Truth Behind Love - 55 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 55

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 55

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-55

શ્રૃતિને સમજાતુ નહોતું કે દીદી ભાનમાં આવી કંઇ બોલતી કેમ નથી ? એ થોડીવાર બેસી બહાર નીકળી ગઇ એજ સમયે સ્તુતિએ આંખો ખોલી અને શ્રૃતિને બહાર જતી જોઇ રહી. સ્તુતિની આંખમાં આંસુ તગતગી ગયાં એણે ખૂબ કાબૂ કર્યો અને પાછી આંખો બંધ કરી દીધી. સ્તવનને કંઇ સમજાતું નહોતું કે સ્તુતિ સાથે શું થયું છે અને સ્તુતિ ભાનમાં આવીને પણ કેમ કઇ બોલતી નથી એ સ્તુતિની સામે જ જોયા કરતો.
*********
પ્રણવભાઇએ વિનોદભાઇ અને વિનોદાબહેનનાં ઘરે ગયાં પછી અનસુયાબહેનને બોલાવ્યા "અનુ હવે મને ઘણું સારું છે મારે સ્તુતિની ખબર કાઢવા જવું છે મને લઇ જા.
અનસુયા બ્હેનને ખૂબ આશ્ચર્ય થયું "અરે સ્તુતિને શું થયું છે કે તમારે જવુ છે ? તમારી સામે ને સામે તો હોય છે. શ્રૃતિને કામ હોય છે એટલે બહાર રહેવું પડે છે.
પ્રણવભાઇએ કહ્યું "અનુ ક્યાં સુધી છૂપાવીશ ? મારી બંન્ને છોકરીઓને હું સારી રીતે ઓળખું છું. શ્રૃતિ સ્તુતિની જેમ વર્તવા જાય છે પણ સ્તુતિ ના બની શકે. મારી સ્તુતિનું વર્તન વાણી બધું જ જુદું છે એનું નાટક શ્રૃતિ વધુ સમય ના કરી શકે. હું પહેલાં જ દીવસથી જાણી ગયેલો કે સ્તુતિને કંઇ થયું છે જરૂર પણ હું સૂઇ ગયો એમ સમજી ને વિનોદભાઇ અને વિનોદાબેનને વાત કરતાં સાંભળી ગયેલો કે સ્તુતિને અકસ્માત થયેલો એ ભાનમાં નથી હવે બધુ સમય જુઠુ ના બોલશો. પ્લીઝ મને સ્તુતિ પાસે લઇ જા હવે મારો જીવ નહીં રહે.
અનસુયા બ્હેન રડી પડ્યાં. તમારી વાત સાચી છે આપણી સ્તુતિને અકસ્માત થયો છે અને ત્યારથી જ ભાનમાં નથી આવી ખબર નહીં એક જ દિવસે તમે બન્ને જણાં હોસ્પીટલમાં હતાં મેં કેવી રીતે સમય કાઢ્યો છે મારું મન જાણે છે.
પ્રણવભાઇની આંખો ભીની થઇ "અનુ જે હોયએ પહેલાં મારે સ્તુતિને મળવા જવું છે મને ત્યાં લઇ જા પ્લીઝ શ્રૃતિને ફોન કર કે એ ગાડીની વ્યવસ્થા કરે હું આજે જ એને જોવા જઇશ.
અનસુયા બ્હેને કહ્યું "શ્રૃતિને નહીં હું વિનોદભાઇને જ ફોન કરુ છું એ ગાડી લઇને આવે આપણને લઇ જાય પણ તમારાથી ચલાશે ને ?
પ્રણવભાઇએ કહ્યું "હવે મને ભગવાન પણ નહીં રોકી શકે. મને સારું જ છે હવે હું હળવે તારાં ટેકે ત્યાં સુધી જઇશ જ અનસુયાબ્હેને કહ્યું ઓકે એમ કહીને વિનોદભાઇને ફોન કર્યો. વિનોદભાઇએ કહ્યું "હું અને વિનોદા બન્ને આવીએ છીએ પણ પ્રણવભાઇથી અવાશે ? એમને સાચી ખબર પડી ગઇ ?
અનસુયાબ્હેન કહે "હાં ખબર છે એમને બધી જ પણ બોલતાં નહોતાં પ્લીઝ આવોને એમને સ્તુતિ પાસે લઇ જવા છે વિનોદભાઇએ કહ્યું "અમે હમણાં જ આવીએ છીએ તમે તૈયાર રહો અને ફોન મૂક્યો.
*************
સિધ્ધાર્થની સૂચનાથી વિક્રમને કસ્ટડીમાં લીધો અને એનાં સ્કીન અને બલ્ડનાં એમણે સેમ્પલ મોકલાવી દીધેલાં જેનો રીપોર્ટ તાત્કાલીક માંગેલો અને રીપોર્ટમાં બંન્ને નમૂનાં મેચ થયાં અને ભાંડો ફૂટી ગયો.
સિધ્ધાર્થે રાહુલને કહી કીધુ કે હવે થર્ડ ડીગ્રીથી સમજાવો એનાં મોઢેજ બધી વાત ઓકાવો.
રાહુલને જેવી સૂચના મળી અને એણે વિક્રમને થર્ડ ડીગ્રી બતાવી મારી મારીને અધમૂવો કરી મૂક્યો પણ એવો ઢીઢ હતો બોલતો નહોતો. સિધ્ધાર્થે એનાં શરીર પર સોળ ઉઠેલાં એનાં પર સોડા વોટર અને મીઠું નાંખવા કીધુ પેલો ચીચીયારી પાડી ઉઠ્યો. બસ કરો બસ કરો હું તમને બધુ જ કહુ છું શું બની ગયું હતું ? પ્લીઝ બસ માફ કરો એણે પહેરાવેલી કડી સાથે હાથ જોડયાં.
સિધ્ધાર્થે ઇશારો કર્યો એટલે રાહુલે રાઇટરને બોલાવ્યો અને રેકોર્ડીંગ ચાલુ કર્યું અને વિક્રમે મુજાલને કહીને પછી ટેરેસ પર ગયો પછીથી જે જે સ્તુતિ સાથે વર્તન કરેલું એ બધું જ પોપટની જેમ કબૂલવા માંડ્યુ. એની સાથે જાબાન હતો એ પણ કહ્યું અને સિધ્ધાર્થનો પિત્તો ગયો "સાલા નરાધમો આટલી નાની છોકરી પર આટલો સિતમ તમને એવી સજા અપાવીશ કે 10 જન્મ યાદ રહેશે અને રાહુલને સૂચના આપી અને વિક્રમે આપેલી કબૂલાત અને બાતમી પ્રમાણે જાબાનને પકડી લાવવા કહ્યું અને સિધ્ધાર્થનાં મોબાઇલ પર ફોન આવ્યો. સિધ્ધાર્થે સ્ક્રીન જોઇને તરત જ રીસ્પોન્ડ કર્યો "હાં હાં હું સિધ્ધાર્થ બોલો ડોક્ટર ? અરે વાહ હોંશ આવી ગયો ? ભાનમાં આવી ગઇ ? પછી કંઇક વિચારીને કહ્યું "અમે હમણાં આવીએ છીએ એમ કહીને ફોન મૂક્યો.
****************
શ્રૃતિએ રૂમમાંથી બહાર નીકળીને થોડી ચિંતા અને ગભરામણ સાથે ફોન જોડયો. સામે છેડે અનાર હતી. અનારે પૂછ્યું "શ્રૃતિ કેમ છે દી.. ને ? ભાન આવ્યું ? શ્રૃતિએ કહ્યું "આવ્યુ છે આંખો ખોલીને જુએ છે પણ બોલતી નથી મારાથી એની સ્થિતિ જોવાતી નથી અને આમ કેમ જોયા કરે છે ? બોલતી કેમ નથી ? અનારે કહ્યું "ચાલ હું હોસ્પીટલ આવું છું કદાચ સ્મૃતિ ભૃંશ થયો હશે યાદશક્તિ જતી રહી હશે કંઇ નહીં હું આવું છું ચિતાં ના કર. ત્યાંજ પ્રણવભાઇને લઇને વિનોદાબેન, અનસુયાબ્હેન અને વિનોદભાઇ આવ્યા સાવ ધીમે ધીમે ચાલતાં સ્તુતિનાં રૂમમાં પહોચ્યાં નર્સે કહ્યું "આમ આટલા માણસો નહીં આવી શકો. એક એક જ મળી શકાશે મને ડોક્ટર ટોકશે પ્લીઝ કોઓપરેટ મી.
ત્યાંજ ડોક્ટરે આવીને કહ્યું "નર્સ આવવા દો બધાંને પેશન્ટ ભાનમાં આવી હજી કોઇને ઓળખતી નથી કદાચ કોઇનાં માટે સ્મૃતિ તાજી થાય કંઇ નહીં ખુરશીની વ્યવસ્થા કરો બેસવા દો બધાને અને સ્તવન ઉઠીને પ્રણવભાઇને કાળજીથી પકડીને અંદર લઇ આવ્યો. શ્રૃતિ પણ બધાં સાથે પાછી અંદર આવી ગઇ.
****************
રાહુલ જાબાનંને વિક્રમની માહિતી પ્રમાણે એ સ્થળેથી પકડીને લઇ આવ્યો અને એને પણ થર્ડ ડીગ્રી નો પરચો કરાવ્યો બંન્ને આરોપી પોપટની જેમ ટપ ટપ કબૂલવા માંડ્યા સિધ્ધાર્થે આવીને કહ્યું "એક કામ કરો ડોક્ટરનો ફોન આવી ગયો છે સ્તુતિને ભાન આવી ગયું છે પણ જુએ છે પણ કંઇ બોલતી નથી જાણે યાદ ના હો કંઇ પણ આ રાક્ષસોને જોઇને કદાચ બધી જ સ્મૃતિ તાજી થાય એમને ત્યાંજ લઇ જઇએ.
રાહુલે કહ્યું ઓકે હું આ લોકોને કડી પહેરાવી કોન્સ્ટેબલ સાથે ત્યાં લઇને આવું છું તમે સર પહેલાં ત્યાં પહોચો. સિધ્ધાર્થે ઓકે કહ્યું અને એણે રાહુલને પાછળ જ આવવા કહીને હોસ્પીટલ તરફ જવા નીકળી ગયો.
*************
અનારને ઘરેથી નીકળતાં જોઇને પાપાએ પૂછ્યું કે ક્યાં જાય છે શું થયું ? અનારે કહ્યું "કંઇ નહીં પાપા આવું છું હમણાં મુંજાલનો ફોન હતો... આવું હમણાં એમ કહીને પૂછ્યું બોલીને ઘરેથી નીકળી.
અનારે નીકળ્યાં પછી મુંજાલને ફોન કર્યો મુંજાલે ફોન ઉઠાવતાં જ કહ્યું "કેમ શું થયું કેમ ફોન કર્યો તારાં બધાં વીડીયો અને ફોટાં તને આપીતો દીધાં હવે શું છે ? અનારે કહ્યું "મેં એનું પૂછ્યું જ ક્યાં છે ? અને એ આપી દીધાં એની સામે તેં મારી સાથે ગ્રાંડ પાર્ટી પણ ઉજવી દીધી છે ને ? મુંજાલ તને કંઇક કહેવા ફોન કરેલો પણ પહેલાં એક સારાં સમાચાર આપું અને એક ખરાબ બોલ શું સમાચાર આપું ?
મુંજાલે કીધું સ્વાભાવિક છે સારાં સમાચાર જ આપ. આમ પણ હું માંડ પોલીસનાં ચક્કરમાંથી છૂટ્યો છું અનારે પૂછ્યું ? શું શેનાં ચકકરમાં અને પોલીસ વચ્ચે ક્યાંથી આવી ?
મુંજાલે કહ્યું "પ્લીઝ સારાં સમાચાર કહેને મારાં કાન તરસે છે. સાંભળવા પછી હું કહું છું તને બધું.
અનારે કહ્યું "મેકવાનને સીધો દોર કરી દીધો છે અને પાપા સાથે મેં પેટછૂટી વાત કરી છે મને ખૂબ લડ્યાં પણ એ વધુ કંઇ કહી શક્યા નથી કારણ કે આ કલ્ચર એમણે જ વારસામાં આપ્યુ છે. એમાંય તું ભટકાયો. તેંય ક્યાં વસૂલી વગર મારું કામ કર્યું છે ? પણ તારી સાથે મને તકલીફ નથી પડી કે બીજો ભય પણ નહોતો કેમ કે પાપાને તું પસંદ છે અને મેકવાન સાથે આટલું થયાં પછી પણ તેં મને સ્વીકારી છે. બાય ધ વે બીજાં ખરાબ સમાચાર એ છે કે સ્તુતિને ભાન આવી ગયું છે પણ યાદ કંઇ ખાસ નવી હું હોસ્પીટલ જઊં છું જોઇએ ત્યાં શું થાય છે ? બાય કહી ફોન મૂક્યો.
વધુ આવતા છેલ્લા અંકે --પ્રકરણ-56