Ardhjivit - 5 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - ભાગ 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અર્ધજીવિત - ભાગ 5

ભાગ 5 શરૂ

ફેનિલ હજુ પણ આ બધી વાતથી અજાણ જ હોય છે અને તે પોતાના ઘરે આવે છે અને ખૂબ જ થાકેલો હોવાથી સુઈ જાય છે.
બીજી બાજુ પૂજા પણ હવે સાવ એકલી થઈ ગઈ હોય છે એટલે તે રાત્રે ફેનીલના ઘરે જવાનું વિચારે છે.અને બારીમાંથી અંદર આવે છે.

"શું હું અંદર આવી શકું?" પૂજાએ પૂછ્યું.

"હા આવી જા યાર કેમ આટલી રાત્રે અહીંયા" ફેનીલે પૂછ્યું.

"બસ એમનમ કંટાળો આવતો હતો એટલે અહીંયા આવી ગઈ તારી સાથે સમય વિતાવવા" પૂજા બોલી.

"ઓકે હું વન મિનિટ હું ટોઇલેટ જઈને આવું" ફેનીલ એવું કહીને ટોયલેટ કરવા જાય છે.

"અરે વાવ ફેનીલનો ફોન લાવને ચેક કરું શું છે ફોનમાં" પૂજા ફોન હાથમાં પકડીને બોલી.

"ઓહો!" પૂજા એટલું બોલે છે ત્યાં તો ફેનીલ આવી જાય છે.

"ફેનિલ આ બધું શું છે તારા ફોનમાં?" પૂજા ગુસ્સે થઈને બોલી.

"અરે એ તો કઈ નહિ જસ્ટ ફન બસ બીજું કંઈ નહીં" ફેનીલ બોલ્યો.

"અરે તું હોરર વિડિઓ જોવાનો શોખ રાખે છે મને ખબર જ નહોતી" પૂજાએ ફેનિલને કહ્યું.
હા એ તો ફ્રી ટાઈમ મા જોતો હોવ છું કાંઈ નહિ ચાલ હું એપલ લઈને આવું" ફેનીલે આ વાત પર કોઈ ધ્યાન ના આપતા જવાબ આપ્યો.
ફેનીલ એપલ લઈને તેની પાસે આવે છે પણ જ્યારે તે ચપ્પુથી એપલ કાપતો હોય છે તેની આંગળી કપાઈ જાય છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે.

"અરે સામાન્ય ખરોચ છે તું ચિંતા ના કરતી પૂજા" ફેનીલે જવાબ આપ્યો.

આ લોહી જોઈને જ પૂજા આ લોહી ને ભયાનક રીતે ચાટવા લાગે છે.
"ફેનીલ તું અહીંયાંથી જતો રે" પૂજાએ પુરા જોશમાં ફેનીલને કહ્યું.

ફેનીલ ત્યાંથી ભગતો નથી એટલે પૂજા ખુદ જ ત્યાંથી ભાગી જાય છે પણ હવે પૂજા ને એક શિકાર જોઈતો હોય છે એટલે તે રાત્રે જ એક રોડ પર જતી છોકરીની ગરદન પર બેસીને તેને બટકું ભરીને તેનું લોહી ચૂસતી હોય છે પણ એટલામાં જ ત્યાં તેં છોકરીનો બોયફ્રેન્ડ આવીને તેને બચાવી લે છે અને પૂજા ત્યાંથી નીકળી જાય છે.
હવે તે છોકરી જેને પૂજાએ બટકું ભર્યું હતું તે છોકરીને સનલાઈટ થી પ્રોબ્લેમ થાય અને તેને શરીર એકદમ બીમાર જેવું મહેસુસ થવા લાગે છે તેને એટલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.સવાર નો સમય હોય છે ત્યાં નર્સ આવીને બારીઓ ખોલી લે છે અનેતે છોકરી જેને પૂજાએ બટકું ભરેલું હતું તે ડાયરેકટ સનલાઈટ ના સંપર્ક માં આવવાથી સીધી બળીને ભસ્મ થઈ જાય છે.
બીજી બાજુ પૂજા પાછી ફેનીલ પાસે આવી જાય છે.

"શું થયું હતું કાલે રાત્રે તને?" ફેનીલે પૂજાને પૂછ્યું.

"કઈ નહિ જસ્ટ એલર્જી" પૂજાએ જવાબ આપ્યો.

"ના ના પૂજા જો તું મને સાચો પ્રેમ કરતી હોય તો મને કે શું થયું હતું તને? અને લોહી જોઈને કેમ તું બેકાબુ થઈ જા છો?" ફેનીલે ગુસ્સેથી પૂજાને પૂછ્યું.

"અરે કઈ નહિ બાબા જવા દેને વાત" પૂજાએ વાતને ટાળતા કહ્યું.

"પૂજા હું તને મારી જિંદગીથી પણ વધારે પ્રેમ કરું છું અને જો તું મને જવાબ નહિ આપે તો હું ખુદ જ મરી જઈશ" ફેનીલે રડતા રડતા પૂજાને કહ્યું.

" ના ના ! ફેનીલ આઈ લવ યુ અને હું તને ગુમાવવા નથી માંગતી હું તને બધી વાત કહું છું પહેલા તું આ ચપ્પુ પ્લીઝ ફેંકી દે" પૂજાએ વિનંતી કરીને ફેનીલને કહ્યું.

"હા લે ફેંકી દીધું ચાકુ પ્લીઝ માય લવ મને વાત કર કે તને શું થાય છે?" ફેનિલે ઉદાસ થઈને પૂજાને પૂછ્યું.

"જો ફેનીલ હું એક વેમ્પાયર છું,અને મારે જીવવા માટે ઇન્સાની ખૂન પીવું પડે છે" પૂજા આટલું બોલીને રડવા લાગી કારણ કે તેને ડર હતો કે કદાચ આ વાત સાંભળીને ફેનીલ તેને છોડીને જતો રહ્યો તો!!
"ઓકે પૂજા મતલબ તું વેમ્પાયર છો" આટલું કહીને જ ફેનીલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

"ફેનિલ તું મારા કારણે ના રડ હું માત્ર જીવવા માટે જ વ્યક્તિઓને મારું છું અને જો તને મારી સચ્ચાઈ સાંભળીને ના ગમ્યું હોય તો હું હમણાં જ તારી જિંદગીમાંથી દૂર થઈ જઈશ" પૂજાએ ફેનીલ ને કહ્યું.

"ના પૂજા તું કોણ છો એ તો મને નથી ખબર પણ મેં તને સાચો પ્રેમ કર્યો છે એટલે હું તને કસેય મૂકીને નહિ જાવ માય લવ" એમ કહીને ફેનીલ પૂજાને ભેટીને રડવા લાગે છે.અને બીજી બાજુ પેલી છોકરી જેને પૂજાએ બટકું ભર્યું હોય છે તેનો બોયફ્રેન્ડ પૂજાને ગોતતો ગોતતો ફેનીલ ના ઘર સુધી આવી પહોંચે છે.

"હુ તેને પૂજાને નહિ છોડું" તે છોકરીનો બોયફ્રેંન્ડ બોલ્યો.

"તું અહીંયાંથી જતો રે નહિતર તને હું અહીંયા જ પતાવી દઈશ" ફેનીલ પૂજાની રક્ષા કરતા બોલ્યો.

"અરે આ કોનો અવાજ છે?" પૂજા જાગીને બોલી અને બહાર પેલો વ્યક્તિ ફેનીલ ને મારવાની કોશિશ કરતો હોય છે આ જોઈને પૂજા તે વ્યક્તિની માથે ચડી જાય છે અને તેને ત્યાં જ લોહી પી ને મારી નાખે છે.
"થેન્ક યુ ફેનીલ" કહી પૂજા ફેનીલને એક કિસ કરે છે.
"તું મારી જિંદગી છે પૂજા અને મારી જિંદગીને બચાવવા માટે હું ગમે તે કરી શકું" ફેનીલે રોમેન્ટિક મૂડમાં પૂજાને કહ્યું.

ભાગ 5 પૂર્ણ