Operation Delhi - 14 in Gujarati Fiction Stories by Dhruv vyas books and stories PDF | ઓપેરેશન દિલ્હી - ૧૪

Featured Books
Categories
Share

ઓપેરેશન દિલ્હી - ૧૪

ત્યાંથી પરત ડેની પાસે આવ્યા અને પૂછપરછ શરૂ કરી.

“આ ગોડાઉન કોનું છે?” પાર્થ.

“આ ગોડાઉન કસીમ શેઠ નું છે. અહીંથી વિદેશમાં ચીજ વસ્તુઓ એક્સપોર્ટ થાય છે.” ડેની.

“કેવી ચીજવસ્તુઓ ?” પાર્થ.

“ફળો, કપડા, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવી તમામ પ્રકારની ચીજવસ્તુઓ. તમે કોણ છો અને તમે આ બધું શા માટે પૂછો છો.?” ડેની એ સામો પ્રશ્ન કર્યો.

“હવે એ જ વાત પર આવું છું થોડી વાર પહેલા અહીંયા ત્રણ માણસો આવેલ હતા તે અહીંયા શું કામ આવ્યા હતા” પાર્થે કહ્યું

“ક્યાં માણસો અહીંયા કોઈ નથી............” ડેની

હજી આ વાક્ય પૂરું કરે તે પહેલાં જ કેયુરે તેના જડબામાં જોરદાર મુક્કો માર્યો તેને ઘડીક તો કશું સમજમાં ન આવ્યું તેની આંખોમાં આંસુ આવી ગયા તેને પારાવાર દુખાવો થતો હતો

“સીધી રીતે જવાબ આપજે નહીં તો શું થશે એ તો તને ખબર જ છે.” પાર્થે ફરી પૂછ્યું “પેલા ત્રણેય વ્યક્તિઓ કોણ હતા અને અહીંયા શું કામ આવ્યા હતા?”

“ એ ત્રણેય કોણ હતા તેની તો મને ખબર નથી, પણ એ અમારા બોસ ના મિત્ર છે અહીંયા કોઈને બંદી બનાવીને લાવ્યા હતા” ડેની.

“ કોને લાવ્યા છે? અત્યારે ક્યાં છે?” પાર્થ એ પૂછ્યું

“ કોને લઈ આવ્યા છે એ પણ ખબર નથી, પરંતુ તેઓને નીચે કેદ કરેલ છે” ડેનિ

“ ચાલ અમને ત્યાં લઈ જા જરા પણ ચાલાકી કરી છે તો આ મારો મિત્ર તારી શું હાલત કરશે એ તને ખબર જ છે.” પાર્થ.

પાર્થે ડેની ને ખુરશીમાંથી ઊભો કર્યો. કેયુર તેની પાછળ હાથમાં લાકડુ લઈને ચાલી રહ્યો હતો. થોડા ડગલા ચાલી ને ડેની એ એક કી-બોર્ડમાં પાસવર્ડ દાખલ કર્યો, જેનાથી તેની સામે નો દરવાજો તેની જગ્યા એથી ખસી ગયો અને નીચે જવા માટેનો રસ્તો ખુલ્લો થયો. ત્રણ જણા દાદરા ઉતરી નીચે ભોંયરામાં આવ્યા ડેની એ પેલો રૂમ બતાવ્યો જ્યાં રાજ અને અંકિત ને બંદી બનાવીને રાખ્યા હતા. પાર્થે રૂમ ખોલ્યો જેમાં તેને રાજ અને અંકિત દેખાયા એ બંને ખુરશી પર બાંધેલી હાલતમાં હતા. તેના બંને હાથ ખુરશીની પાછળ ભેગા કરી બાંધી રાખ્યા હતા. તેના પગને ખુરશીના પાયા સાથે આટી મારી અને બાંધી રાખ્યા હતા. બંને ના ચહેરા પર થાક વર્તાતો હતો, તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. પાર્થ અને કેયુર ને તેની આવી હાલત જોઇ આંખ માં આંસુ આવી ગયા. પાર્થે તેને બંનેને છોડાવ્યા ત્યાં સુધીમાં કેયુર ડેની ને બાજુના રૂમમાં બંધ કરી દરવાજો બહારથી બંધ કર્યો. તેની આંખમાં પણ રાજ અને અંકિત ની આ હાલત જોઈ આંસુ આવી ગયા. તેણે પાર્થને મદદ કરી બંને ને છોડાવ્યા પછી તે બંને ને નીચે ફ્લોર પર સૂવડાવ્યા કેયુરે પાણીની વ્યવસ્થા કરી. પાર્થે બન્ને પર થોડું થોડું પાણી છાંટ્યું અને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. એ બંને એ થોડી વાર આંખો ખોલી ને ફરી બંને ઉંઘ માં સરી પડ્યા.

“ લાગે છે કે બન્નેને કોઇ દવા આપી ઘેનમાં રાખવાનો પ્રયાસ કરેલ છે.” કેયુર

“એટલે તો તેની આવી હાલત છે.” પાર્થે કહ્યું”લાગે છે કે બંને પર બહુ ટોર્ચર કરેલ છે એ જે પણ હોય એ જો મારા હાથમાં આવશે તો તેણે આ બધા નો હિસાબ આપવો પડશે. હું છોડીશ નહિ એને.”

“અત્યારે શાંત થા એ આપણે પછી જોઈશું પણ અત્યારે આ બંને ને અહી થી દુર લઇ જવા પડશે. ” કેયુર.

ત્યારબાદ પાર્થે રાજ ને તેમજ કેયૂરે અંકિત ને પોતાના ખભા પર ઉપાડી ગોડાઉનના હોલમાં આવ્યા. ત્યાંથી સાવચેતી પૂર્વક આગળ વધતા વધતા ગોડાઉન ની બહાર નીકળ્યા.ત્યાં થોડી વાર આરામ કરવા માટે રોકાયા કેમ કે રાજ અને અંકિત વજન વધુ હોવાથી પાર્થ અને કેયુરને અને થાક પણ લાગતો હતો. થોડીવાર આરામ કર્યા બાદ બંને ફરીથી ચાલવાનું શરૂ કર્યું.ગોડાઉન થી ઘણા દૂર આવ્યા બાદ જંગલમાં એક જગ્યાએ બંનેને જમીન પર સુવાડ્યા. તે બંને તેઓની પાસે બેઠા તરસ લાગી હોવાથી ગોડાઉન ઉપરથી સાથે લાવેલ થોડું પાણી પીધું ત્યારબાદ બંને નક્કી કર્યું કે થોડીવાર વારા ફરતી થી જાગી અને આરામ કરી લઈએ, કેમકે સવાર થવામાં હવે બહુ વાર નથી પહેલા અડધી કલાક પાર્થે કેયુર ને સુઈ જવા કહ્યું એ બધાની નજર રાખતો ત્યાં બેઠો અડધી કલાક બાદ પાર્થે કેયુરને ઉઠાવ્યો અને પોતે થોડી વાર આરામ કરવા લાગ્યો.કેયુર પણ સમય પસાર કરતો ત્યાં બેઠો થોડી વાર પછી થોડું અજવાળું થવા લાગ્યુ ત્યારે કેયુરે પાર્થ ને ઉઠાડ્યો બંને ફ્રેશ થયા બાદ કેયુરે પૂછ્યું “હવે શું કરીશું આ બંને હોટેલ પર કેવી રીતે લઈ જઈશું?”


“હજી એક વખત તેઓને ઉઠાડવાનો પ્રયત્ન કરીએ જો એ ભાનમાં આવી જાય તો આગળ નું કંઈક વિચારીએ” પાર્થ.

કેયુરે ફરી બંનેના મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો તથા ઢંઢોળીને ઉગાડવાનો પ્રયત્ન કર્યો. આ વખતનો તેમનો પ્રયત્ન સફળ થયો. રાજ અને અંકિતે ધીમે ધીમે આંખો ખોલી પોતાની નજર સામે પાર્થ તથા કેયૂરને જોઈ બંને તરત જ એમને વળગી પડ્યા આ ચારેય મિત્રોના મિલનનું સાક્ષી આ જંગલ બની રહ્યું. એવું અદભૂત દ્રશ્ય હતું એ ચારેય મિત્રો એકબીજાને ભેટી ને રડી રહ્યા હતા.એ આંસુ ખુશી ના હતા. થોડી ક્ષણો આમ જ વળગી રહ્યા પછી પાર્થે કહ્યું કે “હવે આમ જ વળગી રહેવું છે કે પછી હોટેલ પર જવું છે.”

“જઈએ પણ પરંતુ મને એતો કહે કે તમારી આવી હાલત કઈ રીતે થઈ” કેયુર.

“ એ બહુ મોટી વાર્તા છે આપણે પહેલા હોટેલ પર જઈએ ત્યાં હું તમને બધ વાત વિસ્તાર થી કરીશ.આમ પણ ખૂબ જ તરસ અને ભૂખ લાગી છે.” રાજ

રાજ વાતો કરતો હતો તેમાં પણ તેનો થાક વર્તાતો હતો. કેયુરે બંને ને પાણી આપ્યું. પાણી પીધા પછી થોડી રાહત થઈ. થોડી વાર બેઠા પછી પાર્થ બોલ્યો “આપણી પાસે વધુ સમય નથી. થોડી વારમાં ગોડાઉન ઉપર માણસો આવવાની શરૂઆત થઇ જશે. એટલે ખબર પડશે કે રાત્રે અહીંયા કશું થયું છે માટે આપણે હવે અહીંથી નીકળવું જોઈએ.”

ત્યારબાદ બધા જંગલમાંથી ચાલી રોડ પર આવ્યા જ્યાં પાર્થે છે તેનું બાઈક ઝાડીઓમાં છુપાવ્યું હતું. ત્યાંથી ચારેય જેમ તેમ બાઇક પર બેઠા અને હોટેલ પર જવા માટે પાર્થ બાઈક દોડાવી