Pret Yonini Prit... - 15 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 15

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 15

પ્રકરણ-15
પ્રેત યોનીની પ્રીત
"વિધુનાં બનાવેલાં પ્લાન પ્રમાણે વૈદેહીએ માંને મનાવી લીધી અને બન્ને જણાં ખૂબ ખુશ થઇ ગયાં. વિધુએ જવાની ટીકીટ ઓનલાઇન બુક કરી દીધી બંન્ને જણાં સુરતથી સોમનાથ 14 થી 15 કલાકનો રન હતો. સવારે 7.00 વાગ્યાની બસ હતી રાત્રે 9 વાગે પહોચાડશે એવું કીધું વિધુએ રાત્રે જ ઓનલાઇન હોટલ બુક કરાવી દીધી. સોમનાથ મંદિરની નજીકની જ બધું નીપટાવીતે સંતોષ થયો. એણે વૈદેહીને ફોન કરીને જણાવ્યું બધુ જ બુક થઇ ગયુ છે એટલું સારુ છે બધુ જ ઓનલાઇન બુક થઇ જાય છે કેટલી શાંતિ-પણ સવારની આ દિવસની સફર છે જતાં જતાં બધુ જોતાં જોતાં જઇશું અને ત્યાંથી રાત્રે 8.00 વાગે પાછા આવવાની કરાવવા વિચાર કર્યો પણ બુકીંગમાં પૂછી લીધું કે એ ત્યાંથી કઢાવીએ તો બુકીંગ મળી જશે ? એમણે હા કહી એટલે ત્યાંથી જ કરાવીશું.
વૈદેહીએ કહ્યું એય મારા રોમેન્ટીક રાજા ખૂબ મજા આવશે હાંશ મહાદેવે કેવા યોગ રચ્યો આપણને સાથે પહેલીવાર આમ સાથે બહાર જવા મોકો આપ્યો. એમનાં દર્શન કરીશું સમર્પિત થઇશું.
વિધુ કહે "મને તો ઊંઘજ નહીં આવે તારાંજ સપનાં ખૂલ્લી આંખે જોતો પડ્યો રહીશ. તારો રેશ્મી દેહ મારાં હાથમાં મારાં હોઠ તારાં હોઠ પર વાહ લોટરી જ લાગી ગઇ.
વૈદેહી કહે "બસ કર લૂચ્ચા.... થોડું ત્યાં માટે રહેવા દે અત્યારથી બહું વિચાર વિચારના કર જે કુદરતી થાય એજ સાચું ચલ સૂઇ જઇએ સવારે ફોન કરું તને ઉઠાડવા.
વિધુ કહે ઉઠાડવા ? એટલે ? હું... ઉઠેલો જ છું હજી શું ઉઠાડીશ ? એમ કહીને જોરથી લુચ્ચુ હસ્યો.
વૈદેહી કહે “તું તો એક નંબરનો હલકટજ છે જા સૂઇ જા હું સૂઇ જઊં કાલે હું 6.30 વાગે રેડી હોઇશ અને નાકે રાહ જોતી ઉભી હોઇશ.
વિધુ કહે હું 6.15 વાગે ત્યાં ઉભો હોઇશ. તારાં આવવાની રાહ જોતો હોઇશ. ચાલ સૂઇ જઇએ બાય લવ યુ કહીને ફોન મૂક્યો. ફોન મૂકીને વિધુ સાચેજ જાગતાં જાગતાં ખૂલ્લી આંખે સપના જોવા લાગ્યો.
વૈદેહીએ ફોન બાજુમાં મૂકી કપડા તૈયાર કરેલી બેગ વધુ એક નજરે જોઇને એ પણ પથારીમાં આવી એને પણ વિચારે ચઢ્યું મન. મારો વિધુ... આઇ લવ યુ.
**************
સવારે ઉઠી વિધુ તૈયારી કરી માંને પગે લાગીને માં અને પાપાએ આપેલાં પૈસા ઠેકાણે મૂકીને નીકળી ગયો અને નાકે વૈદેહીની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં દૂરથી વૈદેહીને આવતી જોઇ અને સામે ગયો એની બેગ પણ લઇ લીધી અને વૈભવીને નાનું પાઉચ અને પાણીની બોટલ પકડવા આપી દીધી. એણે નોંધાવેલી ઉબર પણ ત્યાં સુધીમાં આવી ગઇ અને તેનો પંદર મીનીટમાં બસ માટે પહોચી ગયાં. એમની બુકીગ ડીટેઇલ્સ આપીને બસમાં બેસી ગયાં... બે-બેની સીટની એરેન્જમેન્ટમાં વિધુએ વૈદેહીને વીન્ડો સાઇડ બેસાડીને બાજુમાં બેસી ગયો.
વિધુએ કહ્યું "જતાં બેઠાં બેઠાં અને આવતાં સૂતાં સૂતાં બંન્ને મજા લઇશું ખૂબ લૂચ્ચાઇઓ કરીશું. વૈદેહીએ વિધુની આંખના પ્રેમનું તોફાન જોયું એ વિધુની છાતી પર માથુ મૂકીને જાણે સૂઇ ગઇ. વિધુએ એનાં માથે હાથ ફેરવી પ્રેમ કરવા લાગ્યો.
**************
અજયભાઇનાં ફોન પર નિરંજનભાઇનો ફોન આવ્યો "હલ્લો અજયભાઇ ઘરે છો ને ? હું નિરંજનભાઇ ઘરે આવી ગયાં. અજયભાઇ એમને પરસાળ વટાવીને ઓરડામાં લઇ ગયાં. નિરંજનભાઇ બહુ ઝીણવટથી જોઇ રહેલાં. અજયભાઇનાં બેગોમાંથી નિરંજનભાઇ વાળી બેગ અલગ કાઢીને એમની પાસે મૂકી દીધી. અજયભાઇએ તરુબહેનને કહ્યું ચા મૂકજો શેઠ માટે.
તરુબહેન ચા બનાવવા ગયાં. નિરંજનભાઇએ એમની બેગને ધ્યાનથી જોઇ પછી થોડાં મલકાઇને બેગ ખોલી અંદરથી બધી કેશ ચેક કરી લીધી. 3 કરોડ પૂરા હતાં.
નિરંજનભાઇએ કહ્યું "થેક્યુ અજયભાઇ આપણે એક મોટી જમીન ખરીદી રહ્યાં છીએ નવા પ્રોજેક્ટ માટે એનું પેમેન્ટ કરવાનું છે જે ઉપરનાં પૈસા છે એ આમાંથી વહીવટ કરવાનો છે તમારો ખૂબ આભાર ચલો હું રજા લઊં.
અજયભાઇએ કહ્યું "એક મીનીટ ચા થઇ ગઇ છે. ચા પીને જાવ. ચા નું નામ લીધું છે.. પ્લીઝ.. નિરંજનભાઇ એ કહ્યું હાં હા ચા પીને જ જઊં. નિરંજનભાઇ શાંતિથી ચા પીધી અને પછી કહ્યું ચાલો જઊં.. થેક્યુ તમે મારાં ઘણાં કામમાં આવ્યાં.
એમ કહીને બેગ લઇને ઉભા થઇ બહાર નીકળ્યાં ત્યાં પરસાળમાં આવતાં તરુબહેન સામે મળ્યાં.. એમણે કહ્યું જયશ્રીકૃષ્ણ શેઠ.. મારાં વિધુનું ધ્યાન રાખજો. અમારે માટે તો તમેજ મોટી ઓળખાણ છો. દિકરો ફર્સ્ટ કલાસ પાસ થઇ ગયો છે અને ખૂબ મહેન્તુ અને સમજદાર છે. બીજી કોઇ આશ નથી.
નિરંજનભાઇએ શાંતિથી સાંભળીને કહ્યું બહેન તમે ચિંતા છોડી દો માની લો વિધુ સેટ થઇ ગયો. અને અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ ત્યાં પરસાળમાં જ બેસીને ફરીથી બેગ ખોલીને બોલ્યાં તમે આ ઘરની લક્ષ્મી છો આ ઓરડામાં હું બોલેલો તમને હું પૂરાં પાંચ લાખ આપીશ.
અજ્યભાઇ નિરંજનભાઇ આગળ બોલે એ પહેલાંજ બોલ્યાં શેઠ એતો તમારી મોટાઇ છે મારે પૈસા ના જોઇએ. તમારો પૈસા રાખ્યા સાચવ્યા મારી ફરજ હતી તમે મારાં પર ભરોસો રાખ્યો ભરોસાની ચૂકવણી ના હોય.
નિરંજનભાઇ કહે "તમે તમારી જગ્યાએ સાચાં જ છો પણ હું એકવાર બોલું પછી પાળું છું. કયાં તો બોલતો જ નથી આ મારો સિધ્ધાંત છે.. રખે માનતાં તમારી વફાદારીનું ઇનામ છે આતો હું મારી બહેનને આપું છું... કાન ખજૂરનાં પગ જેવું છે આટલા બધામાં મને 5 લાખ ઓછાં નહીં પડે. અને સાચું કહે તો આજનાં સોદામાં 5 લાખ આપીને હું 10 લાખ બારગેઇન કરી લઇશ. એટલે મારે તો 10 બચશે. તમે આ લઇલો એમ કહીને એમણે બંડલમાંથી 5 લાખ જુદા તારવીને તરુબહેનનાં હાથમાં મૂકી દીધાં અને બોલ્યાં બહેન એવી શુભેચ્છા અને આશીર્વાદ આપો મારો સોદો હું ઇચ્છું છું એમ પાર પડે... તમારાં જેવાં સદગૃહસ્થીનાં આશિષ ક્યારેય પાછા ના પડે મને વિશ્વાસ છે.
તરુલતાબેનનાં આંખમાં આભારવશ આંશુ આવી ગયાં પૂરી લાગણી અને ભાવથી બોલ્યાં "શેઠ તમે ધાર્યુ છે એમાંથી પણ સારી રીતે કામ પતશે મારાં હૃદયની પ્રાર્થના છે.
નિરંજનભાઇએ કહ્યું "શેઠ નહીં "મારુ નામ નિરંજન છે. હવે આટલી નીક્ટતામાં કોઇ વિવેકના કરવો તો મને વધુ આત્મીયતા લાગશે. ચાલો હું રજા લઊં એમ કહીને નિરંજનભાઇ બેગ લઇને નીકળી ગયાં. અજયભાઇ અને તરુબહેન અવાક થઇને જોતાં જ રહ્યાં. આ શું અજાયબ થઇ ગયું એક જ પળમાં એમણે વિચાર્યા વિનાં 5 લાખ આપી દીધાં ? ભલે કીધેલું પણ મને સ્વજન જેવું લાગે છે. આટલો મોટો માણસ મને બહેન કહી લાગણીથી મારાં ખોળામાં પૈસા મૂકી ગયો. મહાદેવ સાચેજ એનાં હજાર કામ પુરા કરે એવી જ પ્રાર્થના કરુ છું.
અજયભાઇ પાંચ લાખ ફરીથી કોઇ બેગમાં ઠેકાણે મૂકી દીધાં બંન્ને પતિપત્ની થોડીવાર એમજ બેસી રહ્યં. આ સાચેજ આવું બની ગયું કે સ્વ્પ્ન હતું ?
તરુ આ શેઠને વરસોથી ઓળખું છું પણ સાચી ઓળખાણ આજે થઇ નામુ લખવાનાં પૈસાના પણ મેં માંગેલી રકમ આપી છે.. કહેવું પડે મારાં મહાદેવે આજે આશિષ આપ્યાં છે હું વિધુને ફોન કરીને ખુશ ખબરી આપું છું અને કહું છું ત્યાં મહાદેવને ભેટ ધરાવજે. બંન્ને ખુશી ખુશીનાં માહોલમાં મહાદેવને પ્રાર્થી રહ્યાં.
************
રાત્રીનાં 10 વાગી ગયાં હતાં સોમનાથ પહોંચતાં ઉતરીને તરતજ વિધુએ વૈદેહીને લઇને મંદિર પાસેની હોટલમાં પહોચી ગયો અને ઓનલાઇન બુકીંગ કરેલું છે તે જણાવ્યું બંન્નેનાં આઇ ડી નું પૂછ્યું વિધુએ પોતાનું આપ્યું પેલાએ વૈદેહીનું માંગ્યુજ નહીં. અને બન્ને જણાં સામાન સાથે રૂમમાં આવ્યાં.
રૂમમાં આવી લોક કરીને વિધુ વૈદેહીને સીધો વળગી જ ગયો. પથારીમાં આડી પાડીને એનાં પર જ સૂઇ ગયો.
વૈદેહીએ કહ્યું "એય પ્હેલાં નાહી ધોઇ ફ્રેશ થઇએ પછી આખી રાત આપણી જ છે. વિધુએ કહ્યુ ઓકે ડાર્લીંગ જો હુકુમ મેરી આકી...
વૈદેહીએ હસતાં હસતાં કહ્યું આકી ? એટલે ? અરે યાર બોલાય છે એમ... હુકમ મેરે આકા.. એય હુકુમ મેરી આકી.. અને બન્ને વળગીને હસતાં હસ્તે એકબીજાને ચૂમતાં રહ્યાં.
બંન્ને જણાંએ બાથ લીધો ફ્રેશ થયાં અને સાથે સ્નાન કરી બાથરૂમની બહાર આવ્યાં.... પછી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-16