Pauranik kathao ane salamatini drushti - 5 in Gujarati Motivational Stories by Kishor Padhiyar books and stories PDF | પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૫

Featured Books
Categories
Share

પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૫

આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે છે. મહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत'
( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કંઇ ભુલ ચુક થાય તો માફ કરશો. )
સુરક્ષાના સાધનોની ઉપેક્ષા :-
ઘણી જગ્યાએ લોકો સુરક્ષાના સાધનોની ઉપેક્ષા કરતા જોવા મળે છે. ૬૦,૦૦૦ રુપિયાનુ બાઈક હોંસે હોંસે લેતો માણસ ૬૦૦ રુપિયાનુ હેલ્મેટ નહીં ખરીદે. અને જો કાયદાકીય રીતે અમલ કરવામાં આવે તો કાયદાથી બચાવા સસ્તામાં તકલાદી હેલ્મેટ પહેરશે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે રેલ્વેની ફાટક બંધ હોય તો પણ લોકો રેલ્વે લાઈન ક્રોસ કરતા હોય છે. મોટા મોટા મોલ હોય કે મોટા મોટા ફ્લેટ હોય ત્યાં સેફ્ટી ના સાધનો હોતા નથી. અને હોય તો પણ કાર્યરત છે કે નહીં તે પણ કહી શકાય નહીં. આવુજ એકવાર પહેલાં પણ બની ચુકેલુ છે જ્યારે પાંડવો માટે સરસ મજાનુ અને સુંદર દેખાવ ધરાવતુ લાક્ષાગૃહ બનાવામાં આવ્યું હતું. તેમાં ઘણી બધી સગવડો ને ધ્યાનમાં રાખવામાં આવી હતી. પણ આગ લાગે ત્યારે તેને રોકવાનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નહોતો. પરિણામ સ્વરૂપ આગ લાગતાં આખું લાક્ષાગૃહ બળીને ખાક થઈ જાય છે. માટે સુરક્ષા સાધનો ની ઉપેક્ષા કરીએ તો મોટી કિંમત ચૂકવવી પડે છે.
વર્ક પરમિટ:-
વર્ક પરમિટ માં કોઈપણ કાર્ય કરવા માટે જરૂરી સૂચનો યોગ્ય સમય અને જે તે યોગ્ય વ્યક્તિ દ્વારા કામ કરવા માટે સુચના આપવામાં આવે છે. કોઈપણ કાર્ય કરતા પહેલા ત્યાં કામ કરતાં માણસોની રજા લેવી જરૂરી હોય છે અથવા કામ શરૂ કરતા પહેલા એ લોકોને સાવચેત કરવા ખૂબ જરૂરી છે. નહીતો અકસ્માત થવાનો પૂરેપૂરો સંભવ રહેલો છે. કોઈપણ કાર્ય યોગ્ય આવડતવાળા અને અનુભવી માણસ દ્વારા થાય એ ખૂબ જરૂરી છે. આપણને બધાને ખબર છે કે ભીમમાં અપાર શક્તિ હતી. એ ભીમ જ્યાં લાક્ષાગૃહનુ ભોંયરું ખોદાય છે તે જોવા માટે જાય છે. એ પણ ભોંયરું ખોદવાનો પ્રયત્ન કરે છે. પણ તેમાં સફળતા મળતી નથી. જ્યાં સોયથી કામ થતું હોય ત્યાં તલવાર નો ઉપયોગ કરી શકાતો નથી. આવા કારણોને લીધે જ કંપનીઓમાં હવે વર્ક પરમીટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં કામ કરવાના સમયે કઈ સાવચેતી રાખવી અને કાર્ય કેવી રીતે કરું તેના માટે જરૂરી સૂચનો લખેલા હોય છે. માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
વધુ પડતો કાર્યભાર:-
વધુ પડતું કાર્ય ક્યારેક સલામતી માટે ખૂબ બાધારૂપ બને છે. અને તે કાર્ય પ્રત્યે અણગમો પણ પેદા કરે છે. કોઈ વાહન ચાલકને તમે વધુ કામ સોંપ્યું હોય તો તેના દ્વારા અકસ્માત થવાનો પુરેપુરો સંભવ રહે છે. વધુ પડતું કાર્ય આરોગ્ય માટે પણ જોખમી હોય છે.મથુરામા કંસે જેલના સંત્રીઓ પાસે વધુ પડતું કામ લીઘું હશે ત્યારે જ બધા સૈનિકો અણીના સમયે નિષ્ક્રિય થઈ જાય છે.અને શ્રી કૃષ્ણના જન્મ થયા બાદ તેમણે સફળતા પૂર્વક જેલમાંથી બહાર લઈ જવાય છે.
યોગ્ય નિર્ણય:-
અમુક સમયે જો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો આપણી સલામતી જળવાય રહે છે. જેમ કે માનવરહિત રેલવે ફાટક હોય તો શાંતિથી ઊભા રહીને આજુબાજુ ટ્રેન આવે છે કે નહીં તે જોઈને પછી નીકળવુંજ સલામતી ભર્યુ રહેશે.
માટે સલામતીના નિયમોનું કાળજી પુર્વક પાલન કરી પોતે અને પોતાના કુટુંબ ને સલામત રાખો.

Kishor Padhiyar
With u... For u....always....