Losted - 4 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 4

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

લોસ્ટેડ - 4

લોસ્ટેડ- ૪

"તમે એને કેમ જવા દિધો? કોને પુછીને ગયો એ ત્યા?" આધ્વીકા ગુસ્સામાં બરાડી." બેટા મને ખબર ન'તી કે એ ત્યાં જાય છે. "હું હાલ જ નીકળું છું અહીંથી તમે ચિંતા ના કરો, અને હું ના આવું ત્યાં સુધી કોઈને ઘરની બાર ના જવા દેશો."


***
" પ્રથમ સામે જો કંઈક લાઇટ જેવું દેખાય છે." રોશન જે બાજુ ઈશારો કરતો હતો એ દિશા માં થોડે દૂર આછો ઉજાસ દેખાતો હતો." ચલ ત્યાં કદાચ પાણી મળી જાય." પ્રથમ ઉજાસની દિશામાં આગળ વધે છે, રોશન એની પાછળ જાય છે. થોડીવારમાં બન્ને એક ઝુંપડી આગળ પહોંચે છે, જેની બાર મશાલ બળતી હતી." હેલ્લો કોઈ છે? કોઈ છે અંદર પ્લીઝ હેલ્પ અસ." પ્રથમ બંધ દરવાજા બાર ઊભો રહે છે. "એકચ્યુઅલી અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે તો અમને પાણી જોઈએ છે. પાણી મળશે આટલામાં ક્યાંય?" રોશન બોલ્યો. પ્રથમ એની સામે ગુસ્સામાં જુએ છે. રોશન મોઢા પર આંગળી મૂકી ચૂપ રહીશ એવો ઇશારો કરે છે." શું થયું? હું તમારી શું મદદ કરી શકું?" ઝુંપડીનો દરવાજો ખોલી એક યુવતી બહાર આવે છે. એને જોઈ પ્રથમ અને રોશન બન્નેનું મોઢું ખૂલ્લું રહી જાય છે. સામે ઉભેલી યુવતી રૂપરૂપનો અંબાર હતી, સાવ સાદા ઘાઘરા-ચોલી માં પણ એ સાક્ષાત અપ્સરા લાગતી હતી," તમને કદાચ પાણી જોઈએ છે ને? ઝુંપડીની પાછળ કુંઓ છે ત્યાંથી ભરી લો. એ અંદર જઈ દરવાજો બંધ કરી દે છે. દરવાજો બંધ થવાથી બન્ને જણ પાછા વર્તમાનમાં આવે છે.
"રોશન તું પાણી ભરી લાવ ત્યાં સુધી હું આમને થેંક્યું કહી આવું." "હું પણ થેંક્યું કહી શકું છું મારી જોડે પણ જીભ છે જો." રોશન જીભ નીકાળી પ્રથમને બતાવે છે." રોશન કીધું ને જા પાણી ભરી આવ, હું આવું છું." પ્રથમ તરફ ગુસ્સાથી જોતો જોતા રોશન ઝુંપડી પાછળ જાય છે,"જ્યારે હોય ત્યારે પ્રથમ એની જ મરજી ચલાવે છે, ના જોયો હોય તો થેંક્યું કેવા વાળો. ખબર છે કેવું થેંક્યું કેવા ગયો છે એ, અને હું આ કુવા પર પાણી ભરી રહ્યો છું. કોઈ સારી છોકરી જોઈ નથી કે એની લાળ ટપકવાનું ચાલું, પણ આ છોકરી તો આખે આખો હું ટપકી જઉં એવી ગજબ છે...." રોશન પાણી ભરી રહ્યો હતો, ત્યાં એને પ્રથમની ભયાનક ચિસ સંભળાય છે.

***

રાતના ત્રણ વાગે રાઠોડ હાઉસના મેઈન ગેટની ડોરબેલ વાગે છે. આધ્વીકા ના આવવાનો વેઈટ કરીને હોલમાં જ બેઠેલાં આરાધના બેન ડોરબેલના અવાજથી સફાળા જાગી દરવાજા તરફ દોટ મૂકે છે. દરવાજો ખૂલતાં જ સામે ઉભેલી આધ્વીકાને એ ભેટી પડે છે.
"ઇટ્સ ઑકે માસી હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે." હીબકે ભરાયેલ આરાધનાબેન ને સાત્વનાં આપતાં એ ફરી બોલી, "હું જીગર ને લેવા જઉં છું, તમે શાંત થઈ જાઓ અને ઘરમાં કોઈને ખબર ના પડે એનું ધ્યાન રાખજો. હું જલ્દી આવીશ." આધ્વીકા બેગ મૂકી ત્યાથી પાછી ફરવા જાય છે. પણ આરાધનાબેન એને રોકી લે છે.
"બેટા હું પણ સાથે આવીશ, નઈતો મને તમારા બન્નેની ચિંતા થતી રહેશે."
"કોની ચિંતા થશે ભાભી? ક્યાં જાઓ છો તમે બન્ને અડધી રાત્રે, દિકરા તું હમણાં આવીને હવે જાય છે?" જયશ્રીબેન આંખો ચોળતાં બહાર આવે છે. એમની પાછળ એમની દીકરી જીજ્ઞાસા પણ હોલમાં આવે છે.
"સોરી ફઈ હાલ કંઇજ સમજાવવાનો ટાઈમ નથી મારા જોડે, માસી તમારું અહીં રહેવું જરૂરી છે. હું જઉં છું, જો હું હાલ નઈ નીકળું તો કદાચ..." જીવનને હોલ માં આવતો જોઈ છેલ્લાં શબ્દો આધ્વીકા ગળી ગઈ.
"જીવનને સાથે લઈ જા પછી, તો મને ચિંતા નઈ થાય." આરાધનાબેન રડમસ અવાજે બોલ્યાં હતાં. આધ્વીકાને એમની વાત માનવા સિવાય કોઈ છૂટકો નહોતો.
"હું પણ આવુ છું." જીજ્ઞાસા બોલી,એણે માત્ર હકારમાં માથુ હલાવ્યું અને કાર ની ચાવી લઈ જીવન અને જિજ્ઞા સાથે બહાર નીકળી ગઈ.
"દિદી આપણે ક્યાં જવાનું છે? મમ્મી આટલી ટેન્શનમાં કેમ હતી. બધું ઠીક તો છે ને?" ગાડીમાં બેસતાં જ જીવન એ પ્રશ્નોનો મારો ચલાવ્યો, અને એ જવાબનો અધિકારી પણ હતો, પણ એ ન'તો જાણતો કે એના જ પ્રશ્નોના જવાબ મળ્યા પછી એની જિદંગી જ સવાલ બની જવાની છે.
"હું તને બધું જ કહીશ પણ હાલ નઈ." આધ્વીકાએ ગાડી ચાલુ કરી અને એ નીકળી પડી એ સફર પર જેની શરૂઆત એ કાલે જ કરી ચૂકી હતી, એક ભયાનક સફર ની શરૂઆત.

રાઠોડ હાઉસમાં ફરીવાર શાંતિ છવાઈ હતી.
"ભાભી આધ્વીકા ક્યાં ગઈ છે? ભાભી પ્લીઝ બોલો તમારું મૌન મારો જીવ લઈ લેશે કંઈક તો બોલો ભાભી." જયશ્રીબેનનું મન અજાણ્યા ભયથી ફફડતું હતું.
"જયશ્રી, મારો દિકરો.... એ એ ત્યાં ગ....ગયો છે જ્યાં 21 વર્ષ પહેલાં આપણી જીદંગીની ગોઝારી ઘટના બની હતી. મે એને કેટલા ફોન કર્યો એનો ફોન સ્વીચ ઑફ આવે છે." આરાધનાબેન આટલું બોલતાં તો હિબકે ભરાઇ ગયા.
"ભાભી....." જયશ્રીબેન માત્ર આટલું જ બોલી શક્યા, એમનો અવાજ રૂંધાઈ ગયો અને એ ફસડાઇને સોફામાં ઢળી પડ્યાં.
"જયશ્રીઇઇઇઇઇઇ....."

***

આઇસીયુ ની બાર આરાધના રાઠોડ, એમની દિકરી ચાંદની રાઠોડ અને જયશ્રીબેન ની દિકરી જિજ્ઞાસા સોલંકી આંટાફેરા મારી રહ્યા છે. આધ્વીકા ડૉ.ને મળી આરાધનાબેન જોડે આવે છે," માસી મે ડૉ. જોડે વાત કરી લીધી છે. એ લોકો એમની બેસ્ટ ટ્રીટમેન્ટ આપશે. ડોન્ટ વરી ઑકે." એક નર્સ બાર આવી દવાઓનું લીસ્ટ આપે છે." હું લઈ આવું છું." જીજ્ઞાસા લીસ્ટ લઈ દવાઓ લેવા જાય છે.
આધ્વીકા ત્યાંથી નીકળી અને એક બીજા વોર્ડમાં જાય છે. ત્યાં બેડ પર જયશ્રીબેન ઊંઘેલાં છે, રૂમના ખૂણે પડેલા સોફા પર આધ્વીકા ની નાની બેન મીરા ઊંઘી છે. એ મીરાના માથા પર હાથ ફેરવે છે અને અચાનક એ સફાળી બેઠી થાય છે, "ફઈ ને શું થયું? દિદી ફઈ બેહોશ થઈ ગયા એમને....એમને..." આધ્વીકા મીરાને ગળે લગાવે છે." ફઈ એકદમ ઠીક છે મીરું, એ હોશમાં પણ આવી ગયા હતા. પણ એ જીગર જોડે જવાની બહું જીદ કરતાં હતાં તો ડૉં. એ એમને ઇંન્જેક્શન આપ્યું છે જેથી એ થોડો ટાઇમ આરામ કરી શકે. ફઈ હાલ બેભાન નથી માત્ર ઉંઘ્યા છે." આધ્વીકા મીરાના માથા પર હાથ ફેરવી રહી છે.
જયશ્રીબેન ઉંઘમાંથી ઉઠી આજુબાજુ નજર ફેરવે છે. ખુણામાં સોફા પર બન્ને બહેનો ને ભેટેલી જોઈ એમના ફીકા ચહેરા પર સ્મિત આવે છે. "મીરા.." જયશ્રીફઇ નો અવાજ સાંભળી મીરા આધ્વીકાથી અલગ થઈ જયશ્રીફઈ જોડે જાય છે."ફઈ તમે ઠીક છો? હું કેટલી ગભરાઇ ગઇ હતી. માસીની બુમ સાંભળી હું નીચે આવી ત્યારે તમે સોફામાં બેભાન પડ્યાં હતાં, પછી અમે તમને હોસ્પિટલ લઈ આવ્યા. પણ તમને શું થયું હતું ફઈ?" મીરા એકીશ્વાસે બોલી ગઈ.
"મીરા ફઈને આરામ કરવા દે, એ ઘરે આવે પછી બધું પુછી લેજે. તું જા માસીને કઈ આવ કે ફઈ ઊઠી ગયાં છે." આધ્વીકા જયશ્રીફઇની બાજુમાં બેસે છે.
"બેટા સાચુ બોલજે જીગર કેમ છે અને ક્યાં છે?" મીરા વોર્ડની બાર ગઈ એટલે તરત જયશ્રીફઇ ઊભા થઈ આધ્વીકાનો હાથ પોતાના હાથમાં મૂકે છે. "ફઈ જીગર અહીં જ છે, હું એને લઈ આવી. તમે એની ચિંતા ના કરો." આધ્વીકા બોલતી વખતે આંખો ફેરવી લે છે. જયશ્રીફઇ કંઈક બોલવા જતા હતા પણ મીરા વોર્ડમાં દોડતી આવે છે,"દીદી આરાધના માસી બહુ રડી રહ્યાં છે, જીગરભાઈ...." મીરા પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ આધ્વીકા દરવાજો ખોલી આઇસીયુ તરફ દોટ મૂકે છે. મીરા એની પાછળ દોડે છે. જીગર નું નામ સાંભળી જયશ્રી ફઇ પણ એમની પાછળ જાય છે.
એ ત્રણ જણ આઇસીયુ આગળ પહોંચ્યાં ત્યારે આરાધનાબેન ડૉં. ના કોલર પકડી જોરજોરથી બોલી રહ્યા હતા," કોણે બનાવ્યા તમને ડોં. તમારી હિંમત કેવી રીતે થઈ મારા જીગર વિશે આવું બોલવાની. અને ઉપરથી એને મળવાની પણ ના પાડો છો. મારા જીગર ને હાલ જ ઠીક કરો." આધ્વીકા આરાધનાબેન ને ડૉં. થી દુર કરી એમને સોરી કહી ત્યાંથી જવાનો ઈશારો કરે છે. ડોં. જતા રહે છે, આરાધનાબેન હજી સુધી રડતાં હતાં," બેટા ડૉં. ગાંડા થઈ ગયા છે. એમ કેતા હતા કે મારો જીગર હવે ક્યારેય ભાનમાં નઈ આવે, એ કોમામાં જતો રહ્યો છે." રાઠોડ પરિવાર માટે આ સમાચાર આભ ટૂટવા બરોબર હતા. આરાધનાબેન અને જયશ્રીબેન પોક મૂકીને રડે છે. મીરા અને ચાંદની પણ રડવા લાગે છે. જીજ્ઞાસા જ્યારે દવા લઈને પાછી આવે છે ત્યારે એનો પરીવાર રડી રહ્યો હતો.
"જીજ્ઞા તું ફઈને ડિસ્ચાર્જ કરાવી બધાને ઘરે લઈ જા, જીવન કાકા જોડે એકલો ઘરે છે એ એમને સંભાળી નઈ શકે." આધ્વીકા આ પરિસ્થિતિ માં પણ શાંત હતી." પણ આ બધા કેમ રડે છે, જીગર? જીગર ઠીક તો છે ને." જીજ્ઞાસા બધી પરીસ્થિતિ કળી ગઈ હતી."જીજ્ઞા સવાલ-જવાબનો આ ટાઇમ નથી.હું અહીં બધું સંભાળી લઈશ તું બધાને ઘરે લઈ જા અને જીવનને અહીં મોકલ." આધ્વીકા ડૉં. ના કેબીન તરફ જાય છે. જીજ્ઞાસા મહામહેનતે બધાને ઘરે જવા મનાવે છે. જયશ્રીબેન ને ડિસ્ચાર્જ કરાવી બધાને લઈ જીજ્ઞાસા ઘરે જવા નીકળે છે.

***

"આધ્વીકાજી અમે અમારો પુરો ટ્રાય કરીશું, પણ ચાન્સ બહું ઓછા છે." "થેંક્યું સો મચ ડૉં. હું મારા ભાઈને જોઈ શકું? બસ થોડી વાર માટે પ્લીઝ ડૉં." ડૉં. હકારમાં માથું હલાવે છે. આધ્વીકા આઇસીયુમાં જાય છે. "આઇ એમ સોરી, હું ટાઇમસર અમદાવાદ આવી ગઈ હોત , મે તારો કે માસીનો ફોન રીસિવ કરી લીધો હોત તો તું હાલ આવી હાલતમાં ના હોત, સોરી મોન્ટિ." જીગર રાઠોડ ઉર્ફે મોન્ટિ રાઠોડ ને કોમામાં જોઈ આધ્વીકા નું હૃદય વલોવાતું હતું," મોન્ટિ હું તને કંઈજ નઈ થવા દઉં કંઇજ નઈ.તારી દીદીને માફ કરી દેજે, પણ હું એમને માફ નઈ કરું જેણે તારી આવી હાલત કરી. એ જે કોઈ પણ હશે એને હું દુનિયાના કોઈ પણ ખુણેથી શોધી લાવીશ." આધ્વીકાની આંખોમાં પ્રતિશોધની જ્વાળા સળગી હતી, એ ઊભી થઈ બારી જોડે જઈ આકાશ તરફ જોઈ બોલે છે." વર્ષો પહેલાં હું કંઈજ ન'તી કરી શકી પણ આ વખતે હુ એવું કંઇજ નહીં થવા દઉં. આ વખતે એમની ટક્કર આધ્વીકા રાઠોડ સાથે છે, અને આધ્વીકા ક્યારેય હારતી નથી."