Tidakh - 1 in Gujarati Comedy stories by Hetalba .A. Vaghela books and stories PDF | ટીખળ - 1

Featured Books
Categories
Share

ટીખળ - 1

હકુભા, આજે હોળીની પૂજા પત્યાં પછે રાયતે કઈક ટીખળ કરીયે.. "
"હુ કિયો સો.. કંઈ વિચાયરું સ કે નઈ..?.."
" તે ચંત્યા શેની કરો સો.. હું સું તે.. મેં વિચાયરું સ.."
" એવું.. !!.. શુ વિચાયરું સ..?"
" એ હું કઉં એમ કરે જવાનું પછે, જુઓ.. "
" એ હાલો ટોળકી.. હટ આ બધું સમેટો કરો ને આ બાજુ આઈ જાવ.. "
" એ.. હો.. "

( સાત જણાની હકુભાના નેતૃત્વ હેઠળની ટોળકી.. ગામના બધા જ તહેવારોનું કામ સુપેરે પર પાળી લેતા.. કોઈની મદદ જોઈતી હોય તોય અડધી રાતેય ઉભા રહે.. ને ટીખળમાંય એક્કો.. )

" એ હકુભા.. આ હોળી તો પુરી થઈ જઇ.. હવ હુ કાર્યક્રમ ગોઠયવો સ. "
" મગના, એક કામ કર... તું ઘેર જા.. ને કડક મીઠી ચા બનાવડાવતો આય ને... હા, ચૂલો ચાલુ કયરા પેલા થોડી રખ્યા લેતો આવજે.. "
" લે.. રખ્યા કાં..?.."
" કીધું એટલું કર ને બધું કહી દયશ તો મજા મરી જાહે.. "
" આ બાપુ.... મોટું વિચારીને બેઠા લાગછ.. હારું હું આવું ચા હાયરે રખ્યા લઈન.."
" એ જીતલા.. તું ને રાજ્યો બે મસાલ તૈયાર કરજો.. "
" એ હકુભા.. આ.... કાં..!!.."
" મુંગીના મરો... હવે કોઈ એક શબદ બોયલું ન તો હું કંઈ નઈ કરવાનો.. હાં...."
" એ રાજ્યા.. લે હાલ.. "

( રાજુ.. ને જીતુ બંનેએ મશાલ તૈયાર કરી ત્યાં સુધી મગન ચા બનાવી લાવ્યો. બધાએ ચા પીધા પછી હકુભાના કહેવાથી મોં એ રખ્યા (રાખ) ચોપડી મોં કાળા કરી લીધા.. ને હોળી પ્રગટાવવાની હોવાથી બધાએ કાળા કુર્તા એક સરખા પહેરેલા.. )

" એ હવ તો ચ્યો.. લ્યા.. હું કરવાનું સ.... "
" હાંભળો લ્યા.. હઉ.. ગામમાં હોળી કરવા હારું જીવણજી શેઠ આયવો સ.... એણે ઘણા ખેડૂને હેરાન કયરા છ... એ એકલો આજે આંગણામાં હુતો સ.... "
" લે.. કાં....!!"
" મેં જ ઈને હાંજે પોરો ચડાયવો... કે જો હાંચો મરદ માણહ હોય તો આજે આંગણામાં ઢોલિયો ઢાળીને હુઈ દેખાડે.... હું મારી મુછ્યું ઉતરાવી દઈશ.. ને એ બાપડો મારી મુછ્યું કઢાવવાના અભરખા રાખતો બાર હુઈ ગયો છ.... "
" બાપડો... ઇનો ચોયણો બગાડવાનો વચાર સે ઇમ ને... !!.. "
" હવ હમજયાં... રાજ્યા તું ને જીતલો એક એક મસાલ લઈ આગળ હેડજો ને મગના આપણે ચારેયે ઈને ઢોલિયા સોંતો પાદરે લઈ જવાનો સ.... "
" હમજી ગ્યા બાપુ.. હવે જુઓ જીવણજી ને વલે.."
( ને આગળ રાજુ ને જીતુ મસાલ લઈ ચાલ્યા હકુભા ને બીજા ત્રણ જણા પગ દબાવતા જીવણજીના ઢોલિયા પાસે પહોંચ્યા.. ચારેય જણાએ એક સાથે ઢોલિયો ઉપડયોને બધા એક સાથે રાડો પાડવા લાગ્યા.. ' રામ બોલો ભાઈ રામ.. ' ને ટોળકી પાદર બાજુ આગળ વધી.. જીવણજી સફાળો જાગી ગયો.. ને.. )
" એ મારી માવડી... એ બાપાલિયા.... મન બચાઈ લો... એ મને છોડો કાળમુખાવ... એ મારા હારાવ.. મન મેલી દો.. એ મેં શું બગાયડું સ્ કોઈનું... મારા તો સોકરાવય નાના સે... મન છોડી મેલો હું પાસો ગોમમો પગ નહિ મેલું... મારો જીવ ના લેશો.. મન છોડી મેલો.. હું તમારા હાથ જોડું બાપલાવ.. "

( પણ સાંભળે કોણ ગુલાબી શીતળ રાત અને ગામનો સન્નાટો... જે બારીઓ કે દરવાજા અવાજ સાંભળી થોડા ખુલ્યા એય આ કાળા મોં અને કાળા કપડાંવાળા ને મશાલવાળા લોકોને જોઈ ગભરાઈ ગયા.. અને દરવાજા - બારીઓ બંધ કરી બેઠા......)

ગામના પાદરે ઢોલિયો પછાડી મસાલવાળા ઊંધા ઉભા રહ્યા અને આ ચારેય જણા એના ઢોલિયાની આસપાસ નાચવાનું ચાલુ કર્યું.. એવામાં હકુભાએ અવાજ દબાવીને બોલવાનું ચાલુ કર્યું..

" પહેલો હું ખાઈશ.. "
( ત્યાં બાકીનાઓએ પણ અનુકરણ શરૂ કર્યું.. )
"હું.. ખાઈશ.. "
" હું.. ખાઈશ.. "

( જીવણજી ઠેકડો મારીને ધોતિયું સંભાળતા ઘર ભણી ભાગ્યા.. ટોળકી આખી ખડખડાટ ખખડી પડી ને તાળીઓ દઈ છુટા પડ્યા.. સવારે હકુભા જીવણજીના ઘેર આવ્યા.. )

" એ... જીવણજીભાઈ ક્યાં ગયા.. "
" હકુભા.. આવો બેસો.. કાકાને પરોઢિયાના ઝાળા થઈ જ્યાં છ... બાપડાં ધુળેટી રમવા આવેલા.. પણ માંદા પડ્યા છ.. "
" હશે.. હારું કેજો... હકુભા મળવા આયા તા.. "

( ને દાઢમાં હસતાં હસતાં હકુભા રંગમાં ખંજવાળનો પાવડર ભેળવતા ધુળેટી રમવા નીકળી પડ્યા.. )

હેતલબા વાઘેલા "આકાંક્ષા"