Na-kabul in Gujarati Moral Stories by Mohammed Saeed Shaikh books and stories PDF | ના-કબૂલ

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ના-કબૂલ

“અરે, તુ હજી તૈયાર નથી થઈ? ” લક્ષ્મીબેને એમની દિકરી પાર્વતી યાની કે “પરી” ને કહ્યું.

“હા ,પણ હવે મારે કેટલી વાર આવી રીતે તૈયાર થવાનું? ” પરીએ છણકો કરતાં કહ્યું.

“કેમ? ”

“વારેઘડીએ તૈયાર થઈને બેસવાનું. . .બે-ચાર સવાલો કરવાના અને મુર્ખાની જેમ જવાબો આપવાના... એમ છતાંય મારા દિલને સ્પર્શી જાય એવું કોઈ મળતું નથી એટલે”

“જો પરી, હવે તું તારા સ્ટાન્ડર્ડને જરાક નીચે લઈ આવ, બેટા... હવે તો બહું થઈ ગયા... આ કેટલામો છે, ખબર છે તને? ”

“૧૩મો...”

“તો શું તારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવવાનું છે.? ”

“હું નથી જાણતી,પણ મારા દિલની બુકમાં નોંધવા જેવો કોઈ મળે તો ને? “ પરીએ નિરાશાના સ્વરમાં કહ્યું.

મા-દિકરીની ઘણી રકઝક પછી પાર્વતી ઉર્ફે પરી તૈયાર થવા રાજી થઈ. ૧૨ મુરતિયાઓને એ ઠુકરાવી ચુકી હતી.

કોઈ એના સ્ટાન્ડર્ડમાં બંધબેસતો નહતો. સાડા પાંચ ફુટ કદ, મધ્યમ બાંધો, ગોરો વાન, ગોળ ગોળ મોઢું, સમપ્રમાણ નાક અને ઉભરેલા સુડોળ સ્તન યુગ્મ... આટલું ઓછું હોય એમ એણે માઈક્રોબાયોલોજીમાં એમએસસી કર્યું હતું. પાર્વતી નામ એને જુનવાણી લાગતું હતું ,તેથી તે પોતાને પરી કહેવડાવવાનું પસંદ કરતી. લોકો વાતો કરતાં કે પરી સંપૂર્ણપણે એની મા ઉપર ગઈ હતી. લક્ષ્મીબેન પણ ખૂબ સુંદર હતા અને એ પણ યુવાનીમાં ઘણા મુરતિયાઓ ઠુકરાવી ચુક્યા હતા.

મમ્મી-પપ્પાએ છેલ્લે કંટાળીને કહી દીધું હતું કે આ છેલ્લો મુરતિયો જાઈલે – પસંદ પડે તો ઠીક છે નહીતર અમે હવે તારા લગ્ન કરવાનું માંડી વાળીશું ! એ ધમકીની અસર કહો કે રમણિકલાલનું નસીબ કહો - લક્ષ્મીબેને રમણિકલાલને જાઈને “હા” પાડી દીધી હતી અને એમને ગર્વ હતું કે એમની પંસદ ખોટી ન હતી. લક્ષ્મીબેન અને રમણિકલાલને લાગે છે કે તેઓ આમતો એક સુખી પરિવાર છે, પણ પરીનું જલ્દી કયાંક ગોઠવાઈ જાય તો એમની ચિંતાઓ મટે.

પણ પરીનું કયાંય ગોઠવાતું નથી. પરીના વિચારો ઉચ્ચ છે. એણે એમએસસી કર્યું છે, એટલે એ લેવલનો ભણેલો મુરતિયો જાઈએ. પાછી એકદમ રૂપાળી છે એટલે એની સાથે શોભવો પણ જોઈએ. આટલા વર્ષોમાં ૧૨ મુરતિયા આવ્યા, એમાં એને કાંઈક ને કાંઈક ખામી લાગી હતી. કોઈ માત્ર બીકોમ કરેલું હતું. કોઈએ બીએ કર્યું હતું. તો કોઈ માત્ર બારમા સુધી જ ભણેલો હતો. તો કોઈ શ્યામવર્ણનો હતો, તો કોઈ દિવ્યાંગ હતો, એક પીએચડી ડોકટર હતો, પણ એની ઉમર એને વધારે લાગી હતી એટલે નકારી દીધો હતો. બીજી મુશ્કેલીએ હતી કે પોતાની જ્ઞાતિમાં જ આ “સર્વગુણ-સંપન્ન” મુરતિયો શોધવાનો હતો.

બીજી જ્ઞાતિના યુવકોમાં એની ઇચ્છા મુજબના મુરતિયા હતાં પણ જ્ઞાતિભેદ આડે આવતું હતું. આમ કોઈને કોઈ કારણસર એ મુરતિયાઓને “રિજેક્ટ” કરી દેતી હતી. પણ મા-બાપને ચિંતાએ વાતની હતી કે પરી ૩૦ વર્ષની તો થઈ ગઈ છે, જા એ અત્યારે કોઈને પસંદ નહી કરે તો પછી શક્ય છે કે એને યોગ્ય મુરતિયો ન પણ મળે.!

તેથી લક્ષ્મીબેને આ ૧૩માં મુરતિયાને પરી પોતાનું સ્ટાન્ડર્ડ નીચે લાવીને પણ પસંદ કરીલે એવી ઈચ્છા હતી.મુરતિયાનું નામ અજય,ડીપ્લોમાં મીકેનીકલ એન્જીનીયર ,હાલમાં દહેજમાં આસીસન્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતો હતો.હમસફર ડોટ કોમ પર પરીએ પોતાની પ્રોફાઈલ મૂકી હતી એ જોઇને અજયે રીક્વેસ્ટ મોકલી હતી.આજે પહેલી વાર રૂબરૂ મુલાકાત ગોઠવાઈ હતી.

ડોરબેલ વાગી. મુરતિયો એની મિત્ર સાથે પ્રવેશ્યો. એને આવકારવા માટે રમણિકલાલ, લક્ષ્મીબેન અને વિશાલ આગળ આવ્યા.

મુરતિયો અને એનો મિત્ર એક સોફા ઉપર બેઠા. બીજા સોફામાં બીજા ત્રણ જણા બેઠા. વિશાલની પત્ની ઋત્વી કિચનમાં હતી.

થોડીવાર ઔપચારિક વાતો થઈ પછી લક્ષ્ણીબેને અંદરના રૂમ તરફ પરીને ઇશારો કર્યો. પરી ટ્રેમાં ચા લઈને આવી. પછી મુરતિયાની સામેના સોફા પર બેઠી. મુરતિયાએ નીચી નીચી નજરોથી પરીને જાઈ અને એક કપ ઉપાડ્યો.

“તમારા પપ્પા નાં આવ્યા? રમણીકલાલે વાત નો દોર સાંધતા કહ્યું.

“પપ્પાની તબિયત ખરાબ છે....જસ્ટ ફીવર...તાવ છે....એટલે મને કહે તારા ફ્રેન્ડને લઈને જઈ આવ... ”

“મમ્મી...બહેન...બીજુ કોઈ નથી? ”લક્ષ્મીબેને પુછયું

“મમ્મીનું ચાર મહિના પહેલાં જ અવસાન થયું...અને બહેને... અજયે પોતાના મિત્ર તરફ જાઈને થોડું અચકાઈને કચવાતા સ્વરે કહ્યું.

“બહેને... ભાગીને મેરેજ કરી લીધા...પપ્પા બહુ ગુસ્સે થઈ ગયાં એને કહી દીધું આ ઘરમાં પાછી આવતી નહી. ”

પરીએ પણ બે ચાર સવાલો કર્યા પછી અજય અને એના મિત્રએ વિદાય લીધી.

“પરી કેવા લાગ્યો મુરતિયો? ” લક્ષ્મીબેને બહુ આશા સાથે એને પ્રશ્ન પુછ્યો.

પરીએ ડોકું ધુણાવી ના પાડી દીધી અને પોતાના રૂમમાં દોડી ગઈ.

લક્ષ્મીબેને એની પાછળ ચાલ્યા.

“કેમ શું વાધો છે આમા? ”ગુસ્સાથી એમણે પરીને પ્રશ્ન કર્યો

“નથી ગમ્યો મને.... ”

“આમા શું નથી ગમ્યું તને જરા કહેને મને પણ ખબર પડે”

“નથી ગમ્યો એટલે નથી ગમ્યો...કહી દીધું ને બસ... ”

“પણ શું નથી ગમ્યું એ કહેને? ”

“તારે સાંભળવું છે ને મમ્મી તો સાંભળ...આ કાળીયા જાડે મને નહી ફાવે...અરે આજે ડીગ્રીની પણ કોઈ વેલ્યુ નથી અને આ પાછો ડીપ્લોમાં છે...અને કેવા કન્ઝવેર્ટીવ લાગે છે યુ નો? ”

“કન્ઝવેર્ટીવ એટલે હા...તને અંગ્રેજીમાં નહી સમજાય...એટલે ગુજરાતીમાં કહું...આ લોકો રૂઢિચુસ્ત, હાં રૂઢિવાદી છે જડ...અક્કડ... એના બાપે એની દિકરીના મનગમતા પાત્ર સાથે લગ્ન કરવાની મના કરી હશે તો જ ભાગીને એ... ઓહ, ગોડ... કેવી રીતે રહી શકુ આવા લોકો વચ્ચે ? ”

પરીએ ઉગ્રતાથી જવાબ આપ્યો.

“પરી ,તને શું લાગે છે પરીઓના દેશમાંથી કોઈ રાજકુમાર તને પરણવા આવશે?” લક્ષ્મીબેને ગુસ્સાથી પ્રશ્ન કર્યો.વાત વધુ વણસે એ પહેલાં રમણિકલાલે લક્ષ્મીબેનને ઇશારાથી રૂમની બહાર મોકલ્યા.

પરી પાસે આવીને એમણે એનો હાથ પકડ્યો.

“પરી, બેટા આવ...અહીંયા બેસ”. બન્ને પલંગ ઉપર બેઠા.

રમણિકલાલે આજ દિન સુધી પરીનો કોઈ ખોટો વેણ કહ્યો નહતો કે એને કોઈ ઉપદેશ પણ આપ્યો નહતો.પરંતુ આજે પરી ને કેટલીક વાતો કહેવી જરૂરી જણાતી હતી.

“જો બેટા પરી... અત્યાર સુધી તે ઘણા છોકરાઓને રિજેકટ કર્યા...મેં કશું ના કીધું...પણ હવે રહેવાતું અને સહેવાતું નથી એટલે કહું છું...બેટા તું એમ ના સમજતી કે અમે તારી મરજી વિના કોઈ એરાગેરા સાથે પરણાવી દઈશું. જયાં તારી મરજી હશે, જે તને ઠીક લાગશે, ત્યાં જ પરણાવીશું... અમે તો તને માત્ર એટલીજ રીકવેસ્ટ કરીએ છીએ કે થોડોક વિચાર કર્યા પછી જવાબ આપ... એક ઝટકે ના પાડી દેવી એ યોગ્ય નથી... હવે આ છોકરાની જ વાત લે..મને તો એમાં કોઈ ખામી લાગતી નથી... હા. વાન થોડો શ્યામ છે, પણ શું એ ભગવાન કૃષ્ણનો પણ આવો જ વાન નહતો? તોય આપણે એમને પુજીએ છીએ ને... માણસ એના રંગથી નહી કર્મથી ઓળખાય છે...

તું એમ પણ ના સમજતી કે તું અમારા ઉપર બોજો છે... ના દિકરી ના...દીકરીઓ કોઈ મા-બાપ ઉપર બોજ નથી હોતી... મા-બાપ તો એને આખી જિંદગી ઘરમાં રાખી શકે એટલા સટ્રોંગ હોય છે... પણ કોઈ મા-બાપ એવું ના ઇચ્છે કે એમની દિકરી ઘરમાં બેસી રહે...અરે દિકરીઓ તો હોય છે જ સાસરાને સ્વર્ગ બનાવવા માટે... દિકરીના હાથ-પીળા થાય એવું કોણ ના ઇચ્છે? અભાગ્યા હોય છે એ લોકો જેમની દિકરીના હાથ-પીળા નથી થતા...”

આટલું બોલ્યા પછી રમણિકલાલનું હ્‌દય ભરાઈ આવ્યું. પરી પણ થોડુ ભાવુક થઈ ગઈ. એની આંખોનાં ખુણા પણ ભીના થઈ ગયા.

“પેલા યુસુફ અંકલને તું ઓળખે છે ને...મારી કંપનીમાં છે એ કહે છે એમને ચાર દિકરીઓ છે અને એ છોકરીઓ એને જન્નત અપાવી દેશે.”

પિતાની આ વાતો સાંભળી પરીને લાગ્યું હતું કે એણે ઘણી ભુલો કરી હતી. એણે “પરફેકટ” મુરતિયો શોધવાની ભુલ કરી હતી. જ્યારે કે “પરફેટક” કોઈ માણસ આ દુનિયામાં નથી. ઉલટું, બે અધુરા જણ મળીને જ એક “પરફેકટ કપલ” બની શકે છે. એણે નકકી કરી લીધું હતું કે એ કોઈપણ મુરતિયાને પહેલી નજરમાં કે પહેલી મુલાકાતમાં ક્યારેય રિજેકટ નહી કરે.

થોડા દિવસ પછી એક મુરતિયાની રિકવેસ્ટ આવી.એણે સ્વીકારી. મુરતિયો મુળ વડોદરાનો હતો.છોકરો સારો હતો. બીજી જ્ઞાતિનો હતો-પણ હવે બીજી જ્ઞાતિમાં પણ જો ગોઠવાતું હોય તો ઘરવાળાને કોઈ વાંધો નહોતો. ભણતરમાં એની સમકક્ષ હતો. ગાંધીનગર પાસે આવેલા ભાટમાં પ્લાઝમા રીસર્ચ સેન્ટરમાં જુનિયર વૈજ્ઞાનિક હતો. મુલાકાત ગોઠવાઈ.છોકરાના માતાપિતા અને બહેન પરીને જોવા આવ્યા હતા. છોકરો તો ખુશ મિજાજ હતો. વાતચીત થઈ. પછી જવાબ આપીશું, કહીને છોકરાવાળા ગયા. સાંજે છોકરાની મમ્મીનો ફોન આવ્યો.એમને છોકરી તો ગમી હતી,પણ છોકરાની સરખામણીમાં એની ઉમર વધારે લાગતી હતી, એટલે એમને ના પાડી દીધી.

જિંદગીમાં પહેલીવાર કોઈએ એને રિજેકટ કરી હતી. એ મૂંઝાઈ ગઈ. આવેશમાં આવી ગઈ. ના પાડી દીધી? વોટ ઈટ મિન્સ? પણ ગુસ્સો શાંત થયો ત્યારે એને સમજાયું કે રિજેકશનનું દુખ કેવું હોય છ. આ પહેલા એ ૧૩ મુરતિયાઓને પણ આવા ગુસ્સાની લાગણી થઈ હશે ને? એમને પણ એની ઉપર ખીજ ચઢી હસેને? એને રડવું આવી ગયું. દુખની લાગણીની સાથે હવે સહાનુભૂતિ પણ ઉભરાઈ આવી-એ ૧૩ મુરતિયાઓ માટે.

એ સાથેજ એને એની ફોઈની દિકરી દિવ્યાની વાત યાદ આવી ગઈ. મુંબઈમાં રહેતી એની બહેન બાળપણથી એક પગથી ખોડંગાતી હતી. ભણેલી,ગણેલી, સમજદાર યુવતિ હતી. સાવ સામાન્ય ચહેરો પણ વાતો એની બહુ સમજદારીની હતી. એણે એક વખત પરીને કહ્યું હતું, પરી તું બધાને નિર્દયતાથી ઠુકરાવ નહી. એક વખત એવો આવશે કે લોકો તને ઠુકરાવશે.

આજે આ વાત યાદ આવતાં પરીના હ્‌દયને જાણે જોરથી ધકકો લગ્યો. હેં.. એ સમય આવી ગયો.? એણે એ દિવસે જ નકકી કરી લીધું હવે, હું કોઈને નહી ઠુકરાવું.

દિવ્યાના લગ્ન ગુજરાતી સાહિત્યનાં એક આસીસ્ટન્ટ પ્રોફેસર સાથે થઈ ગયા. ત્યારે તો એને પોતાની જાત ઉપર વધારે અપરાધ ભાવ ઉભરાઈ આવ્યો હતો.

એ પછી બે-ચાર માગા આવ્યા. છોકરાઓને છોકરી તો પસંદ પડતી પણ પછી કોઈ કારણસર ના પાડી દેતા. એકે તો કહ્યું પણ હતું કે તમારી ઉમર હવે ૩૫ થવા આવી એમાં તો પ્રેગનન્સીમાં પ્રોબ્લેમ્સ ઉભા થવાની શક્યતા હોય છે.

હા, એને હવે ૩૫મું બેસી ગયું હતું. સમય...કયાંથી કયાં નીકળી ગયો... એને લાગતું હતું કે એણે કંઈક ગુમાવી દીધું હતું. એની યુવાની, હાથમાંથી રેતી સરી જાય એમ સરી જઈ રહી હતી. હવે, એક નિરાશા એને ઘેરવા માંડી હતી. કયારેક એ અરીસા સામે ઉભી રહેતી અને પોતાનો પ્રતિબિંબને નિરખતી. મોઢા ઉપર હવે પહેલા જેવી ચમક નહોતી રહી. ચામડી પણ શિથીલ થઈ રહી હતી...કરચલી...ના,ના...બહુ નહોતી પણ હવે એનો પ્રારંભ થઈ ચુક્યો હતો...અને વાળ...કોક એકાદ વાળ ચાંદીની જેમ ક્યારેક ઝબૂકી જતો...અને સેથી... એની સેથીતો સુની હતી...આ ઉમંરે તો સ્ત્રીઓ બબ્બે-ત્રણ ત્રણ બાળકોની માં બની જાય છે...અને હજી તો એ “કુવારી” જ હતી... પ્યોર વર્જીન...અક્ષત કુંવારી...

ફિલ્મોમાં એ જોતી કે હિરોઈન અરીસા સામે ઊભેલી હોય અને હિરો એને પાછળથી આવી ભીંસી લે...અને ગાલ ઉપર તસતસતું ચુંબન ચોડી દે...પણ એ કાંઈ હિરોઈન નહોતી. એનો કોઈ હિરો નહતો કે એને આવીને ભીંસી દે...

ડબડબ કરતા ગરમ અશ્રુઓ એના ગાલ ઉપર ખરી પડયા.થોડા દિવસ પાછા વિત્યાં ત્યાં એમના દુરના કોઈ સગા એક માંગું લઈને આવ્યા. નામ શંકરભાઈ પણ લોકો એમને લાડથી રાજકુમાર કહે છે, ઉ.વ.૫૮, વિધૂર... એક પુત્ર છે. વાન શ્યામ હતો. માથે ટાલ હતી.

લક્ષ્મીબેને ફોટો જાયો...માથું ધુણાવ્યું...ના...ના... પરીએ ફોટો જોયો અને હા પાડી દીધી. લક્ષ્મીબેનેને આશ્ચર્ય થતું હતું. “બેટા,” ફરીથી વિચારી જોજે... “આતો વિધુર છે.અને હા હું તો મજાકમાં કહેતી હતી રાજકુમાર નું... પણ આ તો ..સમજી વિચારીને જવાબ આપજે.”

“મમ્મી, મને મંજુર છે.મારે કશું નથી જોવું હવે.” પછી મનમાં બોલી મને તો બસ એક “પુરુષ” જોઈએ... સગાઈની કે એવી કોઈ રસમ કરવાની નહોતી. રાજકુમારે કહેવડાવ્યું હતું કે એમના બીજા લગ્ન આ ઉમરે થઈ રહ્યાં છે એટલે એકદમ સાદગીથી માત્ર બે-ચાર મિત્રો અને સંબંધીઓની હાજરીમાં જ કરવાના છે. દહેજનો કોઈ પ્રશ્ન જ નથી.

થોડા દિવસ પછી સાદગીથી બંનેના કોર્ટમાં સિવીલ મેરેજ થઈ ગયા.

કોર્ટમાથી તેઓ બહાર નિકળ્યા ત્યારે એક કાર સામે ઊભી હતી અને બાજુમાં એક યુવાન સ્ત્રી હતી. શંકરભાઈ અને પરી કાર પાસે પહોચ્યાં ત્યારે એ યુવાન કારનું બારણું ખોલવા માટે બહાર આવ્યો. પરીની અને એ યુવાનની નજરો મળી. પરીને લાગ્યું કે એ યુવાનને પહેલાં કયાંક જાયો છે. પણ અત્યારે યાદ આવતું નહતું.

“આવો,આવો...બેસો.” શંકરભાઈએ પોતે કારમાં બેસતાં પરીને કહ્યું. પરી કારમાં બેસી. કાર ચાલવા લાગી. “હું ઓળખાણ કરાવું...” શંકરભાઈએ ડ્રાઈવીંગ કરતાં યુવાન તરફ ઇશારો કરતાં કહ્યું.

“આ મારે દિકરો છે, અજય...એલએનટીમાં મિકેનીકલ એન્જીનીયર છે. દહેજમાં હતો. હવે અમદાવાદની ઓફિસમાં પ્રોજેકટ મેનેજર છે.અને આ એની પત્ની છે રેશ્મા..” આગળ બેઠેલી સ્ત્રી તરફ જોઈને શંકરભાઈએ કહ્યું.

રેશ્માએ ડોકું પાછળ ફેરવી “હેલ્લો...મમ્મી” કહ્યું. પચીસેક વર્ષની એક સુંદર સ્ત્રીના મોઢામાંથી મમ્મી શબ્દ સાંભળતા જ પરીને કંઈક વિચિત્ર લાગ્યું.

એ યાદ કરવા મથી રહી.એને યાદ આવ્યો- અજય.૧૩મો મુરતિયો.

“બહુ સારો દીકરો છે અજય...એણે જ જીદ કરી હતી કે પપ્પા તમે લગ્ન કરી લો. આ તમારૂ એકલવાયુંપણું મારાથી જીરવાતું નથી...એના લીધેજ આજે આપણે...” શંકરભાઈ બોલી રહ્યા હતા.પણ પરીનું ધ્યાન એમની વાતોમાં નહોતું.પરીને લાગ્યું એમના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી.એને આ ગંધ જ વિચિત્ર લાગતી હતી,ઉપરથી માથામાં હથોડા વીંઝી રહ્યું હોય એવી અનુભૂતિ થતી હતી.એનું મગજ ચકરાવે ચડ્યું હતું.એને બધું ધૂંધળું કેમ દેખાઈ રહ્યું હતું? એણે બંને હાથથી પોતાનું માથું પકડી લીધું.

“ઓહ...ગોડ...મારૂ માથું.” કહેતા જ એ બેહોશ થઈને શંકરભાઈના ખભા ઉપર પડી ગઈ.

“અરે, આ કેમ બેહોશ થઈ ગઈ? ” શંકરભાઈએ અજય તરફ જોઈને પુછયું.

આટલું બોલી અજયે પાછળ જોયું.પરી બેહોશ પડી હતી.
પણ અજય શું બોલે?
એક હાસ્ય એના હોટો પર આવીને હવામાં વિલીન થઈ ગયું.