Ardhjivit - last part in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - અંતિમ ભાગ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અર્ધજીવિત - અંતિમ ભાગ

અંતિમ ભાગ શરૂ

આ મહેલ એકદમ સફેદ કલરનો હોય છે અંદર પચાસ થી પણ વધારે સિપાહીઓ હોય છે અને કિંગ વેમ્પાયર નો દરબાર બધા મહાન અને ખૂંખાર વેમ્પાયર થી ભરેલો હોય છે.તેની અંદર ફેનીલ અને પૂજા બન્ને લોકો મહેલમાં આવે છે.
"સ્વાગત છે તમારું પૂજા અને ફેનીલ" કિંગ વેમ્પાયર બોલ્યા.

"પૂજા મારી પાસે આવ" કિંગ વેમ્પાયરે કહ્યું.

"જી આવું છું" પૂજાએ કહ્યું.

"આ બધું શું છે પૂજા? તે તો આપણાં નિયમોનો ભંગ કર્યો છે? અને તેની તેં જરૂરથી સજા મળશે." કિંગ વેમ્પાયર બોલ્યા.

"હું ફેનીલ ને પ્રેમ કરું છું એ નિયમનો ભંગ થોડો કહેવાય" પૂજાએ કહ્યું.

"ના નિયમ એ નિયમ છે તને ભાન પણ છે કે એક ઇન્સાની બાળક આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે!" કિંગ વેમ્પાયર ગુસ્સે થઈને બોલ્યા.

"પણ તે બાળક નો શું વાંક છે? તમારે મારવી હોય તો મને મારો" પૂજાએ રડીને જવાબ આપ્યો.

"એ વાંક બાળકનો હોય કે ના હોય પણ બાળક ને મારીશું તો જ તમને બન્નેને હું ઇન્સાની શરીર આપી શકીશ" કિંગ વેમ્પાયર બોલ્યા.

"હું તે નિર્દોષ બાળકને નહીં મારવા દવ" ફેનીલ ગુસ્સેથી બોલ્યો.

"તારી ઉંટલી હિંમત કે મારી સામેં બોલે છે" આટલું કહીને પ્રકાશ થી તે કિંગ વેમ્પાયર ફેનીલ ની એક આંખ પોતાની શક્તિઓથી ફાડી નાખે છે.

"અરે ફેનીલ મેં તને ના પાડી હતી ને તું ના બોલતો" પૂજાએ રડતા રડતા કહ્યું.

"ના પૂજા હું બાળક ને કઈ નહિ થવા દવ" ફેનિલે જવાબ આપ્યો.

"તમારી માટે મારી પાસે એક ઓફર છે" કિંગ વેમ્પાયરે કહ્યું.

"હા બોલો કઈ ઓફર?" ફેનિલે પૂછ્યું.

"નવ હજાર વર્ષ પહેલાં એક લડાઈમાં મેં મારી એક ગોલ્ડન તલવાર ગુમાવી દીધી હતી અને એ ગોલ્ડન તલવાર ઇવીલ વેમ્પાયરની પાસે છે જો એ ગોલ્ડન તલવાર તમે લોકો મને લાવીને આપશો તો હું તમને ઇન્સાની શરીર પણ આપી દઈશ અને તમારા બાળક ને પણ કાંઈ નહિ કરૂ" કિંગ વેમ્પાયરે ફેનીલ અને પૂજા ને કહ્યું.

"કાંઈ નહિ અમે અમારા બાળક માટે આટલું તો કરી જ શકીએ ને" ફેનિલે જવાબ આપ્યો."ઓકે તો અત્યારે જે આ ચમકીલો દરવાજો દેખાય છે તેની અંદર ઇવીલ વેમ્પાયર ની દુનિયામાં જવાનો રસ્તો છે ત્યાં જાવ અને લઈ આવો તલવાર" કિંગ વેમ્પાયરે બન્ને ને કહ્યું.

ફેનીલ અને પૂજા બન્ને લોકો એ દરવાજામાં જતા રહે છે અને એ ચમકીલો દરવાજો કિંગ વેમ્પાયરના દરબરમાંથી ગાયબ થઈ જાય છે.

"લોર્ડ! તમે એ લોકોને પાછું ઇન્સાની શરીર આપવાનું કેમ કીધું? આ તો આપણા નિયમની ખિલાફ છે"બીજા વેમ્પાયરે પૂછ્યું.

"બેશક આપણા નિયમની ખિલાફ છે પણ એ તલવાર લઇને થોડા અહીંયા આવવાના છે એ તલવાર લેવી એટલી જ સહેલી હોત તો નવ હજાર વર્ષમાં હું પોતે જ જઈને એ તલવાર ના લઈ આવેત!" કિંગ વેમ્પાયરે હસતા હસતા જવાબ આપ્યો.

બીજી બાજુ ફેનીલ અને પૂજા ઇવીલ વેમ્પાયરની દુનિયામાં પહોંચી ચુક્યા હોય છે અને ત્યાંની સ્થિતિ એકદમ ખરાબ હોય છે.
"તમે લોકો કોણ છો?" ત્યાંની દુનિયાના વેમ્પાયરે પૂછ્યું.

"અમને કિંગ વેમ્પાયરે મોકલ્યા છે તેમની ગોલ્ડન તલવાર લેવા" ફેનિલે જવાબ આપ્યો.

"અરે તમે પહેલા મારા ઘરે ચાલો અને ત્યાં જઈને વાત કરીએ નહિતર તમારા ઇરાદાની અહીંયાના ઇવીલ લોર્ડ ને ખબર પડશે તો તે તમને મારી નાખશે" ઇવીલ વેમ્પાયરે કહ્યું.

હવે પૂજા અને ફેનીલ બન્ને તે ઇવીલ વેમ્પાયર ના ઘરે જાય છે ત્યાં તેની પત્ની અને તેના બન્ને છોકરાઓ પણ હોય છે.આ જોઈને ફેનીલ અને પૂજા ખૂબ જ ખુશ થાય છે કારણ કે તેઓ ઘણા સમય પછી એક ફેમિલી ને મળ્યા હોય છે પછી ભલે ને એ એક વેમ્પાયર ની જ ફેમિલી હોય.

"આ છે મારી વાઈફ રુહાના અને આ છે મારા છોકરાઓ સેમ અને ડોલી" ઇવીલ વેમ્પાયરે કહ્યું.

"ખૂબ જ સરસ અને આ છે પૂજા મારી ફ્રેન્ડ અને હું છું ફેનીલ" ફેનિલે કહ્યું.

"વાવ તમને બધાને મળીને આનંદ થયો." ઇવીલ વેમ્પાયરે કહ્યું.

"તમે અહીંયા શું કામ આવ્યા છો?" ઇવીલ વેમ્પાયરે પૂછ્યું.

"અમે અહીંયા ગોલ્ડન તલવાર લેવા આવ્યા છીએ અમારા કિંગ વેમ્પાયરની" ફેનિલે ખુશ થઈને જવાબ આપ્યો."તમે તો એવી વાત કરો છો જાણે એક પથ્થર લેવા આવ્યા હોવ તમને ખબર છે કે એ ગોલ્ડન તલવાર હજુ સુધીમાં કોઈ પણ અમારા બ્લેક લોર્ડ પાસેથી નથી લઈ શક્યું તો તમે કેવી રીતે લઈ શકશો" ઇવીલ વેમ્પાયરે પૂછ્યું.

"અરે પ્રેમમાં ખૂબ જ તાકાત છે દોસ્ત એ પણ હું લઈ લઈશ" ફેનિલે હસતા હસતા જવાબ આપ્યો.

"પણ ફેનીલ આમની વાત સાચી છે એ ગોલ્ડન તલવાર હજુ સુધી કોઈ પણ નથી લઈને જી શક્યું!" પૂજાએ કહ્યું.

"અરે પણ કોઈક તો રસ્તો હશે ને તે લઈ જવાનો" ફેનિલે પૂછ્યું.

" ના ફેનીલ આપણે લોકો અત્યારે ઇ.સ 1874 માં છીએ અને આ ઇ.સ માં કોઈ નવા રસ્તાઓ નથી આ ગોલ્ડન તલવાર લેવાના" પૂજાએ કહ્યું."મિન્સ આપણે લોકો 1874 માં છીએ બરાબર જ્યાં બ્લેક લોર્ડ રહે છે?" ફેનિલે પૂછ્યું.

"હા " પૂજાએ જવાબ આપ્યો.

"અને આપણે એક બ્લડ આઇલેંડ નામના આઇલેંડ ઉપર છીએ?" ફેનિલે પૂછ્યું.

"હા ફેનીલ પણ તને બધી કેવી રીતે ખબર" પૂજાએ ફેનીલને પૂછ્યું.

"અને બ્લેક લોર્ડ અડધો વેમ્પાયર અને અડધો માણસ છે?" ફેનિલે પુજાને પૂછ્યું.

"હા ફેનીલ હા પણ તને આ બધી કેવી રીતે ખબર છે" પૂજાએ ચોંકીને પૂછ્યું.

"અને આ બ્લેક લોર્ડ ને આપણે મૂન લાઈટ થી જ ડિસ્ટ્રોય કરી શકીએ છીએ." ફેનિલે કહ્યું.

"અરે શું વાત કરે છે એવું કંઈ મેં નથી સાંભળ્યું" પૂજાએ ફેનીલને કહ્યું.

"અરે પણ મેં વાંચ્યું છે આ બધું?" ફેનિલે જવાબ આપ્યો.

"અરે એ ખોટું પણ હોઈ શકે ને અને તે આ બધું વાંચ્યું ક્યાં હતું" પૂજાએ કહ્યું.

"અરે હું કોલેજ ના દિવસોમાં હોરર નોવેલ ખૂબ જ વાંચતો ત્યારે આ બ્લેક લોર્ડ ની કહાની મેં વાંચેલી અને તેની અંદર તેની કમજોરી લખેલી હતી." ફેનિલે જવાબ આપ્યો.

"અરે ફેનીલ અસલી દુનિયામાં આવ એ તો ખાલી કલ્પનાત્મક કહાની હતી હકીકતમાં તેવું કઈ છે નહીં" પૂજા ગુસ્સે થઈને બોલી.

"જો મને મારા વાંચન ઉપર ભરોસો છે અને જરૂર થી હું એ બ્લેક લોર્ડ ને તલવારથી મારીને એ તલવાર હું કિંગ વેમ્પાયરને આપીશ" ફેનીલે પૂજાને કહ્યું.

"હા તો બોલ ક્યારે નીકળવું છે? ત્યાં જવા?" પૂજાએ પૂછ્યું.

"હા તો ચાલો નીકળીએ અને તમે અમને ઘરમાં આશરો આપ્યો તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર" ફેનિલે કહ્યું.

હવે તે બન્ને લોકો નીકળી જાય છે બ્લેક લોર્ડ ને મારવા માટે પણ બ્લેક લોર્ડ પાસેથી એ તલવાર લેવી એટલી ઇઝી નથી હોતી અને અહીંયા કામ આવે છે ફેનીલ નું સાયન્સ.

"તું મૂન લાઈટ બ્લેક લોર્ડ ના રૂમની બહાર કેવી રીતે લઈ જઈશ?" પૂજાએ ફેનીલને પૂછ્યું.

"હું અરીસાઓનો ઉપયોગ કરીશ મૂન લાઈટ બ્લેક લોર્ડ ના મહેલના ઉપરના ભાગમાં જ પડે છે ત્યાં અરીસા મૂકી મૂકીને એ મૂન લાઈટ હું તેના રૂમ સુધી પહોંચાડીશ." ફેનિલે જવાબ આપ્યો.

અને છેવટે તે આરીસાઓ મુક્યા અને બ્લેક લોર્ડ પર મૂન લાઈટ નો સીધો પ્રકાશ આવવાથી તે ત્યાં જ બળી જાય છે અને પેલી ગોલ્ડન તલવાર ફેનીલને મળી જાય છે.
"કેમ પૂજા આવી ગઈને આ ગોલ્ડન તલવાર હવે ચાલ કિંગ વેમ્પાયર પાસે અને તેમને આ સોંપી દઈએ" ફેનીલ બોલ્યો.

"વાહ આપણે લોકો ફાઇનલી જીતી ગયા ફેનીલ આ આપણી જીત નથી આપણા પ્રેમ ની જીત છે" પૂજા બોલી.

બીજા દિવસે તેઓ કિંગ વેમ્પાયર પાસે જાય છે અને આ ગોલ્ડન તલવાર તેમને આપે છે કિંગ વેમ્પાયર તેમના કામ માટે તમને ખૂબ જ સન્માન આપે છે અને પછી એ તેમને ઇન્સાની શરીર પણ આપે છે અને ફેનીલ અને પૂજા ના બાળક ને કઈ નથી કરતા.હવે તેઓ સીધા જ વેમ્પાયર ની દુનિયામાંથી ટેલીપોર્ટ થઈને રિયલ દુનિયામાં આવી જાય છે જ્યાં તેઓ પહેલા મળ્યા હતા ત્યાં જ તે બાંકડા ઉપર મળે છે.

"તો પૂજા કેવું લાગે છે ઇન્સાન બનીને" ફેનિલે પૂજાને હસતા હસતા પૂછ્યું.

"ખૂબ જ સારું લાગે છે ડીયર મને નવી જિંદગી આપવા માટે તારો આભાર" આટલું કહીને ફેનીલ અને પૂજા એક્દબીજાને ભેટી જાય છે.અને ત્યારબાદ તેઓ પોતાની નવી જિંદગીની શરૂઆત કરે છે.

અંતિમ ભાગ પૂર્ણ

મિત્રો આશા કરું છું કે તમને આ નવલકથા " અર્ધજીવિત " પસંદ આવી હશે જો આ નવલકથા પસંદ આવી હોય તો જરૂરથી તમારા રિવ્યુ આપજો અને હા અને કોઈ પણ સજેશજ હોય તો તે પણ તમે મને મોકલી શકશો ઘણા લોકો ઘણી વાર એમ મેસેજ કરે છે કે આમાં કયું સ્થળ કયા છે અને ક્યાંથી ક્યાં પહોંચે છે ખબર જ નથી પડતી તો મિત્રો નવલકથા ના બધા ભાગ વાંચવાનું રાખો એટલે વાંધો નહિ આવે...

ત્યાં સુધી... મારા ભળા લેખક અને વાંચકમિત્રો ને જય શ્રી કૃષ્ણ..😊