Truth Behind Love - 54 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 54

Featured Books
Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 54

પ્રકરણ 54
ટ્રુથ બિહાઇન્ડ લવ -54
સ્તુતિને ભાન આવી ગયું હતું એ બધાંને જોઇ રહી હતી પણ કંઇ જ બોલતી નહોતી. એ આંખો બંધ કરી દેતી હતી. એ કોઇ રીસ્પોન્સ જ નહોતી આપતી. જાણે કેટલાય સમયની ઊંઘ અને થકાવટ હોય એમ આંખો બંધ કરી દેતી હતી.
ડોક્ટરે બી.પી. અને ટેમ્પરેચર તપાસ્યું. બી.પી.ઓકે હતું પણ થોડોક તાવ હતો એટલે નર્સને દવા આપવાની સૂચના આપી સ્તુતિને પ્રશ્નો કરવા લાગ્યાં અને સ્તવને આ પોલીસની જેમ પૂછપરછ કરવા ના પાડી અને ડોક્ટરે સંમતિ સૂચક હા પાડીને બહાર નીકળી ગયાં અને ત્યાંજ શ્રૃતિ આવી એણે સ્તુતિને બંધ આંખે બેઠેલી જોઇને બોલી ઉઠી... દી ભાનમાં આવી ગઇ ? એની આંખો કેમ બંધ છે ? અને સ્તવનની પાસે આવી ઉભી રહી ગઇ. સ્તવને કહ્યું "શાંતિ રાખ હમણાં આંખો ખોલશે અને સ્તુતિએ આંખો ખોલી.
સ્તુતિએ આંખો ખોલી અને શ્રૃતિની સામે જોયું અને એને જોતી જ રહી જાણે કંઇ કહેવા માંગતી હતી પણ પછી નજર હઠાવી સ્તવન સામે જોયું સ્તવન સામે દયામણું ચહેરો કરીને પાછી આંખો બંધ કરી દીધી.
શ્રૃતિ અને સ્તવન બંન્ને એની સામે જોઇ રહ્યાં સ્તવનને કહ્યું "સ્તુતિ સ્તુતિ એમ કહીને એનો હાથ પકડ્યો "સ્તુતિ બોલને શું કહેવું છે ? અને સ્તુતિએ આંખો ખોલીને પોતાનો હાથ ખસેડી લીધો. સ્તવન... કેમ હાથ છોડાવે ? શું થયું છે તારી સાથે હું તને ક્યારનો પૂછી રહ્યો છું પ્લીઝ રીસ્પોન્ડ કરને પ્લીઝ.
સ્તુતિએ પાછી આંખો ખોલી.. પણ કંઇજ બોલી નહીં.
**********
સિધ્ધાર્થની ચેમ્બરમાં પહેલો જ ધર્મેશ આવ્યો એમ સિધ્ધાર્થે પૂછ્યું "તમે આ સ્તુતિને ઓળખો છો ? ધર્મેશે કહ્યું આ જેની સાથે અકસ્માત થયો છે એને જાણતો જ નથી કદી મળ્યો નથી એની બહેન શ્રૃતિને અમારી કંપનીમાં એપોઇન્ટમેન્ટ આપી છે પણ એનો ફોટો જોઇને પહેલાં એવું થયું કે આતો શ્રૃતિ છે બંન્ને વચ્ચે શું થયું કે શ્રૃતિની જગ્યાએ એની બહેન અમારાં કલાયન્ટને મળવા હોટલમાં આવી હતી અને એની સાથે આવું કેવી રીતે થયું હું કંઇ જ જાણતો નહોતો. હું ત્યાં ગયો પણ નહી હું મારાં કલાયન્ટ સાથે ઓફીસમાં મીટીંગમાં બીઝી હતો તમે એ તપાસ કરી શકો છો.
સિધ્ધાર્થે થોડીવાર સામે જોઇ રહ્યો પછી કહ્યું ઠીક છે તમે જઇ શકો છો. જ્યારે જરૂર પડે ફરીથી બોલાવીશું અને ધર્મેશે થેંક્યુ સર" કહીને ઉભો થયો. સિધ્ધાર્થે ઉમેર્યું અને કહ્યું "પણ હા અમારી પરવાનગી વગર તમે ક્યાંય બહાર નહીં જઇ શકો. ધર્મેશે કહ્યું "સર આમાં હું ક્યાંય ઇન્વોલ્વ નથી પછી ? સિધ્ધાર્થે કહ્યું "મેં તમને કીધું સમજાય છે ને કોઇ આરગ્યુંમેન્ટ નહીં ચાલે. ધર્મેશ ઓકે કહીને નીકળી ગયો.
ધર્મેશનાં ગયાનાં થોડાં સમય પછી મુંજાલને અંદર બોલાવ્યો. સિધ્ધાર્થે કહ્યું "તમે તો હોટલમાં હાજર હતાં અને એની જાણ છે. બોલો જે સાચું હોય એજ કહેજો પાછળથી નહીંતર વધુ મુશ્કેલી થશે.
મુંજાલે કીધુ "સર હું હાજર હતો અમારી હોલીડે એક્સપર્ટ પહેલીવાર મોટું બુકીંગ લઇ રહી હતી અને એજ હોટલમાં પછી અમારે મિત્રોની ટેરેસ પર પાર્ટી હતી એટલે હું ત્યાં હાજર હતો. આ શ્રૃતિનાં વેશમાં સ્તુતિ છે એ પણ ખબર નહોતી બંન્ને બહેનો આટલી એક સરખી દેખાય છે એ પણ ખબર નહોતી એટલે હું ઓળખી જ નહોતો શક્યો કે આ શ્રૃતિની બ્હેન સ્તુતિ છે શ્રૃતિ નથી.
એણે બુકીંગ સરસ રીતે પુરુ કર્યું મેં એને કોંગ્રેચ્યુંલેશન કહેવાં મારાં બુક થયેલાં રૂમમાં બોલાવેલી એને મેં ક્યું તારાં બુકીંગનું કમીશન તને સાથે જ મળી જશે તારાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે અને એને ગીફટ અને બુકે આપ્યાં પછી આટલુ કહીને હું ટેરેસ પર જતો રહેલો. મને આગળ કંઇ જ ખબર નહોતી કે આમ કેમ થયું ?
સિધ્ધાર્થે કહ્યું "એક સામાન્ય હોલીડે એક્ષ્પર્ટ જો તમારે ત્યાં કામ કરે છે એનાં પર આટલી મહેરબાની ? કમીશન, બુકે, ગીફટ શું છે આ બધું ? તમે એને ટ્રેપમાં ફસાવવા જ બોલાવેલી અને પછી એની લાજ લૂટવાનો પ્રયત્ન કર્યો અને હાથમાં ના આવી એટલે ફેકી દીધી ? તમે શું સમજો છો ? અમેં અહીં બધાં બેવકૂફ બેઠા છીએ ?
સિધ્ધાર્થ એકદમ ગરમ થઇ ગયો. તમને આજે જ અમે કસ્ટડીમાં લઇએ છીએ તમે પુરુવાર કરો કે તમે નિર્દોશ છો.
મુંજાલ ગભરાયો એણે કહ્યું "સર, આઇ સ્વેર આવા, કોઇ કામમાં હું સંડોવાયેલો નથી અને આ અમારી કંપનીની રીત છે જો કામ કરે એને પ્રોત્સાહીત કરવા માટે આવી ગીફટ અને કમીશન આપીએ છીએ એનું પહેલું આટલું સારું મોટું બુકીંગ હતું એટલે જ આપી છે ગીફ્ટ દરેક બુકીંગમાં નથી હોતી.. કમીશન તો પહેલેથી જ પોલીસી છે આપવાની એટલે આપવા કીધું હતું હું પતાવીને ટરેસ પર જ ગયો છું તમે ત્યાં પણ તપાસ કરી શકો છો. ક્યા સમયે હું ઉપર ગયો હતો એ ત્યાં હાજર રહેલા. માણસો પણ કહી શકશે. હું શું કામ આવું કામ કરુ સર ?
સિધ્ધાર્થે કહ્યું "મને તમારી આખી જન્મકૂંડળી અને કર્મ કૂંડળી કાઢી છે તું સ્ત્રીઓનો શોખીન છે તું કંઇ પણ કરી શકે સાચું બોલ નહીંતર કસ્ટડી તો તૈયાર જ છે.
મુંજાલે કહ્યું "સર હું કબૂલ કરુ છું મારી ઘણી સ્ત્રી મિત્ર છે પણ આમાં હુ ક્યાંય સામેલ નથી મેં એ છોકરીને એક સ્પર્શ પણ નથી કર્યો હું શું કામ કરું ? મારો આસીસ્ટન્ટ પણ મારી સાથે હતો એને પૂછી શકો છો.
સિધ્ધાર્થે કહ્યું "તારો આસીસ્ટંટ તારો પાળેલો કૂતરો જ હોય ને એની જુબાની કે એનાં સ્ટેટમેન્ટ પર કેટલો વિશ્વાસ કરવો ? આનાં પછી આવવાનો છે એ વિક્રમ ?
મુંજાલે કહ્યું "હાં સર વિક્રમ એની પાસે જ મેં ગીફટ અપાવી હતી અને ગીફ્ટમાં વજન હતું જ્યુસની બોટલસ હતી એનાંથી ઊંચકાઇ નહીં એટલે એ ગીફ્ટ લઇને આ છોકરી સાથે રૂમની બહાર નીકળ્યો અને હું ટેરેસ પર ગયો. આનાથી વધુ હું કંઇ જ જાણતો નથી આ છોકરી ભાનમાં આવે તો એની સામે હાજર થવા તૈયાર છું એ તો કહેશેને કે હું આમાં હતો જ નહીં.
સિધ્ધાર્થે એને બેસવા કહીને રાહુલને કહ્યું પેલો બહાર બેઠો છે એને બોલાવો અને રાહુલે વિક્રમને અંદર મોકલ્યો. વિક્રમ આવીને સામે ઉભો રહ્યો.
સિધ્ધાર્થે બેસવા ઇશારો કર્યો અને થેક્યુ સર કહી બેઠો"""

"સિધ્ધાર્થ વિક્રમ સામે તીખી નજરે જોઇ રહ્યો પછી પૂછ્યું આટલી પૂછપરછમાં તું ક્યાંય દેખાયો નહીં હોટલમાં તારી એન્ટ્રી નથી અને આ તારો સાહેબ કહે તું એની સાથે હતો બોલ સાચું…. શી વાત છે ? આ તારો સાહેબ તને ગીફટ આપવાનું કહી કશે ગયો હતો ? કે સાથે જ હતાં.?
વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો. મુંજાલ અકળાયો કેમ બોલતો નથી ? જે સાચું હોય એ સરને જણાવ. સિધ્ધાર્થ મુંજાલ સામે જોઇ રહ્યો અને બોલ્યો હું પૂછું છું ને તું કેમ વચમાં બોલે છે ? તારા નોકર પર રોફ મારી દબાવ લાવે છે ? મુંજાલે કહ્યું સર એવું નથી પણ તમારો પ્રશ્નનો જવાબ નથી આપતો મને રીલેટેડ છે એટલે બોલાઇ ગયું. સોરી...
સિધ્ધાર્થ વિક્રમ સામે કરડી આંખે જોયું વિક્રમે પછી બોલવું શરૃ કર્યુ "સર... હું એમની સાથે જ હતો સરનો રૂમ બુક એમનાં નામે હતો એટલે એન્ટ્રી નહીં હોય પરંતુ સર મને ગીફટ આપવાનું કહી એમની પાર્ટીમાં ટેરેસ પર ગયેલાં
સિધ્ધાર્થ કહ્યું પછી શું થયું એવું તે શું કહ્યું અને સિધ્ધાર્થની નજર એનાં ચહેરાં પર ગઇ આ ચહેરાં પરા ઉઝરડાં શેનાં છે ? બોલ ?
વિક્રમે ગભરાઇને કહ્યું "સર એતો હું ટેરેસ પર સ્લીપ થઇ ગયેલો તો ફલોર પર પડેલાં ગ્લાસ તુટેલાં એનાં ઉઝરડાં છે. વિક્રમ ગભરાયેલો હતો. સિધ્ધાર્થને સમજતાં વાર ના લાગી એણે રાહુલને બોલાવીને કહ્યું "આને પહેલાં કસ્ટડીમાં લો અને મુંજાલને કહ્યું "ક્યાંય મુંબઇની બહાર પણ નથી જવાનું હું કહુ એટલે હાજર થવાનું છે તું જઇ શકે છે.
વિક્રમે કહ્યું સર મેં કંઇ નથી કર્યુ સાચુ કહુ છું મુંજાલ ગયો અને રાહુલ વિક્રમને કસ્ટડીમાં નાંખી સિધ્ધાર્થ પાસે આવ્યો. સિધ્ધાર્થે ફોરેન્સીકનાં રીપોર્ટ માંગ્યાં.
**************
શ્રૃતિ ગભરાયેલી સ્તવન પાસે બેઠી હતી અને સ્તુતિ તરફ જ જોઇ રહેલી એને સમજ નહોતી પડતી કે દીદી બોલી કેમ નથી રહી ? એ થોડીવાર બેસી બહાર નીકળી ગઇ અને સ્તુતિએ આંખો ખોલી એને બહાર જતી જોઇ રહી...
વધુ આવતા અંકે ----પ્રકરણ-55