નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી ધારાવાહિક સનસેટ વિલા ને આપ સહુ એ ખૂબ પસંદ કરી બધા નો સારો પ્રતિસાદ મળ્યો, હુ આપ સહુ નો આભાર માનુ છુ. આજે આપની સમક્ષ નવી ધારાવાહિક પ્રેમાત્મા રજૂ કરવા જઈ રહ્યો છુ. હુ આશા રાખુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક ખૂબ જ ગમશે. તો વધારે સમય ના લેતા હવે હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ.
ધરા એક એવી યુવતી હતી જે એકદમ ખુશ મીજાજ એને જોઈને રડતા લોકો પણ હસી દે. એ એક સારા ખાનદાન ની હતી, લાખો રુપિયા ની માલકીન પણ હતી. પણ અફસોસ એટલો જ હતો કે એના મા બાપ એક ગોજારી ટ્રેન દુર્ઘટના મા મૃત્યુ પામ્યા હતા. ધરા ને તેના મોટા ભાઈ અજયે મોટી કરી, મા બાપ ન હોવા છતાય કદી પણ ધરા ને એમના ના હોવાનો અનુભવ ન થવા દીધો. અજય ને ધરા ખૂબ જ વહાલી હતી ધરા કોઈ પણ વસ્તુ પર હાથ મુકે કે એ વસ્તુ એની માટે હાજર કરી દેતો. ધરા ને આટલી અમીર હોવા છતા જરાય ઘમંડ ન હતો. અજય ના પત્ની રીના પણ ધરા ને ખૂબ જ વહાલ કરતી હતી. અજય અને રીના નો એક દિકરો હતો હેત જે હાલ મા દુબઈ રહેતો હતો. અજય એક મલ્ટીનેશનલ કંપનિ મા જનરલ મેનેજર ની પોસ્ટ પર હતો. ઘણીવાર અજય ની સાથે ધરા પણ કંપનિ મા જતી હતી. એકવાર કંપનિ મા એક શો રાખ્યો હતો અજય ધરા અને રીના ને પણ લઈ ગયો.
કંપનિ મા બધા પહોંચ્યા શો ની તૈયારી જ હતી અજય, રીના અને ધરા એમની જગ્યા પર બેસે છે. એમનુ સ્વાગત કરવા એક સ્માર્ટ, હેન્ડસમ, હિરો જેવો લાગતો યુવાન અજય તરફ આવે છે. ધરા એને જોતી જ રહી જાય છે. એના પર થી ધરા ની નજર હટતી જ ન હતી. એ યુવાન હતો જ એવો કે એને જોયા જ કરવાનુ મન થાય. અજય એ યુવાન પાસે બુકે લે છે અને રીના ધરા સાથે મુલાકાત કરાવે છે.
અજય : રીના , ધરા સાંભળો આ મોહિત છે. આ કંપનિ મા જ છે અને એકદમ હોંશિયાર અને પાવરફૂલ છે, હુ કંપનિ મા ના આવુ ને તો આ જ આખી કંપનિ સંભાળે છે.
રીના : બોવ સરસ તો શુ મોહિત આ કંપનિ નો મેનેજર છે?
અજય : અરે ના એ એકાઉન્ટન્ટ છે, પણ મેનેજર થી ઓછો નથી, મેનેજર પણ આની સામે કશુ નથી.
રીના : તો પછી આમને જ તમે મેનેજર કેમ નથી બનાવી દેતા
અજય : હુ તો કહુ જ છુ પણ એજ ના પાડે છે તો હુ શુ કરુ? હવે એ કેમ ના પાડે છે એ તુ એને જ પૂછી લે.
રીના : સો મી. મોહિત આપ કેમ મેનેજર બનવાની ના પાડો છો.
મોહિત : મેડમ હુ એક સામાન્ય માણસ છુ અને મને ખબર છે કે નોકરી ના હોય તો કેવા દિવસો આવે અને જો હુ મેનેજર બનુ તો જે હાલ મા મેનેજર છે તે પોતાની નોકરી ખોઈ દેશે. એનુ પણ ફેમેલી છે એના પણ સપના છે. જો હુ મેનેજર બની જઉ તો એના મન ને કેટલુ દુખ થશે અને કોઈ ને દુખી કરી ને હુ કેવી રીતે ખુશ રહી શકુ. આમ પણ હુ આ કંપનિ મા જ છુ ને તો જે કંઈ પ્રોબ્લેમ થશે હુ સંભાળી લઈશ
ધરા : વાહ! શુ વિચાર છે તમારા, જો દરેક યુવાન તમારી જેમ વિચારતો થઈ જાય ને તો દુનિયા જ બદલાઈ જાય.
મોહિત : આપનો ખૂબ ખૂબ આભાર મેડમ! તો સર હવે શો શરુ કરીએ?
અજય : હા હા ચોક્કસ, બધુ જ સરસ આયોજન છે બસ એક જ વાત ની કમી છે.
મોહિત : કઈ વાત ની સર! !
અજય : આપણી કંપનિ ના બોસ હાજર ના રહી શક્યા એ વાત ની કમી છે યાર! પણ કંઈ નહી આપણે શો ચાલુ કરો.
મોહિત શો ચાલુ કરે છે આખા શો દરમિયાન ધરા મોહિત ને જ જોયા કરે છે ઘણીવાર મોહિત અને ધરા ની નજર એક થઈ પણ મોહિત નજર ફેરવી લેતો. આમ તો ધરા પાસે કોઈ કમી ન હતી પણ એ એટલી દેખાવડી ન હતી. શો પુરો થયા સુધી એ મોહિત ને જ જોતી રહી પણ મોહિત એની બાજુ એટલુ ધ્યાન ન આપ્યુ. શો પુરો થયા પછી બધા પોત પોતાના ઘરે રવાના થયા. ધરા એના ઘરે પહોંચી ને અજય ને વાત કરવા લાગી.
ધરા : ભાઈ, આજ સુધી મે જે માંગ્યુ એ બધુ જ તમે મને આપ્યુ , કોઈ દિવસ મને મા બાપ ની કમી નહી આવવા દીધી મને બહેન નહી દિકરી ની જેમ રાખી.
અજય : હા એ તો છે જ તુ મારી બહેન ઓછી દિકરી વધારે છે પણ આજે તુ અચાનક આ બધુ કેમ કહે છે?
ધરા : ભાઈ હુ એક વસ્તુ માંગુ છુ આપ એને મારી માટે લાવી આપશો ને ?
અજય : અરે તુ ખાલી અવાજ કર એક નહી સો વસ્તુ લાવી આપીશ.
ધરા : પણ ભાઈ એની સાથે મારે જીવન કાઢવુ છે એટલે એક જ જોઈએ સો નહિ.
અજય : ધરા ચોખ્ખુ કહે આમ ગોળ ગોળ વાતો ના કરીશ.
ધરા : ભાઈ એ હુ એક. . . . . એક. . . .
અજય : અરે બોલ ઘબરાય છે કેમ?
ધરા : ભાઈ પણ પહેલા એ કહો કે તમે ગુસ્સો નય કરો ભલે તમે એને ના લાવી આપો.
અજય : સારુ મારી ઢીંગલી હુ ગુસ્સો નય કરુ બોલ.
ધરા : ભાઈ હુ કોઈ ને પસંદ કરુ છુ અને એની સાથે લગ્ન કરવા માંગુ છુ.
અજય : અરે ગાંડી આટલી વાત હતી ને તુ બીતી હતી. મને ખબર છે કે તે જેને પણ પસંદ કર્યો હશે એ એકદમ પરફેક્ટ હશે.
ધરા : ભાઈ પણ એ એક સામાન્ય પરિવાર નો છે એટલે મને બીક હતી કે કદાચ તમે એ સ્વીકાર નય કરો.
અજય : મારી બહેન માટે બધુ જ કરીશ પણ એ તો કહે કે એ ખુશનસીબ છે કોણ જે તને પસંદ આવી ગયો?
ધરા : આપની કંપનિ મા કામ કરતો યુવાન મોહિત.
અજય : લે આટલો સરસ છોકરો પસંદ કર્યો ને તુ ખોટી ઘબરાતી હતી. ચાલ હુ એને વાત કરીશ પણ હમણા નય ૩ મહિના પછી.
ધરા : ૩ મહિના પછી કેમ?
અજય : કેમ કે આપણે ૨ દિવસ પ઼છી કંપનિ ના કામે ૩ મહિના માટે બહાર જવાનુ છે આપણે આવીશુ પછી વાત કરીશ ઠીક છે.
ધરા : ઠીક છે ભાઈ, જેવુ તમને યોગ્ય લાગે.
અજય : સારુ હવે હુ ઊંઘી જાઉ છુ સવારે વહેલા ઉઠી ને કંપનિએ જવાનુ છે.
અજય ઊંઘવા જતો રહે છે અને ધરા પણ એના બેડરુમ મા જતી રહે છે. ધરા મોહિત વિશે જ વિચાર્યા કરે છે. એ નક્કી કરે છે કે કાલે એ પણ કંપનિ મા જશે અને સમય મળ્યે મોહિત ને એના મન ની વાત કરશે. પછી એમ બધુ વિચારતા ધરા ઊંઘી જાય છે. સવારે ઊઠી ને ફ્રેશ થઈ ને ધરા પણ નીચે આવે છે.
અજય : અરે ધરા આટલી જલ્દી તૈયાર થઈ ને ક્યા જાય છે
ધરા : હુ કશે નય જતી આપની સાથે જ આવુ છુ ભાઈ.
અજય : ઓહ્ એમ છે, ભલે ચાલ જઈએ.
કંપનિ પર પહોંચી ને અજય ધરા ને ઓફિસ મા બેસવાનુ કહે છે અને અજય કંપનિ મા રાઉન્ડ મારવા જાય છે. ધરા ઓફિસ મા જઈ ને પટ્ટાવાળા ને મોહિત ને બોલાવી લાવવા કહે છે. ધરા મોહિત ને આવવાની રાહ જૂએ છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .