકોએ જ કર્યા હોઈ શકે છે તો એ લોકો કોણ છે અને જો તે લોકો હત્યારા અથવા ટેરરિસ્ટ હોય તો તે લોકો પર સ્નાઈપર ગન થી હુમલો કોણે કર્યું????? કેસ ખુબજ પેચીદો છે કારણ કે.જે પોલીસમેનને હત્યા ગળાના હાડકા ભાંગવાથી થઈ તો વાર કરનાર ખુબજ તાકત વર અને ટ્રેન્ડ માણસ હોવો જોઈએ અને બીજાને પોઈન્ટ બ્લેક રેન્જથી શૂટ કર્યો છે તો વેપન્સ માં પણ એક્સપર્ટ હોવો જોઈએ અને જે નું એક્સિડન્ટ થયું છે તેમાં એવું લાગ્યું ગાડી ને જોઈને તેને એક જોરદાર kick થી શરૂ ગાડી એ જ બહાર ફેંકી દીધો હોય અને તે કોઈ બીજા વાહન સાથે અથડાયો હોય શકે અને જે પોલીસને હોસ્પિટલ તરફની ગાડીમાં બોડી મળી તે માણસ પણ ટ્રેનિંગ લીધેલો હોવો જોઈએ અને તે બેહોશ હોવાનું નાટક કરતો હોવો જોઈએ અથવા તો તેઓ હોશમાં આવી ગયો હોય પરંતુ આ વિચારણા ખોટી પડે છે કારણ કે આટલી જલ્દી હોશમાં આવું મુશ્કેલ છે. એટલે આ કેસ થોડો પેચીદો છે પરંતુ ફિનલેન્ડમાં આવી ઘટના બનવી બહુ ખરાબ કહેવાય કારણકે દેશ-વિદેશના ટૂરિસ્ટો માટે આ સ્થાન ખુબજ પ્રખ્યાત છે.
પૂરી વાત સાંભળ્યા પછી કમિશનર સર કહે છે આપણા ચાર ચાર ઓફિસર્સ ના મૃત્યુ થયા છે એ લોકો જેબી હોય કોઈપણ ભોગે તેમને ગિરફતાર કરો તે બચવા ના જોઈએ મને બને તેટલી જલ્દી આ કેસ સોલ થવો જોઈએ.
એસીપી રાયન બધા ઓફિસર્સ ને સૂચનાઓ આપવાનું શરૂ કરે છે બધા રસ્તાઓ અનિલ ચેકપોસ્ટ પર ફોટો મોકલી આપો એ બચવા ના જોઈએ તેમની માહિતી તમામ સર્વેલન્સ અને પેટ્રોલીંગ કરતી ગાડીઓને આપી દો કોઈપણ શંકાસ્પદ દેખાય તો તેને તરત કસ્ટડીમાં લઈ લો અને બધા જગ્યાઓ પર આ માહિતી પહોંચાડી દો બધા ઓફિસર એકસાથે સેલ્યુટ કરીને કામ પર લાગી જાય છે એસીપી પોતે પણ કામ પર લાગી જાય છે.
**********************************************

આ તરફ જેમ્સ ભાઈ ખુબજ ગુસ્સામાં હોય છે રોહિતે તેમને ઇન્ફોર્મ કરે છે ભારતીય એજન્ટ સેફ હાઉસ જતા રહ્યા છે એ ઉપરાંત નકશો પણ ખુબજ પેચીદો હોય છે એ કોઈ કોડ વર્ડ થી બનાવેલો હોય છે. તેથી તેને સોલ્વ કરવા માટે ઘણા બધા એક્સપર્ટ લોકો કામ પર લગાવવામાં આવ્યા હોય છે પરંતુ હજુ સુધી કોઈ આ નકશા નો તોડ મેળવી શક્યું હોતું નથી તેથી જેમ્સ ભાઈ ખુબજ નારાજ અને ગુસ્સે થાય છે. તે ઉપરાંત તેમના ગુસ્સાનું બીજું એક કારણ એ પણ હોય છે કે જે સેફ હાઉસ આ લોકો આવ્યા હોય છે એ તરફના જંગલમાં કોઈ આવતું નથી તેથી ત્યાં સો કિલોમીટર માં જંગલ ફેલાયેલું હોય છે એ એરિયામાં જેમ્સ ભાઈનું એક ગુપ્ત ઠેકાણું પણ આવેલું હોય છે જેમ્સ ભાઈ કોઈપણ આ સંજોગોમાં તેમનું ઠેકાણું સામે આવે તેવું ઇચ્છતા નથી કારણકે અહીં ગેરકાનૂની રીતે ડ્રગ્સ, શરાબ અને ગેરકાનૂની ગોલ્ડ નો બિઝનેસ ફેલાયેલો હોય છે ક્યાં 1000 બંદીઓ કામ કરતા હોય છે આ લોકોને તેમના પરિવાર સહિત બંદી બનાવીને દૂર દૂરથી અહીયા લાવ્યા હોય છે તેમના દ્વારા ડ્રગ્સ શરાબ ગોલ્ડ અને બોમ્બ બનાવવાના પાર્ટ દુનિયાભરમાં સ્મગલિગ કરાવવામાં આવતા હોય છે જો કોઈ વ્યક્તિ આ સ્મગલિંગ માં પકડાઈ જાય તો તે કહી ના દે તેના માટે તેમના પરિવારને આ સ્થાન પર જ રાખવામાં આવે છે અને પકડાઈ ગયેલ વ્યક્તિ પોતે જ જાતે આત્મહત્યા કરી લેવા માટે તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી પકડાઈ ગયેલ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. અહીંયા નું જીવન બદ થી પણ બતર હોય છે આ લોકોને સંભાળવા માટે 300 ખતરનાક લોકોને સેના બનાવેલી હોય છે જે તમામ હથિયારોથી સજ્જ છે હોય છે પહેલા ગેટ પર ૧૦૦ લોકો હાથમાં બંદૂકો લઈને ઉભા હોય છે જે જંગલી જાનવરના પણ ત્યાંથી પસાર થવા પર ગોળી મારી દેશે. પછી જ્યાં ડ્રગ્સ બનાવીને પેકિંગ થતા હોય છે ત્યાં બીજા સો લોકો હોય છે જે આ બંદી લોકોના સ્ત્રીઓ અને બાળકો પાસે ડ્રગ્સના પેકિંગ કરાવવાનું કામ કરાવે છે કોઈ આનાકાની કરે અથવા તો બીમાર હોય અથવા કામ કરવાની ના પાડે તો તેને ત્યાં જ ગોળી મારી દેવામાં આવે છે શરાબ બનાવવાની અને પેકિંગ કરાવવાની ફેક્ટરી પર 50 લોકો હોય છે અને બાકીના આ સેના ના 50 લોકો ઉચ્ચ હોદ્દેદારો ટાઇપ ના હોય છે. એ લોકોને જ બહારથી આ લોકોને બંધકોને અંદર લાવવા. તેમને ટ્રેનીંગ આપી અને તૈયાર થયેલો માલ બહાર સપ્લાય કરાવવાનું હોય છે. આ કમાન્ડરો ખૂબ જ ખતરનાક અને દયાહીન હોય છે તે અહીં અંધકારમય શાસન ચલાવતા હોય છે રાત્રિના સમયે આ લોકો બંદી ઓના પરિવારની સ્ત્રીઓ અને છોકરીઓને ઉપાડી જાય છે પછી તેમના સાથે બદસલુકી કરે છે અને કોઈ વિરોધ કરે તો તેમના બાળકો અને પરિવારના લોકોને મારી નાખવાની ધમકી આપતા હોય છે એ ઉપરાંત પણ કોઈ વિરોધ કરે તો તેમના પરિવારના લોકોને પાંચ દિવસ ભૂખ્યા રાખવાની અને રાત્રે પણ ઉભા રહેવાની ભયંકર સજાઓ આપતા હોય છે ચારે તરફ અંધકાર મય શાસન ચાલતું હોય છે બંડીઓ ના જીવન મૃત્યુથી પણ ખરાબ હોય છે પરંતુ તેઓ કશું જ કરી શકતા નથી.
અને જેમ્સ ભાઈ આ અંધકારને શાસનમાંથી જ અંડરવર્લ્ડમાં પોતાની ધાક જમાવી હોય છે જેમ્સ ભાઈ અહીંથી કરોડો રૂપિયાનો ગોરખ ધંધો ચલાવતો હોય છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કંઈ એક્શન લેતું નથી હોતું યા તો એમ કહી શકીએ તે તેમના વિરુદ્ધ કોઇ સબૂત મળતું નથી કોઈ ગવાહી દેવા તૈયાર થાય તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને પોતાના કરોડો રૂપિયાના દમ પર રાજકારણીઓને પોતાની મુઠ્ઠીમાં રાખતો હોય છે તેથી તેના વિરુદ્ધ કોઈ એક્શન મેં તો નથી અને તે દેશ-દુનિયાના માફિયાઓને drugs શરાબ અને ગોલ્ડ સપ્લાય કરતો હોય છે. અહીંના લોકો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા હોય છે હે તારણહાર હવે તો કોઈને મોકલી દે અને ભગવાન પણ તેમની પ્રાર્થના જલ્દી સાંભળવાનો હોય છે જેમ્સ ભાઈ ના જંગલમાં જલ્દી જ આગ લાગવાની હોય છે કોઈ તુફાન તેમનો ઇંતેજાર કરી રહ્યું હોય છે જેના પડધા દુનિયાભરના માફિયા અને અંડરવર્લ્ડ જગતમાં પડવાના હોય છે.
**********************"**"""*******************


To be continue............



વાર્તા કેવી લાગે છે તેના રીવ્યુ અને સૂચનો અવશ્ય આપજો તમારા સૂચન નો ઇન્તજાર રેહસે. આગળ શું થશે તેના માટે વાંચતા રહો રાઘવ પંડિત.