આહના એની માતા આશાબેન અને પિતા અનિલભાઈ ની એકની એક અને ખૂબ જ લાડકોડ થી ઉછરેલી વ્હાલસોયી દીકરી છે.
આહના વિશે કહીએ તો એ દેખાવમાં ખૂબ જ સુંદર, કમર સુધીનાં કાળા ભમ્મર વાળ, અપ્સરાને પણ શરમાવે એવી સુંદરતા, એકદમ નમણી, ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર રહેલ તિલ જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે, એકવડું શરીર સૌષ્ઠવ, પ્રમાણસર ઊંચાઈ, જોતાં જ એકવાર માં ગમી જાય...
દિવાળી નજીક હોવાથી આહના એના માતા-પિતા સાથે શોપિંગ મોલ માં દિવાળી માટે શોપિંગ કરવા જાય છે. માતા-પિતા ની લાડકવાયી હોવાથી કોઈ જ રોકટોક હતી નહીં.
સવા કલાક વીતી ચૂકી હોવા છતાં આહના કોઈ જ કપડાં પસંદ નહીં કરતી..
આશાબેન અનિલભાઈ પર ગુસ્સો કરતાં કહે છે " હજુ માથે ચડાવો. એકનીએક છે તો શું આટલી બધી વાર લાગે કપડાં લેતાં... "
અનિલભાઈ આશાબેન ને શાંત પાડતાકહે છે " અરે મારી વહાલી આશા... આ એની આપણી સાથે ની છેલ્લી દિવાળી છે. આવતાંવર્ષે તો એ લગ્ન કરી ને એનાં ઘરે જતી રહેશે... તો આ એની છેલ્લી દિવાળીમાં આપણી આહના ને જેવું ગમે એવું જ થશે... અને અમસ્તાય આપણી પાસે હવે તો પૈસા છે જ ને..."
દોઢ કલાક ની મહેનત બાદ માંડ-માંડ આહના ની પસંદગીના આઉટફિટ મળે છે.
અચાનક જ શોપિંગ મોલ માં શોર્ટ સર્કિટ ના લીધે એક દુકાનમાં આગ લાગે છે. એની બાજુની જ દુકાનમાં આહના એના માતા-પિતા સાથે હોય છે.
અનિલભાઈ ને આગ લાગવાની ખબર પડતાંજ એ આહનાને કહે છે " આહના દીકરા, તું જ આગ માં ફસાયેલા બધા ની મદદ કરી શકે છે.. અને એ બધા ને હેમખેમ પાછા બહાર લાવી શકે છે... "
આહના આશ્ચર્ય સાથે પિતા અનિલભાઈ ને પૂછે છે " પણ પપ્પા... હું કઈ રીતે બધા ની મદદ કરી શકું..?? જો સાચે જ હું બધા ને બચાવી શકતી હોય તો મને રસ્તો કહો.. હું જરૂર બધા ને બચાવીશ... "
અનિલભાઈ કહે છે " દીકરા બે મિનિટ શાંતિ રાખ.. હું હમણાં જ તને બધું કહું.. "
એટલું બોલી ને અનિલભાઈ પોતાના ખિસ્સામાં રહેલા ફોન ને કાઢી ને એક નંબર ડાયલ કરે છે અને વાત કરવા ત્યાંથી થોડા દૂર જાય છે..
બરાબર બે મિનિટ બાદ અનિલભાઈ આવી ને આહના ને કહે છે " દીકરા, હમણાં આર્યન આવે છે.. પાંચ મિનિટમાં એ અહીંયા પહોંચતો જ હશે.. આર્યન આવે એટલે તું અને આર્યન ભેગા મળી ને બધા ને બચાવી શકશો... "
*** કોણ હશે આ આર્યન...??? આહના અને આર્યન કઈ રીતે બધા ને બચાવી શકશે...??? ***
થોડી જ વાર માં એક સુંદર હેન્ડસમ, તદ્દન આહના જેવું જ શરીર સૌષ્ઠવ ધરાવતો યુવાન એની માતા સોનલબેન અને પિતા સુમિતભાઈ સાથે આવે છે...
સુમિતભાઈ અનિલભાઈ સાથે હાથ મિલાવે છે અને પેલા સુંદર યુવાન તરફ આંગળી ચીંધી ને કહે છે " આ રહ્યો આર્યન... હવે તમે જ આ બન્ને ને સમજાવી દયો એટલે બન્ને ભાઈ-બહેન ભેગા મળી ને બધા ને આ મુસીબત માંથી બચાવી લ્યે... "
બન્ને ભાઈ-બહેન બધું એકધ્યાન થી સાંભળે છે...
અનિલભાઈ આહના અને આર્યન ને કહે છે " જુવો બાળકો, તમારા બન્ને પાસે એક અદ્ભૂત શક્તિ છે... જે તમારા બન્ને ના હાથમાં છે... પણ આ શક્તિ ત્યારે જ કામ કરશે જ્યારે તમે બન્ને સાથે હશો... "
અનિલભાઈ આહના નો જમણો હાથ આર્યન ના ડાબા હાથમાં મૂકે છે... અને બન્ને ને સંબોધી ને કહે છે.. " તમે બન્ને હાથ ને જોરથી પકડી રાખો અને જ્યાં સુધી તમે બન્ને બધા ને બચાવી ના લ્યો ત્યાં સુધી હાથ છોડતાં નહીં... જો તમારા થી હાથ ભૂલથી છૂટી જાય તો ફરીથી પકડી લેજો... તમે બન્ને એ હાથ પકડેલો હશે તો જ તમારી શક્તિ કામ કરશે... સમજાય ગયું બન્ને ને...??? "
બન્ને હકારમાં માથું ધુણાવે છે...
અનિલભાઈ આગળ બોલવાનું શરૂ કરે છે " હવે તમને બન્ને ને તમારી પાસે રહેલી શક્તિ વિશે જાણવું છું... તો ધ્યાન થી સાંભળજો... તમારા બન્ને પાસે એક જાદુઈ શક્તિ છે.... જેની મદદ થી તમે બન્ને હવામાં ઉડી શકો છો... અને બીજાને પણ ઉડાડી શકો છો... તમે બન્ને એ હાથ પકડેલા છે એટલે બન્ને ના મગજ પણ કનેક્ટ થઈ ગયા છે.. તો તમે બન્ને એકસરખું જ વિચારી શકશો... એટલે બન્ને ખૂબ જ જલ્દીથી બધા ને બચાવી શકશો... સમજી ગયા ને બન્ને...??? "
આહના અને આર્યન બન્ને સાથે બોલી ઉઠે છે " હા... અમે બધા ને હેમખેમ પરત લાવીશું... "
અનિલભાઈ બન્ને નો જોશ વધારતાં કહે છે " ચાલો બાળકો તો હવે જલ્દી જાવ... અને બધા ને બચાવી લાવો... એટલે હું તમારી પાસે આ શક્તિ કેવી રીતે અને ક્યાંથી આવી એ કહું... અને સાથે એ પણ કહું કે તમારા બન્ને ના ભાઈ-બહેન ના સંબંધો કઇ રીતે છે... "
એટલું સાંભળી ને આહના અને આર્યન અનિલભાઈ ને નીચા વળી ને પગે લાગી ને આશીર્વાદ લ્યે છે અને ત્યાંથી બધા ને બચાવવા નીકળી પડે છે...
અડધી કલાક ની જહેમત બાદ બન્ને દુકાનમાં રહેલા બધા ને હેમખેમ પરત લાવી ને પાછા અનિલભાઈ પાસે પહોંચે છે.. ત્યારે અનિલભાઈ, આશાબેન, સુમિતભાઈ અને સોનલબેન ની આંખોમાં બન્ને બાળકો માટે ગર્વ છલકાતો હોય છે...
અનિલભાઈ ગર્વ થી બન્ને બાળકો ને ભેટી ને કહે છે " શાબાશ મારા બાળકો... શાબાશ... ચાલો હવે ઘરે જઈએ એટલે હું તમને બન્ને ને માંડી ને બધી વાત કરું... અને હવે તમે બન્ને હાથ છોડી શકો છો... "
પંદર મિનિટ પછી બધા અનિલભાઈ ના ધરે હોલ માં રહેલા સોફા પર બેઠા હોય છે... આહના અને આર્યન ખૂબ જ ઉત્સુકતાથી અનિલભાઈ ના બોલવાની રાહ જુવે છે...
અનિલભાઈ આશાબેન ને કહે છે " આશા... પહેલા બધા માટે પાણી લેતી આવ... પછી આપણે વાત શરૂ કરીએ... "
બે મિનિટ બાદ આશાબેન બધા માટે પાણી લઈ આવે છે.. બધા પાણી પી ને અનિલભાઈ ની સામે જુવે છે... એટલે અનિલભાઈ બોલવાનું શરૂ કરે છે...
"આ વાત આજથી ૨૫ વર્ષ પૂર્વે ની છે... હું અને આશા બન્ને ખૂબ જ ખુશ હતા.. પરંતુ અમારા જીવનમાં શેરમાટીની એક ખોટ વર્તાતી હતી... તે હતી સંતાન ની... એ જ રીતે સુમિતભાઈ અને સોનલબેન ની વાત પણ કંઇક અમારા જેવી જ હતી...
મારા અને આશા ના બધા જ મેડિકલ રિપોર્ટ નોર્મલ હતા... લગ્ન ના પાંચ વર્ષ બાદ સંતાન સુખ થી વંચિત હોવાથી અમે ટેસ્ટ ટ્યૂબ બેબી નું વિચાર્યું... અને અમે સિટી હોસ્પિટલ માં ટેસ્ટ ટ્યૂબ બેબી માટે ગયા...
ત્યાં અમને સુમિતભાઈ અને સોનલબેન મળ્યા... સોનલબેન ના બધા જ રિપોર્ટ નોર્મલ હતા.. પરંતુ... સુમિતભાઈ ક્યારેય પિતા બની શકે એમ ના હતા...
સુમિતભાઈ એ મને મારા સ્પર્મ ડોનેટ કરી ને એમના ઘરે પારણું બાંધવામાં મદદ કરવા કહ્યું... અને સામે એક કરોડ રૂપિયાની ઓફર કરી... એ વખતે મારી પરિસ્થિતિ નબળી હોવાથી મેં પળવાર નો પણ વિચાર કર્યા વગર હામી ભણી દીધી..
આશા અને સોનલબેન ના અંડકોશ સાથે મારા શુક્રાણુ ને ફલિત કરી ને ટેસ્ટ ટ્યૂબ બેબી માટે ની પ્રોસેસ કરવામાં આવી...
અને થોડા સમય પછી એ ફલિત કોષ ને આશા અને સોનલબેન ના ગર્ભાશય માં દાખલ કરી ને બન્ને ને ગર્ભ રાખવામાં આવ્યો...
આ વાત ફક્ત મને અને સુમિતભાઈ ને જ ખબર હતી કે આશા અને સોનલબેન ના ગર્ભ માં આકાર પામતા બાળકો મારા છે...
જોગાનુજોગ આશા અને સોનલબેન ને એક જ દિવસે પ્રસુતિ નો દુઃખાવો ઉપાડતા બન્ને ની સાથે જ પ્રસુતિ થઈ...
મારે અને આશા ને એક સુંદર પરી જેવી દીકરી જોઈતી હતી... સુમિતભાઈ અને સોનલબેન ને એક રાજકુમાર જેવો દીકરો જોઈતો હતો... જાણે કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી હોય એ રીતે અમારા ઘરે લક્ષ્મીજી અને સુમિતભાઈ ના ઘરે કાના નો જન્મ થયો...
સુમિતભાઈ દોડી ને મારી પાસે આવી ને કહ્યું " અનિલભાઈ હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું... આ દીકરા નું નામ તમે જ રાખો... " એટલું કહી ને સુમિતભાઈ એ નાના રાજકુમાર ને મારા હાથમાં આપ્યો...
મેં મારા દીકરા ના લલાટ પર એક પ્રેમનીતરતું ચુંબન કર્યું... પછી બન્ને બાળકો ના નામ રાખ્યા...
દીકરા નું નામ આર્યન રાખ્યું... અને અમારી પરી નું નામ આહના રાખ્યું...
આ છે તમારા બન્ને ની જીવણગાથા... "
એટલું બોલી ને અનિલભાઈ થોડો વિરામ લ્યે છે... અને એક જ ઘૂંટ માં આખો ગ્લાસ પાણી નો પી જાય છે...
આહના થોડા આશ્ચર્ય સાથે અનિલભાઈ ને પૂછે છે " પપ્પા... એ બધી વાત તો ઠીક પણ અમારી પાસે આ જાદુઈ શક્તિ કઈ રીતે આવી... "
આર્યન પણ આહના ના સુર માં સુર પુરાવે છે " હા... આ શક્તિ નું રહસ્ય શું છે... "
અનિલભાઈ આહના અને આર્યન ને પોતાની બાજુ માં બેસાડે છે અને કહે છે...
" હું અને આશા સિટી હોસ્પિટલ જતા પહેલા એક મંદિર એ જતા હતા.. ત્યાં જ રસ્તા માં એક સાધુ ને અમે છેલ્લા શ્વાસ લેતા જોયા.. એટલે અમે એ સાધુ ને સિટી હોસ્પિટલ માં લઈ ગયા.. અને એમની સારવાર કરાવી...
ત્યારે એ સાધુ એ મને એક પ્રસાદ અને એક કાગળ આપ્યા અને કહ્યું " વત્સ.. તે મારો જીવ બચાવ્યો છે... આ પ્રસાદ ખાઈ જા.. અને આ પ્રસાદ નું મહત્વ આ કાગળ માં લખ્યું છે... "
આટલું બોલીને એ સાધુ સ્વર્ગ સિધાવી ગયા...
અને મેં એ કાગળ વાંચ્યો.. એ કાગળ મેં સાચવી ને રાખ્યો છે... હું લેતો આવું... "
આટલું બોલી ને અનિલભાઈ એ કાગળ એક તિજોરી માંથી લાઇ આવે છે... આહના અને આર્યન ને એ કાગળ વાંચવા માટે આપે છે...
આહના એ કાગળ માં જે લખ્યું છે એ મોટે થી બધા ને સંભળાય એ રીતે વાંચવાનું શરૂ કરે છે...
" જે થવાનું હોય એને કોઈ ટાળી નહીં શકતું... મારા સગા દીકરા એ જ મને મારા પત્ની ના અવસાન બાદ ઘરમાંથી કાઢી મુક્યો એટલે હું સાધુ બની ગયો...
આજે સવારે જ સૂર્ય સાધના સમયે મેં મારુ ભવિષ્ય જોઈ લીધું હતું...
મારા દીકરા ની પત્ની ની કનાફુસી ની ટેવ ના લીધે મારો દીકરા એ જ મારો અકસ્માત કરવાની યોજના બનાવી હતી...
અને મને કોઈ ભલા માણસ મને મદદ કરવાના હતા... જેમની જિંદગી માં પારણું નહોતું બંધાણું... એટલે મેં સૂર્ય સાધના પછી એક પ્રસાદ બનાવ્યો...
જે પ્રસાદ માં એક દિવ્ય શક્તિ મારી સાધના ની મદદ થઈ ઉમેરી...
આ પ્રસાદ જે પુરુષ ખાય એના બાળક માં એ દિવ્ય શક્તિ આવી જાય અને એ બાળક પોતે ઉડી શકવાની અને બીજાને ઉડાડી શકવાની શક્તિ ધરાવે...
જો એ વ્યક્તિ ને બે બાળકો થાય તો દીકરી ના જમણા હાથ માં દીકરા નો ડાબો હાથ રાખી ને એ શક્તિ નો ઉપયોગ થઈ શકે... "
આટલું વાંચી ને આહના અને આર્યન બોલ્યા " ઓહહ... હવે સમજાણુ તમે અમને બન્ને ને હાથ પકડી રાખવાનું કેમ કહ્યું હતું... "
એ દિવસ પછી... આહના, આર્યન, આશાબેન, અનિલભાઈ, સોનલબેન અને સુમિતભાઈ એક જ છત નીચે સાથે હળીમળી ને રહેવા લાગ્યા...
આહના અને આર્યન સાથે મળી ને પોતાની શક્તિ નો ઉપયોગ કરી ને મુસીબત માં ફસાયેલી વ્યક્તિ ને બચાવી ને જીવનદાન આપવા લાગ્યા...