આજનો યુગ એટલે ઝડપથી ભાગનારો યુગ કહેવાય, બધુજ મોબાઈલમાં કેદ છે. બસના સમય-ચક્રથી લઈને વિમાનોની ઉડાન સુધી, ભગવાનના ભજનથી લઈને બૉલીવુડના નાચતા ગીત સુધી, ગરીબીના આંકડાથી લઈને અમીરોની સંપતિ સુધી, પાનના ગલ્લાથી લઈને પબની બોટલ સુધી, મુંબઈની ધારાવીથી લઈને તાજ હોટલ સુધી, શહેરોની નાની ગલીઓ થી લઈને હિમાલયના બરફીલા પહાડ સુધી, નાના ઝગડાથી લઈને યુદ્ધના મેદાન સુધી, રાજનીતિની રમતથી લઈને ક્રિકેટના મેદાન સુધી, હાલચાલથી લઈને બ્લેક-મેઈલ સુધી, પોતાની પ્રોફાઇલથી લઈને બીજાની સ્ટોરી સુધી બધુજ તમે જોઈ શકો છો. ફક્ત એક નાનકડા રમકડાની અંદર ! આવાજ એક મોબાઈલથી પ્રેમોજિક હકીકતની શરૂઆત કઈક આવી રીતે થાય છે.
આજે કરણના બેન્ક એકાઉન્ટમાં તેના પિતા નવા મોબાઈલ માટે રૂપિયા નાખવાના હતા. કેટલાય દિવસોના પ્રયાસો બાદ કરણને આ સફળતા મળી હતી. સ્વાભાવિક છે મહેનતનો રોટલોતો બધાને મીઠો લાગે એમ કરણને પણ મીઠો લાગતો હતો. કરણની અધિરતા વધતી જ જતી હતી. કરણનું ધ્યાન પ્રોફેસર શું ભણાવે એમાં નહતું એના સાદા મોબાઈલમાં રૂપિયા માટેનો મેસેજ ક્યારે આવશે તેનામાં હતું. કરણને ક્લાસની બેન્ચિસ ઉપર હવે ફાવતું નહતું તે સરખી રીતે બેસી સકતો નહતો. આમ તેમ ડાફોડિયા મારતો હતો અને એટલા માંજ તેના મોબાઈલમાં વાઇબ્રેટ થાય છે અને તે ખુશ થઈ જાય છે, પણ જ્યારે તે મેસેજ ખોલીને જોવે તો કંપનીનો હોય છે. તેને મોબાઈલ ઉપર ગુસ્સો આવે છે અને મોબાઇલને પછાડવા જાય છે પણ પોતાની જાત તે સંભાળી લે છે. મોબાઈલ પાછો તે બેન્ચિસના ખાનામાં મૂકે છે. કરણના ચહેરા પર નિરાશા હોય છે, તેનું જાણે સર્વસ્વ લુટાઇ ગયું હોય તેવો ભાવ ચહેરા ઉપર અંકિત થયા જ કરે છે.
તે આમ તેમ ડાફોડિયા મારતો હોય છે ત્યારે પાછળથી તેના મિત્રો તેને ટપલી મારે છે, ટપલી વાગતાની સાથે જ કરણ પાછળ જુવે છે પણ તેને કઈ સમજાતું નથી કે ટપલી કોણે મારી ? ત્યાતો પાછળ બેઠેલા મિત્રો માંથી એક મિત્રએ ઈશારો કર્યો કે ભણવામાં ધ્યાન આપ, બીજે નહીં અને પછી તેના મિત્રો હસવા લાગ્યા.
થોડીવાર રહીને ફરીથી મોબાઇલમાં મેસેજ આવે છે અને આ વખતે એ બેન્કનો હતો. આ મેસેજ જોઈને કરણ પોતાની ખુશીને શરીરમાં સમાવી ના શક્યો અને એનાથી ઊભા થઈને જોરથી બોલાઈ ગયું, “ યસ........!!!!”
પછી થવાનું શું હતું ? પ્રોફેસર સાથે આખો ક્લાસની કરણની સામે જોઈ રહ્યો હતો અને કરણ ને ભાન થયું કે અત્યારે બીજે ક્યાય નઇ તે ક્લાસમાં છે બસ આટલીજ વાત ને પ્રોફેસર કરણ ને આગળી ચીંધીને કહી દીધુ,” ગેટ આઉટ”. કરણ ને હવે શરમ આવવા લાગી કેમ કે આખા ક્લાસ વચ્ચે તેને તેની જાતે જ ઈજ્જતનો કચરો કરી નાખ્યો હતો. કરણ પોતાનું માથું નીચું રાખી, બીજા હાથમાં કોલેજ બેગ લઈ ક્લાસ ની બહાર જતો રહ્યો પ્રોફેસરે ફરી ભણાવવાનું ચાલુ કર્યું.
કરણ આમ મધ્યમ બાંધાનો, થોડો કદમાં પણ ખરો, ભરાવદાર ચહેરો, એ ચહેરા ઉપર ચશ્માં, બસ બીજું જોઈએ શું ? જુવાનીથી પરિપૂર્ણ આકાર. કરણ ક્લાસમાથી બહાર નીકળીને કોલેજની બહાર આવેલ એ.ટી.એમ. ઉપર રૂપિયા ઉપાડી શહેરની પ્રખ્યાત મોબાઈલ સોપમાં જઇ માઈક્રોમેક્સ કંપનીનો કેનવાસ મોબાઈલ લઈ ને કરણ સીધો રૂમ ઉપર ગયો રૂમે જઇ બેગ બીજાના બેડ ઉપર મૂકી પોતાના બેડ ઉપર બેસી મોબાઈલ બોક્સ ખોલી પોતાના જૂના ફોનનું સિમ કાર્ડ નાખી ફોન ચાલુ કર્યો અને જોવા લાગ્યો.
થોડીવાર રહીને તેના રૂમમેટ આવ્યા અને તેમાથી તેજસ નામનો રૂમમેટ કહેવા લાગ્યો, એવડી સેનિ એક્સાઈટમેંટ જાગી ગઈ કે ક્લાસ માં તારાથી રહેવાયું નઇ ?”
” જો આવો નવો મોબાઈલ જો“ એમ કહી પોતણો હાથ લાંબો કરી તેજસના હાથમાં મોબાઈલ આપે છે, “ પપ્પાએ આજે એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા ઇનો મેસેજ જોઈને મારાથી રહેવાયું નઇ.”
તેજસ મોબાઈલ જોતાં બોલ્યો,” જોરદાર છે હો મોબાઈલ ! જો રોશન જોરદાર છે નઇ. કયું મોડેલ છે યાર ?”
“કેનવાસ” કરણ જવાબ આપતા કહ્યું.
તેજસ, રોશન અને રાજૂ એ ત્રણેય કરણના રૂમમેટ હતા. રાજૂ હજી કોલેજ માથી આવ્યો નહતો. તેજસ, રોશન અને કરણ ત્રણેય મળીને મોબાઈલમાં જોવા લાગ્યા.
કરણને સોશિયલ મીડિયા ઉપર રહેવાનો પહેલેથી જ શોખન હતો. તેની પાસે મોબાઈલ નહતો ત્યારે પણ અવાર નવાર સાઇબર કાફેમાં જઇ પોતાની ફેસબુક આઈ.ડી. ખોલી બેસી રહેતો અને નવા નવા ફ્રેન્ડ બનાવતો રહેતો. લગભગ એની આઈ.ડી.માં ૧૧૦૦ જેટલા તો ફ્રેન્ડ હતાજ. કરણ પોતાનું એક ફોટો અપલોડ કરે તો ૨૦૦ ઉપર લાઇક તો ૧ દિવસમાંજ થઈ જતી. હવે તો કરણ પાસે પોતાનો મોબાઈલ હતો, ફેસબુક ઉપર દિવસ રાત રહેવાનો હતો એ વાતમાં કોઈ શક તો હોઈ જ ન શકે.
થોડા દિવસ પછી કોલેજમાં એક નોટિસ આવે જેમાં બીજી કોલેજમાં ટેકનોથોન (વિજ્ઞાનમેળો) હોય છે. એ નોટિસની નીચે લખ્યું હતું કે “ભાગ લેવા માટે સપર્ક કરો, ૧) મહર્ષ દેસાઇ મો: ૯૮૨૫૦૫૬૭૩૦,૨) દિવ્યા પટેલ મો: ૯૫૫૨૦૨૩૫૨૦, ૩) મોનિકા પટેલ મો: ૯૪૨૯૪૧૫૦૮૮”. આ નોટિસ કરણ, તેજસ અને રોશન ત્રણેય વાંચી. આ નોટીસ વાંચ્યા પછી કરણ બોલ્યો, “ અરે યાર... જોતો ખરો દિવ્યા પટેલ ને મોનિકા પટેલ ના મોબાઈલ નંબર આપ્યા છે. અરે યાર હું તો ફેસબૂકમાં નંબર શોધી શોધી થાકી ગયો છુ, પણ આજ દિન સુધી કોઈ છોકરીનો નંબર મળ્યો નથી. આજે સામે થી નંબર મળે છે, તો મુકાય થોડો.” એમ બોલવાની સાથે સાથે તેનો મોબાઈલ કાઢી બંને છોકરીઓનો મોબાઈલ નંબર સેવ કરવા લાગ્યો. ત્યારે કરણને ટોકતાં તેજસ બોલે છે,” કરણ્યા તું રેવાદે ભાઈ. આવું બધુ આપણે સારું ન લાગે. થોડી સારાં જેવુ કઈ રાખ. આ છોકરીઓ આમ નંબર થો કઈ લેવાય.”
“ખબર છે ખબર છે તારૂ ફિક્સ થઈ ગયું છે એટલે, શું અમારે વાંઢા ફરવાનું ? મોનિકા ભલે નામ થી થોડી ઓડ લાગે છે, પણ દિવ્યા કઈક ખાસ હશે.” કરણના આવા તીર જેવા શબ્દો સાંભળી તેજસ બચારો શું કહી શકે ? કરણે કઈ કીધું ના હોય એ રીતે તેજસ ક્લાસ તરફ ચાલવા લાગ્યો. તેની પાછળ રોશન અને તેની પાછળ કરણ મોબાઈલમાં નંબર સેવ કરતાં કરતાં ચાલવા માડયો.
તેજસનો સબંધ કરવાનું નક્કી થઈ ચૂક્યુ હતું તેની પાછળનું કારણ તેનું ફેમિલી હતું. તેજસના ફેમિલીની વિચારસરણી એવી હતી કે છોકરો કે છોકરી કોલેજમાં આવે ત્યારે તેમનો સબંધ કરી નાખવો જોઈએ. જેથી તેને બીજે જોવાની જરૂર પડે જ નહીં. આ વિચારધારા ખરાબ નહીં તો, સારી કહીજ શકાય એવું તટસ્થ પણે તેજસનું માનવું હતું. તેજસને અવાર નવાર આ બાબતે તેમણે તેના મિત્રો સભાળ્યાવાજ કરતાં કે “ આવડો વહેલો સબંધના કરાય હજી તો આપડી ઉમર જ શું છે ?“ અત્યારના આ આધુનિક જમાનામા આધુનિક વિચારોને ખાસા ઊંડા મૂળ જમીનમાં દબાવી નાખ્યા હતા. તેને કાઢવા હવે શક્ય લાગતાં નહતા. આવી પરિસ્થિતિમાં તેજસ બધુ જવવાબદારી પૂર્વક જવાબ આપતો,” તમે બધા અત્યારે જે રીતે છોકરી જોઈને ગાંડા થાવ છો. એની શું જરૂર છે ? તમારી તો હજી ઉમર જ ક્યાં થઈ છે. આમ ખોટી વાતોનો કોઈ મતલબ નથી. તમારા ફેમિલીને તમે વાત કરો કે મારો સબંધ કરવી આપો. તે કરાવી આપશે. શું તમારા ફેમેલી વાળા ના પાડશે? કે તારી ઉમર નથી, હજુ તને વાર છે, એવો તો જવાબ નઇ આપે ને; તો પછી બીવાનું શેનું ?” આવા તેજસના જવાબ સાભળીને તેના મિત્રો તેજસને રૂઢિચુસ્ત માનતા હતા. તેજસ જોવા જઈએતો રૂઢિચુસ્ત લાગે. તેજસની પર્સનાલિટી પણ સિમ્પલ હતી. સિંગલ બાંધાનું શરીર, મધ્યમ શામ તેનું લબગોળ મુખ અને તે મુખ ઉપર હમેંશા કઈક ને કઈક વિચારોના આભાસ આવતાજ રહેતા હોય.
કોલેજમાથી પાછા રૂમ ઉપર આવીને કરણ પોતાની દરરોજની ટેવની જેમ બેગ મૂકી મોબાઇલમાં ફેસબૂક ખોલવાની જગ્યાએ દિવ્યાને કોલ લગાવ્યો. કોલના રિંગનો અવાજ આવે છે.
“હેલ્લો, કોણ બોલી રહ્યું છે?” દિવ્યાનો મધુર અવાજ સભળાયો.
“હ...હેલ્લો, હું તેજસ બોલુ છુ, GEC, મોડાસાથી.” કરણ થોડું સાંભળતા બોલ્યો. સામાન્ય રીતે કોઈ પણ કોલેજનું કામ હોય તે કરણ તેજસના જ નામથી વાત કરી લેતો. દર વખતની જેમ આ વખતે પણ તેજસના નામ થી વાત કરી.
“હાજી, બોલો.” દિવ્યાના અવાજમાં સભાનતા હતી.
“આપ દિવ્યા પટેલ બોલો છો ને?” તેજસ બની કરણે પ્રશ્ન પૂછ્યો.
“હા, હું દિવ્યા બોલું છુ.” દિવ્યા એ કરણના પૂછેલા પ્રશ્ર્નનો જવાબ આપ્યો.
“ઓકે, મને તમારી કોલેજમાં થનારા ટેકનોથોન વિષે માહિતી જોઈએ છે?” તેજસ બની કરણના આ પુછેલા ભાવ ભર્યા સવાલનો જવાબ દિવ્યા એટલીજ સરળતાથી આપે છે. વાત પૂરી થયા પછી કરણના મનમાં કેટલાય ઉમરના ઉબાળકા ફૂટી ગયા હશે. કરણનું સ્વાભાવિક સ્વભાવ જ છોકારીઓ પ્રત્યે આકર્ષવાનો હતો.આ વાત કરણના બધાજ મિત્રો જાણતા હતા. કરણના મનમાં એક નવો વિચાર ઉમળકા મારી રહ્યો હતો, એ વિચાર જાણે એમ હતો કે, ” દિવ્યાને હું ફસબૂકમા શોધી તો લાઈસ, પણ મારી આઈ.ડી.માથી ફ્રેન્ડરિકવેસ્ટ મૂકું કે તેજસની નવી આઈ.ડી. બનાવી મૂકું ?” અંતે કરણે નિર્ણય બંનેની આઈ.ડી.માથી રિકવેસ્ટ મૂકવાનું નક્કી કર્યું. કરણે પોતાની આઈ.ડી.માથી રિકવેસ્ટ મૂકું અને તેજસની નવી આઈ.ડી. બનાવીને તેની આઈ.ડી.માથી ફ્રેન્ડ રિકવેસ્ટ મિકી દીધી.
દિવ્યા પોતાના ઘરે ફૅમિલી સાથે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતી હતી અને બધા જોડે હસતાં હતા ત્યારે દિવ્યાના મોબાઈલમાં ફેસબૂક નોટિફિકેસન આવી. મોબાઇલમાં લાઇટ થતાનીજ સાથે દિવ્યાએ પોતાનો મોબાઈલ હાથમાં લઈ જોવા લાગી. કરણ અને તેજસની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી. દિવ્યાએ વધુ તપાસ હાથ ધરી. કરણની પ્રોફાઇલ જોતા એવું લાગ્યું કે તેના ગણા બધા ફ્રેન્ડ હતા અને તેજસની પ્રોફાઇલ જોતા એવું લાગ્યું કે થોડા દિવસજ થયા હશે ફેસબૂકની આઈ.ડી. બનાવવા. દિવ્યાએ પોતાના મગજ ઉપર થોડું જોર મૂક્યું તો તેને યાદ આવ્યું કે, ”કોઈ તેજસ નામના વ્યક્તિનો કોલ તો આવ્યો હતો. શું તે આજ તેજસનો તો નઇ હોય ને? બીજાનો પણ હોઈ શકે ? હું રિકવેસ્ટ એકસેપ્ટ કરું કે ના કરું?” તે થોડી મુજવણમાં હતી. પછી તેને મોબાઈલ પડતો મૂકીને ટી.વી.માં ધ્યાન આપવા લાગી. દિવ્યા શાંત સ્વભાવની હતી. વાત ગમે તેટલી સારી કેમ ના હોય પણ પોતાને હસવું હોય તો જ હસે, બાકી તમે થાકી જાવ, પણ તેના ચહેરાના ભાવ બદલી ન શકો. તેણીનો બાંધો એકદમ પાતળો, ગૌરો વર્ણ, અને મુખની તો વાત કરવી એ તો કોઈ હિરોઈનના મેકઅપ પછીના ફોટાનું ૧૬ બાય ૧૮ની સાઈઝમાં ફ્રેમીંગ કરી લાગવાયેલ અનેક રિક્ષાના પોસ્ટર જેવુ. નાજુક નમણી આંખો, ચાંદથીય ચંચળ હોઠો ઉપર ન આકી શકાય એવું હાસ્ય. ટૂકમાં એક પૂર્ણ પરિપક્વતાનું અનેરું ઉદાહરણ લઈ શકાય તેવું કહીયે તો એક રૂપિયાનું પણ ખોટુંના કહેવાય॰
કરણ પોતાના મોબાઈલ બનાવેલ તેજસની આઈ. ડી. ખોલીને, તો ક્યારેક પોતાની ઈ.ડી.ખોલીને, ક્યારે દિવ્યા ફ્રેન્ડ બનાવશે તેની રાહ જોતો બેડ ઉપર બેઠો હતો. કરણ મોબાઈલમાં ટાઇમ જોવે છે અને વિચારે છે, “રિકવેસ્ટ મૂકી એને બે-એક કલાક થઈ ગયા, હજી મારી ફ્રેન્ડ રેકવેસ્ટ એકસેપ્ટ કેમ નથી કરી ? કરશે કે નઇ ? થોડા ગણા પ્રસ્નો કરણને ગેરવવા મડયા, મે તેજસ બની ફ્રેન્ડ રેકવેસ્ટ તો મૂકી છે પણ આગળ જતાં કોઈ પ્રોબ્લેમ તો નઇ થાય ને? જો થશે તો હું શું કરીશ? એ તો પછી હું કઈ દઇશ સાચું એ માની જશે અને ના માની તો ? હે, પ્રભુ સંભાળી લેજો હો ને ...!” ઉપર જોઈ બે હાથ જોડી મનથી ભગવાનને પ્રાર્થના કરે છે અને મોબાઈલ બંધ કરી કરણ સૂઈ જાય છે.
આજે અઠવાડિયું થઈ ગયું હોય છે ફ્રેન્ડ રિકવેસ્ટ મૂક્યાને પણ હજુ સુધી દિવ્યાએ એક પણ આઈ.ડી. માથી રિકવેસ્ટ એકસેપ્ટ કરી નહતી. આવતી કાલે ટેકનોથોન હતું. ટેકનોથોનમાં તેજસ, કરણ અને રોશને ભાગ લીધો હતો. પણ હજુ સુધી કોઈ તૈયારી કરી નહતી. સાંજે ત્રણેય નક્કી કરવા લાગ્યા કે કાલે આપડે કઈ રીતનું સ્ટક્ચર બનાવશુ ? તે સૌથી વધારે ઊંચું બની શકે અને પડે પણ નઇ ? આ વાત ઉપર ચર્ચા થઈ રહી હતી પણ કરણના મગજમાં દિવ્યાના જ વિચારો ચાલતા હતા. “આખરે હું અને મલિશ તો કઈ રીતે ? કેવી રીતે ? અરે...દિવ્યા તો અમને ઓડખતી જ નથી” કરણનું ધ્યાન તો ક્યાય ભાગ લેવામાં હતુજ.
બીજા દિવસે તેજસ, કરણ, રોશન અને જેમને ભાગ લીધેલો હતો તેવા તમામ છોકરા અને છોકરીઓ બસમાં બેસીને દિવ્યાની કોલેજ પહોચ્યા. ત્યાં જઈને રજીસ્ટેશન કરાવવાનું હતું, તો બધા રજીસ્ટસન રજીસ્ટેશન પર ગયા. રજીસ્ટેશન ટેબલ પર પર દિવ્યાની સાથે બીજી એક છોકરી તથા એક છોકરો બેઠા હતા તેના ઉપરથી કરણે વિચાર્યુ કે, “આ એજ લોકો હશે જેનું નામ નોટિશ ઉપર લખ્યું હશે. કરણ ખુશ હતો. જતા નીજ સાથે દિવ્યાના દર્શન થયા. કરણ, તેજસ અને રોશન પોતાનું રજીસ્ટેશન કરાવવા માટે ટેબલ પર ગયા અને કરણ દિવ્યા સામું જોઈ બોલ્યો, “GEC મોડાસા માથી સિવિલ બ્રાન્ચ, તેજસ પટેલના નામે ટેલિફોનિક રજીસ્ટસન હશે.”
દિવ્યા ટેબલ પર રાખેલ બૂક જોવા લાગી અને બોલી, “યસ, તેજસ પટેલ, કરણ પટેલ, અને રોશન પટેલ ના નામે રજીસ્ટેશન છે એજ ને?
“ હા, એજ” તેજસ બોલવા જાય એ પેલાજ કરણે કહી દીધું. દિવ્યાની નજર હવે કરણ પરથી હટીને તેજસ ઉપર જાય છે. દિવ્યા તેને ઓળખી જાય છે, “મને આનોજ કોલ આવ્યો હતો, ને ફસબૂકમા ફ્રેન્ડ રિકવેસ્ટ પણ.” દિવ્યા તેજસ સામું જોઈ સામાન્ય રીતે હશીને આવકારો આપે છે અને કહે છે, “તમારી ઇવેન્ટ 12.00 પીએમ ના રૂમ નંબર ૨૬માં છે.” ત્રણેય ત્રિપુટી ઇવેંટની બધીજ તૈયારી અને માહિતી આખી કોલેજમાં ફરીને જોવે છે. આ ત્રિપુટી પોતાની ઇવેંટમાં વિજેતા થાય છે.
ટેકનોથોન પૂરો થયો હતો. હવે વિજેતા જાહેર કરવાના હોય છે. કોલેજના પ્રોફેસરોએ પોતાનું સ્થાન મંચ ઉપર લઈ લીધું હોય છે અને વિધ્યાર્થીઓ પણ પોતાની જગ્યાઓ ગોતી સ્થાન લઈ છે. થોડીવાર રહીને દિવ્યા સ્ટેજ ઉપર આવે છે અને જાહેરાત કરવાનું ચાલુ કરે છે બધાને આવકારી. દિવ્યા એક પછી એક બધા વિજેતાના નામ બોલતી હોય છે એમાં તેજસ પટેલનું નામ જોઈ થોડી અચકાળી અને પછી પાછું બોલવાનું ચાલુ કર્યું. બધાજ વિજેતા જાહેર કર્યા પછી તે કોલેજના પ્રિન્સિપાલ વક્તવ્ય આપવા માટે આવે છે અને બોલે છે, “ ગુડ ઈવનિંગ, વહાલા સ્ટુડન્ટો, પ્રોફેસરો, પાર્ટિસિપેંટ સ્ટુડન્ટો, તથા આ સુંદર ટેકનોથોના આયોજક મિત્રો, આપા સૌ આવીને અમારી કોલેજના ટેકનોથોનમાં ભાગ લઈ કોલેજની સાનને વધારી છે. અલગ અલગ ડિપાર્ટમેંટમાં અલગ અલગ સ્પર્ધા યોજાઇ તેમાં જે વિજેતા થયા તેને અહીથી ઈનામ તથા સટિફિકેટ આપવામાં આવ્યા. પણ આજે જે મારે વાત કરવી છે તે કઈક અલગ જ છે. હું ભારતીય હોવાને નાતે મારા ભારતીય યુવા જુથ વિષે વિચારું છું. પાસ્ય સંસ્ક્રુતિની સૌથી વધારે અસર યુવાનોમા જ જોવા મળે છે. આપણે આપણી સંસ્કૃતિને સાચવી તો જોઈએ જ ને. એટલા માટે હું હમણાં જ જાહેર કરું છુ કે અત્યારે અહિ જેટલા પણ વિધાર્થી છે તેમાથી સૌથી વધારે શબ્દોમાં જે સંસ્કૃતના સ્લોક બોલી શકશે તેને આ કોલેજ માથી સર્વ શ્રેસ્ઠયુવાનો પુરસ્કાર આપવામાં આવશે. અને હું ઇછું છું કે આ પુરસ્કાર મારી કોલેજના કોઈ વિધાર્થી ને મળે.”
આ જાહેરાત થતાજ બધા અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા, ”આવી કેવી સ્પર્ધા અમને ખબર હોત તો અમે તૈયારી કરીને આવત” બધા વિધ્યાર્થીઓ મુજવણમાં હતા એટલા માતો એક છોકરી ઊભી થઈ સ્ટેજ ઉપર જઇ બોલવા લાગી” ૐ ભૂર ભુવસ્વ.......” બોલવાની સાથે જ રાડો અને સિટીઓ વાગી. સ્લોક બોલ્યા બાદ તેને તેનો પરિચય આપ્યો. પછી તો બધા બે ત્રણ લીટીના સ્લોકો બોલવા લાગ્યા. થોડી વાર રહીને દિવ્યા આવી. તેને બોલવાનું ચાલુ કર્યું “ ૐ સંતાકરમ ભુજગ્સયમ ..........” ચાલુ સ્લોકે સિટીઓ ને રાડો બહુજ સભળાઈ. હવે કોઈ બોલવા ઊભું થયું નઇ એટેલે પ્રિન્સિપાલ પાછા ઊભા થઈ બોલ્યા, વિજેતા તમારી સામેજ છે, તેમ છતા પણ હજી કોઈને એમ લાગતું હોય કે હું એનાથી વધારે સબ્દો બોલી શકું છુ, તો ઝડપથી અહી આવી ને બોલે.”
કરણને અને રોશનને ખબર હતી કે તેજસ દરરોજ સવારે ખાસીવાર સંસ્કૃતમાં કઈ બાબડ્યા કરે છે. પણ તેજસને સ્ટેજ ઉપર બોલવાનો કોઈ ખાસ અનુભવ હતો નઇ એટ્લે તે બોલવા ઊભો થયોજ નઇ. એટલામાં તો કારણે તેજસનો હાથ પકડી ઊચો કરી દીધો અને જોરથી બોલ્યો, “ સર, તેજસ સૌથી વધારે શબ્દો બોલી શકશે.” હવે તો તેજસને ઊભા થઈ બોલેજ છૂટકો હતો. તેજસે મનમાં તો કરણ વિષે ઘણુ બધુ કહી નાખ્યું પણ હકીકતમાં બધા વચે કઈ કહી શક્યો નઇ. તેજસ પોતાની જગ્યાએથી ઊભા થઈ સ્ટેજ તરફ ચાલવા લાગ્યો. લોકો તેની ઉપર હસતાં હતા, “આ શું બોલી શકશે?.” તેજસને સ્ટેજ ઉપર આવતો જોઈ દિવ્યાને નવાઈ લાગી મનમાં વિચારવા લાગી, “આતો જબ્બર છે. ખબર નઇ કેમ સ્ટેજ ઉપર આવી ગયો.”
“કિપીટ અપ બેટા” પ્રિન્સિપાલ બોલ્યા એટ્લે તેજસ થોડી ઉતાવડે સ્ટેજ ઉપર ગયો. ત્યાં પહોચ્યોને એક માણસ તેને માઇક આપી ગયો. બધા તેજસની સામે જોવે છે, માઇક મોઢા જોડે રાખીને તે બોલે છે,” ૐ ૐ ૐ કારમ કલ્યગ કરતાં, વિસ્વાતી પાપમ.........” હજી તો અડધો સ્લોક પૂરો નહતો થયોને પ્રિન્સિપાલ તેને રોકે છે, “બસ બેટા બસ, તું વિજેતા છે” તેજસ પોતાની ટ્રોફી લઈ જગ્યાએ જાય છે.
દિવ્યા હવે તેજસ વિષે વિચારવા મજબૂર હતી અને કેમ ન હોય. આખી કોલેજ વચ્ચે તેને અનોખી જો છાપ છોડી હતી. દિવ્યા સાથે પોતાના ઘરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતાં જોતાં તેના મોબાઇલમાં આવેલી તેજસની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરે છે. ફરીથી તેજસની પ્રોફાઇલ ચેક કરે છે. થોડી વાર રહીને તે તેજસને મેસેજ કરે છે, hii… how r u ?” મેસેજ સેન્ડ થઈ ગયા પછી છે તે સિરિયલ જોવા મંડી જાય છે. દિવ્યાની આંખો ભલે ટીવી ઉપર હતી પણ તે તો કઈક બીજાજ વિચારોમાં ખોવાયેલી હતી. એ વિચાર તેજસ સિવાય બીજા કોના હોય. આજે જે પણ ઘટના ગટી તે બધામાં તેજસનું પર્ફોમન્સ સૌથી સારું હતું. તે તેના મનમાં વિચારી રહી હતી કે, “મે તેને ફ્રેન્ડ બનાવ્યો ત્યાં સુધી તો કોઈ વાંધો નહતો. મે તેને મેસેજ ખોટો કર્યો છોકરીઓ કોઈ દિવસ સામેથી મેસેજ થોડો મૂકે. હું પણ કેવી બુઢ્ઢું છુ.” પોતાની જાતથી નિરસા અનુભવે છે.
તેજસ ફોનમાં યૂ ટુબમાં કોઈ વિડીયો જોતો હતો ત્યાં તો ફસબૂકમા નોટિફિકેસન આવે છે તેજસ બનેલો કરણ ખુશ થઈ જાય છે તે બેઠો થઈ જાય છે અને બીજું કઈ વિચાર્યા વગર તેને મેસેજ કરવાનું નક્કી કરે છે. કરણ મેસેંજર ખોલી દિવ્યા પટેલ ઉપર ક્લિક કરી મેસેજ કરવા જાય છે ત્યાં તોજ મેસેન્જરની નોટિફિકેસન આવે છે, “Divya Patel Say: hii… how r u ?” એ જોઈ તેજસ બનેલો કરણ વધારે ખુશ થઈ ગયો, તેને તરતજ જવાબ આપ્યો, “hii.....i’m fine. & u ?”
“I’m also fine.” દિવ્યાએ તરતજ જવાબ આપ્યો.
“How’s toady?”
“Amazing. Its unbelievable.”
“??”
“Taro sanskrut slok.”
“Ohh… taro pn kai o66o nahto.”
“yaa.” દિવ્યાને તેજસ સાથે વાત કરવામાં સારી લાગ્યું. પછી તો મેસેજ ઉપર મેસેજ થવા લાગ્યા.
દિવ્યા તેજસમાં વધુ ને વધુ સમાતી ગઈ. આબાજુ તેજસ બનેલો કરણ પણ દિવ્યામાં સમાતો ગયો. આમ ફસબૂક માથી બંને કોલ ઉપર વાતો કરતાં થઈ ગયા. દિવ્યા અવાર નવાર તેના ફોટો મેસેંજરમાં મૂકતી રહેતી. પણ તેજસ બનેલો કરણ ક્યારેય પોતાના ફોટો ન મોકલતો, દિવ્યા ગણી વાર તેને દબાણ કરતી, ત્યારે કરણ તેજસના એક બે ફોટો મોકલી આપતો. દિવ્યા તેની વાતોમાં મળવા બોલાવતી, કારણ તેને કોઈને કોઈ કામનું બહાનું કાઢી ટાળી દેતો. આમ તો કરણે મળવા ઇચ્છા તો ગણી થતી પણ તે કરી શું શકે ? તેને તેના નિર્ણય ઉપર ક્યારેક ક્યારેક ગુસ્સો આવતો, કે આ મે શું કરી નાખ્યું છે. હવે તે પાછો હટી શકે તેમ નહતો. કરણ નવરો બેઠો હોય ત્યારે વિચાર કરતો કે, “મારે દિવ્યાને હકીકત કહી દેવી જોઈએ. પણ કહી દઈસ તો શું થસે વધુમાં વધુ તે મને છોડી દેશે. બે થપ્પડ મારશે. થોડો વખત રહીને હું તેને સમજાવી લઇસ એ માની જશે. હા થોડો સમય જરૂર લાગશે. એ અમે હમેશા માટે મૂકીને જતી રેસે તો?” બસ, આ તો કરણને સતાવતુ હતુ. એટલે એ કઈ કહી શકતો નહતો. “ જો તેજસને ખબર પડશે તો, એ મારી ચટણી બનાવી નાખશે. તેજસનું પાછું નક્કી થઈ ગયું છે, માટે મારા ચાન્સ તો રહેશે.” આવા કેટલાય વિચારો તેજસ બનેલો કરણ કર્યા કરતો. વાતોમાને વાતોમાં આઠેક મહિના કેમ નીકળી ગયા તે ખબર જ ન પળી.
એક દિવસ બાધા મિત્રો રૂમમાં બેઠા હતા. તેજસ ઓચિક્તાનો બોલ્યો” મિત્રો, તમારા માટે ખુશ ખબરી છે.”
કરણ હમેસાની જેમ મસ્તી કરતાં બોલ્યો,” કેમ તું બાપ બનવાનો છે ?”
તેજસ પણ હમેસાની જેમ તેની મસ્તીને વાહિયાત સમજી બોલ્યો,”ના રે ના, આવતી છઠ્ઠી તારીખે મારો ચાંદલો છે.”
“ ઓહહો .. શું વાત છે બહુ ઉતાવડમાં છે તું , કૉંગો મેન” કરણે પોતાના ફિલ્મી અંદાજમાં કહ્યું.
“કોંગ્રેચૂલેસન યાર” બીજા મિત્રો એ ખુશી વ્યાક કરતાં કહ્યું.
બધા પછી સામાન્ય રીતે દિનચર્યાની વાતો કરવા લાગ્યા. વાતો ચાલતી હતીને દિવ્યાનો કોલ આવ્યો. કરણે હજી સુધી તેના મિત્રોને એવી કોઈ ખબર પાડવા ન હતી દીધી કે તે દિવ્યા સાથે તેજસ બનીને વાત કરે છે. કરણ દિવ્યા જોડે વાત કરવા બહાર આવી ગયો.
“હેલ્લો, કેમ આવડી વાર લાગી ફોન ઉઠાવતા?” દિવ્યાએ ફોન ઉઠાવતાની જ સાથે કહ્યું.
“બધા જોડે હતા એટલે થોડી વાર લાગી ગઈ.”
“હમ.”
“તું શું કરતી હતી. જમી લીધું ?”
“હા. તે ?”
“મે પણ જમીલીધુ હો.”
“એક વાત કહેવી હતી તને.”
“ઓહો શું વાત છે. મારે પણ એક વાત કેવી છે.”
“મસ્તી નઇ હો હું સિરિયાસ છુ.”
“હું પણ સિરિયસ્જ છૂ. મારે એક ફ્રેન્ડનો ચાંદલો નક્કી થઈ ગયો છે, આવતી છઠ્ઠી તારીખે છે.”
“અરે શું વાત છે? એવીજ વાત હું તને કેવાની હતી.”
“શું? કહે મને.”
“આજે મારા મમ્મી ઉપર તેમના કોઈ રિલેટિવનો કોલ આવ્યો હતો. કહેતા હતા કે તેમની દીકરી વિધિનો ચાંદલો, આવતા મહિનાની છઠ્ઠી તારીખે રાખ્યો છે તો અમારે લોકોએ ત્યાં જવાનું છે.”
તેજસ બનેલો કરણ આ વાત સભાળીને મુજાવા લાગ્યો. તેને શક ગયો કેમકે તેજસને જ્યાં નક્કી થયું છે તે છોકરીનું નામ પણ વિધિ હતું. કરણનું હૈયું વધારે ઝડપથી ધબકવા લાગ્યું. કરણને ખાતરી કરવી હતી કે દિવ્યા જે વિધિનું નામ લે છે તેનો સબંધ તેજસ સાથેજ થવાનો છે. માટે તેજસ બનેલો કરણ દિવ્યાને પૂછે છે કે “ જે છોકરા જોડે સબંધ થવાનો છે તેનું નામ શું છે ?”
“જે નામ તારૂ છે એ.”
આવો જવાબ સાંભળી કરણ કઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં ન હતો. કરણ ને હવે કઈ શુ જતું નહતું શું કરવું.
“મને એક કામ યાદ આવ્યું છે. હું તને પછી કોલ કરું ...હો .. પ્લીઝ”
“અરે .. પણ શું કામ છે ? એતો કે ...” દિવ્યાના આ કુતૂહલને કરણ ક્યાં જાણી શકવાનો હતો એને તો કોલ કાપી નાખ્યો. કરણ બહુજ ગંભીર મુજવણમાં આવી ગયો. તેના મગજમાં અઢળક વિચારો વીજળીની જેમ કડકતા હતા. ક્યારેક પામવાના વિચારો તો, ક્યારેક ખોવાના તો, ક્યારેક હતાસાના તો, ક્યારેક પોતાની ભૂલ તો, ક્યારેક દિવ્યાનુ દિલ તૂટી જશે.
કરણ પાછો રૂમમાં આવે છે. તે પોતાના દુ:ખને છુપાવવાના ગણા પ્રયત્ન કરે છે, પણ કરણનાચહેરા ઉપર સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા હતા કે તે કોઈ સમસ્યામાં ઉલજાયેલો છે. આ જોઈ તેજસ બોલે છે “ કેમ કરણ શું થયું? આમ અચાનક ? દિવ્યા સાથે ઝગડો, તો નથી થયો ને? તેના ઘરે ખબર પડી ગઈ કે શું?”
“અરે. કઈ નઇ થયું. ખાલી એમજ.” પોતાના હાવભાવને દબલવાની કોસીશ કારતા કહ્યું.
“હવે, તું રહેવાદે કહી દે બધૂ. અમે કઈ ગાંડા નથી કે સમજણ ના પડે. અમારાથી હેલ્પ થાય તો અમે કરશું.” તેજસે કરણને સમજાવતા કહ્યું. કરણને બધુ કહેવું હતું પણ તે કહે કઈ રીતે? જો કહે તો તેજસ જ એને ખખડવી નાખે.
“કઈ નથી, યાર.” કરણે હજી પણ નકારતા જવાબ આપ્યો.
આજે તેજસ પણ છોડે એમ ન હતો. તે પૂછીને જ રહેવાનો હતો. તેજસે છેલ્લા શબ્દો વાપર્યા,” તને દિવ્યાની કસમ છે. તું સાચું કહી દે શું થયું છે?”
તેજસની કસમ સાભાળીને કરણ વધારે મુજવાનમાં મુકાયો. તેને ખોટા રસ્તે પ્રેમ કર્યો હતો, પણ તેનો પ્રેમ તો સાચો હતો. હવે કારણને કહેતા જ છૂટકો હતો. કરણે એક પછી એક આખી હકીકત બોલવા લાગ્યો. તેના મિત્રો આ સાભાળી ચકિત રહી ગયા, એમાં સૌથી વધારે તેજસ. આખાય રૂમનો માહોલ ગરમ હતો. ઠંડુ પાણી કોઈ તેજસ ઉપર નાખે, તો પણ તેમાથી વરાળ નીકળે એવી ગરમી તેજસમાં દેખાઈ. તેજસને કરણ ઉપર જબ્બર જસ્ત જુસ્સો આવ્યો. તે બોલી જ પડ્યો “કરણ તે તારી લાઈફ તો બરબાદ કરી છે એની સાથે બીજા ત્રણની લાઈફ બરબાદ થઈ શકે છે. મારી વિધિની અને તારે પેલી દિવ્યાની, કેવો માણસ છે તું યાર, ભાઈબંધ થઈ ને દૂસ્મન વાળા કામ કરે છે. અને એ પાછું લાગણી સાથે રમવાનું ..? તને ખબર છે તારા લીધે પેલી દિવ્યા, જિંદગીમાં બીજી વાર કોઈ ઉપર ઈશ્વાસ નઇ કરે શકે. ખરેખર મે આવું કોઈ દિવસ વિચાર્યું નહતું.”
કરણ રડી પડ્યો. રડવા સિવાય એ બીજું કઈ કરી શકે તેમ નહતો. તેને તેના કરેલાનો પસ્તાવો હતો. થોડી વાર કરણ એમનેમ રડ્યો, જાણે આશુ ઓ ગાલને સ્પર્સ કરી વિખૂટા પાડવાનું મન બનાવ્યું હોય તેમ, વહેતા હતા. તેજસ આ દ્રશ્ય વધારે જોવાઈ ન શક્યું. તેજસે વિચાર્યું કે, “હવે હું ગુસ્સો કરું તો, શું ફાયદો? જે થઈ ગયું તે થઈ ગયું એને હું બદલી તો નઇ શકવાનો. પણ અને હુફ જરૂર આપી શકું છુ.” અને બોલ્યો, “કઈ વાંધો નઇ કરણ. આપણે તેનો રસ્તો કાઠી આપશુ. તું ચિંતાના કર. હવે હકીકતને બદલી નઇ શકાય, પણ તેને સુધારી જરૂર શકાશે.” આટલું તેજસ બોલતાજની સાથેજ કરણ તેને ગળે વળગી જાય છે, જાણે જનમો જનમના લોહીનો સબંધના હોય.
“જો ભાઈ, હવે તું કામ કર કાલે દિવ્યાને કોલ કર, મળવા બોલાવ તેને આપણે અંધારમાં ના રાખી શકાય.” તેજસે ગળે મળીને છૂટા પડતાં કહ્યું.
“પણ હું એને શું કહું. ક્યાં બોલવું. મળશે તો શું કહું ? હું એને કઈ કહી શકીશ નઇ.” કરણે થોડા સ્વસ્થ થતા અવાજે કહ્યું.
“ અરે યાર, થઈ પડશે બધુ. શું કામ આટલું ટેન્શન લે છે? હું છુ ને યાર,” આશ્વશન આપતા તેજસે જણાવ્યુ.
“પણ, હું કયા મોઢે કોલ કરું દિવ્યા ને ?” કરણ ઉદાસ મુખે શબ્દો બબળાવ્યા. .
“તને કીધું ને, તું ફોન કર અને બોલાવ.બધુ થઈ પડશે .” તેજસ વિશ્વાસના મૂળને મજબૂત કરતાં કરણને સમજાવી રહ્યો હતો.તેજસનું આવડું દબાણ જોઈ કરણ દિવ્યાને કોલ કરે છે, રિંગ જાય છે.
“હેલ્લો, દિવ્યા.” કરણે ગરગળ્યા અવાજે દિવ્યાને કહ્યું.
“હા. બોલ”
“તું કાલે મળવા આવીશ ?”
“તે બોલાવી છે તો, આવુજ પડશે ને.”
“હું...હું .. તને મેસેજ કરું છુ એડ્રેસ . હોને ?”
“હા.”
“સારું બાય”
“બાય. “
આખી વાત જાણે અજનબી જેમ થઈ. તેજસ બની વાત કરતાં કરણના હોઠ હજી પણ ફફળતા હતા.તેને એવું લાગ્યું કે, “દિવ્યાને પણ આ વાત ની ખબર પડી ગઈ છે. એટલે એણે મારી જોડે સરખી વાત ના કરી.” કરણ ના મનમાં ગયેલો શક સાચો કે ખોટો તે તો દિવ્યા જ જાણે. તેજસ અને કરણને આખી રાત ઊંગ ન આવી.
આ બાજુ દિવ્યાને શક ગયો કે, ”આજે તેજસ આવું કેમ કરે છે નક્કી કઈ પ્રોબલેમ થયો લાગે છે.” દિવ્યા પ્રોબલેમના જડમૂળમાં જવાનો પ્રયત્ન કરે છે, તે મગજ ઉપર થોડો ભાર મૂકીને તેની તેજસ સાથે થેલી વાતો ઉપર નજર નાખે તો તેને એકજ વાત ખચકે છે કે “ આ છઠ્ઠી તારીકમાં કઈ લોચો છે. જે વિધિના ચાંદલામાં જવાનું છે તેના ફિયાન્સ નું નામ પણ તેજસ જ છે. એટલે મારો તેજસ તો નઇ ને ?” દિવ્યા આટલું વિચારતા તો આખી હચમચી ગઈ. તેને પોતાની વાત ઉપર વિશ્વાસ નહતો. તેને શું કરવું તે સમજાતું નહતું. હજી પણ તે તેજસના વિચારોમાજ હતી. “તેજસ આવું તો ક્યારેય કરેજ નઇ અને જો ક્યાકથી વાત આવી હોય તો એ મને જણાવે તો ખરો ને.” ત્યાતો અચાનક તેના મમ્મી નો આવવાજ આવ્યો,” દિવ્યા, બેટા દિવ્યા, તું આવવાની છે ચાંદલામાં?”
“હા મમ્મી.” દિવ્યા જવાબ આપવાના મૂડમાં જરા પણ નહતી, તો પણ તેને જવાબ આપ્યો. તેને અચાન ક્જ મમ્મી ને પૂછી નાખ્યું” મમ્મી, જેના ચાંદલામાં જવાનું છે તેના ફોટા તો તમારા મોબાઈલમાં આવ્યા હશે ને?”
“હા. આવ્યા છે ને.”
“તો મને મોકલી આપો ને.”
“હા મોકલું. જલદી સૂઈ જજે“ મમ્મી આ વાક્યનો દિવ્યાએ કોઈ જવાબ આપ્યો નઇ. હવે, તેને સંતુસ્ઠી થશે કે ‘તે મારો તેજસ નથી.’એટલા માતો તેજસનો મેસેજ આવે છે. એમાં સમય અને સ્થળ લખેલું હોય છે. તે જોયા પછી દિવ્યા ફોટાની રાહ જોતી હતી.
થોડી વાર રહીને તેના મમ્મી એ વોટ્સઅપ ઉપર ફોટા મોકલ્યા. ફોટા જોવાની જ સાથે દિવ્યાની આંખો, એ ફોટાને જોતીજ રહી ગઈ. “આ શું આ ફોતું તો તેજસ નું છે.” દિવ્યા આટલુજ બોલી શકી. તેનું મન ભરાઈ ગયું તેની આંખો માથી અશ્રુની ધારા ઝરણાની જેમ વહેતી હતી. દિવ્યા એ કેટલાય સપના જોયા હતા. તેજસ સાથે બધા ચકનાચૂર થઈ ગયા. તેનુ દિલ પલભરમાં તૂટી ગયુ. તે બેડ ઉપર આડી પડી ગઈ. કેટલીયે શંકાઓએ તેને ઘેરી લીધી હતી. દિવ્યા આખી રાત પથારી ઉપર આમથી તેમ ને તેમથી આમ થઈ. ‘ક્યારે સાવર પડેને, ક્યારે હું તેને મળવા જવું ને, ક્યારેય તેને બે લાફા ઠોકી દઉં. પણ તેને મારુ દિલ તોડ્યું એનું શું ?’ એવું વિચારી પાછી તે શાંત થઈ જતી.
દરરોજની જેમ એક સામાન્ય સાવાર ઉગવા માંડી હતી. તેજસ અને કરણ માટે એ ક્યાં સામાન્ય હતી?. કરણની આંખો લાલ હતી. સૌથી વધારે નિરાશ કરણ જ હતો. તેજસ અને કરણ બંને સ્વસ્થ થઈ, નક્કી કરેલા સ્થળ માટે બાઇક લઈ રવાના થઈ ગયા. સાવરે નવ વાગે મળવાનો મેસેગ હતો એને અનુલક્ષીને તેજસ અને કરણ પોળાનવ વાગે બગીચે પહોચી ગયા. બંને એક બેંચીસ ગોતી બેસી ગયા. બેઠા પછી કરણની ગભરામણ વધતી ગઈ. આખી રાત આવેલા અળવીતરા મગજના તર્કથી થાકી ગયો હતો. તેને તેજસને પ્રસ્ન કર્યો.” દિવ્યા આવશે તો ખરી ને ?”
“.જો કરણ મને ખબર છે આવા સંજોગોમાં ગણા પ્રસ્નો ઉદભવે, પણ શાન્તી રાખવી પડે. જો મારો કોઈ હાથ નઇ તો પણ હું ભોગવું છુ ને. મારૂ નામ ખરાબ થઈ શકે છે ને ? હું પણ અહી મારુ સ્વમાન બચાવવા આવ્યો
છુ. કાલે કઈ પ્રોબલેમ થાય તો, હું વિધિને શું જવાબ આપી શકું?” તેજસ પરિસ્થિતિને અનુકૂળ વાક્યો ગોઠવતો જતો હતો. એટલામાં કારણને દિવ્યા આવતી દેખાઈ.
“જો, તેજસ દિવ્યા આવે છે હવે હું શું કરું ?
“આ પ્રસ્ન મારે તને પુછવો જોઈએ.”
“શું શું બોલ્યો તું?”
“જવાદે હું શું બોલ્યો. હવે મને રિલેક્સ થવા દે.” તેજસ ઊભા થતાં અંગોને રિલેક્સ કર્યા. દિવ્યા સામે જોઈ ઝડપથી નજીક આવા લાગી. એ જોઈ કરણ પણ ઊભો થઈ ગયો. દિવ્યાએ આવીને તેજસને એક થપ્પડ લગાવી દે છે. તેજસ વિચારમાં પડી જાય છે ‘મને કેમ મારી મે ક્યાં કોઈ ગુનો કર્યો છે.’ તેજસ કરણ બાજુ જોવે છે. અને પછી ગાલ ઉપર હાથ રાખતા બોલે છે “ દિવ્યા, તે મને કેમ માર્યું, મે તો કઈ કર્યુ જ નથી.” આ બોલ્યા પછી લાગણીઓનું મહાયુદ્ધ આરંભ થઈ ગયું.
“ તેજસ તે શું નથી કર્યું એમ કે, મે તને કેવો માન્યો હતો, પણ તે મારી અપેક્ષાઓ, મારી લાગણીઓ સાથે ખિલાવાડ કર્યો છે. જો તને મારી સાથે સબંધ કરવો જ ન હતો, તો પછી મારી સાથે તે ખીલવાડ કેમ કર્યો? મે તો ઘરે વાત પણ કરી હતી કે મને કોઈ ગમે છે. હું આમ કઈ થોડું રમકડું છુ કે ગમે તે આવે, મારી લાગણીઓ સાથે ચેનચાડા કરીને બીજી કોઈ હારે જતું રે. તારા એ સંસ્કૃતના સ્લોક ઉપર હું ફીદા હતી. ક્યાં ગઈ તારી એ સંસ્કૃતિ. કે પછી તું વેચી આવ્યો. તે આપેલા વચનનું શું ? આપણે ક્યારેય અલગ નઇ થઈ મારશું ત્યાં સુધી સાથે રહેશું ? ક્યા ગયું એ બધુ ? ખાલી દેખાવ જ છે ને, આપણે ક્યાં કઈ નિભાલું છે, ખાલી બોલીને છુટ્ટા. તે મારુ દિલ દૂભવ્યું તો તારું કઈ રીતે સુખી રેશે. ને ભગવાન પણ માફ નઇ કરે. તું તો સાવ.....” દિવ્યા એક જ શ્ર્વાસે બોલી પડી તેના અવાજમાં ભાર હતો લાગણીઓ તૂટેલો આવાજ બાજુમાં ઊભો ઊભો કરણ સાભાળી રહ્યો હતો. પણ તેજસ દિવ્યાને રોકતા બોલે છે ” એ..... એક મિનિટ દિવ્યા, તું મારી વાત સાભાળી લે. પછી તારી જે કેવું હોય તે કે.”
“ના તું મારી વાત પેલા સાભાળ.” દિવ્યા આક્રોશમાં તેજસ સામુ જોતાં બોલી.આ સમયે કરણને મનમાં અનેક પ્રસ્નો ઉમળતા હતા એ બધા બંધ થઈને એક નવા પ્રસ્નનો જન્મ થયો કે દિવ્યાને ખબર કઈ રીતે પડી? કરણ થી રહેવાયું નઇ તેનાથી બોલાઈ ગયું “ અમે તો કોઈએ કીધું નથી તો, તને ખબર કઈ રીતે પડી?
“ એટલે આને પણ ખબર છે બધી એમ ?“ દિવ્યાએ કરણ સામું નજર કરી ઉતાવડે બોલી.
“ મુસીબતનું જળ જ આ કરણ છે. આ કરાણે તો તને મારા નામથી રીકવેસ્ટ મૂકી હતી. ત્યારથી આ બધી સમસ્યા સરું થઈ. મને તો કાલે જ ખબર પડી કે આ બધુ કારનામું કરણ નું છે. મારીને વિધિની વાત તો ક્યારની છે તમારા પેલાની, તો હું શું કામ આવું પગલું ભરું. ખબર નઇ આ કરણને મગજમાં શું શુજયું તે મારી આઈ.ડી. બનાવી આવું નાટક રચ્યું. તું કઈક બોલ હવે મૂંગાની જેમ ઊભા નથી રેવાનું આપણે.” છેલું વાક્ય તેજસ કરણના ખાંભા ઉપર હાથ મૂકતા જણાવ્યુ.
“ હું શું બોલું. મારી હિમ્મત નથી ચાલતી.” કરણ નીચા આવાજમાં બહુજ સાચવીને બોલ્યો.
“ તારેજ તો બોલવાનું છે આ બધા કાંડ કઈ મે નથી કર્યા, તે કર્યા છે, તો તનેજ ખબર હોય ને. હવે બોલ જલદી” તેજસના આદેશ અને કટાક્ષ ભર્યા શબ્દો દિવ્યાને મુજવી રહ્યા હતા અને કરણને બોલવા માટે મજબૂર કરી રહ્યા હતા.
“ મારીજ ભૂલ છે આમાં. તેજસનો કોઈ વાંક નથી. એને તો કઈ ખબર જ નથી. ખબર નઇ તે સમયે મને શું સુજયું કે મારે તેજસની આઈ. ડી. બનાવી તને રીકવેસ્ટ મોકલી. બધોજ વાંક મારો છે. મને ખબર છે દિવ્યા મે તારું દિલ તોડ્યું છે પણ હું શું કરું? હું હકીકતથી બિતો હતો. ક્યાક તને ખોઈ ના દઉં. એના ડરથી હું તને ક્યારેય કહી ના શક્યો. આ તેજસનો ચાંદલો નક્કી થયો એટેલે બધુ બહાર આવ્યું. મારી પાસે ઘણા શબ્દો નથી. હું વધારે કઈ કહેવા માંગતો નથી. હું ખરેખર તો સજાને પાત્ર છું તો પણ હું દિવ્યા થઈ શકે તો મને માફ કરી દેજે? કરણના કરૂણ ભર્યા શબ્દો દિવ્યાને ના સમજાવી શક્યા.
“ માફ એટલે શું હે . હું તને જાણતી પણ નથી હું કઈ રીતે તને માફ કરું. તને ખબર છે તે કેટલું મોટું કોભાંડ કર્યું છે, તે મારી લાગણી સાથે ખીલવાડ કર્યો છે. આતો સારું થયું કે મારા મમ્મીના મોબાઇલમાં તેજસની હકીકત હતી. નઇ તો તું મને અંધારમા જ રાખત ને. તેને આવું કામ કરતાં શરમ કેમ ના આવી? ખરેખર તું તો પ્રાણીઓથી પણ નીચ છે.”કરણની હકીકત સ્વીકારતા, તેજસની જગ્યાએ કરણ ઉપર અપાર ગુસ્સો હતો કે લાગણીઓનો ઉબાળકો એતો ખુદ દિવ્યાને પણ ખબર નહતી, બસ આટલું બોલી દિવ્યાએ ત્યાથી પાછા પગ વાળ્યા, તે જગ્યા છોડીને ચાલવા લાગી.
કરણે બહુ કોઈસ કરી રોકવાની પણ દિવ્યા ક્યાં રોકાવાની હતી. એક બાજુ દિવ્યાના આશું બગીચાના ઘાસ ઉપર અલગ અલગ જગ્યાએ પડી રહ્યા હતા ને બીજી બાજુ દિવ્યાને રોકવાના પ્રયાસ પછી બેંચીસ ઉપર નિચા મોઢે બેઠેલા કરણના આશુ બેંચીસ ઉપર ધીમા વરસાદની જેમ ટપક ટપક થઈ રહ્યા હતા. તેજસ કરણને સભાળવાની પૂરે પૂરી કોસીશ કરી રહ્યો હતો, પણ કોઈ ફાયદો નહતો કેમકે તૂટેલા દિલ નું દર્દ તો તૂટેલું દિલજ જાણી શકે.
કરણે કરેલી એક ખોટી આઈ.ડી.થી કેટલાય આવા દિલ તૂટતાં હશે. દિવ્યા જેવી કેટલીય છોકરીઓ બીજી વાર કોઇની ઉપર વિશ્વાસ નઇ કરી શકે.તેજસ જેવા કેટલાય લોકો કારણ વગર ફસાયા હશે.
આપ સૌને મારી નમ્ર વિનંતી છે આવી ખોટી આઈ.ડી. કે ખોટા નમ્બરેથી વાત કરી કોઇની લાગણી સાથે ચેન-ચાળા ન કરો.
- દિપક માવાણી