Ardhjivit - 3 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - ભાગ 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અર્ધજીવિત - ભાગ 3

ભાગ 3 શરૂ

"અરે પૂજા આ દાદા કોણ છે તારા ઘરમાં?" ફેનિલે પૂજાને પૂછ્યું.

"અરે યાર એ મારા દાદા નથી મારા મોટા પપ્પા છે મારી સાથે જ રહે છે." પૂજાએ જવાબ આપ્યો.

"ઓકે! તો ચાલ કાંઈ નહિ કાલે મળીયે" આટલું કહીને ફેનીલ પૂજાના ઘરેથી પોતાના ઘરે જતો રહે છે.
સવાર થાય છે.ફેનિલ બહાર નીકળે છે કોલેજ જવા અને દરરોજ ની જેમ આજે પણ પેલા કોલેજના છોકરાઓ ફેનિલને હેરાન કરે છે.છેવટે ફેનીલ દરરોજ ની જેમ ઘરે આવે છે અને પોતાના રૂમ માં જઈને મર્ડરના જેટલા સમાચાર હોય તે બધા કાપીને કલેક્ટ કરવા લાગે છે.
"બેટા ખાવાનું બની ગયું છે ચાલ બેસી જા" ફેનિલના મમ્મીએ તેને બૂમ પાડીને કહ્યું.

"હા મમ્મી આવુ છું" આવું કહીને ફેનીલ જમવા બેસી જાય છે.

"ફેનીલ આજે કેમ તું એટલો ખુશ છો?" તેના મમ્મીએ તેના ચહેરા પરની ખુશી જોઈને કહ્યું.

"અરે કઈ નહિ મમ્મી!" ફેનીલે તેના મમ્મીને કહ્યું.

"બેટા કોલેજમાં કોઈ છોકરી તો નથી ગમી ગઈને?" ફેનીલના મમ્મીએ તેને પૂછ્યું.

"અરે ના મમ્મી એવું કંઈ નથી" ફેનીલ બોલ્યો.

"મમ્મી હું નીચે ગાર્ડન માં બેસવા જાવ છું" ફેનીલે ઘર ની બહાર નીકળતા તેના મમ્મી ને કહ્યું.

"હા બેટા ધ્યાનથી જજે" તેના મમ્મીએ કહ્યું.

"હા મમ્મી" કહી ફેનીલ ગાર્ડન માં બેસીને Youtube ના વિડિઓ જોવા લાગે છે.

"હાઈ ફેનીલ" પૂજાએ ત્યાં આવીને કહ્યું.

"ઓહ! હાઈ! બેસ બેસ" ફેનિલ ત્યાં બાંકડા પર પૂજાને બેસવાની જગ્યા આપતા બોલ્યો.

"અરે હા એ તો તું ના કહેત તો પણ હું અહીંયા બેસી જાત" પૂજાએ હસતા હસતા કહ્યું.

"એ હા બાપા તમારું જ છે બધુંય" ફેનીલે પૂજાને કહ્યું.

"હા હો!" પૂજાએ જવાબ આપ્યો.

"અરે પૂજા તું હાલમાં ભણે છે?" ફેનીલે પૂછ્યું.

"અરે ના મને ભણવામાં રસ નહોતો એટલે મેં ખાલી 12th જ પાસ કર્યું છે" પૂજાએ ફેનીલને કહ્યું.

"ઓકે ઓકે કાંઈ નહિ તારે મારી સાથે આવવું છે રોડ ઉપર ચક્કર મારવા?" ફેનીલે પૂજાને પૂછ્યું.

"હા ચાલને એમ પણ હું એકલી એકલી કંટાળી જઈશ" પૂજાએ જવાબ આપ્યો.

"પૂજા આ ચાંદ કેટલો સુંદર છે કેમ!" ફેનીલે પૂજાને કહ્યું.

"હા આ કુદરત ની તો વાત જ અલગ છે" પૂજા બોલી.

"કાંઈ નહિ યાર એ વાત છોડ ચાલને આપણે બન્ને LUDO ગેમ રમીએ" ફેનીલ બોલ્યો.

"હા તો ચાલ લેટ્સ સ્ટાર્ટ" કહીને પૂજા અને ફેનીલ ગેમ રમવા લાગે છે.

"આઈ વિન!આઈ વિન!" કહેતા પૂજા ફેનીલને ભેટી જાય છે.

"અરે બસ બસ,એક LUDO જીતી એમાં તો ગાંડા કાઢવા લાગી હો તું" ફેનીલ પૂજાને કહ્યું.

"અરે ફેનીલ હું તારી સાથે હોવ છું ને ત્યારે મને એમ જ થાય છે કે આ સમય અહીંયા જ રોકાઈ જાય" પૂજા બોલી.

"હા હા કાંઈ નહીં ચાલ હવે ઘરે જઈએ નહિતર મારા મમ્મી મને મારી મારી ને તોડી નાખશે" ફેનીલે પૂજાને કહ્યું અને બન્ને લોકો પોતાના ઘરે ગયા.સવાર થતા ફેનિલ કોલેજ જાય છે.પણ જ્યારે તે ઘરે જતો હોય છે ત્યારે પેલા છોકરાઓનું ગ્રુપ આવીને તેના મોઢા ઉપર ચપ્પુ ના કટ મારી દે છે.પણ ફેનીલ જેમ તેમ કરીને ઘરે પહોંચે છે.
"બેટા આ તારા મોઢા ઉપર શું થયું છે?" ફેનીલના મમ્મીએ પૂછ્યું.

"અરે કંઈ નહીં મમ્મી એ તો હું પડી ગયો હતો ને તે થોડુંક વાગી ગયું" ફેનીલે વાત છુપાવતા જવાબ આપ્યો.

"બેટા તું ધ્યાન રાખો મેં કેટલી વાર કીધું છે તને" ફેનીલને તેના મમ્મી ઠપકો આપતા બોલ્યા.

"હા મમ્મી આગળ થી પાક્કું ધ્યાન રાખીશ બસ પણ તું મારી ચિંતા ના કર" ફેનીલ બોલ્યો.

"હા બેટા હું તને કહેવાનું જ ભૂલી ગઈ તારા પપ્પા અને હું બા ને મળવા ગામડે જવાના છીએ અને તારે પણ અમારી સાથે આવવાનું છે" તેના મમ્મી બોલ્યા.

"અરે મમ્મી તને ખબર છે ને મારી હમણાં પરીક્ષા આવવાની છે એટલે સોરી મમ્મી હું નહિ આવી શકું" ફેનીલે તેના મમ્મીને જવાબ આપ્યો.

"કાંઈ નહિ બેટા તું પરીક્ષાની તૈયારી કર અમે સંભાળી લેશું" ફેનીલના મમ્મી બોલ્યા.

"ઓકે મમ્મી કાંઈ નહિ હું ગાર્ડન માં બેસવા જાવ છું" એમ કહીને ફેનીલ નીચે ગાર્ડન માં બેસવા આવી જાય છે.

"લાવ ને હું પૂજા ને બોલાવી લવ" ફેનિલે મનોમન વિચાર્યું.

"પૂજા એ પૂજા" ફેનીલ જોરથી બોલ્યો.

"હા બોલ ફેનીલ" પૂજાએ બહાર આવીને જવાબ આપ્યો.

"હું અહીંયા ગાર્ડન માં બેઠો છું ચાલને આપણે Ludo રમીએ" ફેનીલે પૂજાને કહ્યું.

"હા ફેનીલ એક મિનિટ હું હમણાં જ આવું છું" પૂજાએ ફેનીલને જવાબ આપ્યો."અરે ક્યાં કામમાં પડેલી હતી આજે?" ફેનિલે પૂજાને પૂછ્યું.

"અરે કઈ નહિ એમનમ જ જસ્ટ બેઠી હતી ઘરમાં" પૂજાએ ફેનીલને કહ્યું.

"ઓકે ચાલ LUDO રમીએ" ફેનીલે કહ્યું.

"હા ચાલ સ્ટાર્ટ કર" પૂજા બોલી.

"પણ યાર આ વખતે એક શરત ઉપર LUDO રમવાનો છે" ફેનીલે કહ્યું.

"કેવી શરત?" પૂજાએ પૂછ્યું.

"આ વખતે જે હારી જાય તેને Winner જેમ કે એમ કરવું પડશે" ફેનીલ પૂજાને કહ્યું.

"હા ઓકે નો પ્રોબ્લેમ" પૂજાએ કહ્યું.

બન્ને લોકો LUDO રમવાનું સ્ટાર્ટ કરે છે.અને છેવટે ફેનીલ જીતી જાય છે.

"યસ યસ હું જીતી ગયો" ફેનીલે પૂજાને કહ્યું.

"ઓકે તો બોલ ફેનીલ શું કરવાનું છે?" પૂજાએ ફેનીલને પૂછ્યું.

"તારે મને એક કિસ કરવાની છે" ફેનીલે પૂજાને થોડુંક ડરીને કહ્યું.

"શું કીધું કિસ કરવાની છે?" પૂજાએ હેરાન થતા જવાબ પૂછ્યું.

"ઓકે ઓકે આઈ જસ્ટ જોકિંગ સોરી સોરી હું માત્ર મજાક જ કરતો હતો" ફેનીલ ડરતા ડરતા બોલ્યો.

ભાગ 3 પૂર્ણ