Love in Space - 8 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ ઇન સ્પેસ - 8

Featured Books
Categories
Share

લવ ઇન સ્પેસ - 8

લવ ઇન સ્પેસ

પ્રકરણ -૮

અગાઉ પ્રકરણ ૭ માં તમે વાંચ્યું.....

બ્રુનો એવલીનનો પતિ હતો. જોકે એ વાત જોયને નથી ખબર. એવલીન જોય અને બ્રુનોની મુલાકાત કરાવે છે.? હવે આગળ વાંચો.....

▪▪▪▪▪

“નોવા ....! કોઈક તો રસ્તો હશેને આ મુસીબતમાથી નિકળવાનો...!?” જોય ધ્રૂજતાં સ્વરમાં નોવાને પૂછી રહ્યો હતો. જોય, એવલીન અને બ્રુનો ત્રણેય મદદ માટે દોડતાં નોવા પાસે આવ્યા હતા. જોયે નોવાને કેપ્સ્ય્યુલમાંથી યાત્રીઓની ડિસ્ચાર્જ થવાની સમસ્યાં અંગે જણાવ્યુ હતું. ત્રણેય હવે નોવાની સામે આશાભરી નજરે જોઈ રહ્યાં હતાં. વીતી રહેલી દરેક સેકંડ જોય માટે અત્યંત ત્રાસદાયી નીવડી રહી હતી. તે ડરી રહ્યો હતો. ક્યાંક કેપ્સ્યુલમાથી ડિસ્ચાર્જ થવાંમાં આગલો વારો તેની પત્ની છાયા કે દીકરી રિધિમાનો ના આવી જાય.

નોવા ચૂપચાપ બધાની સામે તાકી રહ્યો હતો.

“હું તમારી આમાં શું મદદ કરી શકું જોય...!?” નોવા બોલ્યો.

“નોવા....!” જોય ભીનાં સ્વરમાં બોલ્યો “તારી પાસે કોઈ રસ્તો છે....!? આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ..!? કેપ્સ્યુલોનો પાવર સપ્લાય વારેઘડીએ કટ થઈ રહ્યો છે....!જો આવુંજ ચાલુ રહ્યું તો....!”

“બધાજ યાત્રીઓ વારાફરતી ડિસ્ચાર્જ થવાં લાગશે..!” નોવા વચ્ચે બોલ્યો.

“હા...!” જોય પરાણે બોલી શક્યો. એવલીન અને બ્રુનો તેની આજુબાજુ ઊભાં હતાં.

“નોવા ....!” હવે એવલીન બોલી “જલ્દી જોઈ સોલ્યુશન આપ....!”

“સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડશે કે વારેઘડીએ પાવર સપ્લાય કટ કેમ થઈ રહ્યો છે....!” નોવા બોલ્યો.

“હા તો ચાલ....!” બ્રુનો વચ્ચે બોલ્યો “કોના આમંત્રણની રાહ જુએ છે...!?”

“એ અહીથી ક્યાંય જઈ નઇ શકે...!” એવલીન બોલી.

“કેમ...!?” બ્રુનો બોલ્યો “એને પૈડાં છે તો ખરાં...!?”

“એ બધી ચર્ચા પછી કરશું....!” જોય ઉતાવળે વચ્ચે બોલ્યો “અત્યારે એટલું યાદ રાખ કે આપણને નોવાની સખત જરૂર છે અને આપણે નોવાને અહીથી ક્યાંય ના લઈ જઈ શકીએ.....!”

બ્રુનો હજી કઇંક બોલવા જતો હતો ત્યાંજ એવલીને ઈશારો કરી એને ચૂપ રહેવાં જણાવ્યું.

“નોવા...!” જોય નોવા બાજુ ફર્યો “શું તું સ્પેસશીપના મેઇન કમ્પ્યુટરનો ડેટા એક્સેસ કરી શકે છે...!?” જોયે એવલીન સામે જોયું “સ્પેસશીપના મેઇન કમ્પ્યુટરનાં ડેટાનું અનાલિસિસ કરવાથી સ્પેસશીપમાં જે પણ પ્રોબ્લેમ્સ ઊભાં થયા હશે એની errorની જાણકારી મળી જશે...!”

“હું એજ કરી રહ્યો છું...!” નોવા બોલ્યો. તે શૂન્યમનસ્ક તાકી રહ્યો હતો. પણ તેનાં માથામાં મગજના સ્થાને ફિટ કરેલું શક્તિશાળી AI કમ્પ્યુટર એ વખતે સ્પેસશીપના મેઇન કમ્પ્યુટરનાં ડેટાનું અનાલિસિસ ઝડપથી કરી રહ્યું હતું.

“આટલી બધી વાર ...!?” બ્રુનો તોછડા સ્વરમાં બોલ્યો. એવલીને તેની સામે કતરાઈને જોયું.

“સ્પેસશીપ દર સેકંડે લાખો કિલોમીટરની ઝડપે પ્રવાસ ખેડી રહ્યું છે....!” જોય તેને સમજાવવા લાગ્યો “અને દરેક સેકંડનો ડેટા તેનાં કમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે....! આટલો બધો ડેટા એક્સેસ કરવામાં થોડો સમય તો લાગશેજ....”

“ઓહ માય..!” લગભગ સાતેક મિનિટ જેટલો સમય સ્પેસશીપના મેઇન કમ્પ્યુટરનો ડેટા ચકાસ્યાં પછી નોવા બોલ્યો.

“શું થયું ...!?” જોય ફરી ઉતાવળે બોલ્યો “જલ્દી બોલ...!”

“ક્રાયોજેનિક ચેમ્બરની કેપ્સ્યુલોને પાવર સપ્લાય પહોંચાડતાં પરમાણું રીએક્ટરનું કમ્પ્યુટર “Error Stage”માં જતું રહ્યું છે....!” નોવા બોલ્યો.

“એનાથી શું થાય....!?” બ્રુનો બોલ્યો.

“કેપ્સ્યુલોને મળતો પાવર સપ્લાય બંધ થઈ ગયો છે...!” નોવા બોલ્યો.

“Wait…!” હવે મુંઝયેલી એવલીન બોલી “પણ કેપ્સ્યુલોને તો હજી પણ પાવર મળી રહ્યો છે...! ફક્ત Power Failureની ઘટનાઓ ઘટી રહી છે....!”

“એવું નથી...!” નોવા બધાને સમજાવવા લાગયો “હાલ જે પાવર સપ્લાય કેપ્સ્યુલોને મળી રહ્યો છે તે સ્પેસશીપના મેઇન કમ્પ્યુટર દ્વારા અપાઈ રહ્યો છે....!”

બધાં મૂંઝાઇને એકબીજા સામે જોવા લાગ્યાં. નોવા ફરી બધાંને સમજાવવા લાગ્યો “આ એક by default system છે....! જો ક્રાયોજેનિક ચેમ્બરની કેપ્સ્યુલોને પાવર સપ્લાય પહોંચાડતું કોમ્પુટર કોઈ કારણસર ફેઇલ થાય તો સ્પેસશીપનું મેઇન કોમ્પ્યુટર કેપ્સ્યુલોને પાવર સપ્લાય પહોંચાડે છે....! પણ આમાં એક સમસ્યા થાય છે....!”

“શું ...!?” જોય અને એવલીન સાથેજ બોલ્યાં. બ્રુનો સાંભળી રહ્યો.

“સ્પેસશીપનું કોમ્પુટર લગભગ મોટાભાગના યંત્રોનું પાવર સપ્લાય હબ છે....!” નોવા બોલવા લાગ્યો “આથી અન્ય યંત્રોને પણ પાવર સપ્લાય પહોંચાડવું તેનું કામ છે...! આથી જરૂર પડે મેઇન કોમ્પ્યુટર એક યંત્રનો પાવર સપ્લાય થોડીવાર માટે રોકી બીજાં યંત્રને પાવર સપ્લાય પહોચાડે છે.....!”

“તો જે યંત્રનો પાવર સપ્લાય રોકી દેવાય એને પાવર ક્યાંથી મળે..!?” જોઈએ પૂછ્યું.

“મોટાભાગના યંત્રોમાં “Backup Power Supply”ની સિસ્ટમ હોય છે.....!” નોવા સમજાવવા લાગ્યો “આ સિસ્ટમ જે-તે યંત્રના અલાયદા સુપર કમ્પ્યુટર જોડે જોડાયેલી હોય છે....! જ્યારે મેઇન કોમ્પ્યુટર દ્વારા પાવર કટ થાય છે ત્યારે તે યંત્રનું Backup Power Supply સિસ્ટમનું કોમ્પ્યુટર જે-તે યંત્રન પાવર સપ્લાય પૂરો પાડે છે....!”

“પણ અંહીતો ક્રાયોજેનિક ચેમ્બરની કેસ્પ્યુલો સાથે જોડાયેલુ કોમ્પ્યુટર “Error Stage”માં છે...!” જોયને હવે સમજાઈ રહ્યું હતું કે નોવા શું કહી રહ્યો છે “આથી જ્યારે સ્પેસશીપનુ મેઇન કોમ્પ્યુટર જ્યારે પાવર કટ આપે છે ત્યારે કેપ્સ્યુલોની Backup Power Supply સિસ્ટમ ચાલુ નથી થતી...! અને કેપ્સ્યુલોને પાવર નથી મળતો...!”

“Exactly….!” નોવાએ કહ્યું.

“પણ દરેક કેપ્સ્યુલનું જે અલાયદું કોમ્પ્યુટર છે એ પાવર સપ્લાય કેમ નથી આપતું...!?” એવલીન બોલી “એ તો સ્પેસશીપના કોમ્પ્યુટર સાથે જોડાયેલુ નથી ને...!?”

“ના...!” નોવા બોલ્યો “કેપ્સ્યુલનું જે અલાયદું કોમ્પ્યુટર હોય છે તેનું કામ પાવર સપ્લાય આપવાનું નથી...પણ કોઈપણ કારણોસર જો મેઇન સિસ્ટમ ઠપ થઈ જાય તો કેપ્સ્યુલના યાત્રીને સહીસલામત ડિસ્ચાર્જ કરી દેવાનું છે...! જેનાં માટે તે કોમ્પ્યુટર Backup Power Supply સિસ્ટમમાં બચેલાં પાવરનો ઉપયોગ કરે છે...!”

“All right…! Fine…!” બ્રુનો હવે બોલ્યો “આ બધી ચર્ચા બંધ કરો....! અને એ વિચારો કે આ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવાની છે...!?”

“જ્યાં સુધી પ્રોબ્લેમ સમજીશુ નઇ...!” એવલીન બ્રુનો તરફ જોઈને તીખાં સ્વરમાં બોલી “ત્યાં સુધી તેને સોલ્વ કેવી રીતે કરીશું...!?”

બ્રુનો એવલીનને કઇંક બોલવા જતો હતો ત્યાંજ જોય નોવા તરફ જોઈને બોલ્યો “નોવા આ પ્રોબ્લેમનું શું સોલ્યુશન છે…. જલ્દી બોલ....!”

“જોય...!” નોવા હવે જોય તરફ જોઈ રહ્યો. ત્રણેયને નવાઈ લાગી. કેમકે નોવાએ જોયનું નામ અતિશય ઠંડા અવાજમાં લીધું તેમજ તેનાં એક રોબોટ હોવા છતાંપણ નોવાના ચેહરા ઉપર ભયના ભાવો હતાં જે જોઈને હવે ત્રણેય “કઇંક ભયંકર વાત છે” એમ વિચારી થથરી ગયાં. જોયને હવે તેની પત્ની અને દીકરીના ચેહરા દેખાવા લાગ્યાં.

“એનાં કરતાં પણ વધુ મોટી સમસ્યા છે...!” નોવા ફરી એજ રીતે ઠંડા અને કંપનભર્યા સ્વરમાં બોલ્યો.

“નોવા ...!?” જોયની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં“ please….!”

“સ્પેસશીપ Hope ગ્રહ તરફ જવાના તેનાં પૂર્વ નિર્ધારિત રસ્તાથી ભટકી ગયું છે....!” નોવા બોલ્યો “અને હાલ એક વિશાળ Asteroid Belt (લઘુગ્રહોના પટ્ટા) તરફ જઈ રહ્યું છે....!”

▪▪▪▪▪▪

“Proxima Midnight ગ્રહના ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય ક્ષેત્રના પ્રભાવના કારણે સ્પેસશીપમાં જે ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ એમાંની આ પણ એક સમસ્યા છે....!કે સ્પેસશીપ તેનાં પૂર્વ નિર્ધારિત રસ્તાથી ભટકી ગયું ...!” નોવા બેચેનીપૂર્વક તેની સામે આંટા મારી રહેલાં જોયની સામે જોઈને બોલ્યો. એવલીન અને બ્રુનો તો હતપ્રભ બની ચૂક્યાં હતાં. એવલીન હવે જીવવાની તમામ આશાઓ ખોઈ બેઠી હતી.

“પણ સ્પેસશીપનું AI ક્વાંટમ કોમ્પુટર તો બધી સમસ્યાઓ જાતે સુલઝાવી લે છે....!” જોય અટક્યો અને નોવા તરફ ફર્યો “તો પછી તેણે સ્પેસશીપનો બદલાયેલો માર્ગ પાછો કેમ ના સુધર્યો...!?”

“જોય...!” નોવા શાંતિથી બોલ્યો “મે હજી ફક્ત ક્રાયોજેનિક કેપ્સ્યુલોને લાગતો ડેટા તપસ્યો છે...! મારે તારા પ્રશ્નનો જવાબ શોધવાં બાકીનો ડેટા પણ તપાસવો પડશે....!”

“નોવા...!” બ્રુનો બોલ્યો “તું ખાલી આ બંને પ્રોબ્લેમના સોલ્યુશનની વાત કરને...!”

“Oh સોલ્યુશન બહુ સહેલું છે...!” નોવાએ સ્મિત સાથે કહ્યું. ત્રણેય જણાંને નવાઈ લાગી. અને ત્રણેય પ્રશ્નાર્થ ભાવે નોવા તરફ જોઈ રહ્યાં. પોતાની તરફ એ રીતે જોઈ રહેલાં ત્રણેયને નોવાએ જવાબ આપ્યો “જુઓ...! સ્પેસશીપ ઉપર જેટલાં પણ AI કોમ્પ્યુટર્સ લાગેલાં છે એ તમામ કોમ્પ્યુટરની એક ખાસિયત છે...!”

“શું...!” ત્રણેય લગભગ સાથેજ બોલ્યાં.

“જો તમે કોઈપણ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો તો તે કોમ્પ્યુટરની “Auto Diagnose Process” એની મેળે ચાલુ થઈ જાય છે....અને જો કોઈપણ error કોમ્પ્યુટર શટડાઉન થયાં પહેલાં કોમ્પુટરની મેમરીમાં store થયેલી હોય તો તે કોમ્પ્યુટર એની મેળે એને સુધારી લે છે...”

“તો...!” જોય બોલ્યો “જો આપણે સ્પેસશીપના મેઇન કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તો...!”

“તો...! સ્પેસશીપની તમામ સમસ્યાઓ તેનું મેઇન કોમ્પ્યુટર આપમેળે સુધારી લેશે...!” નોવા વચ્ચે બોલ્યો “પાવર સપ્લાયની સમસ્યા પણ અને માર્ગ ભટક્યાની સમસ્યા પણ...!”

“તું શ્યોર છે..!?” એવલીન સંદેહ જતાવતા બોલી.

“એકસો ને દસ ટકા...!” નોવાએ પૂરા કોન્ફિડેંસ સાથે કહ્યું.

“લે...!” બ્રુનો શેખી મારતાં બોલ્યો “આ તો હુય કરી લઇશ....ચાલો...!” બ્રુનો જાણે આગળ જવા લાગ્યો “બતાવો ક્યાં છે કોમ્પુટર...!? હું શટ ડાઉન કરીને ફરી ચાલુ કરી દઉં...!”

“આશા છે તમને સ્પેસવોક આવડતું હશે....!” શેખી મારી રહેલાં બ્રુનોને નોવાએ શાંતિથી કહ્યું.

“સ્પેસવોક...!?” જોય અને એવલીન સાથે આશ્ચર્યથી બોલ્યાં.

“પણ કોમ્પ્યુટર શટ ડાઉન કરીને ફરી ચાલુ કરવાં માટે સ્પેસવોક આવડવાની શું જરૂર છે....!?” બ્રુનો થોડું ચિડાઈને બોલ્યો. એવલીને ફરી તેની સામે કતરાઈને જોયું.

“સ્પેસશીપનું મેઇન કોમ્પ્યુટર સ્પેસશીપના મેઇન કંટ્રોલરૂમમાં છે....!” નોવા ફરીવાર બ્રુનોને શાંતિથી કહેવા લાગ્યો “અને કંટ્રોલરૂમ એક મજબૂત ટાઈટેનિયમના દરવાજાની પાછળ બંધ છે....!”

“અને એ દરવાજો ફક્ત સ્પેસશીપના કેપ્ટન અથવા કોઈ સ્ટાફ મેમ્બર જ ખોલી શકે છે...!” જોયે નોવાની અધૂરી વાત પૂરી કરી.

“હા....!” નોવા બોલ્યો.

“તો ચાલો આપણે કોઈ સ્ટાફ મેમ્બરની જગાડીએ....!” બ્રુનો ફરી ઉત્સાહી થઈને બોલ્યો “આખરે એક સ્ટાફ મેમ્બરની જાન કરતાં સાત હજારથી વધુ જિંદગીઓ મહત્વની છે....! રાઇટ..!?”

નોવા, એવલીન અને જોય ત્રણેય સૂચક નજરે બ્રુનો સામે ચૂપચાપ જોઈ રહ્યાં.

“what….!?” બ્રુનોએ તેની સામે જોઈ રહેલાં ત્રણેયને વારાફરતી જોઈને કહ્યું “હવે એવું ના કહેતાં કે સ્પેસશીપનો સ્ટાફ પણ ટાયટેનિયમનાં દરવાજા પાછળ બંધ છે...!?”

ત્રણેય ફરીવાર ચૂપ રહીને બ્રુનોનાં પ્રશ્નનો જવાબ જાણે “હા”માં આપી રહ્યાં.

“oh…. F**k…!” બ્રુનો ચિડાઈને બાર કાઉન્ટર પાસે મુકેલાં ખાલી સ્ટૂલ ઉપર બેઠો “લાવ ભાઈ નોવા ...! હવે જો મારવાનું જ છે તો દારૂ પીતાં-પીતાં મરીએ બીજું શું....!”

“નોવા....!” જોયે નોવા સામે જોયું “કોઈક તો રસ્તો હશે ને...!? કંટ્રોલરૂમમાં અંદર જવાનો...!?”

“હાં… મે કીધું ને...!” નોવા માથું હલાવતાં બોલ્યો “જો તમને સ્પેસવોક આવડતું હોય તો એક રસ્તો છે...!”

“કયો....!?” એવલીન થોડી ભયભીત થઈને બોલી.

“વેંટીલેશન શાફ્ટ.....!” નોવા શાંતિથી બોલ્યો અને એવલીન, જોય અને બ્રુનો હતપ્રભ થઈ ગયા.

“my god ...નોવા..!” જોય હજી પણ હતપ્રભ બનીને નોવાની સામે જોઈ રહ્યો હતો “તું માણસ કરતાં પણ વધુ આગળ વિચારે છે....!”

“જોય...!” નોવાએ ફરી શાંત સ્વરમાં કહ્યું “મારુ કામ ફક્ત વ્હીસ્કી પીવડાવવાનું નથી...!”

બધાં હળવું હસ્યાં. નોવા આગળ બોલ્યો “જો સ્પેસશીપ અને તેનાં યાત્રીઓને બચાવવાં હોય તો ....! અત્યારે વેંટીલેશન શાફ્ટ એકમાત્ર રસ્તો છે કંટ્રોલરૂમમાં દાખલ થવાનો....!”

“ok..!” જોય બોલ્યો “મને કેહ કેવી રીતે...!?”

“સ્પેસશીપના કંટ્રોલરૂમની વેંટીલેશન શાફ્ટનું મોઢું કંટ્રોલરૂમની છત ઉપર ખૂલે છે...!” નોવા બોલવા લાગ્યો “તમે શાફ્ટનું મોઢું ખૂલવાની સાથે અંદર પ્રવેશી શકશો...!”

“શું વેંટીલેશન શાફ્ટ એટલી મોટી છે કે હું એમાંથી ઘૂસીને પસાર થઈ શકું...!?” જોયે વધુ માહિતી માટે પૂછ્યું.

“જોય...!” નોવા સમજાવવા લાગ્યો “આ સ્પેસશીપ ત્રણ કિલોમીટર લાંબુ છે...! અને તેનાં બધાંજ મશીનો જેટલી ગરમી પેદાં કરે છે એ ગરમીને સ્પેસશીપમાંથી બહાર ફેંકવાં માટે મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછી ૭ ફૂટ બાય ૭ ફૂટની વેંટીલેશન શાફ્ટ જરૂરી છે....!”

જોય વિચારવા લાગ્યો.

“તમે આરામથી તેમાંથી પસાર થઈ શકશો...!” નોવા બોલ્યો.

“પણ શાફ્ટનાં મોઢા સુધી કેવીરીતે પહોચવાનું...!?” મનમાં ડરી રહેલી એવલીન બોલી.

“વેલ...!” નોવા હવે એવલીન સામે જોઈને બોલ્યો “તમારે સ્પેસવોક કરવું પડશે...!”

“પણ એના માટે તો સ્પેસશુટ જોઈશેને...!?” ટેબલ ઉપર બેઠેલો બ્રુનો બોલ્યો.

“દરેક સ્પેસશીપમાં મુસાફરોનાં મનોરંજન માટે “સ્પેસજંપ”ની રમતની વ્યવસ્થા કરવામાં આવતી હતી...!” નોવા બોલ્યો “તમે તો જાણતાજ હશોને...!?”

“ હા...!” જોય બોલ્યો “Hope ગ્રહ પહોંચવાનાં ચાર મહિના પહેલાં જ્યારે યાત્રીઓ જાગશે ત્યારે તેમનાં મનોરંજન માટે જે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એમાંની આ પણ એક રમત જેવુ છે...! જેમ કોઈ પહાડી ઉપરથી દોરડી ભરાવીને બંજી જમ્પિંગ કરાય છે એમજ સ્પેસશુટ પહેરીને સ્પેસશીપમાંથી સ્પેસમાં જમ્પ કરવાનો...!”

“બિલકુલ ....!” નોવા બોલ્યો “તમે સ્પેસજમ્પ માટેનો સ્પેસશુટ પહેરીને વેંટીલેશન શાફ્ટ સુધી સ્પેસવોક કરી શકો છો...!”

“OK…!” જોય બોલ્યો “મને કહે કે સ્પેસજમ્પ માટેના સ્પેસશુટ ક્યાં હશે...!?”

“તમે થર્ડ ફ્લોર ઉપર જતાં રહો...!” નોવા બોલવા લાગ્યો “અને લિફ્ટમાંથી નીકળીને જમણીબાજુ વળી જજો...!” નોવા જોયને કહી રહ્યો હતો અને જોય પોતાની જાતને પોતાનાં જીવનના સૌથી મુશ્કેલ કાર્ય માટે તૈયાર કરી રહ્યો હતો.

“કોરિડોરમાં લગભગ 800 મીટર સીધાં ચાલ્યાં બાદ તમને સામે કોમ્પુનિટી હોલનું બોર્ડ દેખાશે....!” નોવા આગળ બોલ્યો “ત્યાંથી ફરી જમણે અને કોરિડોરમાં જે નેક્સ્ટ વળાંક આવે ત્યાંથી ડાબે....! સીધાં ચાલજો....! gym, spa, વગેરે વટાવતા લગભગ 1200 મીટર ચાલ્યાં બાદ તમને સૌથી છેલ્લે “સ્પેસજમ્પ” લખેલું મોટું બોર્ડ દેખાશે...!”

“Wait…!” એવલીન વચ્ચે બોલી “800 મીટર પ્લસ 1200 મીટર...!” એવલીન મનમાં ગણતરી કરી રહી “આ તો લગભગ સ્પેસશીપના સૌથી પાછળનો ભાગ છે...!”

“નહીં....!” નોવા બોલ્યો “ત્યાર પછી પણ સ્પેસશીપ ઘણું લાંબુ છે...! લગભગ બીજું 900 મીટર જેટલું...! આમ કુલ મળીને 3 કિલોમીટરથી સહેજ વધુ લંબાઈ છે સ્પેસશીપની...!”

“મતલબ સ્પેસજમ્પ રૂમ સ્પેસશીપના પાછળના ભાગે છે ...!” એવલીન ફરી બોલી “લગભગ બે કિલોમીટર...!”

“હા..” નોવાએ ડોકી હલાવી.

“અને સ્પેસશીપનો કંટ્રોલરૂમ...!?” બ્રુનો બોલ્યો.

“એ સ્પેસશીપના સૌથી આગળના ભાગે...!” નોવાએ એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

ત્રણેય જણાં ચોંકીને એકબીજાંનાં મોઢાં તાકવાં લાગ્યાં.

“આ રીતે તો બહાર ખુલ્લાં સ્પેસમાં લગભગ બે કિલોમીટરનું સ્પેસવોક કરવું પડે...!” એવલીન આઘાતથી વિચારતાં-વિચારતાં બોલી “નહીં...નહીં...નહીં..!” એવલીન જોયને વળગી પડી “નહીં...જોય હું તને ક્યાંય નહીં જવા દઉં...!” બ્રુનો અને નોવા બંને એવલીન અને જોયને જોઈ રહ્યાં.

“એવલીન...!” જોયે માંડ એવલીનને અળગી કરી “પ્લીઝ...! છાયા...! રિધિમા...!” જોયે એવલીનના ગાલ ઉપર હળવેથી હાથ મૂક્યો “આ મારી ફરજ છે.....!”

“આપણી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી...!” બ્રુનો સ્ટૂલ ઉપરથી ઊભો ધીરેથી બોલ્યો.

“તો તું જા ને...!” એવલીન ચિડાઈને બ્રુનોને બોલી.

“હું શું કરવા જાવ...!?” બ્રુનોએ ખભાં ઉલાળ્યા.

“I am sorry તમારી લોકોની વચ્ચે બોલવા માટે...!” નોવા ધીરે બોલ્યો. બધાં તેની સામે જોવા લાગ્યા.

“પણ બ્રુનો...!” નોવાએ બ્રુનો તરફ જોયું “જોયની જોડે કોઈ એક વ્યક્તિએ સાથે જવુજ પડશે....!”

“હે...!?” બ્રુનો બબડ્યો “પણ કેમ...!?”

“કેમકે વેંટીલેશન શાફ્ટનો દરવાજો દર આઠ સેકન્ડ પછી ઓટોમેટિક ખૂલે છે અને ત્રણ સેકંડ ખુલ્લો રહી ફરી બંધ થઈ જાય છે....!” નોવા બોલવા લાગ્યો “અને ત્રણ સેકંડમાં જોય દરવાજાની અંદર દાખલ થઈ ના શકે....! બહારથી કે અંદરથી કોઇકે દરવાજાનું હેન્ડલ પકડી રાખવું પડશે....જેથી બીજી વ્યક્તિ અંદર દાખલ થઈ શકે...! જો દરવાજો અધવચ્ચે બંધ થઈ જશે તો જોય ફસાઈ જશે.....! ત્યારબાદ તેને બહાર કાઢવો અઘરો થઈ પડશે....!”

“કેમ...!?” બ્રુનો ફરી બેફિકરાઈથી બોલ્યો “એમાં શું...વળી! દરવાજો ફરી ખૂલે ત્યારે નીકળી જવાનું..!”

“ના..એવું નહીં થાય...!” નોવા બોલ્યો “વેંટીલેશન શાફ્ટના બધાંજ દરવાજાં સેન્સરવાળાં હોય છે...! જો દરવાજાની વચ્ચે કઇંક આવી જાય તો વેંટીલેશન મેનેજ કરતું કોમ્પ્યુટર error મોડમાં જતું રહેશે...! અને એ error સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરવાજો નહીં ખૂલે...!”

“તમે લોકોએ સ્પેસશીપ બનાવ્યું છે કે માયાજાળ...!” બ્રુનો ચીડાયો.

“જેટલી વધુ હાઇ ટેક્નોલૉજી ....!” નોવા બોલ્યો “એટલી વધુ ચોક્કસાઈ...”

“તો હું જોયની જોડે જઈશ...!” એવલીન જોયનો હાથ મજબૂતીથી પકડાતાં તેની સામે જોઈને બોલી.

“ના..!” જોય તરતજ તેની સામે જોઈને બોલ્યો “એવલીન...! કોઈ સંજોગોમાં નહીં...!”

“પણ કેમ...!?” એવલીન રડમસ ચેહરે જોય સામે જોઈ રહી.

“જો મને કઇંક થઈ જાય તો છાયા અને રિધિમાને તું બધુ કે’જે...!” જોય ગળગળો થઈ ગયો “અંહી કોઈક તો જોઈશેને જે મારા વિષે તેમને કહે....!”

“તો હું અને નોવા કહી દઇશું...!” બ્રુનો બોલ્યો “તમે બંને લવરીયા જાઓને...!”

“હું... અને તું...!” જોય હવે કડક સ્વરમાં બોલ્યો “આપણે બે જ જઈશું બ્રુનો and that’s final…! મારે હવે ટાઈમ વેસ્ટ નથી કરવો...સમજ્યો...!”

“એમ પણ હવે માત્ર 4 કલ્લાકનો સમયજ બચ્યો છે...!” નોવા ધીરેથી બોલ્યો.

“What…!?” જોય ફાટી આંખે નોવા સામે જોઈને બોલ્યો.

“હા...!” નોવા બોલ્યો “લગભગ 4 કલ્લાક પછી સ્પેસશીપ Asteroid beltમાં પ્રવેશી જશે....! અને કોઈને કોઈ લઘુગ્રહ જોડે અથડાઇ જશે....!તો તમારી પાસે હવે વેડફવા માટે સમયજ નથી”

“All Right….!” જોય બોલ્યો “બ્રુનો ..! હવે માથાકૂટ કર્યા વગર ચાલ મારી સાથે...!”

“પણ આપણે કોઈ પ્રોફેશનલ એસ્ટ્રોનોટ થોડી છીએ....!” બ્રુનોએ દલીલ કરી “બે કિલોમીટરનું સ્પેસવોક ...એ કઇં ખાવાના ખેલ છે....!?”

“બ્રુનો....! કીધુંને માથાકૂટ કરવાનો ટાઈમ નથી....!” જોય ફરી કડક સ્વરમાં બોલ્યો.

“પણ...!” બ્રુનો કઇંક બોલવા જતો હતો ત્યાંજ જોયે તેની નજીક આવીને તેનો કોલર પકડી ને કહ્યું “સાંભળ...!” જોય બોલ્યો “ચાર કલ્લાક પછી એમ પણ મારવાનું જ છે તો એક બહાદુરની મૌત મરને...!”

બ્રુનોએ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો “સારું...! ચાલ..!”

પહેલાં જોય પછી એવલીન અને ત્યારબાદ બ્રુનો ઉતાવળા પગલે બારમાંથી બહાર નીકળવા લાગ્યાં.

“જોય...!” નોવાએ બારની બહાર જઈ રહેલાં જોયને સંભળાય તે માટે થોડાં ઊંચા સ્વરમાં કહ્યું. બારના દરવાજે પહોંચેલાં જોય પછી એવલીન અને બ્રુનો નોવા તરફ પાછાં ફર્યા.

“બીજાં માળે Communication Room છે...!” નોવા બોલ્યો “ત્યાં તમને એકબીજાં જોડે વાત કરી શકાય એ માટે wireless communication device મળશે...!” ત્રણેય નોવાની વાત તેમની જગાએ ઊભા રહીને સાંભળી રહ્યાં.

“રૂમનો દરવાજો અમારાંથી ખૂલી શકશે..!?” જોયે પૂછ્યું.

“ના...!” નોવા બોલ્યો “દરવાજાની બાજુમાં પાસવર્ડ નાંખવાનું એક ડાયલ પેડ હશે...! તેમાં 365 code દબાવશો એટ્લે દરવાજો ખૂલી જશે...”

“ok…! નોવા” જોય બોલ્યો.

“કોઈ એક જણ ત્યાં જઈને પહેલાં ચાર device લાઈલો અને ત્રણ તમે અને એક મને આપી દો...!” નોવાએ કીધું.

“તું શું કરીશ...એનું...!?” બ્રુનો ફરી ઉડાઉ સ્વરમાં બોલ્યો.

“હું ભલે મારી જગ્યાએથી ક્યાંય જઈ નથી શકતો...!” નોવા શાંત સ્વરમાં બોલ્યો “પણ હું wireless communication device વડે તમારી સાથે વાતચીત કરી શકીશ અને જરૂર પડે તમને device દ્વારા ગાઈડ કરી શકીશ...! હું શક્ય એટલી મદદ અહીં રહીને કરવાં પ્રયત્ન કરીશ...!”

“thank you…નોવા..!” જોય ભીનાં સ્વરમાં બોલ્યો “કદાચ માણસોની સૌથી વધુ મદદ કરવામાં તે આજે ઇતિહાસ રચી નાંખ્યો...!”

પોતાનાં વખાણના પ્રતીભાવમાં નોવાએ માત્ર સાધારણ સ્મિત કર્યું. ત્રણેય ત્યાંથી ઉતાવળા પગલે ચાલવા લાગ્યા.

“એવલીન...!” કોરિડોરમાં બીજાં માળે જવાની લિફ્ટ તરફ ઉતાવળા પગલે ચાલી રહેલાં જોયે તેની જોડે ચાલી રહેલી એવલીનને કહ્યું “હું અને બ્રુનો સ્પેસજમ્પ રૂમમાં જઈને સ્પેસશુટ પહેરીને તૈયાર થઈએ છે...!” એવલીન જોયની સાથે થવાં ઉતાવળા પગલે ચાલી રહી અને તેની વાત સાંભળી રહી “તું બીજાં માળે Communication Roomમાં જઈ ચાર wireless communication device લઈલે...!” જોયે હવે ઝડપ વધારી. એવલીન અને બ્રુનો પણ હવે તેની સાથે થવાં લગભગ દોડવા લાગ્યાં “એક નોવાને આપી બાકીના device લઈને તું સ્પેસજમ્પ રૂમમાં આવ...! ok…!”

“હા...!” એવલીન બોલી.

“અમે તારી wait કરીએ છે....!” જોયે લિફ્ટ પાસે પહોંચીને લિફ્ટનું બટન દબાવ્યું.

“હું ફટાફટ સીડીઓ ચઢીને બીજે માળ જાવ છું...જેથી તમારો સમય બચે...!” એવલીન બોલી અને લિફ્ટની બાજુમાં ઉપર જતી સીડીઓ ચઢવાં જવાં લાગી. જોય અને બ્રુનો તેને જતાં જોઈ રહ્યાં. લિફ્ટનો દરવાજો ખૂલતાંજ બંને લિફ્ટમાં દાખલ થયાં અને જોયે ત્રીજા માળનું બટન પ્રેસ કરી દીધું.

▪▪▪▪▪▪

ઉતાવળા પગલે પગથિયાં ચઢતી એવલીન બીજેમાળ પહોંચી અને થાક ખાવાં ઊભી રહી ગઈ. લિફ્ટના દરવાજાની સામે તેણે “Communication Room” લખેલું બોર્ડ વાંચ્યું. થોડી સેકંડ રોકાયા બાદ એવલીન ફરી ઉતાવળા પગલે Communication Roomના દરવાજે પહોંચીને ઊભી રહી ગઈ. તેણે દરવાજાની બાજુમાં રહેલું ડાયલ પેડ જોયું. તેમાં કેલ્ક્યુલેટરની જેમ આંકડાઓ લખેલાં હતાં.

“3...6...5...!” નોવાએ દરવારજો ખોલવા માટે કીધેલો Code એવલીને દબાવ્યો. એકાદ બે સેકંડમાં દરવાજો ખૂલી ગયો. એવલીન ઉતાવળે અંદર દાખલ થઈ.

“ઓહ ગોડ...!” વિશાળ Communication Roomમાં આજુબાજુ મોટા-મોટા લોખંડના અનેક કબાટો જોઈને એવલીન બોલી “આટલાં મોટાં રૂમમાં હું Communication Device ક્યાં શોધીશ...!?”

એવલીન ઉતાવળે લોખંડના કબાટો જોવા લાગી. દરેક કબાટોમાં કાંચના ઢાંકણવાળા અનેક ખાનાં બનેલાં હતાં. જેમાં અનેક જાતના electronic યંત્રો ગોઠવેલા હતાં. દરેક ખાનાંમાં નીચે કાંચની પટ્ટી ઉપર જે-તે યંત્રનું નામ લખેલું હતું.

લગભગ પંદરેક મિનિટ જેટલું શોધ્યાં પછી એવલીને આખરે એક કબાટમાં કાંચની પટ્ટીમાં “Communication Device” લખેલું વાંચ્યું. તેણે ઝડપથી એ કબાટ ખોલ્યું અને તેમાં મૂકેલું બોક્સ ખોલ્યું. દેખાવે નાનકડાં અને પ્લાસ્ટિકમાઠી બનેલાં કાનમાં ભરાવવાનાં વાયરલેસ બ્લૂટૂથ જેવા ઘણાં બધા Communication Device તે બોક્સમાં મુકેલાં હતાં. એવલીને આખે આખું બોક્સ લઈ લીધું અને કબાટનો દરવાજો બંધ કરી ઉતાવળાં પગલે ત્યાંથી બહાર જવાં લાગી. રૂમમાંથી બહાર નીકળી એવલીન સીધી નીચે દાદરા ઉતરી ગઈ.

▪▪▪▪▪▪

જોય અને બ્રુનો લગભગ દોડતાં કહેવાય એટલી ઝડપે સ્પેસજમ્પ રૂમ તરફ જય રહ્યાં હતાં. તેઓ લગભગ ત્યાં સુધી પહોંચવાં આવ્યાં હતાં.

“અરે ભાઈ જોય .....!” પોતાનાંથી થોડાં આગળ ઉતાવળા પગલે દોડી રહેલાં જોયને બ્રુનોએ કહ્યું “તું થાકતો નથી...!?”

“આપણી પાસે સમય ઓછો છે...!” જોય પાછળ જોયા વિના બોલ્યો. બંને હવે સ્પેસજમ્પ રૂમ પાસે પહોંચી ગયાં હતાં. રૂમનાં દરવાજાની નજીક પહોંચતાંજ દરવાજો આપમેળે ખૂલી ગયો. બંને અંદર દાખલ થયાં.

તે લગભગ 60 ફૂટ લાંબો વિશાળ રૂમ હતો. આજુબાજુની દીવાલો ઉપર સફેદ કલરનાં અનેક સ્પેસશુટ લગાડેલાં હતાં. સ્પેસશુટની જોડે પહેરવાં માટે કાંચનું ગોળ માટલાં જેવું હેલ્મેટ પણ લગાડેલું હતું. લાંબા રૂમમાં એક સ્પેસશીપનાં મેઇન હૉલ જેવુજ હોલોગ્રાફીફ કોમ્પુટર પણ મૂકેલું હતું. જોય તરતજ તે કોમ્પ્યુટર પાસે ઉતાવળા પગલે ગયો. બ્રુનો પણ તેની પાછળ-પાછળ ગયો.

“સ્પેસજમ્પ માટે શું કરવાનું...!?” જોયે તે કોમ્પ્યુટરને પ્રશ્ન પૂછ્યો.

“સૌથી પહેલાં રેડ સર્કલમાં ઊભાં રહો...!” કોમ્પ્યુટરના સ્પીકરમાંથી અવાજ આવ્યો.

જોયે આજુબાજુ જોયું. રૂમમાં એક ખૂણામાં રેડ કલરનું એક સર્કલ બનેલું હતું. જોય ત્યાં જઈને ઊભો રહ્યો. બ્રુનો તેને થોડો દૂર ઊભો રહી જોઈ રહ્યો.

“સ્પેસશુટ પહેરવાં માટે આપના વધારાંના કપડાં ઉતારીદો...!” કોમ્પ્યુટરે સૂચના આપી. અને જોયે ફટાફટ તેનું ટીશર્ટ અને જીન્સ ઉતારવા લાગ્યાં.

“હું આંખો બંધ કરી લઉં...!?” બ્રુનોએ ટીખળ કરી. જોય હળવું હસ્યો. તે હવે માત્ર અંડરવિયરમાં હતો.

“હવે સ્પેસશુટ પહેરીલો” કોમ્પ્યુટરના સ્પીકરમાંથી ફરી અવાજ આવ્યો.

એક બાજુની દીવાલમાંથી એક રોબોટિક હાથ ઉપર આખો સ્પેસશુટ લટકીને આવ્યો. જોયે તરતજ સ્પેસશુટને ઉઠાવ્યો અને પગેથી પહેરવાં લાગ્યો. આખો સ્પેસશુટ પહેરાઈ જતાં હવે ફરી એજ રોબોટિક હાથ ઉપર એક કાંચનું માટલાં જેવુ હેલ્મેટ આવ્યું. જે આપોઆપ જોયના માથાં ઉપર પહેરાઈ ગયું. તેમજ આખું હેલ્મેટ શુટનાં ગળાની રિંગ ઉપર કુકરનાં ઢાંકણની જેમ ચપોચપ ફિટ બેસી ગયું.

“તમારા શુટમાં ડાબા છાતી તરફ એક બટન હશે....!” ફરીવાર સ્પીકરમાંથી અવાજ આવ્યો “તેને દબાવતાંજ શુટ તમારા શરીરની સાઇઝ પ્રમાણે આપોઆપ adjust થઈ જશે....!”

જોયે તેની છાતી પાસે રહેલું બટન દબાવ્યું. કોમ્પ્યુટરે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણેજ અત્યાધુનિક ટેક્નોલૉજીથી બનેલો શુટ તેનાં શરીર ઉપર ચપોચપ ચોંટી ગયો.

“હવે આપ સ્પેસજમ્પ માટે તૈયાર છો......!” કોમ્પ્યુટરે કહ્યું.

▪▪▪▪▪▪

“નોવા...!” એવલીન દોડતી-દોડતી બારમાં નોવા પાસે આવી. તેણે નોવા પાસે પહોંચીને બાર ટેબલ ઉપર તે જે બોક્સ Communication Roomમાંથી લાવી હતી તે મૂકીને તેનું ઢાંકણું ખોલ્યું.

“લે જલ્દી...!” એવલીને ઝડપથી એક નાનકડું ઈયરફોન જેવુ device નોવાને આપ્યું. નોવાએ તે લીધું અને તે device ઉપર રહેલું નાનકડું બટન દબાવી દીધું. બટન દબાવતાંજ device ઉપર રહેલી નાની બ્લૂ લાઇટ ચમકી.

“લો...!” નોવા તે device એવલીનને આપતાં બોલ્યો “હવે આ device ચાલુ થઈ ગયું છે...! તમે આ લઈ લો...! હું બીજાં device પણ ચાલુ કરું છું...!”

નોવાએ આપેલું તે device એવલીને તેનાં વાળની લટ ઊંચી કરી તેનાં જમણા કાનમાં ભરાવ્યું. નોવાએ બોક્સમાં રહેલાં બીજાં device ચાલુ કરવાં માંડ્યા.

“કેમ આટલાં બધાં...!?” નોવાએ છ-સાત device ચાલુ કરી દેતાં એવલીન બોલી.

“એકાદ-બે ફેલ થઈ જાય તો બીજાં કામ લાગે...!” નોવા બોલ્યો “તમે પણ જોય અને બ્રુનોને બે-ત્રણ device extra આપી દેજો....!”

એવલીને હકારમાં માથું ધૂણાવ્યું.

“Com check. 1 ...2...3..!” નોવાએ તેનાં કાનમાં ભરવેલા device ચેક કરવાં માંડ્યુ “એવલીન ...! તને મારો અવાજ સંભળાય છે...!?”

“હાં...!” એવલીન બોલી.

“Deviceમાં....હો...!” નોવાએ હળવી ટીખળ કરી.

“હાં....યાર...!” એવલીન હળવું હસી. એવલીન બે-ત્રણ device નોવા પાસે મૂકી દઈને બાકીના device બોક્સમાં ભરીને દોડી.

“ગૂડ બાય નોવા...!” દોડતાં-દોડતાં એવલીન બોલી.

“Best of luck..!” નોવાએ થોડાં ઊંચા સ્વરમાં કહ્યું. એવલીન જવાબ આપ્યાં વિના લિફ્ટ તરફ દોડી ગઈ.

▪▪▪▪▪▪

“ok….!તો....અ...! તું રેડી છે ને....!?” એવલીને ધ્રૂજતાં હાથે જોયના કાનમાં કમ્યુનિકેશન ડિવાઇસ ભરાવતાં કહ્યું. જોય અને બ્રુનો સ્પેસવોક માટે સ્પેસશુટ પહેરીને તૈયાર થઈ ગયાં હતાં. એવલીન કમ્યુનિકેશન ડિવાઇસ લઈને તેમની પાસે આવી પહોંચી હતી.

“તમારાં બંનેના સ્પેસશુટના આગળના પોકેટમાં બે-બે એકસ્ટ્રા ડિવાઇસ મૂકી છે....!” એવલીન જોયનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને ગળગળા સ્વરમાં બોલી. તેણે તેનાં પગનાં પંજાં ઉપર ઊંચા થઈને જોયનાં હોંથ ઉપર પ્રેમથી એક ચુંબન કર્યું.

“જોય....!” એવલીન ભીની આંખે તેની સામે જોઈ રહી.

“its ok એવલીન....!” જોય બોલ્યો “બીજો કોઈ રસ્તો નથી.....!”

“કાશ મને પણ કોઈ kiss કરવાંવાળું હોત....!” બ્રુનો જાણે હતાશ થઈ ગ્યો હોય એમ નાટક કરતાં બોલ્યો.

“lets go બ્રુનો....!” જોયે તેની વાત અવગણી અને સ્પેસવોક માટે બહાર જવાં Air Lock દરવાજા તરફ ચાલવા લાગ્યો. બ્રુનો તેની પાછળ અને સૌથી છેલ્લે એવલીન ચાલવા લાગી.

“નોવા....!” જોયે કમ્યુનિકેશન ડિવાઇસ મારફતે નોવા સાથે વાત કરતાં કહ્યું “તને મારી અવાજ સંભળાય છે...!?”

“હાં.....!” એકાદ-બે સેકંડનાં અંતરાલ પછી નોવાએ જવાબ આપ્યો “એકદમ ક્લીયર....!”

“અને મારો....!?” બ્રુનો બોલ્યો.

“તમારો પણ...!” નોવાએ ટૂંકો જવાબ આપ્યો.

“એવલીન.....તને....!?” જોયે પાછળ જોયા વિના પૂછ્યું.

“હાં....!” એવલીને કહ્યું “બ્રુનો તને....અવાજ સંભાળાય છે...?”

“હાં.....!” બ્રુનોએ કહ્યું.

જોયે આઈઆર Lock દરવાજો ખોલવાનું બટન દબાવ્યું. થોડીવારમાં દરવાજો ખૂલી જતાં જોય અને બ્રુનો બંને એક નાનાં Air lock રૂમમાં દાખલ થયાં. એવલીનને એ રૂમમાં નહોતું પ્રવેશવાનું.

“જોય.....!” એવલીન દરવાજે ઊભી રહીને ફરીથી રડમસ અવાજે બોલી “તારું ધ્યાન રાખજે પ્લીઝ.....!”

જોયે હકારમાં માથું હલાવ્યું અને Air Lock રૂમનો દરવાજો બંધ કરવાં બટન દબાવી દીધું. ધીરે-ધીરે બંધ થઈ રહેલાં દરવાજામાંથી એવલીન જોયને ભીની આંખે જોઈ રહી. દરવાજો આખરે બંધ થઈ ગયો.

હવે જોય અને બ્રુનો બંને એક નાનાં રૂમમાં હતાં. દરવાજાની બાજુની પેનલમાં રહેલું એક બીજું બટન દબાવતાં ધીરે-ધીરે તે રૂમની બધીજ હવાં રૂમની બહાર એક હવાં ખેંચવાના પંપ વડે બહાર ખેંચવાં લાગી. થોડીજ વારમાં આખાં રૂમની હવાં નીકળી જતાં તે રૂમ સંપૂર્ણપણે શૂન્યાવકાશવાળો બન્યો. બંને હવે જાણે હવાંમાં તરતાં હોય એમ રૂમનાં બીજાં દરવાજા તરફ જવાં લાગ્યાં. બીજી તરફનો એ દરવાજો સ્પેસમાં ખૂલતો હતો.

ધીમે-ધીમે ખૂલી રહેલો તે દરવાજો આખરે પૂરો ખૂલી ગયો. આગળ ઉભેલો જોય અને તેની પાછળ આગળનું દ્રશ્ય દેખાય તે રીતે ઉભેલો બ્રુનો સામે દેખાતું અફાટ અંતરિક્ષ જોઈ રહ્યાં. દૂર દેખાતાં અને તારાંઓ અને આકાશગંગાનાં પટ્ટાનું દ્રશ્ય નયનરમ્ય હતું. પણ જોય અને બ્રુનો બંને અંતરિક્ષનાં એ નજારાંને જોઈ અંદરથી ધ્રુજી ઊઠ્યાં. બંનેનું હ્રદય જોરશોરથી ધડકવા લાગ્યું.

▪▪▪▪▪▪

આગળ વાંચો પ્રકરણ 9માં...

એસ્ટોરોઈડ બેલ્ટ તરફ જઈ રહેલાં સ્પેસશીપને અને તેનાં યાત્રીઓને બચાવવામાં જોય અને બ્રુનો કઈ રીતે સફળ થશે....!? નવી જાગેલી “મહેમાન” ક્રિસ્ટીના નાં લીધે જોય અને એવલીનની લવ સ્ટોરીમાં કેવો વળાંક આવશે....?

Follow me on: twitter@jignesh_19

Facebook: https://www.facebook.com/ranvir.thakor.9