DEVALI - 5 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 5

Featured Books
Categories
Share

દેવલી - 5

..હા..... દેવલ એજ દેવલી હતી.ઊંચેરા સપના લઈને ગામડામાં જન્મી હતી દેવલી.... અનોખી પરંપરામાં જીવતું હતું તે ગામડું...રૂઢિવાદી પરંપરાઓ જે એકેય શાસ્ત્રોમાં નથી તેને આગળ ધરીને આ ગામ અસહ્ય અને અશક્ય કહી શકાય તેવા રિવાજો ને ફતવાઓ માં જીવતું હતું.ટીવીઓમાં રોજ આધુનિકતાના લિબાસ પહેરેલી સુંદરીઓ જોવી હતી અને રાત્રે સપનામાં તેની સાથે વિહરીને રજાઈઓ લીસી કરવી હતી.પણ,.. પણ,.. પોતાની કે ગામની...કોઈ દીકરી,વહુ કે બૈયરું આ આધુનિકતાનો પડછાયો માત્ર ઓઢે તોય હલબલાવી નાખે એવા ક્રૂર કુરિવાજો ઓઢાડીને ઠાર સુવડાવી દેતા...
....અને આવોજ એક કુરિવાજ હતો છોકરીના શિક્ષણના અધીકારને હણતો કાયદો... ગ્રામ પંચાયત હતી પણ, જાણે, ખાપ પંચાયત હોય..!...વિકાસ હતો ગામનો પણ, ગ્રામજનોનો નહીં ! . વિકાસ હતો દીકરીઓના સંસ્કારનો પણ શિક્ષણનો નહીં !..મર્યાદાઓનું આખુ સંવિધાન આ ગામે ઘડી કાઢ્યુ હતું.પુરુષ જાત માટે મર્યાદાઓ એટલે ગમે તેમાં ને ગમે ત્યારે છૂટ લેવાનું બારણું... અને સ્ત્રી માટે મર્યાદાઓ એટલે ચારેબાજુ મોટા ખડકો જેવા પથ્થરોથી બંધ અને મસાલોથી જીવતી ગુફાનું અંધારું...પુરુષ જાતને ભણીને ગણીને અફસર બનવાનું અને સ્ત્રી અંગૂઠો મારે તો પણ, જાણે સો જન્મોનું પાપ લાગે તેવો કાયદો..
પંચાયત બેઠી હતી વિકાસના કામ અર્થે અને ઘડી કાઢ્યો કાયદો ખાપ પંચાયતનો....
"દીકરીને એક પણ આંકડાનું અક્ષર જ્ઞાન નહીં આપવાનું."
"ક્યાંય તેમનો અંગૂઠો પણ ના હોવો જોઈએ."
" દીકરીઓને ભણતરથીજ ખરાબ સંસ્કારો આવે છે.આધુનિકતાના અક્ષરો તેમના જીવનમાં કાળી કરતૂતોના બીજ રોપે છે.તેમનામાં ચારિત્ર્યહીનતાના ભાવ જગાડે છે."
"શાસ્ત્રોમાં કે ઇતિહાસમાં સ્ત્રીઓના શિક્ષણના ઝાઝા પુરાવા નથી મળતા આથી આપણા ગામમાં ક્યારેય દીકરીના શિક્ષણ માટે કોઈ પહેલ કરશે નહીં કે તેનો અમલ પણ કરશે નહીં ."
"જો કોઈપણ આવી ભૂલ કરશે તો તેને સમાજ અને ગામ બહાર મુકવામાં આવશે.તે ઘર સાથે કોઇપણ સામાજિક કે આર્થિક વ્યહવાર રાખવામાં નહીં આવે."
"શિક્ષણ લેનાર કન્યા આજીવન કુંવારી રહેશે અને શિક્ષણ આપનાર તેના પરિવારના લોકોને ગામ બહાર ગધેડા પર ઊંધા તગેડવામાં આવશે."
"તેમની પાસેથી તમામ મિલકત અને ઘર સુદ્ધા જતા લેવામાં આવશે."
..અને આ કાયદો સુવર્ણ અક્ષરે લખાઈને ગામની પાદરે , સીમાડે અને ચોકમાં તકતીરૂપે મુકવામાં આવશે અને આ બાબતની ક્યાંય પણ જાણ કે વિરોધ કરનારને પણ આજ ગુનો અને કાયદા લાગુ પડશે.
બસ આ કાયદામાં બંધાઈને સઘળી દીકરીઓ અંગુઠામાં પણ અભણ હતી.બહારથી વહુ બનીને આવનાર પણ અભણજ લાવવામાં આવતી હતી.સઘળી દીકરીઓ સપનામાં ભણતર તો ઠીક પણ, અંગૂઠાનોએ વિચાર માત્ર ના કરી શકતી.પણ આ બધામાં નોખેરી માટીની મુરત ભગવાને પુરુષોત્તમને ત્યાં ઘડી હતી.
દેવલી પરસોતમની અલગ મૂરત હતી.તેનામાં ગર્ભજાત હોશિયારીના ગુણો હતા.ગામમાં કે ક્યાંય પણ જેનો બાધ હોય તેનેજ પામવા તે મથતી.પરસોતમની પણ તે વહાલી હતી.આથી તેના હર અરમાન પરષોત્તમ હોંશે હોંશે પૂરા કરતો...અને એકવાર નાનેરી દેવલીએ પરસોતમને પાટી પેન લઈને ભણવા જતી ને ટીવીમાં આવતી છોકરીની જાહેરાત વિશે પૂછ્યું...
આ ભણાવું એટલે શું ? અને..

છોકરીઓને આ ભણવાનું ક્યાં મળે ?. અને..


હેં બાપુ હું ભણી શકું ?...


આવા માસુમ સવાલો દેવલીના ચારેક વર્ષના રૂપાળાં મોઢે સાંભળીને પરષોતમ રડમસ થઈ ગયો.તેણે મનોમન નક્કી કર્યું કે આના જવાબ મારે દેવલીને આપવા નથી પણ, તેનો સાક્ષાત્કાર કરાવવો છે..અને એજ દિવસની સમી સાંજે દેવલી ને લઈને શહેરમાં રહેતા પોતાના વિશ્વાસુ અને લંગોટિયા ભાઈબંધ સુદાનજીને ત્યાં ગયો.તેનો લંગોટીયો યાર સુદાનજી પણ ગામના અમાનુષી અત્યાચાર સમા કાયદાથી દૂર રહેવાજ વર્ષો પહેલા શહેરમાં જઈને સ્થાયી થયો હતો.ફરી કોઈ દિવસ ગામ પાછો નહોતો વળ્યો.હા, ટપાલથી તેના વિશ્વાસુ ભાઈબંધ પરષોત્તમ જોડે જીવંત જોડાઈ રહ્યો હતો.


એકાદ વર્ષ જેટલું દેવલીને પોતાને ત્યાં રાખીને સુદાનજીએ સારી હોસ્ટેલમાં દીવલના નામથી દેવલીને દાખલ કરી દીધી.સાથે સાથે પોતાના રોમીલને પણ, ત્યાંજ ભણવા અને રહેવા મૂકી દીધો.ગામમાં પરસોતમએ દેવલીને દૂરના સગાને ખોળો ના ભરાતો હોવાથી દેવલીને ખોળે આપી દીધી તેવી વાતો વહેતી મૂકીને ગામના હંધાયને વિશ્વાસમાં લઈ લીધા.રૂપમાં ચાર ચાંદ લાગતી દેવલ થોડી વાતમાં ઘણુ સમજી જતી અને પોતાને આગળ વધવું હોય અને આ ભણતર નામનું આભલું ઓઢવું હોય તો , પોતાની જાતને ,ઓળખને અને સપનાઓને અજ્ઞાત રાખવામાં જ ભલાઈ છે તે...તે...સારી પેઠે જાણી અને સમજી ગઈ હતી.


રોમિલ અને દેવલ પહેલેથીજ સાથે ભણવા બેઠા હતા અને તે બંનેજ હરીફાઈમાં રહેતા...અને એકબીજાને સાથ આપતા.બંનેના જીવ બચપણથીજ મળી ગયા હતા.બંને વાયદાના બંધનમાં બંધાઈ ગયા હતા.હાઈસ્કૂલમાં તેમની ઓળખ તલપ સાથે થઈ અને તેમની ત્રિપુટી છેક કોલેજ લગી અજર-અમર રહી.


સુદાનજી પણ દેવલ અને રોમિલને સાથે જોઈને ખૂબ હરખાતો અને મનોમન સપનાઓ જોતો પણ, પોતાના મનના અભરખા લંગોટિયા ભાઈબંધ પરષોતમને ક્યારેય ના કહી શક્યો.આમ ને આમ કોલેજ પૂરી થઇ અને દેવલ ફરી પાછી ગામડાની દેવલી બનીને બાપના ઘરે પરત ફરી.દેવલીને ખોળે બેસાડનાર બેય મનેખમાંથી એકેય હયાત ના રહેતા... અને... દેવલી પરણવા લાયક થતા ફરી તેને પરષોત્તમ પોતાની કને લઈ આવ્યો છે તેવી વાત આખા મલકમાં તેને વહેતી મૂકી.પરસોતમ ગામમાં રૂઢિવાદી રિવાજો અને ગામડાના કુરિવાજોનો બલી બનીને જીવતો રહેતો હોવાથી કોઈએ ક્યારેય તેના પર શક ના કર્યો કે ના પૃચ્છા કે તપાસ કરી.થોડો રૂપિયાનો દમ હોવાથી હંધાય તેને માનની નજરે જોતા હતા અને ગામએ પણ, ખૂબ ટૂંકાગાળામાં દેવલીનેએ કુરિવાજોથી ઢંકાયેલી માનીને સ્વીકારી લીધી.દેવલીએ પણ કોઈને સંદેહ ન્હોતો આવા દીધો.


...આગળ જોયું તેમ દેવલીના કાનજી હારે લગ્ન લેવાયા અને આગલી રાતેજ દેવલી અગમ્ય કારણોસર કેટલાય રહસ્ય ઓઢીને મરણનું ખોપણ ઓઢી ચાલી નીકળી.શહેરમાં એક વાર સુદાનજી પરસોતમના નાનાભાઈ નરોતમને ભેટાઇ ગયા અને સુદાનજીને એમ કે.. નરોતમ દેવલનો સગો કાકો હોવાથી સઘળું જાણતો હશે.આથી વાતવાતમાં તેમને તે મેંલી વિદ્યાના અઘોરી અવતાર નરોતમ સામે દેવલ અને રોમિલની સગળી કથા વર્ણવી દીધી.ને સાથે સાથે પોતાના મનનાં ઓરતાં પણ કહી દીધા.ખંધા સ્મિત સાથે, મનના ભેદ ના પરખાય અને હૈયાની મેલી કપટ નીતિ હોઠ પર ના આવી જાય તેની ખૂબ સાવચેતી રાખીને નરોત્તમ કડવા લાગતા સઘળા ઘૂંટડા પી ગયો.પણ, દેવલીની દેવલ બની જીવાઈ ગયેલી જીંદગી ફરી દોઝખ ના બનાવું તો...મારું નામ અઘોરી નરોત્તમ નહીં..તેવી મનોમન નેમ લઈને સુદાનજી કનેથી તેને ગામડે આવવા વિદાય લીધી અને દેવલ રોમિલની વાતનું રહસ્ય કોઈને ના કહેવા ખંધા હાસ્ય સાથે સામેથી ભલામણ કરતો ગયો.


પરષોત્તમને પણ તેને ગંધ ન આવવા દીધી કે દેવલીને ભણાવવા દેવલ બનાવીને સુદાનજીને ત્યાં તે તેને મૂકી આવ્યો હતો તેની જાણ સુદાનજીએ તેને કરી છે.


પરષોત્તમ તો બસ નરોતમને પણ લગ્નના બધા કાર્યોમાં હોંશે હોંશે જોડતો હતો.ને નરોતમ પણ, સગી દીકરી સવલી પરણતી હોય તેવા ઉમંગ સાથે હંધાય કામ ઉત્સાહથી કરે જતો હતો.તે મેલી વિદ્યાનો જાણકાર હતો તે આખું ગામ જાણતું હતું.પણ, તે મેલીવિદ્યા વડે જીવતા વ્યક્તિના દેહમાંથી આત્માને સ્વર્ગ નરક ને સઘળી દુનિયાનું ભ્રમણ કરાવી શકે છે તે કોઇ ન્હોતું જાણતું.લગ્નના બે દિવસ અગાઉ રાત્રિની એકલતાનો અને દેવલીની એકલતાનો લાભ લઇને તેને દેવલીને તેની અને સુદાનજીની મુલાકાતની વાત કરી અને સાથે સાથે દેવલ અને રોમિલની રહસ્યવાળી વાત તથા સુદાનજીએ તેને રોમિલના માટે દેનો હાથ માગ્યો હતો તેની પણ વાત કરી અને આ વાત તેને મોટાભાઈ પરષોત્તમ કે કોઈને પણ નથી કરી તેવી પણ ચોખવટ કરી...અને...અને.. પોતાના મનની મેલી મુરાદ આગળ વધારતા તેને દેવલીને ભોળવી કે..


"ક્યાં રોમિલ અને ક્યાં આ ગામડિયો કાનજી? શહેર જઈશ તો તારું આ રહસ્યના આયખા ઓથે જીવેલુ-ભણેલું અને મેળવેલું ભણતર કઈક લેખે લાગશે અને રૂપાળા રોમિલ સાથે સોનેરી સંસાર માંડી શકીશ....અને આની ગંધ સુદ્ધાં ના આવે તેવો રસ્તો મારી કને છે.જો તારે આ પ્રમાણે જીવવું હોય તો..!..
દેવલી થોડીક વાર તો મૂંઝાઈ ગઈ પણ સગો કાકો હોવાથી વિશ્વાસ આવ્યો અને મારું સારુ ઈચ્છે છે માટે મારા કાકા મને રસ્તો બતાવે છે..એમ વિચારી દેવલી પણ નરોતમની માયાજાળમાં ભોળવાઈ ગઈ અને સોનેરી સપના જોવા લાગી.પણ, તેને અને તલપે રોમિલનું જે કર્યું હતું કે ડંખ મનોમન તેને અચાનક ચુંભવા લાગ્યો...પણ,કાનજી કરતા રોમિલ અને તલપ ક્યાંય સારા હતા તે તે જાણતી હતી.અને રોમિલના રસ્તેજ તલપ પણ તેને સરળતાથી મળી રહેશે તે વિચારે તેને નરોતમનો જે પણ રસ્તો હોય તે સ્વીકારવા તૈયારી બતાવી.
નારોતમે વ્યૂહરચના સમજાવી....મેલીવિદ્યા વડે તે દેવલીના આત્માને લગ્નની આગલી રાતે વિહાર કરવા મોકલશે અને લોકો દેવલીના દેહને મૃત જાણી અંતિમ ક્રિયા કરવા લઈ જશે.ત્યાં તે સૌને પોતાની નજરમાં બાંધીને અગ્નિસંસ્કાર ને બદલે નવોઢા બનવા જઇ રહેલી દેવલી માટી સાથે ભળે અને તે સતી સમાન જીવી હોવાથી સમાધિ બનાવી શકાય માટે દફનવિધિ કરવા બધાને મનાવી લેશે અને પોતાની વિદ્યા પડે દેવલીના દેહને તે પાંચ દિવસ જમીન નીચે પણ જીવતો રાખશે અને દફનના બે દિવસ બાદ દેહ કાઢીને દેવલીના આત્માનો ફરી તેમાં વશ્વાસ પૂરશે અને દેવલીને સુદાનજી કને લઈ જઈને વિગત સમજાવશે અને દેવલ-રોમિલના ધામધૂમથી લગ્ન કરાવીને, બે પ્રેમી પંખીડાનું મિલન કરાવીને....પુણ્યનો રસ્તો પામીને ગામડે પરત આવીને નોર્મલ જિંદગી જીવશે..
દેવલી કાકાની ભોળી અને મીઠી વાતોમાં ભોળવાઈ ગઈ અને લગ્નની આગલી રાતે સઘળી વિધિ કરવા તૈયાર થઈ ગઈ અને આ બાબતની જાણ કરતો તાર તલપને રવાના કરી દીધો અને આગલી રાતે...

( આગળનું રહસ્ય જાણવા આવતા રવિવારે મને મળવાનું ભૂલતા નથી...આપનો આશુમન સાંઈ યોગી રાવળદેવ...જય અંબે સાંઈ... આભાર...)