સારાંશ - અગાઉ અધૂરી જાણકારી પ્રેમની નવલકથામાં સાગરના પરિવાર વિશે વાત કરી. અને એમના મમ્મી પપ્પા અને એમના માધવ ગ્રુપ રિસોર્ટની સફર શરૂઆત થઇ છે.
અધૂરી જાણકારી પ્રેમની ભાગ 3
તો હવે આપણે સાગર જે મિટિંગ માટે સુરતની ટોપ 5 સ્ટાર હોટેલ tgb આવ્યા છે
ત્યાંનો નઝારો જ્યાં જુઓ ત્યાં બસ આજની ચર્ચા ચાલી રહી છે કે કોણ બનશે અને જવાબ એકજ હતો સાગર હાંસોટી
સાથે પણ એના જ ફુઈ નું નામ બોલાતું હતું
નયના પટેલ આ એક નામ જેને સાગરના મનમાં હંમેશા કઈક કરી બતાવવાની ઝંખનાં હતી બસ આજ વાતથી એ મિટિંગ માં તડકતી ટેસ્ટી વાનગી લાવ્યો હતો.રસોઈ સાથે એનો જન્મોજન્મનો નાતો છે. બધા જ પ્રતિસ્પર્ધીઓ આવી ગયા હતા. ને શરૂઆત થઈ. સુજોય કાપડિયા જે રીચીરિચનો એક જ વારસદાર હતો.એના મને તો બસ આ એક શૉ ધ મસ્ત ગો ઓન કરવાની વાત હતી.તે પણ એમના પિતાને માન્ય રાખી ને કે આપણે કોન્ટ્રાક્ટ આપીએ છીએ તો કેમ બધાં જ પબ્લિક અને મીડિયા સામે આવી ને કરવામાં વાંધો છે. બસ આજ વિચારે હમણાં તે અહીં હતો.સમયની માંગ જોઈને મીટીંગ શરૂ કરી. ને એક પછી એક મેનુ જોતા ગયા.છેલ્લે 2 જ મેનુ હતા એક સાગર ને એના ફુઈનો પહેલા જ સાગરની વાનગી ટેસ્ટ કરી લીધી હતી બાકી હતી એકજ બસ એની રાહ જોતો હતો પણ સાગરની ફુઈની ડીશ ટેસ્ટ કરી પણ મજા ન આવી છેલ્લી ઘડી ની વાનગી એ હતી સાગરની ફ્રેંકીપુરી ( નાની કડક પુરી જેમાં મસાલા સાથે એક પુડીંગ હોય જેના પર દહીં ને સેવ ટમેટા કોબીજ નું સલાડ) સુજોય એક પુરી ખાધી પછી સાગર ને જોતો રહ્યો ને બોલ્યો મજા પડી ગઈ આ છે જેનો ટેસ્ટ ને લૂક બને બેસ્ટ છે. તો આ કોન્ટ્રાક્ટ જાય છે .મિસ્ટર સાગર હાસોંટી.અને હોલમાં બેઠેલા સૌ તાળીઓથી વધાવી લીધો. ત્યાં જ બેઠેલાં એમના ફુઈનો છોકરો ગિરીશ નીકળી ગયો.
અને સાઈડમાં જઈ ફોન કર્યો.મમ્મી આ વખતે પણ સાગર ભાઈ બાજી મારી ગયાં. સામે થી વાંધો નહીં હજી બાકી છે ઘણું. આ બાજુ મીડિયા ને ન્યુઝ ચેનલ વાળા સાગર ને બધાઈ આપતાં હતા.ને સામે સુજોય મસ્ત ફ્રેંકી પુરીની મજા માણતો હતો.સાગર ને આ બધું ન ગમે પણ હવે એક નામચીન બિઝનેસ મેન તો 5 મિનિટ સુધી મીડિયા સાથે વાત કરી.પછી આભાર વ્યક્ત કરી ને સીધો સુજોય પાસે આવી ગયો ને ડીશ હાથમાંથી લઇ લીધી હજી પણ તું ખાવામાં જ બીઝી છે. સાગર.
સુજોય -હા યાર એવું નથી લાગતું કે તારા દોસ્ત ને ખાવા દેવ આવું બહાર ક્યાં મળૅ તારા હાથનું મને .
સાગર -સારું તો સાંજે ઘરે આવ.જમવા માટે
સુજોય-હે અહો ભાગ્ય મારાં મળીએ સાંજે.
સાગર-હા બાય મળીએ ઓકે.
સાગર સીધો ગાડી લઈ દરિયા કિનારે આવી જાય છે
ગાડી પર બેસીને ખુશીનો પાર નહિ રહેતો હોય ને એ પોતાના વિચારોમાં મગ્ન.
કંઈક આમ લખે છે
પ્રેમ આપે છે પણ લેતું કોઈ નથી
વ્હાલ માટે તરસે છે પણ વ્હાલ દર્શાવતું કોઈ નથી
લાગણ નદી બની વહે છે પણ ભાવનાને અપનાવતું કોઈ નથી.
જિંદગી જીંદાદિલનું નામ છે પણ અહેસાસ કરાવતું કોઈ નથી
સ્વાર્થના સબંધમાં માન તો છે પણ મનાવતું કોઈ નથી.
નાની દુનિયા વચ્ચે બાંધેલા લોકોને સમજાવતું કોઈ નથી.
મારાં વિચારો છે જે નોટમાં નોધુ છું. મારા માંતાપિતાના અધૂરા સપના સાકાર કરવા માગું છું
આજે જે કઈ છે તે માટે એક જ હકદાર એમના મમી પપ્પા. એના બધા જ સપના સાકાર કર્યા છે,ને આજે એજ મમ્મી પપ્પાના વિશ્વમાં નામ કરી અલગ જ ખુશી થશે.
સમય પણ એના કરતા આગળ હતો.ત્યારે જ અચાનક ફોનની રિંગ વાગી ...વિચારો માંથી બહાર આવે છે યાદ આવે છે કે સુજોય ને ઘરે બોલાવ્યો હતો. દરિયે થી સીધો જ ફૂલ સ્પીડે ગાડી ભગાવે છે. ને એ ઘરે આવે છે ત્યાં જ એને અચાનક
એક સરપ્રાઈઝ મળે છે.
વાચક મિત્રો બહુ મોટુ સોરી સ્ટોરી માટે
થોડોક સમય નો અભાવ ને કારણે
હવે થી ધ્યાન રાખું છું ને સમયે તમને સ્ટોરી મળી રહેશે
મારી નવલકથાને પ્રેમ સહકાર આપવા બદલ આભાર .
ફુઈ કોણ છે કેમ ફુઈ સાથે અણબનાવ થયો છે?
સાગર ને શુ સરપ્રાઇઝ મળે છે?
સુજોય ને કેવી રીતે જાણે છે ?
હજી ઘણી બધી વાતો ને માહિતી મેળવવા માટે જોતા રહો
અધૂરી જાણકારી પ્રેમની
તમારા અભિપ્રાય જરુર થી આપજો
આમજ મારી નવલકથાને પ્રેમ આપતાં રહેજો
હજી 1 નવલકથા લઈને આવી રહી છું.
અને મેસેજ નો repaly ના ન અપાયા એના માટે સોરી
ને મારી નવલકથા તારો સાથ વાંચવાનું ન ભૂલતા.
જય શ્રી કૃષ્ણ
મને
facebook -gayatri patel
insta -gayatripatel 142
ફોલો કરવાનું ન ભૂલતા.