Ardhjivit - 6 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - ભાગ 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અર્ધજીવિત - ભાગ 6

ભાગ 6 શરૂ

"પણ મને એક ડર છે ફેનીલ" પૂજાએ રડતા રડતા જ
કહ્યું.

"તને કોનો ડર છે ડીયર મને કે" ફેનીલે પૂજાને પૂછ્યું.

"હું એક જીવિત માણસને પ્રેમ જ
કરું છું એમ અમારા કિંગ વેમ્પાયર ને જો ખબર પડશે તો એ મને ત્યાં ને ત્યાં જ ભસ્મ કરી નાખશે કારણ કે કોઈ જીવિત વ્યક્તિને પ્રેમ કરવો એ અમારા નિયમોની સખત વિરુદ્ધમાં છે." પૂજા એકદમ ડરીને બોલી.

"અરે તું ચિંતા કરમાં આપણે દૂર જતા રહીશું ખૂબ જ દૂર જ્યાં તું અને હું જ રહેતા હશું" ફેનીલે પૂજાને પ્રોત્સાહન આપતા કહ્યું.

"એ ઇમ્પોસીબલ છે ફેનીલ અમારે દર સો વર્ષે તેમની પાસે જવું પડે છે અને એ અમારા કપાળ ને ટચ કરે ત્યાં જ તેમને ખબર પડી જાય કે અમે સો વર્ષમાં શું શું કર્યું" પૂજાએ જવાબ આપ્યો.

"એવું હશે ને પુજા તો હું તારી સાથે આવીશ અને હું તારા કિંગ વેમ્પાયર ને મનાવિશ કે એ તને મારી સાથે આવવા દે" ફેનીલે કાઈ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો.

"ફેનીલ તને ખબર છે આઈ એમ પ્રેગનેન્ટ" પૂજાએ ફેનીલને કહ્યું.

"અરે વાહ શું વાત છે" ફેનિલ ખુશ થઈને બોલ્યો.

"પણ અમારા કિંગ વેમ્પાયર ને ખબર પડી તો એ આપણને બન્ને ને મારી નાખશે" પૂજાએ ડરીને કહ્યું.

"તું ચિંતા ના કર ચાલ અત્યારે જ તારા એ કિંગ વેમ્પાયર ના વિસ્તારમાં અત્યારે જ ફેંસલો કરી નાખીએ" ફેનીલ ગુસ્સે થઈને બોલ્યો. "હા ફેનીલ આપણા વિસ્તાર માં જ એક જંગલ છે અને ત્યાં એક બસો વર્ષ જૂનું એક ઝાડ છે એ ઝાડમાં દર સો વર્ષે અમારો જવાનો રસ્તો ખુલે છે અને તેના દ્વારા આપણે કિંગ વેમ્પાયર સુધી પહોંચી શકીએ છીએ પણ ત્યાં આવવા માટે તારે પણ વેમ્પાયર બનવું પડશે." પૂજાએ ફેનીલને કહ્યું.

"હું વેમ્પાયર બનવા તૈયાર છું પૂજા" ફેનીલે ખુશીથી કહ્યું.

"અને તરત જ પૂજા ફેનીલને ગરદન ઉપર બટકું ભરી લે છે ને અને હવે ફેનીલ પણ વેમ્પાયર બની જાય છે.

"આઈ ફિલ બેટર" ફેનીલે પૂજાને કહ્યું.

"હા ચાલ હવે આજે રાત્રે ત્રણ વાગ્યે પેલા ઝાડ પાસે જઈને આપણે અમારા શહેરમાં જવાનું છે" પૂજાએ કહ્યું.

"ઓકે હું તૈયાર છું ડીઅર" ફેનીલે જવાબ આપ્યો.

રાતના ત્રણ વાગે છે અને તેઓ પહોંચે છે જંગલ માં પેલા ઝાડ પાસે પણ આ ઝાડ પાસે પહોંચવું સામાન્ય નથી હોતું તેની પહેલા આ લોકોએ પાંચ રાઉન્ડ પર કરવાના હોય છે. અને જે આ પાંચ રાઉન્ડ પર કરી શકે તે હકીકતમાં કિંગ વેમ્પાયર ને મળવા લાયક છે અને ખૂંખાર વેમ્પાયર છે તેવું માનવમાં આવે છે.
"ફેનીલ આપણે પહેલા રાઉન્ડમાં ઇવીલ વેમ્પાયર સાથે લડાઈ કરવાની છે અને જેમાં આપણા બન્ને એ ચાર વેમ્પાયર નો સામનો કરવાનો છે" પૂજાએ ફેનીલને કહ્યું.

"ઓકે હું તૈયાર છું" ફેનિલે જવાબ આપ્યો.

"તો જો આ ચાર ઇવીલ વેમ્પાયર આપણાં તરફ આવે છે આમાંથી બે તું સંભાળ અને બીજા બેને હું સંભાળું છું. ઓકે" કહીને પૂજા તેમની સાથે લડવા લાગે છે.

"અરે મારે આ લોકોને કેવી રીતે મારવા કાઈ નહિ થોડોક દોડું કદાચ એ થકી જાય તો" એમ વિચારીને ફેનીલ પૂજાને એકલી મૂકીને દોડવા લાગે છે અને પેલા ચારેય વેમ્પાયર પૂજા ઉપર હમલો બોલી દે છે એ જોઈજ ફેનીલ ના ગુસ્સાનો પર નથી રહેતો ને ફેનીલ ત્યાં આવીને આ ચારેય પેટમાં હાથ ભરાવીને ત્યાં ને ત્યાં પાડી દે છે.
"તમે લોકો જીતી ગયા અમે જઈએ છીએ" આમ કહીને પેલા ઇવીલ વેમ્પાયર ત્યાંથી જતા હે છે.
"અરે વાહ ફેનીલ આપણે લોકો જીતી ગયા જો" પૂજાએ ખુશ થઈને ફેનીલને કહ્યું.

"અરે પૂજા હજુ તો પહેલો રાઉન્ડ જ જીત્યા છીએ હજુ તો ચાર રાઉન્ડ જીતવાના બાકી છે ને" ફેનિલે પૂજાને કહ્યું.

"બીજા રાઉન્ડમાં આપણી સામે ઇન્સાની ખૂન મુકવામાં આવશે અને જો આપણે એક કલાક સુધી તેને ના પીધું તો આપણે બીજો રાઉન્ડ પણ જીતી જઈશું" પૂજાએ ફેનીલને કહ્યું.

"ઓકે હું તૈયાર છું" એટલું જ બોલતા ત્યાં સામે બે લોહી ભરેલા પ્યાલા મુકવામાં આવે છે.

"અરે મારે આ લોહી પીવું જ પડશે પૂજા" ફેનીલ બોલ્યો.

"કન્ટ્રોલ કર ફેનીલ 1 કલાક ની જ વાત છે ને પછી.તું બન્ને પ્યાલા પી જજે બસ" પૂજાએ જવાબ આપ્યો.

"કેમ તને આ લોહી પીવાનું મન નથી થતું?" ફેનીલે પૂજાને પૂછ્યું.

"ના મન તો થાય છે પણ એનાથી પણ વધારે તું મહત્વનો છે મારી માટે મારી જિંદગી જ તું છો ફેનીલ" પૂજાએ ફેનીલ ને કહ્યું.

"ઓહ માય લવ મારાથી કન્ટ્રોલ નથી થતો હવે આ.." ફેનિલ લોહી જોઈને આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જતો હતો પણ પૂજા તને પકડી રાખે છે.પણ હવે ફેનીલ નું શરીર દિકકુ પડવા લાગ્યું હતું તેના હાથ ને પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે એકદમ લાકડા જેવો સખત થઈ ગયો હતો.

"ફેનીલ ઉઠ ફેનીલ સહન કરી લે હવે દસ મિનિટ ની જ વાર છે" પૂજા રડતા રડતા બોલી.

અને થોડીક વારમાં જ 1 કલાક પુરી થઈ જાય છે અને ફેનીલ અને પૂજા આ રાઉન્ડ જીતી જાય છે.

"વી વિન ફેનીલ આપણે બીજો રાઉન્ડ પણ જીતી ગયા" પૂજા ખુશ થઈને બોલી.

"મને લોહીનો પ્યાલો આપ પહેલા" ફેનિલે પૂજાને કહ્યું.

"લે પી લે હવે" પૂજા બોલી અને બન્ને એક કલાક પછી એ લોહીના પ્યાલા પી લીધા.

ભાગ 6 પૂર્ણ