Ardhjivit - 4 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - ભાગ 4

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અર્ધજીવિત - ભાગ 4

ભાગ 4 શરૂ

હજુ ફેનીલ આટલું બોલે છે ત્યાં તો પૂજા ફેનીલને પકડીને પોતાની પાસે લાવે છે અને કિસ કરી લે છે.હવે ફેનીલ નું મોઢું શરમથી લાલ ચોળ થઈ ગયું હોય છે.એટલામાં પૂજા ફેનીલના શરીર પર લાગેલા કટ જોવે છે.

"ફેનીલ આ કટ તને કેવી રીતે લાગ્યા?" પૂજાએ પૂછ્યું.

"કઈ નહિ જસ્ટ એક્સીડેન્ટ!" ફેનીલે જવાબ આપ્યો.

"કઈ નહિ ફેનીલ મને ખુબ જ પેટ માં દુઃખે છે મારે આરામ ની જરૂરિયાત છે હું જાવ છું" પૂજા આમ કહીને સીધી પોતાના ઘરે જતી રહે છે.ફેનીલ કાંઈ સમજી શકતો નથી અને તે પણ પોતાના ઘરે જતો રહે છે.

બીજા દિવસે ફેનીલને કોલેજમાં રજા હોય છે.એટલે તે આખો દિવસ ઘરે વિતાવવાનું જ વિચારે છે.તે સવાર માં પૂજાને બોલાવવા જાય છે પણ દરવાજા ઉપર તો તાળું હોય છે.અને આ તાળું ઘણા વર્ષ પહેલાનું હોય તેવું લાગતું હતું.ફેનીલ આ વાતને સમજી નથી શકતો અને ઘરે આવીને ટીવી જોવા બેસી જાય છે.અને જેવી રાત થાય છે ફેનિલ પાછો બહાર નીકળે છે ત્યારે પૂજા ત્યાં બાંકડા ઉપર જ બેઠી હોય છે.

"હાઈ પૂજા યાર ક્યાં હતી આજે સવારે" ફેનીલે પૂજાને પૂછ્યું.

"અરે હું તો મારા માસી ને ત્યાં ગયેલી" પૂજાએ જવાબ આપ્યો.

"પૂજા તારા ઘર નું તાળું ખૂબ જ જૂનું લાગે છે" ફેનીલે પૂજાને પૂછ્યું.

"હા એ તાળું મારા દાદા ના દાદા લાવેલા હતા અને અમે તેને ત્યાર નું સાચવેલ છે" પૂજાએ જવાબ આપ્યો.

"યાર આજે તો હું આખો દિવસ ઘરે એકલો જ હતો મને એમ કે આપણે કસેય બહાર જઈશું પણ તું તો માસી ના ઘરે જતી રહી" ફેનીલે પૂજાને કહ્યું.

"અરે બીજી કોઈક વાર જઈશું બસ પાક્કું" પૂજાએ કહ્યું.

"ઓકે કાઈ નહિ ચાલ એ વાત જવા દે" ફેનીલ આટલું બોલે છે ત્યાં તેના મોઢા ઉપર જ્યાં કટ લાગેલું હોય છે તેમાંથી થોડુંક લોહી નીકળતું હોય છે.

"ફેનીલ આ લોહી જલ્દી લૂછી નાખ અને મને ખબર છે આ કટ એક્સીડેન્ટ થી નહિ પણ કોઈ છોકરાઓએ તને હેરાન કર્યો તેના છે હવે આવું કરે તો હિંમત થી એમનો સામનો કર" પૂજાએ ફેનીલને કહ્યું.

"અરે ના યાર આ તો કોમન છે પણ તારી આંખ કેમ લાલ થાય છે" ફેનીલે જવાબ આપ્યો.

"અરે એ તો કઈ નહિ રિએક્શન છે" એમ કહીને પૂજા જલ્દીથી દોડીને પોતાના ઘરે જતી રહે છે.અને ત્યાં પેલો વૃદ્ધ વ્યક્તિ આવે છે.

"પૂજા સોરી હું લોહી ના લાવી શક્યો" એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું.

"કેમ શું થયું?" પૂજાએ ગુસ્સાથી પૂછ્યું.

"હું તેનું માથું ફાડીને લોહી નીકળતું હતો ત્યાં ત્રણ ચાર માણસો દેખયા એટલે હું તરત જ ત્યાંથી નીકળી ગયો." તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું.

"ઓકે નો પ્રોબ્લેમ! આગળ થી આવું ન થવું જોઈએ." આટલું કહીને પૂજા બહાર રસ્તા પર નીકળે છે અને એક વ્યક્તિ જે રોડ ઉપર ચાલતો હોય છે તેની માથે પડીને તેનું લોહી પી જાય છે અને આ પૂરી ઘટના મિલન નામનો એક વ્યક્તિ તેના ઘરમાંથી જોઈ જાય છે પણ તે એટલો ડરી ગયો હોય છે કે તે પોલીસને કઈ કહેતો નથી.અને બીજી બાજુ પેલો વૃદ્ધ વ્યક્તિ જે પૂજા સાથે હોય છે તે પેલા વ્યક્તિની ડેડ બોડીને ત્યાં જ ખાડીમાં ફેંકી દે છે.

સવારે ફેનીલ બહાર નીકળીને ત્યાં પાસે આવેલા જંગલ માં ગુમવા જાય છે અને ત્યાં પેલા છોકરાઓની ગેંગ રખડતી તેની પાસે આવે છે.

"ઓ સ્વીટ બોય કોલેજ માં તો તને વોચમેને છોડી દીધો હતો અહીંયા તને કોઈ છોડાવવા આવશે" તેમનો એક છોકરો બોલ્યો.

આ સમયે પૂજાએ કિધેલી વાત ફેનીલને યાદ આવે છે અને તે પેલા છોકરા ના માથા ઉપર પથ્થર નો મોટો ટૂકડો મારી દે છે.અને જેથી પેલો છોકરો અને બધા ફેનીલથી ડરીને ત્યાંથી દૂર જવામાં જ પોતાની ભલાઈ સમજે છે.

"વાહ આજે હું ખૂબ ખુશ છું પૂજાના કારણે આજે હું મારા ડરને મારી શક્યો" ફેનીલ ખુશ થઈને બોલ્યો.

બીજી બાજુ પેલો વૃદ્ધ વ્યક્તિ બીજા એક વ્યક્તિને મારીને તેનું લોહી લેવાનો હોય છે પણ એટલામાં ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરતી આવી જાય છે.

"અરે પોલીસ તો અહીંયા આવી ગઈ કાંઈ નહિ હું જ મારા ફેસ ઉપર એસિડ ફેંકી દઈશ એટલે એ કોઈ મને ઓળખી ના શકે"અને એટલું જ બોલતા તે વૃદ્ધ વ્યક્તિ પોતાના મોઢા ઉપર એસિડ ફેંકે છે.

"આરે આ વ્યક્તિ પર.તો એસિડ પડ્યું છે ચાલો તેને હોસ્પિટલમાં દાખલ કરી આવીએ?" પોલીસે કહ્યું.

"આ બધું કેવી રીતે થયું ઇડિયટ" પૂજાએ ગુસ્સાથી વૃદ્ધ વ્યક્તિને કહ્યું.

"અરે તને બચાવવા મારે આ કરવું પડ્યું જો મને પોલીસ પકડી લેત તો તું પણ પકડી જાત એટલે મેં મારા મોઢા ઉપર જ એસિડ ફેંકી દીધું" પેલા વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો.

"એટલે લોહી તો ના મળ્યું ને" પૂજા ઉદાસ થઈને બોલી.

"કાઈ નહિ લે એમ પણ મારા મોઢામાંથી બધું માંસ લબડવા જ લાગ્યું છે લે તું લોહી પી લે" તે વૃદ્ધ વ્યક્તિ બોલ્યો.

"હા ઓકે" કહીને પૂજા તે વૃદ્ધ વ્યક્તિના શરીર નું બધું લોહી ચૂસી લે છે અને તે વૃદ્ધ વ્યક્તિ ત્યાં તુરંત જ મરી જાય છે.

ભાગ 4 પૂર્ણ