Mathabhare Natho - 37 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 37

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માથાભારે નાથો - 37

માથાભારે નાથો (37)
હંસ સોસાયટી એ સમયમાં વરાછારોડ પર પોશ એરિયા ગણાતી.હીરા ઉધોગના ધનકુબેરોના અને અમુક સુરતી લોકોના બંગલા આ સોસાયટીમાં હતા. એ સમયમાં 13 નંબર અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી કોઈએ એ બંગલો ખરીદ્યો ન્હોતો.કોઈ વધારે સમય એમાં ભાડે પણ રહેતું નહીં. રાઘવને જ્યારે એ બંગલો ખાલી હોવાના અને પ્રમાણમાં ભાડું પણ સસ્તું હોવાના સમાચાર મળ્યા ત્યારે તરત જ એણે ડિપોઝીટના પચ્ચીસ હજાર આપી દઈને પોતાના સહિત ત્રણેય મિત્રો માટે એ બંગલો ભાડે રાખી લીધો હતો.
રાઘવની પત્ની એનું નાનું બાળક લઈને ઘણા સમયથી ગામડે એના બા-બાપુજી સાથે રહેતી હતી.રાઘવને નાના ભાઈ બહેન પણ હતા. રાઘવની બહેન ભાવનગર હોસ્ટેલમાં રહીને કોલેજ કરતી હતી.નાનો ભાઈ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો.
હંસ સોસાયટીમાં જતો મુખ્ય રસ્તો વરાછારોડને મળતો હતો.મુખ્ય બજારને મળતી આડી બજારોની લાઈનમાં બાર બાર બંગલાઓ હતા. બંગલાઓના નંબરો છેલ્લી બજારમાંથી શરૂ થતાં હતાં. છેલ્લી બજારની છેલ્લી લાઈનના પહેલા બંગલાનો નંબર 1 હતો. એ લાઈનમાં છેલ્લો બંગલો 12 નંબરનો અને એની સામેથી જ બીજી લાઈન 13 નંબરના બંગલાથી શરૂ થતી હોઈ એ બજારમાં સૌથી છેલ્લે કોર્નર ધરાવતા 12 અને 13 નંબરના બંગલા સામસામે આવેલા હતા. 13 નંબરનો બંગલો બે માળનો હતો. બજાર ત્યાં આગળ પુરી થઈ જતી હોવાથી બંને બંગલાને અડધી અડધી વહેંચી દેવામાં આવી હતી. ડાબી તરફનો બજારનો અડધો ભાગ 13 નંબરના બંગલા સાથે જોડી દઈને બંગલામાં લોખંડનો દરવાજો મુકેલો હતો. એ દરવાજાની બાજુમાં દીવાલ તરફ એક નાની ઝાંપલી હતી.સામાન્ય રીતે લોકોની અવર-જવર આ ઝાંપલીમાંથી જ થતી. ફોરવીલ માટે જ મોટો દરવાજો ખોલવામાં આવતો.દરવાજાની અંદર બંગલાની આગળના ભાગમાં રેતી નાખેલી હતી.
ત્યારબાદ એક નાના ઓટલા પર પ્રવેશદ્વાર હતું.
ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠકરૂમ,રસોડું અને એક બેડરૂમ હતો.રસોડાની સાથે બહાર પડતાં વાડામાં ચોકડી હતી. જ્યાં વાસણ અને કપડાં ધોવાની વ્યવસ્થા હતી. ઉપરના માળે જવાનો દાદર બહારના ભાગમાંથી હોવાથી ઉપર પણ એક ફેમીલી રહી શકે એવી વ્યવસ્થા હતી. ઉપરના માળે રાઘવ રહેવાનો હતો.... પરંતુ એ હજુ એની પત્નીને લાવ્યો ન્હોતો. રાઘવની બહેન, નાનો ભાઈ, રાધવની પત્ની તથા એનું નાનું બાળક એની સાથે જ હવે સુરતના આ બંગલામાં રહેવાના હતા.
નાથાના બા-બાપુજી હવે અહીં જ રોકવાના હોવાથી રમેશ અને મગનને પણ જમવાની તકલીફ રહેવાની નહોતી.નાથાની બા ખૂબ જ પ્રેમાળ હતા..બધા બાની જેમ જ..! મગન અને રમેશને પોતાના બીજા બે દીકરા સમજીને ખૂબ પ્રેમથી જમાડતા. તેઓ ખૂબ રાજી થતા.મગન ચિત્ર-વિચિત્ર જોક્સ કહીને બા-બાપુજીને ખુશ રાખતો..
મગન, વીરજી ઠુંમરના કારખાને જતો હતો.પેલો ચાવાળો મગનનો પીછો છોડતો ન્હોતો. મગન પણ તિજોરીની ચોરી અંગેની બાતમી પોલીસને આપવી કે નહીં તે અંગે અવઢવમાં હતો.....આ અંગે નાથા સાથે ફરી એકવાર ચર્ચા કરવી એને જરૂરી લાગતી હતી.કારણ કે રામા ભરવાડને ભલે એક-બે વાર બીવડાવ્યો હતો પણ એ કેટલો ખતરનાક છે એની સમજણ મગનને હતી.
નાથો આજે ઘણા દિવસો પછી મહિધરપુરા હીરા બજારમાં આવ્યો. તેના આગળના દિવસે જ નરશીની તિજોરી ચોરાઈ હતી.સ્થાનિક સમાચારપત્રોમાં આ ઘટનાની વિસ્તૃત માહિતી ફોટા સાથે આવી હતી. આગળના દિવસે પોલીસ સ્ટેશનમાં અને કારખાને દોડાદોડી કરીને નરશી થાક્યો હતો.આજે સુરેશ ગોળકીયાની ઓફિસે ગણેશ મેન્શનમાં આવીને તે બેઠો હતો. નાથાને રાઘવે નવી રફ આપી હતી.હજુ નવો નવો જ માર્કેટમાં આવતો હોવાથી દલાલોનો એને કોઈ ખાસ પરિચય ન્હોતો..
ફરીવાર નાથો,બાબુકાકાની "રામાણી ટ્રેડર્સ" પર આવીને બાબુકાકા સામે ઉભો રહ્યો. નાથાને ખબર હતી કે નરેશ અહીં આવશે જ..!
"કેમ છો બાબુકાકા ?" નાથાએ નેણ ઉલ્લાળીને બાબુકાકાને બોલાવ્યા. જાણે સગો ભત્રીજો હોય એમ નાથો મરક-મરક હસી રહ્યો હતો.
"ઓળખાણ નો પડી જુવાન."બાબુકાકાએ કહ્યું.
"હું નરેશનો ભાઈબંધ, નાથો..તમે મને જોવોને પેલીવાર અહીં આવ્યો ત્યારે ઘસકાવ્યો'તો..! પછી મારાથી પણ જરીક સામું બોલાઈ ગયેલું..! યાદ આવ્યું..?" નાથાએ ફરી કહ્યું એટલે બાબુકાકાને યાદ આવ્યું.નાથાને ટેબલ કાઢી આપ્યું.નાથો દુકાનમાં જઈને બેઠો.અડધા કલાક પછી નરેશ આવ્યો.નાથાને જોઈ ખૂબ ખુશ થયો. એના ખબર અંતર પૂછ્યાં.... પછી બંને સુરેશની ઓફિસમાં જવા ગણેશ મેન્શનના ગેટમાં ઘૂસ્યા. ગણેશ મેન્શનમાંથી બહાર નીકળતો નરશી માધાની ઓફિસમાં કામ કરતો રાજેશ નામનો કારીગર નાથાને ઓળખી ગયો..
"કાં.. કેમ છો... તમે એકવાર અમારી ઓફિસમાં આવેલા ને ? હું નરશીશેઠની ઓફિસમાં છું..બોસ તમારું નામ તો ખબર નથી પણ તમે ગયા પછી અમારા શેઠે તમને ગોતવા પાછળ મને મોકલેલો..તમે યાર ગજબ માણસ છો.. કંઈ રફબફ હોય તો કે'જો..હું પણ હવે દલાલી કરું છું.."
નાથાએ એને પગથી માથા સુધી નિહાળ્યો..પચ્ચીસેક વરસનો એ ફૂટડો જુવાન નાથાને ગમી ગયો..
"વાંધો નહીં.. ક્યારેક મળજે. હું અહીં રામાણી ટ્રેડર્સ પર રોજ સવારે 11 વાગ્યે આવીશ.મળતો રહેજે. ક્યારેક તારી જેવું કામ હશે તો ચોક્કસ કહીશ." કહી નાથો અને નરેશ.... સુરેશ ગોળકીયાની ઓફિસે ગયા..

( આપણે સુરેશ ગોળકીયાની ઓફિસે આવી ગયા છીએ.એટલે તમને ખ્યાલ છે કે સુરેશની ઓફિસમાં આગળના ભાગમાં હીરાના એસોર્ટરો અને અંદર સાઈનર્સ સુરેશ સાથે બેસતાં હતાં. )

નાથો અને નરેશ ત્યાં પહોંચ્યા ત્યારે નરશી માધા સુરેશની ઓફિસે ખુબ ઉદાસ થઈને સુરેશની બાજુમાં બેઠો હતો.એના ચહેરા પર નૂર દેખાતું ન હતું. રામા ભરવાડની ટોળીએ એને સાપસીડીની રમતમાં, સાપના મોંઢામાં નાખીને સાવ નીચે નાખી દીધો હતો..!
સુરેશ નાથાને ઓળખતો ન્હોતો એટલે નરેશે પરિચય આપ્યો.
"આ નાથો છે.. મારો દોસ્ત...થોડા દિવસો પહેલા અમે અહીં આવ્યા હતા પણ તમે મળ્યા ન્હોતા..!"
નાથાનું નામ સાંભળીને નરશીના કાન ચમક્યા. એણે નાથા સામે જોયું..
"કેમ છો..નરશી શેઠ ? મજામાં ? અરે! તમે મજામાં ક્યાંથી હોવ..સાંભળ્યું છે કે તમારા કારખાનામાં કોક આખી તિજોરી ઠોકી ગ્યું.? બહુ બેડ લક છે હો તમારા...પહેલા રફના પડીકાંનું પાકીટ ગાડીના હેન્ડલમાં ભરાવીને બજારમાં આંટા મારતા'તા એ વખતે ખૂંટિયા ધોડ્યા...અને તમે ઠોકાઈ ગ્યા.ઈ તો ઠીક પણ હીરાનું આખું પર્સ જ કોકના હાથમાં આવી ગ્યું.. ઈમાંથી માંડ બાર્ય નીકળ્યા'તા..ત્યાં આ તિજોરીવાળું બન્યું.." નાથાએ નરશીની સામે બેસતાં કહ્યું.
"આ નાથો, તે દિવસે આવ્યો હતો..હીરા વેચવા..મારી ઓફિસે..મેં મુંબઈથી જે રફ લીધી હતી... એ મને મોંઘી પડી'તી એની આને ખબર હતી.રાઘવાનો ભાઈબંધ છે..સાલ્લો ચોરટો.. અરે..હા..મારી તિજોરીમાં એ રાઘવાનો જ હાથ હોવો જોઈએ..એ જ મારો દુશ્મન છે.. આ નાથિયો અને બીજા બે-ત્રણ જણા છે આની જોડે..ના@#%નાવ.." નરશીએ મનોમન વિચાર્યું..
પછી મોટેથી બોલ્યો, "મારી બવ ખબર રાખતા લાગો છો..ચ્યાં સે તમારો ઓલ્યો ડફોળ ચોરટો..ભેંન@નો.."
નાથાએ નરેશ અને સુરેશ સામે જોયું. એ લોકો પણ નરશીના આવા વર્તનથી હતપ્રભ થયા હતા.
"નુકશાની આવે એટલે માણસનું મગજ ઠેકાણે નથી રહેતું.. હું ધારું તો તમને તમારી ભાષામાં જવાબ આપી શકું તેમ છું..પણ આ સુરેશભાઈને હું પહેલીવાર જ મળું છું.મારા મિત્ર માટે તમે જેમ ફાવે તેમ ન બોલો તો સારું, નરશીશેઠ..બધા પોતાની મહેનત અને બુદ્ધિથી જ આગળ આવતા હોય છે.."
"હા, ભાઇ હા, ભાળી તારી બુદ્ધિ અને ભાળી તારી મહેનત..કોકના હીરા ચોરવાની બુદ્ધિ સારી ચાલે છે.એટલેથી પેટ ભરાયું નઈ એટલે આખી તિજોરી ઉઠાવી....મને ખબર છે આ કામ તમે લોકોએ જ કર્યું હોવું જોવે..પોલીસમાં મારે તમારા ત્રણેયના નામ લખાવવા પડશે.." નરશીએ ડોળા કાઢ્યા.
નાથો સમસમી ગયો.નરેશ કે સુરેશને નાથાના સ્વભાવની ખબર ન્હોતી. નરશીએ તિજોરીની ચોરીનું આળ નાથા અને તેના દોસ્તો ઉપર નાખ્યું હતું..
"નરશી માધા..તું ભલે મારી કરતા બધી રીતે મોટો છો...પણ તને અભિમાન બહુ છે.તું કંઈ સતવાદીનો દીકરો નથી..હું ભલે સુરતના હીરા બજારમાં નવો નવો છું... પણ તારા ધંધાની મને ખબર છે.રાઘવે, તારી સાથે જે કર્યું હોય એ..... પણ તે જે રાઘવ સાથે કર્યું એ એક પટેલના દીકરાને શોભે એવું ન્હોતું..રામા ભરવાડ જેવો એરું તે પાળી રાખ્યો છે....તું એમ હમજશ કે જો તું મોરલી વગાડીશ ત્યારે જ એ ફેણ ઊંચી કરીને ડોલશે....! પણ ઇ એરું જ તને આભડી ગ્યો તોય તારી આંખ ઉઘડતી નથી..હવે જો મારા કે રાઘવ વિશે કાંઇ પણ આડુંઅવળું બોલ્યો તો..... એક અડબોથ ઠોકીને તારા જડબામાંથી બધા દાંત બા'ર કાઢી નાખીશ..આ સુરેશભાઈની મર્યાદા રાખું છું.... સમજ્યો ?" નાથાએ શાંતિથી કહ્યું..
"નરશી..તું યાર શાંતી રાખને..એમ ડાયરેક તું કોકની ઉપર ડાઉટ કર ઈ કેવી રીતે હાલે..?" અત્યાર સુધી મૂંગા બેઠેલા સુરેશે કહ્યું.
"હા, નરશીભાઈ.તમે આવી રીતે મારા દોસ્ત હારે વાત કરો એ ના ચાલે.." નરેશે પણ કહ્યું.
"તમે બધા ભલે કયો..પણ મને પાક્કો ડાઉટ છે..આ ભે@#દનાવ નો ભરોસો કરવા જેવું નથી.."નરશીએ ફરીથી ગાળ દીધી..
હવે નાથાએ કાબુ ગુમાવ્યો. "તારી જાતનો નરશી માધા મારું.. @#ના..ક્યારનો જેમ ફાવે એમ બોલશ..." કહીને નથાએ એકદમ ઉભા થઈને નરશીને એક લાફો ઠોકી દીધો..
નરશીએ આવી ધારણા રાખી ન્હોતી.. એ પણ ઉભો થઈને નાથાને મારવા ઘસ્યો. સુરેશની ઓફિસમાં ધમાચકરડી મચી ગઈ.હીરાને સાઈન કરતા કારીગરો પણ ઉભા થઇ ગયા.હીરા બજારમાં એક મોટું નામ ધરાવતા નરશી માધાને એક નવા-સવા વેપારીએ લાફો મારી લીધો હતો..
સુરેશ અને નરેશે તરત જ નરશીને પકડી લીધો.હજુ એ ગાળો બોલતો હતો....''તારી મા@# ભો#%&*..
ગમે એટલા રૂપિયા ભાંગવા પડે પણ તને નહી છોડું.. તે કોની હાર્યે પંગો લીધો છે ઈ હજી તને ખબર્ય નથી...
છોડો મને.. હું આ માદરબખતને જીવતો નહી છોડું.. શું હમજે છે એના મનમાં.." નરશીને સુરેશ અને નરેશે પકડી રાખ્યો હતો.પણ નાથો છુટ્ટો હતો..
નરશી જેમ જેમ ગાળો બોલતો હતો તેમ તેમ નાથો મગજ ગુમાવતો હતો..ફરી એણે નરશી તરફ ધસીને જોરદાર તમાચો માર્યો...અને નરશીને છાતીમાં એક મુક્કો પણ ઠોકયો..
નરશીએ સુરેશ અને નરેશની પકડમાંથી છૂટવા આંચકો માર્યો. ઓફિસમાં ધમાલ વધી ગઈ.નાથો પણ ગુસ્સે થયો હતો. ટેબલ પર સીસાના ગોળ પથ્થર પડ્યા હતા. એમાંથી એક લઈને નરશીના માથામાં ઘા કરવા જતા નાથાને બીજા કારીગરોએ પકડ્યો ન હોત તો નરશીનું માથું ફૂટ્યા વગર ન રહેત..!
"તું આ ભાઈને લઈને બહાર જા..નરેશ...નરશી, તું યાર ગાળો ના બોલ.." સુરેશે જોરથી રાડ પાડી..
"મા બેનની ગાળો હાંભળવાની મને ટેવ નથી હમજ્યો..? જા તારે થાય ઈ ભડાકા કરી લેજે ભો$@%ના..તારા કારખાનમાંથી તિજોરી કોણે ઉપાડી છે એની મને ખબર્ય છે..પણ હવે નથી કહેવાનો..... છ મહિનામાં કામે બેહતો નો કરી દવ તો મારું નામ નાથો નહીં..."નાથાએ પણ નરશીને ગાળો દીધી..નરેશ એને ખેંચીને બહાર લઈ ગયો ત્યાં સુધી એણે લાલઘુમ આંખોથી નરશી સામે ઘુરકયા કર્યું.
"ઈ તો પોલીસના ડંડા પડશે એટલે તારી માનું ધાવણ હોતાં બાર્ય આવશે.તારા ટાંટિયા ભાંગી જશે..
સુરતમાં નો રહેવા દઉં.."
નરશી હજુ સુરેશની પકડમાંથી છૂટવા મથતો હતો.
"તારા બાપનું નથી.."નાથો ફરી વધુ બોલે એ પહેલાં નરેશ એને ત્યાંથી લઈને ચાલ્યો ગયો.બધા કારીગરો એને તાકી રહ્યાં હતાં.
સુરેશે માંડ માંડ નરશીને શાંત પાડ્યો.."યાર..નરશી તારી જેવા માણસે મગજ ઉપર કાબુ રાખવો જોઈએ.તારી તિજોરી ચોરાઈ છે એટલે હું તને વધુ દબાણ નથી કરતો..મારા માલનું પેમેન્ટ દસ લાખ રૂપિયા તારે મને આપવાના છે.. મને એ પણ ખબર્ય છે કે મારી સિવાય ઘણાને તારે આપવાના છે..
આવી રીતે જેની-તેની હારે મગજ બગાડીને તું ધંધો નહીં કરી શકે.."સુરેશે નરશીને એની માથે થઈ ગયેલા દેવાની યાદ દેવડાવી એટલે નરશી તરત જ ટાઢો પડ્યો..
"પણ હું આ @#$$ના ને તો નહીં જ છોડું..પેલો રાધવો..@#%$^નો..તું હજી એને ઓળખતો નથી, એણે જ મારી પત્તર ઠોકી નાખી છે..અને આ એનો ભાઈબંધ છે.. સુરા..આની પાંહે જે માલ છે એ મારો જ છે.. મુંબઈથી રાધવો આને રફુ આપે છે..સંઘવી શેઠની કંપનીમાં મારો માલ એણે વેચ્યો છે.." નરશીએ ખુરશીમાં ફસડાઈ પડતા કહ્યું..
"એ જે હોય તે..પણ અત્યારે શાંતી રાખ. જે તકલીફ ઉભી થઇ છે એનો વિચાર કર..એ જતાં જતાં જે બોલ્યો એ તે સાંભળ્યું ? તિજોરીની કોણે ચોરી છે એની એને ખબર છે.."સુરેશે કહ્યું.
નરશી વિચારમાં પડી ગયો. નાથા સાથેની દરેક મુલાકાતમાં નાથો જતો રહે પછી એની જરૂર હોય એવું કેમ બને છે..? પહેલીવાર મારી ઓફિસમાં આવીને મેં મુંબઈથી લીધેલા હીરા મને ગરમ પડ્યા છે એની એને ખબર હતી..આજ તિજોરી કોણે ચોરી એની એને ખબર છે.જો તિજોરી પાછી નહીં મળે તો..? હું સાચે જ રોડ પર આવી જઈશ.. બજારમાંથી મારે ઉઠવાનો વારો આવશે..આ સુરેશને દસ લાખ આપવાના છે..!
નરશીને વિચારમાં પડેલો જોઈને સુરેશે સામે બેઠેલા કારીગરને બહાર જઈને નરેશનો બોલાવી લાવવા કહ્યું. નરશી સામે જોયું. નરશીને નાથાએ તમાચા માર્યા હતા.એના ગાલ ઉપર નાથાના હાથના આંગળા ઉપસી આવ્યા હતા..સુરેશને એની દયા આવતી હતી.."ઘડીક આને પણ છૂટો મુકવા જેવો હતો.બિચારાને પકડી રાખ્યો એમાં ઓલ્યો સાલ્લો નાથિયો ઘા કાઢી ગ્યો.."મનોમન બબડીને એ મોટેથી બોલ્યો..
"જો નરશી..અત્યારે તારી હાલત નાજુક છે. કારણ વગર તેંહ એ છોકરાને ગાળો દીધી. એમાં તારે માર ખાવો પડ્યો..હવે તું સમાધાન કર તો આપણે એને પુછીએ કે તિજોરી વિશે એ શું જાણે છે ? એ પ્રમાણે પોલીસને માહિતી આપી શકાય. તું સમજ નરશી... આપણો હાથ નીચે હોય ત્યારે બહુ હોંશિયારી ન કરાય. એકવાર આ બધામાંથી બા'ર નીકળ.... એ બિચારો તારી સાથે મારામારી કરવા નો'તો આવ્યો.જેને હોય તેને ગાળો દેવાની તારી આ ટેવ સુધારો.. તિજોરીનો વિચાર કર..જો એ નહીં મળે તો......"
સુરેશે અડધું મૂકેલું વાક્ય નરશીને ભાલાની જેમ ભોકાયું..એ કંઈ બોલ્યા વગર નીચું જોઈ ગયો..
એ જ વખતે નરેશ આવ્યો.
"તમે બધા જાવ આજે.. અહીં જે બન્યું એ બા'ર જઈને કોઈને નહીં કહો... એવી આશા રાખુ છું.મારા દોસ્તની ઈજ્જતનો સવાલ છે. તમે બધા સમજુ માણસો છો.." સુરેશે બધા કારીગરોને રજા આપી.
બધા કારીગરો બહાર નીકળી ગયા.
નરેશ, નીચું જોઈને બેઠેલા નરશી સામે જોઈને સુરેશ સામે હસ્યો. સુરેશે મોં પર આંગળી મૂકીને એને ચુપ રહેવા કહ્યું.
"ક્યાં ગયો એ નાથીઓ.સાલ્લો ડફોળ લાગે છે.." સુરેશે કહ્યું.
"ડફોળ તો કંઈ નથી..સુરા,એમ સીધી ગાળ્યું દેવા મંડો તો કોઈ પણ માણસનો મગજ જાય.. આપણી પાંહે બે પૈસા થઈ જાય એટલે સિંહ નો થઈ જવાય.." નરેશેએ કહ્યું.
એ સાંભળીને નરશીએ એની સામે જોયું..
"મારા માલની દલાલી કરીને તું બે પાંદડે થ્યો છો.. ઈ નો ભૂલતો.. તારા પડીકાં મેં બહુ લીધા છે..તું એમાં ઘણા ગળીયા કરી ગ્યો છો એ પણ મને ખબર છે..આજ મારો ખરાબ સમય આવ્યો છે એટલે તમે બધા મનમાં આવે તેમ બોલો છો.."નરશીએ નારાજ થઈને કહ્યું.

"જેનો વાંક હોય એને કે'વુ પડે..તમે સીધા જ ગાળ્યું દેવા માંડ્યા,એ કંઈ તમારો કારીગર નથી તે સાંભળી લે..તમારી દલાલી કરી છે તો તમને તમારા માલની સારી કિંમત પણ અપાવી છે..માલ સસ્તો પણ અપાવ્યો છે...આજ પહેલીવાર તમે મને ગાળીયું કરવાની વાત કરી છે..નરશીભાઈ, જો મેં ગાળીયા કર્યા હોત ને....તો મારે દલાલી નો કરવી પડત! હું'ય તમારી જેમ ઓફિસ નાંખીને બેઠો હોત.. એટલે તમે વિચારીને બોલજો."
"જવા દે હવે એ વાત. તું નાથાને બોલાવ..આપણે સમાધાન કરાવવાનું છે.." સુરેશે કહ્યું.
"સમાધાન નહીં થાય.. આમાં નાથાનો કોઈ વાંક નથી.નરશીભાઈની ભૂલ છે...એ તો તને'ય ખબર છે..મેં એને માંડ માંડ ઘરે મોકલ્યો છે.. નકર એ તો હજી નરશીભાઈ બહાર નીકળે એની વાટ જોઈને ઉભો રહેવાનો હતો.. હજી એની દાઝ ઉતરી નથી.....
નરશીભાઈ, તમને ખબર નથી..આ નાથીયાએ એકલે હાથે આઠ દસ જણાને એવા માર્યા'તા..કે છ મહિના હોસ્પિટલમાં રે'વું પડ્યું'તું એ બધાને.. કોઈ એને મા બેન સમાંણી ગાળો દે તો એનાથી સહન થતું નથી..એટલે નરશીભાઈ તમે ધ્યાન રાખજો..તમે એના ટાંટિયા ભાંગવાની વાતું કરો છો...પણ તમારા નો ભાંગી જાય..!" નરેશને પણ દાઝ ચડતી હતી.
નરેશની વાત સાંભળીને નરશી કંઈ ન બોલ્યો.... પણ સુરેશના દસ લાખ રૂપિયા જોખમમાં આવી પડ્યા હતા. જો તિજોરી સહીસલામત રીતે પાછી આવે તો જ નરશી એને એ રૂપિયા આપી શકે તેમ હતું. નાથાએ વાતવાતમાં એ તિજોરી કોણ લઈ ગયું છે એ પોતે જાણતો હોવાની વાત કરી એટલે સુરેશ એ જાણવા માંગતો હતો.પણ નરશીએ જે રીતે આખી વાત બગાડી હતી એ જોતાં હવે નાથો અહીં આવે તે શક્ય નહોતું. સુરેશે નરેશને નાથાને સમજાવીને લઈ આવવા ફરી વખત કહ્યું.
"સારું, ટ્રાય કરીશ.આવે તો સારું,પણ તમે ધ્યાન રાખજો..નાથાને તમે સમજો છો..એવો સાવ નબળો નથી.." કહીને નરેશ જતો રહ્યો.
સુરેશને નરશી પ્રત્યે હમદર્દી હતી. નરશીના ઉતાવળીયા સ્વભાવને કારણે એના કોઈ ખાસ મિત્ર નહોતા.નાની વાતમાં પણ નરશી જલ્દી ગરમ થઇ જતો.
નરેશ ગયા પછી નરશીને નાથા સાથે બગાડવા બદલ ઘણો પસ્તાવો થયો. અડધી કલાક પછી નરેશનો ફોન આવ્યો...
''હેલો, સુરા..તમે બેઠા છો કે નીકળી ગ્યા ? નાથાને માંડ સમજાવ્યો છે..પણ ઈ એમ ક્યે છે કે આજ તો હવે હું નહીં આવું.. પણ કાલે રાઘવ મુંબઈથી આવવાનો છે. ઈ આવે અટલે ઈ ત્રણ જણા છે.. નાથો,રાઘવ અને મગન.. ત્રણ'ય જણાં આવશે. નરશી માધાને રાઘવ અને નાથાની માફી માંગવી પડશે... નરશીભાઈએ રાઘવને ત્રણ-ચાર દિ 'હુધી રામા
ભરવાડના તબેલામાં કેદ કરી રાખ્યો હતો.."
"હાલ, હું વાત કરી લવ છું.તું કાલ લઈન તો આય.."
સુરેશે કહ્યું .
"ઈમ નઈ..સુરા,નરશીભાઈને માફી માંગવી જોશે..તું અત્યારે જ પૂછી લે.. જો ઈ તિયાર હોય તો જ નાથો આવે એમ છે..અત્યારે નહીં તો ગમે ત્યારે નરશીને આ લોકો વાંકો તો વાળી જ દેવાના છે..તું હમજાવ એને..હાલ હું મુકું છું.." નરેશે ફોન કટ કર્યો.
સુરાએ રીસીવર મૂકીને નરશી સામે જોયું..નરશીના સાવ પડી ગયેલું મોં જોઈને એને ખરેખર દયા આવતી હતી..
"તારે રાઘવ અને નાથાની માફી માંગવી પડશે..તો એ લોકો તારી સાથે સમાધાન કરવા તિયાર છે.." સુરાએ કહ્યું.
"અરે..માય જાવા દે ને..! હું ઈ માંયકાંગલા'વની માફી માંગુ ઈમ ? હું ફરિયાદ લખાવીશ..મને આ લોકો પર જ ડાઉટ છે..ઘણા સમયથી આ લોકો મારી પાછળ પડી ગ્યા છે..હું જોઈ લઈશ હવે.."એમ કહીને નરશી ઉભો થયો..
"તારી સાટું થઈને મેં ઓફિસમાં આજ રજા રાખી..યાર સાવ આમ ન કર..નકામો ઠોકાઈ જઈશ..આમાં તારો જ વાંક છે.."સુરેશે કહ્યું.
"તને ખબર નથી સુરા..તારા પૈસાની તું ઉપાઘી ન કરતો.રાઘવાએ ઘણો માલ સગેવગે કર્યો'તો.."કહીને નરશી ચાલતો થયો..
"મરવાનો થયો છે હાળો.."
નરશીની પીઠ પાછળ સુરેશે શબ્દો ફેંક્યા અને કોઈને ફોન જોડ્યો.
* * * * * * * * * *
નરશી સુરેશની ઓફિસેથી સીધો જ પોલીસ સ્ટેશન ગયો..
"આવો.. નરશી શેઠ..બેસો"
હવાલદાર થોભણ નરશીને ઓળખતો હતો. એ નરશીના ગામનો જ કોળી હતો..એણે નરશી પાસે આવીને કહ્યું, "હું આયાં બેહવા નથી આયો..કયાં ગ્યા તારાં સાહેબ..ચોર પકડાયા કે નહીં..આજ ત્રીજો દિવસ થયો.."નરશીએ કહ્યું.
''ઓલ્યો ભીમલો ગુમ થઈ જ્યો સે..કાળ હાંજે કારખાનેથી ઘરે વ્યો ગ્યો સે..જાવ સાહેબ તમારી જ વાટ જોવે સે.." થોભણે બીડી સળગાવતા કહ્યું.
નરશી એની સામું જોતાં જોતાં પી.આઈ. હરીશ પટેલ પાસે ગયો.
"આવો, નરશીભાઈ..આ ભીમો કરીને જે કારીગર તમારા કારખાને કામે બેસતો'તો એનું સરનામું આપો..એ આજે હાજર થયો નથી..ક્યાં રહે છે એ?" ઇન્સ્પેકટરે કહ્યું.
નરશીએ કારખાને ગોરધનને ફોન જોડ્યો.
ગોરધન ખૂબ હોશિયાર અને ચાલક જુવાન હતો.
ભીમાને, પોતાના કારખાને વધુ બાકી આપવાની લાલચ આપીને વીરજીના કારખાનેથી નરશી જ ખેંચી લાવ્યો હતો. તેથી એનું સરનામું લઈ શકાયું નહોતું. એટલે કારીગરોની માહિતી ન રાખવા બદલ પોલીસનો ઠપકો મળશે એની ગોરધનને ખબર હતી.
"એ ચોપડો તો તિજોરીમાં જ મુકેલો.." ગોરધને આ જવાબ આપીને નરશીને ઉગારી લીધો.
"એ કારીગર વીરજી ઠુંમરના કારખાનેથી મારે ત્યાં આવ્યો હતો..હું એનું એડ્રેસ ગોતી દવ છું..'' કહીને નરશી ત્યાંથી કારખાને જવા નીકળ્યો.
પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે પોતાને રાઘવ અને નાથા ઉપર શંકા હોવાનું લખાવવાનો વિચાર હતો. પણ ભીમો ભાગ્યો હોવાના સમાચારથી નરશીનો વિચાર બદલાયો હતો..
કારખાને આવીને નરશીએ વીરજી ઠુંમરને ફોન કર્યો.
"હેલો, કોણ ?"વિરજીએ ફોન ઉપાડીને પૂછ્યું.
"હું નરશી માધા... વિરજીભાઈ કેમ છો ?" નરશીનું મોં સુકાતું હતું..
"અમે તો મજામાં જ છીએ...કારણ કે અમે બીજાના કારીગરોને વધુ બાકીયું આપીને ઉઠાંડતા નથી..તમારા કારખાનામાં ચોરી થઈ એ જાણ્યું..બહુ ખોટું થયું નરશીભાઈ. કેટલોક માલ હતો..?" વિરજીએ લાગ લીધો હતો.
"વિરજીભાઈ..કસમથી કહું છું..મેં એ ભીમલાને તમારા કારખાનેથી નથી ઉભો કર્યો.એ એની મેળે જ આવ્યો'તો..એનું સરનામું જોતું'તું..હાળો ભાગી ગ્યો છે.." નરશીએ બચાવ કર્યો.
"નરશીભાઈ, તમારે પૂછવું જોવે..કે પેલા ક્યાં બેહતો'તો..તમને નો ખબર હોય એવું હું માનતો નથી..
મારા પચાસ હજારનું એણે બુચ માર્યું છે..એ તમારે આપવા જોશે.. બીજી વાત પછી કરશું.. બોલો ક્યારે આપો છો ?" વીરજી મોકો છોડવા માંગતો ન્હોતો..
વિરજીની વાત સાંભળીને નરશીની નસો તંગ થઈ..
એના મોં પર ભંયકર ગાળ આવી ગઈ....પણ હજી કલાક પહેલા ગાળો બોલવાનું પરિણામ એ ભોગવી ચુક્યો હતો.
"વિરજીભાઈ..તમે સમજો યાર..હું અત્યારે તકલીફમાં છું..તિજોરી મળી જશે તો હું તમને ચોક્કસ તમારી બાકી રિટર્ન કરાવડાવીશ.." નરશીએ લવાય એટલી
નરમાઈ જીભ પર લાવીને કહ્યું.
"તિજોરી મળે કે ન મળે..મારા પૈસા મને તમારે આપવા જ પડશે..મને બધી ખબર છે...ભીમાનું એડ્રેસ જોતું હોય તો કોકને પચાસ હજાર લઈને મોકલો એટલે આપી દઈશ.." વિરજીએ ફોન કાપી નાખ્યો..
નરશી ફોન મૂકીને ગોરધન સામે જોઈ રહ્યો. માણસના કુકર્મો એને પોતાને જ કેવા નડતા હોય છે એ ગોરધન જોઈ રહ્યો..
* * * * * * * * *
મગન કારખાને ગયો ત્યારે નાથો મહિધરપુરા હીરા બજારમાં ગયો હતો.. ચાવાળો ભીખો ચા બનાવતો હતો.પણ સવારમાં ખૂબ ઘરાકી હોવાથી એણે માત્ર હાથ ઊંચો કરીને પછી મળવાનો સંકેત કર્યો. એક નાગરિક તરીકેની ફરજ આ અભણ ભીખો બજાવવા માંગતો હતો.પુરાવા વગર કોઈનું નામ આપવા મગનનું મન ના પાડતું હતું.અમસ્તું'ય રામા ભરવાડને કારણ વગર દુશ્મન બનાવવામાં જોખમ હતું..ભીખો પણ રામાને ઓળખતો હતો તેમ છતાં એ ડરતો ન્હોતો.. મગનને એની બહાદુરી માટે માન થયું..!હાથ ઊંચો કરીને મગને એનું અભિવાદન કર્યું અને કારખાને ગયો.

બપોરે મગન જમવા ગયો ત્યારે ભીખાની કીટલી બંધ જોઈને એને નવાઈ લાગી. ભીખો ટિફિન લઈને આવતો અને છેક રાત્રે આઠ વાગ્યે એની દુકાન બંધ થતી..! મગન ઘેર જઇને જમીને જલ્દી પાછો આવ્યો. એને ભીખા સાથે વાત કરીને ઉતાવળ ન કરવા સમજાવવાની ઈચ્છા હતી.પણ ભીખો હજી પાછો ન્હોતો આવ્યો..
બાજુના પાનના ગલ્લે જઈને મગને પાનનો ઓર્ડર આપ્યો અને પાનવાળાને ભીખા અંગે પૂછ્યું.
"ખબર નથી..અગિયાર વાગ્યા હુંધીન તો હતો..પસ હું માલ લેવા વ્યો ગ્યો'તો..ચીમ કંય કામ હતું..?" પાનના ગલ્લાવાળાએ કહ્યું.
"ના..રે..મારે શું કામ હોય..આ તો બંધ છે એટલે....." પૂછ્યું.

"बुरा होते हुए देखकर जो इन्सान अपनी नजरें घूमा ले
वो भी उस बुरे काम के बराबर का हिस्सेदार होता है।"
ભીખાની કેબીનના પતરાં પર હિન્દીમાં લખેલું એ વાક્ય મગનને જાણે કે વાગી ગયું..!
સાંજે કારખાનેથી છૂટીને પણ મગને ભીખાની કેબીન બંધ જોઈ..બપોર પછી એનો કોઈ છોકરો ચા લઈને પણ આવ્યો ન્હોતો.. મગનને નવાઈ લાગી.
આ ભીખલો ક્યાં મરી ગ્યો..?
શું ખરેખર ભીખલો મરી ગયો હશે..?

(ક્રમશ:)