Shu chhokri hati ae - 5 in Gujarati Love Stories by vasani vasudha books and stories PDF | શુ છોકરી હતી એ...? - 5

Featured Books
Categories
Share

શુ છોકરી હતી એ...? - 5



શુ છોકરી હતી એ...?!! (ભાગ 5)


(સાહિલ 10thનાં લીધે જુડો ક્લાસ છોડે છે. બધાને મળીને તે નવી સ્કૂલ જોઈન્ટ કરે છે જયાં નવા મિત્રો તેને એક ગર્લફ્રેન્ડ બનવા માટે દબાણ કરે છે. માટે સાહિલ ક્લાસમાં લિઝા નામની એક છોકરીને GF બનવા માટે પ્રપોઝ કરે છે. આ સાંભળીને લિઝા કહે છે what..? અને હવે આગળ...)




**



" what..? "

મે કહ્યુ,

" લિઝા મે આપને કહ્યુ તો ખરાં કે, હુ અંહી ભણવા આવ્યો છું પણ ફ્રેન્ડલોકોનાં લીધે મારે GF બનાવી જ રહિ. "

લિઝા એ પુછ્યું,

" તો શુ, તને હુ જ મળી હતી ? "

" મને લાગ્યું કે તુ થોડી પઠાકુ છે તો મારી વાત સમજી શકીશ. "

એ થોડીવાર કાઈ ન બોલી અને મે પણ એને કાઈ ન પુછ્યું. થોડીવારમાં બ્રેક પૂરા થયાં નો બેલ વાગી ગ્યો. હુ મારી જગ્યા પર આવી ગયો. અને રાબેતા મુજબ લેક્ચર ચાલુ થઇ ગયા.

રજામાં લિઝા મારી પાસે આવી અને મને કહ્યુ કે,

" મને તારું પ્રપોઝલ મંજુર છે but મારી પણ એક શરત છે. "

મે કહ્યુ,

" બોલો. "

એણે કહ્યુ,

" આ GF-BF નું નાટક ખાલી ફ્રેન્ડ્સ સામે બાકી આપણે બન્ને ફ્રેન્ડ. બીજુ કાઈ નહીં. "

મે કહ્યુ,

" હુ પણ તમને એ જ કહેવાનો હતો. "

લિઝાએ હાથ લંબાવીને કહ્યુ,

" ડિલ પાક્કી. "

મે પણ હાથ મિલાવીને હસીને કહ્યુ,

" ok deal dan "

અને અમે બંને એકબીજાનાં નંબર એક્સચેંજ કરીને છુટા પડ્યા. ચાલો આજે તો હુ ખૂબ ખુશ હતો. એક કામ તો પતી ગયુ. માટે હવે હુ સરખાઇથી ભણવામાં ધ્યાન આપી શકીશ.


**


આમને આમ એ અઠવાડિયું પુરુ થઈ ગ્યું. હવે વાટ હતી એ દીવસ આવી ગ્યો. નક્કી કર્યા મુજબ બધાં જ ફ્રેન્ડ લોકોં એમની GF ને લઇને આવવાના હતાં. અમે બધાં શહેરની ફેમસ રેસ્ટોરન્ટ TRS માં મળવાના હતાં.


મે લિઝાને કોલ કરીને માહીતી આપી દીધી હતી. એને ઘરે કોઈ કામ હોવાથી તે થોડી લેટ આવવાની હતી. સાંજે 7 પેલા હુ TRS પહોચી ગયો. હજી તો કોઈ આવ્યુ ન હતુ. એક પછી એક બધા આવતાં ગયા.


સૌથી પહેલા પિયુષ આવ્યો, એની સાથે જેની હતી. જેની ક્લાસ ની hot favorite girl છે. ક્લાસના મોટાભાગ છોકરાં જેની પાછળ ફિદા છે. તો પિયુષ પણ જોઇ એક્ટર કમ ન્હોતો.


ત્યારબાદ આરવની એન્ટ્રી થઈ, તેંની બાઇક પાછળ કાયા હતી. શહેરનાં DSP ની છોકરી હતી. આમ છતા આરવે એને કેમ પટાવી ? એ તો એ જ જાણે...કાયાને પ્રપોઝ કરવીએ કોઈ ડેરિંન્ગ
કરવાથી કમ ન્હોતું.


ત્યારબાદ આવ્યો મેહુલ. તેની સાથે કોઈ ન્હોતું એટ્લે મે એની ટાંગ ખેંચી, " કા એલા એકલો..? તારી GF ને તુ ઘરે તો ભૂલીને નથી આવ્યો ને..? "


અને બધાં હસી પડ્યા. આ જોઇને એનાથી ન રહેવાનું એ બોલ્યો,
"એ હવે, તુ બંધ થા ને સાહિલ્યા, મીરા હમણાં જ પહોચી જશે." ત્યાં જ મીરા આવી. મીરાને જોઈને મેહુલ બોલ્યો, " ક્યાં રહિ ગ હતી...? ."


મીરાએ ગાડી પાર્ક કર્તા કહ્યુ કે, " I'm so sorry, અંહી સિગ્નલમાં 75 સેકન્ડ માટે 4 જગ્યા એ ઊભી રહિ એમા થોડુ લેટ થઈ ગ્યું." મીરા નો જવાબ સાંભળીને મેહુલ બોલ્યો, "it's ok babu, શહેરમાં ટ્રાફિક જ એટલો છે." અને એ મારી તરફ ફરીને બોલ્યો, "હવે તુ કે, તુ કેમ એકલો છે. કોઇ ન મળ્યું ને તને..?" અને બધાં હસવા લાગ્યા. મે મારી વોચ માં જોયું, આટલું લેટ હોય..? શુ છોકરી છે આ..?!!

(ક્રમશઃ*)

***************************************


માફ કરજો મિત્રો સમય નાં અભાવે એક લાંબો અંતરો પડી ગયો હતો. પરંતું હવે થી દર અઠવાડિયે એક ભાગ નિયમિત રીતે તમારી માટે પ્રકાશિત થઈ જશે.

તમને શુ લાગે છે...?
લિઝા આવશે કે નહીં...?
સાહિલ ધારા ને ભૂલી જશે..?