Kamani rupiyani nahi - aatmvishwash ni in Gujarati Women Focused by Matangi Mankad Oza books and stories PDF | કમાણી_રૂપિયાની નહીં #આત્મવિશ્વાસ ની

Featured Books
Categories
Share

કમાણી_રૂપિયાની નહીં #આત્મવિશ્વાસ ની

# ..

લગ્નના ૩૦ વર્ષે જ્યારે પતિ પાસે ખર્ચ માટે હાથ લંબાવવો પડે ત્યારે સ્વમાન ઘવાય તો ખરું. આવું જ બીજું વાક્ય સાંભળેલ કે કાશ જે તે સમયે હું મારા પૂરતું પણ કમાતી હોત તો આજે મારે કોઈ આગળ હાથ લાંબો કરવો પડત નહીં. એક વધુ વાક્ય હમણાં જ ઘર છોડી ચાલી જાવ હમેંશા માટે પણ ક્યારેય બહાર નીકળી કંઈ જ કર્યું નથી તો ?

આવા તો કેટલાય વાક્યો કેટલાય લોકો પાસે થી સાંભળેલ વાત છે. લગ્નના ઘણાં વર્ષો એક સફળ ગૃહિણી રહ્યા પછી પણ આ અફસોસ સતાવતો હોય છે કે પગભર થવું કેટલું જરૂરી છે. મારી જ વાત કરું તો હું બંને રોલ નિભાવી રહી છું માત્ર ગૃહિણી પણ અને એક આવક આવે એવું પણ નાનું મોટું કામ કરતી રહી છું. કોઈ સ્થિર આવક નથી હોતી પણ બહાર નીકળી કંઈ કરવાથી એક આત્મ વિશ્વાસ વધે છે. આમ તો મારા ઘરમાં બધું જ નાણાકીય વ્યવહાર થી લઇને બચત ખર્ચ બધું જ હું સંભાળું છું. છતાં હું મારી આવક આવવા લાગી પછી ખર્ચ કરવામાં વધુ સક્ષમ બની હોઉં એવું મને લાગી રહ્યું છે. જો કે હું તો કોલેજ માં જ પગભર થઈ ગયેલ ક્યારેય પપ્પા આગળ પણ પોતાના ખર્ચ માટે માંગવું ન પડે એવું તો કરતી જ હતી. પતિ આગળ તો ક્યારેય માંગવું નથી જ પડ્યું કારણ એમનો બધો જ નાણાકીય વ્યવહાર મારા જ હાથમાં રહ્યો છે છતાં મારા પોતાની આવક ભલે મારા પતિ ની આવકનો દશમો ભાગ પણ નહીં હોય તો પણ મને એ અલગ જ મજા આપે છે. મારી ખરીદી કરવાની ક્ષમતામાં વધારો થયો છે એવું મને લાગ્યા લાગે છે.

ઘણી વખત સ્ત્રી ને એમ કહી ને પણ બહાર કોઈ કામ કરવા જવા દેવામાં નથી આવતી કે એમનો પતિ પૂરતું કમાઈ છે માટે શું જરૂર છે? એમ સમજી સ્ત્રી પણ નથી જ કામ કરતી પણ જીવનમાં એક તબક્કો એવો આવે છે કે એ અફસોસ અનુભવાય છે કે ત્યારે મેં નાનકડું પણ કામ કરી લીધું હોત તો .. પરવશની જે લાગણી છે તે ન અનુભવાત. ઘણો સમય મેં પોતે પણ એમ વિચાર્યું કે એક સ્ત્રી એ શું કામ બહોળી જવાબદારી ઉપાડવી. પુરુષ કમાઈ ને લાવે સ્ત્રી ઘર સાચવે પણ સમય જતાં , અનુભવ અને આસપાસ બનતી ઘટનાઓ થકી એ તારણ તો નીકળ્યું જ કે સ્ત્રી એ પછી દીકરી હોય કે ગૃહિણી પોતાના પગ ઉપર ઉભુ રહેવા કોઈ પણ નાનકડું કામ પણ કરવું જોઈએ અને માત્ર ટાઈમ પાસ કે મોજ મજા માટે કોઈ નહીં આવક માટે પણ કામ કરવું જ જોઈએ.

ઘણાં ને સવાલ થશે કે ઈચ્છા તો થાય પણ પરિસ્થતિ અનુકૂળ દર વખતે હોવી જરૂરી નથી ઘરમાં વડીલ હોય ઘરનું કામ બાળકો ના સમય સાચવવામાં જ સમય ચાલ્યો જાય છે તો ઘરની બહાર નીકળી કામ કરવા નું કેમ કરવું? તો આ સવાલ નો સાવ જ સરળ જવાબ છે કે જરાય જરૂર નથી કે ઘરની બહાર નીકળો, ઘરે બેસી ને તમને ગમતાં કામ થી પણ આવક ઊભી થઈ શકે હવે તે વિચારવાનું કામ તમારું કે તમે શું કરી શકો એમ છો? તમે સારી રસોઈ કરી શકો તો ટિફિન સર્વિસ ખોલી શકાય કોઈ આર્ટ હોય તો એને લગતું કંઈ પણ થઈ શકે. હા જરૂર છે એક જ વસ્તુ મગજમાં રાખવાની કે કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું. જો ઈચ્છા હશે તો ચોક્કસ રસ્તો પણ નીકળી જ જશે. સમય ને કાઢવો પડે જેમ આ વાંચવા તમે ફેસબુક માં જઈ સમય કાઢ્યો. કે મારી વાતો સાંભળવા યુ ટ્યુબ માં જાવ છો તેમજ આ માટે પણ તમારે જ વિચારવાનું છે.

અહીં વાત પોતાના પગ ઉપર ઊભા રહેવાની છે ત્યારે ઘણાં લોકો એમ પણ સમજે છે કે પુરુષો ની સમોવડી થવા કે પુરુષો ને દેખાડવા માટે જ સ્ત્રીઓ બધા કામ કરતી હોય છે તો એક ચોખવટ ચોક્કસ કરીશ કે સ્ત્રી ની વાત કરું છું ત્યારે લીટી ને મોટી કરવાની જ વાત કરીશ પુરુષો ને નીચે ઉતારી પાડી ને નહીં કરવાની વાત જ નથી. વાત એમ પણ નથી કે પુરુષો પાસે થી રૂપિયા માંગી જીવન નિર્વાહ કરવામાં શરમ આવે છે. આ દેખાડવા માટે ની પણ વાત નથી પોતાની શક્તિને તપાસવાની જ વાત છે જે કપરી પરિસ્થતિમાં ઉપયોગી થઈ જ શકશે.
અહીં હજારો કે લાખો કમાવવાની વાત જ નથી. આવકનો આંકડો નહીં તે વિશ્વાસ જ ગણવાની વાત છે. (#MMO)

એક સિક્કાની હમેંશા બે બાજુ હોય છે. એમ જ આપણે ત્યાં જેમ ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીઓની છે તેમજ ઘર ને ચલાવવા કમાણી કરવાનો ભાર પુરુષો પર છે. ભાર જ કહીશ કારણ અત્યારની પરિસ્થતિમાં આકરી મહેનત હોય અને ઈચ્છે તો પણ અને સજા લાગે તો પણ એમાં થી બહાર નીકળી શકે નહિ.
એવી કેટલી સ્ત્રીઓ હશે જે પોતાના પતિને વિશ્વાસ થી કઈ શકે કે તમારે કામ ન કરવું હોય કે નોકરી ન કરવી હોય તો કંઈ નહીં આપણે સાથે કંઇક કરી લઈશું. જો આ આત્મવિશ્વાસ દરેક સ્ત્રી માં આવી જશે તો કદાચ પુરુષો નો પણ ઘર ચલાવવા એમને જ કમાવવા નું છે જેવો ડર છે તે દૂર થઈ જશે. ગૃહિણી જેટલી સક્ષમ ઘર એટલું જ સક્ષમ.{#માતંગી}

https://youtu.be/RHE6g5Zxlb0