chahat - ek love story - 4 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | ચાહત - એક લવ સ્ટોરી - 4

Featured Books
Categories
Share

ચાહત - એક લવ સ્ટોરી - 4

હવે આગળ,

મેં તેમની પર ગુસ્સો કર્યો ને- તેમની ઓફીસ ની બહાર જોરથી હાથ પછાડ્યો અને મને તેમના પર ગુસ્સો આવ્યો પણ તેની તરફ વધારે ધ્યાન નો દેતા ત્યાંથી જલ્દી થી ટેક્સી માં બેસી ને આગળ તેણે શોધવા નીકળી પડ્યો મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું બસ મને ખાલી તેની (વાઈફ )જ ચિંતા હતી હું ગાડી માં બેસી તેની જ યાદો માં હતો ત્યારે મને યાદ આવ્યું કે તે મને ફોન માં ફોટા મોકલતી હતી મેં વિચાર્યું કે કંઈક ને કંઈક કલુ મળી જશે એમ કહી મેં ફોન ખીસ્સા માંથી કાઢ્યો ને તરત તેણે મોકલેલા ફોટા જોવા લાગ્યો, એમાં એક સરસ ફોટો હતો તેની એ ધોધ ની નીચે તેમને ફોટો પડાવ્યો હતો, હું ખુશ થઈ ગયો મને થોડી આશા જાગી પણ પળ વાર માં નિરાશ થઈ ગયો કારણ કે મને ખબર નહોતી કે આ જગ્યા ક્યાં આવેલી છે ને હું ક્યાં જવ છું, થોડોક સમય થતા મને લાગ્યું કે હું આ ફોટો ડ્રાયવર ને બતાડું જો તે અહીંનો હોય તો તે ફોટા ની જગ્યા ઓળખી જાય ને મેં તેણે ફોટો દેખાડ્યો તેણે ફોટો જોયો ને તરત તેને કહું કે આ જગ્યા નું નામ જોગીની વોટરફોલ છે,અને તે અહીંથી થોડેક કિલોમીટર દૂર છે, મેં તેમને ગાડી ઝડપથી હંકાવવાનું કહ્યું, ત્યાં પોગતાજ મેં જોયું તો એક પોલીસ વાળો અને થોડી ઘણી ભીડ હતી હું થોડોક ઘબરાઈ ગયો પછી મેં તે પોલીસવાળા ને કહ્યું અહીંયા શું થયું છે,તો જવાબ માં તેને કહું કે 'અહીં એક બસ પલટાની છે 2-3 દિવસ પહેલા અને તેમાં બેઠેલા માણસો અડધા ગુમ થયેલ છે તો તેમની શોધખોળ ચાલુ છે ' હું જરાક ગભરાનો ને ટાઈમ બગાડ્યા વિના મેં ખીસ્સા માંથી મારી પત્ની નો ફોટો તે પોલીસવાળા ને દેખાડ્યો તેને ફોટો હાથ માં લઈ ને થોડોક વિચારી ને કહે છે કે આ ધોધ તો અહીં નો જ છે પણ આ ચહેરા નું કોઈ જોવા મળ્યું નથી sorry' જ્હોન તરત નિરાશ થઈ જાય છે,જ્હોન ત્યાં જ બેસી જાય છે,તેમને ખબર નથી કે શું કરવું છે, ક્યાં જવું છે, પછી તેમના ડ્રાયવર તેમને કીધું કે ચાલો સર હું તમને આગળ એક હોટલ છે ત્યાં તમને લઈ જવ સાંજ પડી ગઈ છે,ને રાત તમે ત્યાંજ રોકાઈ જજો.,


ત્યાંજ હિમવર્ષા ચાલુ થઈ જાય છે અને ટાઢો પવન પણ હોય છે, પછી જ્હોન હોટલ માં એન્ટર થાય છે, પછી તે રૂમ બુક કરાવી ને તેમની પત્ની ની યાદો માં ખોવાય છે, તેમની યાદો ને કારણે તેમને ખબર નો રહી કે ક્યારે સવાર ના 5 વાગી ગયા પડી ગઈ, ત્યાં તો વહેલી સવારે હિમવર્ષા પણ ઓછી તેને સમય બગાડ્યા વીના તરત જ ત્યાં ધોધ પાસે જવા દોડ્યો, બહાર બધા રસ્તા બરફ થી ઢંકાયેલા હતા અને હજી પણ બરફ નો ધીમો -ધીમો વરસાદ ચાલુ જ હતો, અને ટાઢ પણ હતી.,

જ્હોન ભાગતો દોડતો ધોધ પર આવે છે, ધોધ પર આવતા તે જોવે છે કે હજી પણ માણસો બસ પલટાની છે ત્યાં શોધખોળ કરે છે ને ગોતાખોરો પાણી માં શોધખોળ કરે છે, ને તે પોલીસવાળો પણ ત્યાં હોય છે, તે કોક બીજા સાથે વાત કરી રહ્યો હોય છે, તે તક નો ગુમાવતા જ્હોને તરત જ તળાવ માં કૂદકો માર્યો ને તે જાતે જ તેની તેની પત્ની ને ગોતવા લાગ્યો,

વધુ આવતા અંકે,
જય સ્વામિનારાયણ