Pret Yonini Prit... - 18 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 18

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 18

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-18
બાબાએ એ બંન્ને જીવોને જે અવગતિએ થઇ પ્રેત થયાં હતાં એ લોકોને પ્રેતયોનીમાં પણ પારાવાર પીડા આપી. અને પછી મનસા તરફ નજર કરી કહ્યું "જો પેલો પણ આ લોકોની લાઇનમાં જ છે અને મધ્યમાં રહેલાં અગ્નિમાં જોયું તો એનો પારાવાર પીડાથી પીડાતો ચહેરો જોયો. મનસાને ઘણી શાંતિ મળી હોય એવું લાગ્યું.
બાબાએ કહ્યું "તમે બંન્ને સાચાં હતાં તેથી તમારી પ્રતેયોનીમાંથી મુક્તિ મળી અને બીજો ફરીથી મળવાં જન્મ લઇ શક્યાં. આ લોકો નહીં રહે પ્રેત નહીં રહે મનુષ્ય એ લોકો કોઇ બીજી જ યોનીમાં સબડશે.
માનસે કહ્યું "બાબા પણ મને જીવતે જીવત અપાર પીડા મળી... પછી પણ પીડા... કેમ ? મારી શું ભૂલ હતી ? બાબાએ ચહેરા પર હાસ્ય લાવીને કહ્યું" એનો પણ જવાબ મળી જશે થોડી ધીરજ રાખ.
બાબાએ પારુ તરફ જોઇને કહ્યું "તારો ડર દૂર કર તને કોઇ હવે વિતાડશે નહીં. મળસ્કે અહીંથી જેની સાથે આવી હોય એની સાથે નીકળી જજે. ગોકર્ણ તને નીચે મૂકી જશે. અહીંથી ભસ્મ લઇ જજો અને ઊમંગનાં કપાળે લગાડી દેજે અને તને આપેલાં દોરાં બાંધી દેજે હવે એ સાવ સારો થઇ જશે. હવે તું ચિંતા અને ભયમુક્ત છે.
બાબા હવે બ્રહ્મમૂહૂર્તની રાહ જોવા લાગ્યાં... બ્રહ્મમૂહર્તની વિધિ માટે એમણે ગોકર્ણને સૂચના આપી કે અહીંથી બધાને વિદાય કર એ વિધી કોઇ જોઇ નહીં શકે અને મારે બતાવવી પણ નથી... આ બે જણાં ભલે બેઠાં એ લોકો માઁ માયાનાં શરણમાં છે... અને ગોકર્ણ વિધીની તૈયારીમાં પડ્યો.
******************
સવાર પડી અને વિધુ અને વૈદેહી અહી ધોઇને પહેલાં બાબા સોમનાથનાં દર્શને ગયાં. અને ત્યાં આટલી સવારે ભીડ જોઇને આશ્ચર્યમાં પડ્યાં. લાઇનમાં ઉભા રહી ગયાં વિધુએ પિતાંબર અને રેશ્મી ઝભ્ભો પહેલો અને વૈદેહીએ સાડી બંન્ને જણાં જાણે વરવંધુ જ લાગતાં હતાં જાણે હમણાં જ માહયરામાંથી પરણીને નીકળ્યાં હતાં.
વિધુ વૈદેહીનો નંબર આવી ગયો. વૈદેહી બાબા માટે પીતાંબર લાવી હતી અને બીજી ભેટ અને પ્રસાદ લાવી હતી અગાઉની કરેલી તૈયારી પ્રમાણે બધી જ વસ્તુઓ તૈયાર હતી. વિધુએ બાબાને જળ ચઢાવ્યુ અને પ્રાર્થના કરી રહ્યો. પછી બંન્ને જણાંએ ભેટ ધરી પ્રસાદ મૂક્યો અને બંન્ને જણાં એકબીજાનાં હાથ આપીને યુગ્મ નમસ્કાર કર્યા અને આશીર્વાદ લીધાં. પૂજારીએ બાબાને પ્રસાદ ચઢાવીને બાકીનો ઘરે લઇ જવા પાછો આપ્યો.
પૂજા પત્યા પછી વિધુએ વૈદેહીને કહ્યું "બાબા સમક્ષ મેં તને મારી પત્નિ તરીકે સ્વીકારી છે પરંતુ અહીં પૂજારીજીને પૂછીને એમની સમક્ષ જ ગાંધર્વ લગ્ન કરી લઇએ. વૈદેહી ખૂબ ખુશ થઇ ગઇ તરત જ સંમતિ આપી દીધી. વિધુએ ત્યાં બીજા પૂજારીજી ઉભાં હતાં એમને વાત કરી એમણે કહ્યુ એ વિધી અહીં નહીં થાય પણ બાજુમાં બાબાનું પુરોણોક્ત અક્ષર મંદિર પણ છે ત્યાં આવો ત્યાં હું તમને પૂજા કરાવું અને ગાંધર્વ લગ્ન પણ કરાવી આપીશ. મારી દક્ષિણા પૂરાં હજાર રૂપિયા થશે.
વિધુ બોલે પહેલાં જ વૈદેહીએ કહ્યું "ભલે અમે આપી દઇશું પણ અમારે આ મૂહૂર્તમાં જ લગ્ન કરવાં છે. અને પૂજારી એ લોકોને બાજુનાં મંદિરમાં લઇ ગયાં.
વિધુ અને વૈદેહી એકદમ ઉત્સાહમાં અને ઉત્તેજનામાં હતાં બંન્ને એમની સાથે ગયાં. પૂજારીએ બંન્ને જણને બેસાડ્યાં અને મંત્રોચ્ચાર કરીને બાજુમાં રહેલાં હાર એકબીજાને પહેરાવા માટે કહ્યું અને પછી પીપળાનાં ઝાડની ફરતે પ્રદક્ષિણા કરાવીને બંન્નેને તિલક કરી આશીર્વાદ આપ્યાં.
વિધુ વૈદેહી બંન્ને ખૂબ ખુશ થઇ ગયાં. વૈદેહીએ હજાર રૂપિયા આપીને એમનાં આશીર્વાદ લીધાં પૂજારીએ કહ્યું "આ ગાંધર્વલગ્ન છે તમે બંન્ને હવે લગ્ન બંધનમાં છો પીપળદેવ વનસ્પતિ દેવતાની સાક્ષીએ તમેં પતિપત્નિ બન્યા છો સાત ભવ હવે સાથે જ રહેશો મારાં આશીર્વાદ છે અને પૂજારીએ બંન્નેનું મોં મીઠું કરાવી કહ્યું "હવે તમે જઇ શકો છો. અહીં વિધી પુરી થઇ છે.
વિધુ વૈદેહીમાં જાણે અચાનક જ ફેરફાર આવ્યો.
વિધુએ વૈદેહીનો હાથ પકડીને હળવે હળવે બહાર લઇ જઇ રહ્યો હતો. બંન્નેનાં ચહેરાં ખીલી ઉઠ્યાં હતાં. બંન્નેમાં પતિ-પત્નિ નજાકતા અને વર્તન જાણે આવી ગયેલાં.
વિધુએ કહ્યું "એય મારી રાણી પૂજારીજીએ ભલે સાત જન્મ જ કીધાં પણ હું તો તને સાત જન્મયો કે એ પછી પણ કંઇ હોય મોક્ષ હોય કે કંઇ પછી હોય હું તને ક્યારેય નહીં છોડું સદાય તારો સાથ નિભાવીશ ખૂબ પ્રેમ કરીશ હર જન્મમાં હુ પતિ તું મારી પત્નિ જ હોઇશ એ મારું વચન છે.
વૈદેહીએ સમય સ્થળ જોયાં વિનાં જ વિધુનાં ચરણે પડી આશીર્વાદ લઇને એને વળગી પડી. વિધુએ પણ વ્હાલથી બાથ ભરી એને ચુંબન કરી દીધુ અને આગળ માં નાં મંદિરથી માં પાસે આશીર્વાદ લઇને વૈદેહીનાં સેંથામાં સિંદૂર પૂરી દીધું. વૈદેહીને જાણે આજે સ્વર્ગ મળી ગયું બંન્ને જણાં દર્શન કરી... ગાંધર્વ વિવાહ કરીને પ્રસાદી સાથે હોટલમાં આવ્યાં. રૂમમાં આવીને બેઠાં.
વિધુ વૈદેહીની સામે જ જોઇ રહેલો. એણે કહ્યું મારી વહીદુ.. હવે તું જ મારી પત્નિ હું જ તારો પતિ -માય લવ આપણી ઇચ્છા પૂરી થઇ ગઇ આપણે આજે એક થઇ ગયાં હવે કોઇ ડર -દુખ-ગ્લાની કે પસ્તાવો નહીં હોય બસ પ્રેમ, પ્રેમને પ્રેમ જ હશે. કોઇપણ સ્થિતિ-સંજોગ આવે આપણે જુદા નહીં થઇએ હું વચન આપું છું વૈદેહીએ કહ્યું "મારાં વિધુ હું પણ વચન આપું છું હું પણ કોઇ સ્થિતિ સંજોગમાં ક્યારેય નહીં. છોડું તારાંથી જુદી જ નહીં થઊં.
વિધુએ ઉભા થઇને વૈદેહીનાં કપાળે ચૂંબન કર્યું પછી આંખો પર, ગાલ પર, નાક પર ગળામાં બધે ચુંબન કરવા માંડ્યાં. વૈદેહીએ કહ્યુ "એય મારાં વરજી થોડી ધીરજ રાખો આપણે અહીંજ છીએ આજે હમણાં કાંઇ નહીં.. રાત્રે સાચી મધુરજની કે પરણ્યાની પહેલી રાત સુહાગ રાત મનાવીશું. અત્યારે કંઇ કરીને એ મજા અને એનો આનંદ ઉત્સાહ અને મહત્વતા નથી ગુમાવવી. તને ભૂખના લાગી હોય પણ મને ખૂબ લાગી છે સ્વીટું થોડુંક ખાઇ લઇએ. ત્યાં મંદિરથી બહાર મહેંદી મૂકાય છે ત્યાં બેઠેલી છોકરીઓ બહુ સરસ મહેંદી મૂકે છે મારે મૂકાવવી છે આપણાં લગ્નની મહેંદી જેમાં તારુ નામ હશે. ચાલને થોડું ખાઇ લઇએ.. મહેંદી મુકાવીએ અને થોડું ક્યાંક ફરવા જઇએ પછી પાછા આવીને ક્યાંય નહીં નીકળીએ... બસ પછી તું અને હું અને આપણી સુહાગરાત.. શું કહે છે મારી જાન ?
વિધુએ ખુશ થતાં કહ્યું "હાં તારી વાત સાચી છે એવું જ કરીએ. ભૂખતો મને પણ ખૂબ લાગી છે પણ હું તને જોઊં છું અને મારી ભૂખ-ઊંઘ બહુ જ અદ્રશ્ય થઇ જાય છે બસ તને આંખોથી માણું છું અને ધરાઇ જઊં છું.
ચાલ પણ કપડાં બદલીને જઇએ.. હલકું ફુક્યું પહરીને જઇએ.. પછી આવીને કાઢી નાંખીશું પછી કંઇ જ પહેરીશું જ નહીં અને બંન્ને જણાં એક સાથે હસી પડ્યાં. બંન્ને જણાં કપડાં બદલીને રૂમ લોક કરીને નીકળી ગયાં.
**********
વિપુલ અને સંગીતા બંન્ને વિધુ વૈદેહીની પંચાત કરી રહેલાં એ લોકો સાથે ગયાં છે કે વૈદેહી એની ફ્રેન્ડસ સાથે ગઇ છે એ તપાસ કરવી પડશે. સંગીતાને વૈદેહીની ખૂબ ઇર્ષ્યા આવી રહી હતી. એની માં એને બધે જ જવા દે છે અને પાપા તો ઘરે હોય જ નહીં ક્યાંકને ક્યાંક બહારગામ ફરતાં હોય છે એને બધી જ જાતની આઝાદી છે એક મારી આ ઓરમાન માં મને ક્યાંય નીકળવા દેતી નથી આખો દિવસ કંઇને કંઇ કામ સોપ્યાં કરે છે એની જણેલી છોકરીને હાથમાં ને હાથમાં રાખશે અને મારી સાથે સાવ ઓરમાયું વર્તન.. પણ હવે હું નથી સહન કરવાની.
વિચારોમાં પડેલી સંગીતાને વિપુલે કહ્યું "કેમ શું વિચારમાં પડી ગઇ ? આમ તારુ મોં કેમ પડી ગયું છે તારો ચહેરો પીળો પડી ગયો છે ? એતો મને સાંજ સુધીમાં ખબર પડી જ જશે વિધુ ક્યાં છે ? નહીં ખબર પડે તો એનાં ઘરે જ જઇને તપાસ કરીશ કોઇ કામનાં બહાને. સંગીતા કહે ઠીક છે હું દવા લઇને ઘરે જઊં નહીતર પેલી ડાકણ મારો ઘોઘરો ઝાલશે....
વધુ આવતા અંકે ---પ્રકરણ-19