આપણે જોયુ કે પ્રલોકી ને અમદાવાદ કોલેજ કરવી હોય છે કેમ કે ત્યાં પ્રબલ સાથે થાય પણ નૈતિકભાઈ માનતા નથી એમને લાગે છે અહીં બોમ્બેમા જ પ્રલોકી ની કોલેજ થવી જોઈએ. પ્રલોકી નૈતિક ભાઈ ને મનાવા પ્રયત્ન કરે છે. હવે જાણો આગળ.
પ્રલોકી એની ફ્રેન્ડ કિયા જોડે જુહુ બીચ પર લટાર મારવા જાય છે. કિયા, આ દરિયો જોને કેવો ઘુઘવાટ કરે છે. ને પેલો આથમતો સુરજ કેટલો સરસ લાગે છે. એ આથમી રહયો છે છતા પણ કેટલું તેજ છે એનામા, આજુબાજુ બધું જ સોનેરી કરી દીધું છે. ડૂબતા સુરજ ને જોઈ ને મને પણ હિંમત આવે છે એટલે જ કિયા હું અહીં આવું છું જયારે બધી આશા છૂટી જાય ત્યારે અહીં થી એક નવી આશા મળે છે. પ્રલોકી તું અને તારી વાતો મને ક્યારે પણ સમજ નથી આવતી. હું તો અહીં એન્જોય જ કરવા આવું છું. જો બધાને કેવા ફોટોસ પડાવે છે. જો પેલા છોકરાઓ કેવા દરિયામા રમી રહ્યા છે. હા કિયા, આ જગ્યા જ છે એવી કોઈ પણ પોતાનું દુઃખ ભૂલી જાય. મને તો અહીં બેસી ને પ્રબલ જોડે વાત કરવી બહુ ગમે. હું એને ફોન કરી જોવું. હા પ્રલોકી તું કર ફોન ત્યાં સુધી હું ચના ચોર ગરમ લઇ આવું. તું ખાઈશ ને. હા, કિયા તું લઇ આવ.
હેલો, કલરવ, પ્રબલ તારી સાથે છે ? ના, પ્રલોકી પ્રબલ નથી હાલ મારી જોડે. મને તાવ આવ્યો છે તો હું દવા લેવા આવ્યો છું. થૅન્ક્સ કલરવ. અરે, કેમ પ્રલોકી એક તો મને તાવ આવ્યો છે ને તું થૅન્ક્સ કહે છે. સોરી સોરી.. કલરવ તારા તાવ માટે નહી, પણ તાવ પરથી મને એક આઈડિયા મળ્યો અમદાવાદ આવવાનો એટલે. પ્રલોકી મને સમજ નથી
આવતું, તું શુ કહે છે ? હું પછી ફોન કરું. કિયા... કિયા, જલ્દી ઘર ચાલ. હા જઈએ છીએ પ્રલોકી, થયુ છે શુ ? થયુ નથી થવાનું છે કિયા. પાપા ને હવે તો માનવું જ પડશે. પ્રલોકી, મને તારી વાત સમજ મા નથી આવતી. મને એ કહી દે આ ચના ચોર ગરમ અહીં ખાવા ના છે કે કાર મા બેસી ને ? કિયા તું સ્ટુપીડ જ રહેવાની. ખાવા ની સામે તને કઈ જ દેખાય નહી. તું ખાઈ લે શાંતિથી. ત્યાં સુધી ડ્રાઈવર અંકલ ને કહું કાર પાર્કિંગ માંથી બહાર લાવી રાખે.
નિશા, પ્રલોકી ક્યાં છે ? નૈતિક, એ એના રૂમ મા છે તાવ આવ્યો છે બહુ. જમી પણ નથી. તો દવા લાવ્યા કે નહી ? ના પાડે છે એ કહે છે મને આદિત્ય અંકલ ની જોડે જ દવા લેવી છે. નિશા આદિત્ય તો અમદાવાદ છે ને. અહીં ક્યાં મેલ પડે. મને ખબર છે નૈતિક, તમે જ જઈને સમજાવો એને. પ્રલૂ... ચાલ દવા લેવા. ના, પાપા હું અહીંથી દવા નહી લઉ. અરે, બેટા અમદાવાદ જતા વાર લાગશે ત્યાં સુધી તાવ વધી જાય. એ જ તો કહું છું પાપા હું અમદાવાદ જતા વાર લાગે ને મને આદિત્ય અંકલ સિવાય કોઈ ની દવા થી મટતું નથી. હું અહીં કોલેજ કરીશ અને બીમાર પડીશ તો કેવી રીતે અમદાવાદ જઈ શકીશ. આવવા ને જવામા મારો ટાઇમ બગડશે. પાપા, અમદાવાદ મને બધું મળી જશે. પ્રલોકી, તું તારી વાત મનાવી ને જ રહીશ એમ ને ? સારું હાલ હું આદિત્ય ને ફોન કરી દવા લઇ લઉ છું. ને કાલ અમદાવાદ જઈશુ ને પછી ચેક અપ કરાવી લઈશુ. અને ત્યાં કોલેજ મા એડમિશન લઈશુ. સાચે પાપા. તમે દુનિયા ના બેસ્ટ પાપા છો. પ્રલોકી ખુશી થી નૈતિક ભાઈ ને વળગી પડી.
પ્રબલ, મને તો વિશ્વાસ નથી આવતો, આપણે એક સાથે એક જ કોલેજ મા છીએ. હા, પ્રલોકી મને પણ, ખબર નહી કેવો રહેશે આજે પહેલો દિવસ. બધા ક્લાસ મા ગોઠવાઈ ગયા. પ્રલોકી અને પ્રબલ બંને એક જ બેન્ચ પર બેઠા. બધા જ પ્રોફેસર ની રાહ જોઈ રહ્યા હતા. એટલા મા સિનિયર સ્ટુડન્ટ્સ આવ્યા. રેગ્ગીંગ કરશે હવે આ લોકો આપણું. પાછળ થી કોઈ બોલ્યું. સમીર જાની નામ છે મારૂં . કોઈ પણ અહીં થી હું ના કહું ત્યાં સુધી નીકળી શકશે નહી. સિનિયર મા થી એક સ્ટુડન્ટે પોતાની ઓળખાણ આપી અને સાથે ધમકી પણ. ફરી સમીરે આદેશ આપ્યો, બધા ઉભા થઈ જાઓ. વારાફરતી આગળ આવી પોતાનું નામ અને શોખ બોલશે. જે અહીં કહેવામા આવે એ કરવું પડશે. બધું જ ફરજીયાત છે કોઈએ પોતાની મરજી ચલાવી નહી. એક પછી એક સ્ટુડન્ટ આગળ આવવા લાગ્યા. કોઈ નામ બતાવી ને ડાન્સ કરતુ તો કોઈ જોક્સ કહેતું. કોઈ ડર ના લીધે રડવા લાગતું. પ્રબલ નો વારો આવ્યો, સમીરે કહ્યું, પ્રબલ શુ આવડે છે તને ? હું ડાન્સ કરીશ. હા તું ડાન્સ તો કરીશ પણ છોકરી બની ને ડાન્સ કરવો પડશે. સમીરભાઈ મને નહી ફાવે. પ્રબલ, પેલા તો સર બોલતા શીખ હું કોઈ તારો ભાઈ નથી. સોરી સર પ્રબલ ડરતા બોલ્યો. હા ડાન્સ કર છોકરી બની ને નહીતો બધા સામે કપડા ઉતારી ને ડાન્સ કરાવીશ. ના ના સર હું કરું છું એમ કહી પ્રબલે દુપ્પટો ઓઢી એક દો તીન સોન્ગ પર ડાન્સ કર્યો. બધા બહુ જ હસ્યા. પ્રબલના આંખો માંથી આંસુ આવી ગયા. એ પ્રલોકી જોઈ ના શકી.
ઓય મિસ, તમને ઇન્વિટેશન આપવું પડશે. સમીરે પ્રલોકી સામે જોઈ ને કહ્યું. ના સમીરભાઈ મારે આવવું જ ના હોય ત્યાં કોઈ મને ઇન્વિટેશન આપે તો પણ શુ ને ના આપે તો પણ શુ. એ છોકરી મોઢું સંભાળી ને વાત કર. સાંભળ્યું નહી હમણાં તારા ફ્રેન્ડ ને શુ કહ્યું મેં સર બોલવાનું. શુ કરવા સમીર ભાઈ ? તારી તો, ગઈ તું હવે નામ બોલ તારું. પ્રલોકી કાપડિયા. બોલો મોટાભાઈ શુ કરશો હવે ? પ્રલોકી, રહેવા દે શુ કરવા પંગો લે છે ? હજી પહેલો દિવસ છે, પછી છેક સુધી હેરાન કરશે આ લોકો. હા, પ્રબલ એટલે જ ને હજી પહેલો દિવસ છે આજ ડરીશું તો હંમેશા ડરવું પડશે. ઓય, પ્રલોકી આગળ આવ. સમીરે ગુસ્સે થતા કહ્યું. નહી આવું થાય એ કરી લો. હેરાન થઈશ તું પ્રલોકી. જલ્દી કહું એમ કર આગળ આવી જા અને જલ્દી બોલ તને શુ આવડે છે. સમીર નો ગુસ્સો હવે વધી ગયો. પ્રલોકી ને હાથ ખેંચી આગળ લઇ આવ્યો. આખો ક્લાસ ડરવા લાગ્યો. પ્રબલ તો રડવા જ લાગ્યો. બાકી ના સિનિયર હસવા લાગ્યા. બોલ હવે શુ આવડે છે તને ? કરાટે આવડે છે મને સમીરભાઈ. પ્રલોકી આંખો કાઢતા સમીર સામે જોયુ ને બોલી. બહુ ચરબી છે ને પ્રલોકી તારા મા, બહુ સ્માર્ટ બની રહી છે. જો તું હવે તારી બધી સ્માર્ટનેસ નીકળી ના જાય તો મારુ નામ સમીર નહી. એમ કહી પગ પછાડતા સમીર અને એના ફ્રેન્ડ્સ ક્લાસ ની બહાર નીકળી ગયા. આખો ક્લાસ પ્રલોકી ને જોતો જ રહયો. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા. કેટલી બહાદુર છે. તો કોઈ કહેવા લાગ્યું શુ કરવા હોશિયારી મારતી હશે. પ્રબલ, પ્રલોકી પાસે જઈ સમજાવા લાગ્યો. હવે આ લોકો શુ કરશે. આજ પછી એમની સામે બોલતી નહી. એ લોકો નું અહીં બહુ ચાલે છે. એ ઈચ્છે તો એક્ષામ મા ફેઈલ પણ કરાવી શકે છે. હાલ પ્રબલ તું ડર નહી, આગળ નું આગળ જોઈ લઈશુ.
પ્રબલ અને પ્રલોકી હંમેશા સાથે જ રહેતા. એનાટોમી નું ડિસેકશન હોય કે ફિઝિયોલોજી ની લેબ હોય બંને સાથે ને સાથે જ. ક્લાસ મા જ નહી પણ આખી કોલેજ ને ખબર પડી ગઈ હતી પ્રબલ અને પ્રલોકી એકબીજાને પ્રેમ કરે છે. પ્રબલ અને પ્રલોકી સાથે જય ,રિયા, સ્નેહ, કોમલ, જીમ્મી, અને સ્મિત આ બધા નું એક ગ્રુપ બની ગયું. ગ્રુપ મા બધા જ સારા હતા સિવાય જીમ્મી. પ્રલોકી હંમેશા પ્રબલ ને એનાથી દૂર રહેવા કહેતી. જીમ્મી હોસ્ટેલ મા રહેતો, સ્મોકિંગ, ડ્રિન્કીંગ, લેટ નાઈટ પાર્ટી આ બધા એના શોખ હતા. એ વારંવાર પ્રબલ ને પોતાના રૂમ પર બોલાવતો જે પ્રલોકી ને ગમતું નહી. પ્રબલ અને પ્રલોકી વચ્ચે ઝગડા થવા લાગ્યા અને એનું કારણ જીમ્મી જ. પ્રબલ આજે લાસ્ટ વાર કહું છું, હવે તું જીમ્મી ના રૂમ મા જઈશ તો હું ક્યારે પણ તારી જોડે વાત નહી કરું. પ્રલોકી પ્રોમિસ કરું છું બસ હવે નહી જાઉં. પ્રલોકી હું ત્યાં જાઉં તો પણ હું સ્મોકિંગ કે ડ્રિન્કીંગ નથી કરતો. બીજા ફ્રેન્ડ કરે છે હું તો મસ્તી જ કરું છું. ગ્રુપ છે એટલે જવું પડે. પ્રબલ, જે પણ હોય પ્રેક્ટિકલ માટે બરાબર છે સાથે રહેવું. બાકી કોલેજ બહાર નહી. પ્રલોકી એ નારાજ થતા કહ્યું.
પ્રલોકી કાલે રેમ્પ વૉક મા ભાગ લીધો છે ને રિયા એ આવી ને પૂછ્યું. હા જ તો રિયા મેં, પ્રબલ, જીમ્મી,દીપ બધા એ ભાગ લીધો છે. પ્રબલે તો ડાન્સ મા પણ ભાગ લીધો છે. મેં સમીર સર ને અવિનાશ સર ને કેતા સાંભળ્યા હતા, કે કાલ પ્રલોકી ને મજા ચખાડીશુ. જોઈએ છીએ કઈ રીતે રેમ્પ વૉક કરે છે. રિયા એ ડરતા ડરતા કહ્યું. પ્રબલે પ્રલોકી ને કહ્યું શુ કરશે આ સમીર. એ લોકો બહુ ખતરનાક છે. પ્રબલ તું ડરીશ નહી. જોઈએ છે કાલ શુ કરે છે એ લોકો.
પ્રલોકી ને હરાવા શુ કરશે સમીર ? કઈ રીતે પ્રલોકી સમીર નો સામનો કરશે ? જીમ્મી ના લીધે શુ ફરી પ્રબલ અને પ્રલોકી નો ઝગડો થશે ? જાણો આવતા અંકે.