Nafratni aag ma prem nu khilyu gulaab - 16 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૬

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૬

(આગળ આપણે જોયું કે, સંધ્યાને મીરાં ની ઘરે જતી વખતે રસ્તામાં એક એંજલ નામની છોકરી મળે છે,જેને પોતાની ઘરે છોડવા માટે સંધ્યા સત્ય શ્રીપાલ નગર જાય છે.હવે જોઈએ આગળ.)




સંધ્યા એંજલ ને તેની ઘરે મૂકવાં જતી હતી.ત્યાં જ તેને રુકમણીબેન નો ફોન આવે છે.સંધ્યા જેવી ફોન ઉપાડે છે, એવાં જ રુકમણીબેન ચિંતિત સ્વરે કહે છે,"સંધ્યા બેટા, ક્યાં છે તું?ક્યારે ઘરે આવીશ?"
રુકમણીબેન નો ચિંતિત અવાજ સાંભળી સંધ્યા રુકમણીબેન ને પૂછે છે,"શું થયું મમ્મી? તું કેમ ચિંતિત છે?ઘરે કાંઈ થયું છે?"
સંધ્યા નાં સવાલોનો રુકમણીબેન માત્ર એટલું જ કહીને જવાબ આપી શકે છે કે,"નિશા નું એક્સિડન્ટ થયું છે,નિશા અને તારી એક્ટિવા બંને અત્યારે પોલીસ સ્ટેશન માં છે.તુ જલ્દી પોલીસ સ્ટેશન પહોંચ."
એક્સિડન્ટ ની વાત સાંભળી સંધ્યા એંજલ સામે જોઈ વિચારમાં પડી જાય છે.એક તરફ એંજલ ને તેની ઘરે મૂકવાં જવી પણ જરૂરી હતી.બીજી તરફ પોલીસ સ્ટેશન નિશા પાસે જવું પણ જરૂરી હતું.ઓટોરિક્ષા વાળાએ બધી વાતો સાંભળી લીધી હતી.સંધ્યા ને વિચારોમાં ખોવાયેલી જોઈ.ઓટોરિક્ષા વાળાએ કહ્યું,"મેડમ,મેં આ છોકરીનું ઘર જોયું છે,જો તમારી ઈચ્છા હોય,તો તમે જઈ શકો છો.હુ આ છોકરીને તેનાં ઘર સુધી પહોંચાડી દઈશ."
છોકરી ને એવી રીતે ઓટો રિક્ષા વાળા નાં ભરોસે છોડી નાં શકાય.કેમ કે,તે એ છોકરીને ઓળખે છે,એ બાબતે સાચું કહેતો હતો કે ખોટું એ સંધ્યા ને નહોતી ખબર.તેમ છતાં અત્યારે સંધ્યા પાસે એંજલ ને ઓટો રિક્ષા વાળા સાથે મોકલવા સિવાય કોઈ રસ્તો નહોતો.સંધ્યા ઓટો રિક્ષા વાળા ને એંજલ ને સહી સલામત તેની ઘરે છોડી આવવાનું કહી,પોતે બીજી ઓટો રીક્ષા કરીને પોલીસ સ્ટેશન જવા નીકળે છે.
સંધ્યા પોલીસ સ્ટેશન પહોંચી નિશા પાસે જાય છે,નિશા ખૂબ જ ડરી ગઈ હતી.જે જોઈ સંધ્યા તેને શાંત કરવાની કોશિશ કરે છે,ને તેની પરિક્ષા નો સમય થઈ ગયો હોવાથી તેને કોલેજે મોકલી દે છે.
નિશા નાં ગયાં પછી સંધ્યા પોલીસ કમિશનર ને મળી ને વાતચીત કરી.નિશા જે એક્ટિવા ચલાવતી હતી.એ પોતાનું છે,એવી સાબિતી આપે છે,ને જરૂરી પેપર પર સહી કરીને એક્ટિવા લઇને ઘરે જાય છે.
સંધ્યા નાં ઘરે પહોંચતાની સાથે જ રુકમણીબેન તેની પર સવાલોનો મારો ચાલુ કરે છે,"શું થયું હતું?નિશા ને કાંઈ લાગ્યું તો નથી ને? તું એકલી કેમ આવી છે?નિશા ક્યાં ગઈ?"
સંધ્યા રુકમણીબેન ને શાંત કરીને પાણી આપે છે,ને કહે છે,"નિશા ને કાંઈ નથી થયું.તે અત્યારે તેની કોલેજે પણ પહોંચી ગઈ હશે.નાનુ એવું એક્સિડન્ટ હતું.એક્ટિવા નિશા ની નહોતી.એટલે મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું.હવે બધું સરખું થઈ ગયું છે.તુ ચિંતા ના કર."
સંધ્યા ની વાત સાંભળી રુકમણી બેને નિરાંત નો શ્વાસ લીધો.એક્ટિવા ની બાઈક સાથે ટક્કર થઈ હોવાથી.તેનો આગળ નો ભાગ થોડો ડેમેજ થયો હતો.બીજા દિવસે સંધ્યા એ પણ કોલેજ જવાનું હતું.એટલે સંધ્યા એક્ટિવા ને તેનાં ઘરની નજીક નાં ગેરેજમાં રીપેર કરવા માટે મૂકી આવે છે.
***
કાર્તિક Mr.DK નાં બંગલો એ પહોંચી ને અંદર જાય છે.કાર્તિક ને આવેલો જોઈ.Mr.DK તરત જ કાર્તિક ને એક જોરદાર તમાચો ચોડી દે છે.કાર્તિક કાંઈ પણ બોલ્યા વગર Mr.DK ની સામે જોઈ રહે છે.
કાર્તિક ને એમ જોતાં જોઈ.Mr.DK કહે છે,"સાલા ગધેડાં,આમ શું જોવે છે?તમને લોકોને એક પણ કામ સરખું નહીં કરવાનું એવી આદત પડી ગઈ લાગે છે!"
કાર્તિક હજુ કાંઈ બોલે એ પહેલાં જ એક આદમી ત્યાં આવે છે.
"શંભુ આને પાંચ હજાર રૂપિયા આપી દેજે."Mr.DK એ કહ્યું.
"અરે સાહેબ, માત્ર પાંચ હજાર થોડાં હોય?" પેલાં આદમી એ કહ્યું.
"હા,તો તે મારું કામ પૂરું કર્યું હોત.તો પૂરી રકમ આપત.પણ,કામ તો અધૂરું રહ્યું ને!"Mr.DK એ કહ્યું.
"પણ સાહેબ, એમાં મારો વાંક થોડો છે?"પેલાં આદમી એ ગળગળા અવાજે કહ્યું.
"હા હા, વાંધો નહીં.આઠ હજાર લઈ જા.હવે કાંઈ બોલતો નહીં."Mr.DK એ કહ્યું.
"ધન્યવાદ સાહેબ"પેલાં આદમી એ કહ્યું.
હાં,પણ જા ત્યારે તારાં ટ્રક માં મારો થોડો સામાન એક જગ્યાએ મોકલવાનો છે.એ લેતો જજે.
આ એ જ ટ્રક વાળો હતો.જેની સંધ્યા જે ઓટો રીક્ષા માં બેઠી હતી.તેની સાથે ટક્કર થતાં થતાં રહી ગઈ હતી.
ટ્રક વાળો પોતાનાં રૂપિયા અને સામાન લઈને ટ્રકમાં બેસે છે.ત્યારે Mr.DK એ કહ્યું,"આજે તો મારી છોકરીનાં લીધે એ બચી ગઈ.તે કામ અધૂરું છોડ્યું.તો પણ મેં તને આઠ હજાર આપ્યા.હવે જ્યારે બીજી વખત કહું ત્યારે તે સંધ્યા નું કામ તમામ થઈ જવું જોઈએ.
"વાંધો નહીં સાહેબ.તમે જ્યારે કહો ત્યારે કામ કરી દઈશ."ટ્રક વાળાએ કહ્યું,ને ટ્રક લઈને જતો રહ્યો.
ટ્રકવાળા નાં ગયાં પછી કાર્તિક પૂછવા લાગ્યો,"તમે શું કામ સોંપ્યું હતું? પેલાં ટ્રકવાળાને."
કાર્તિક ની વાત સાંભળી Mr.DK ક્રોધિત અવાજે કહે છે,"જે કામ તું અને મીરાં નાં કરી શક્યાં.એ જ કામ મેં એ ટ્રકવાળા ને સોંપ્યું હતું."
પરંતુ, મારાં નસીબ માં પેલાં ઉમાશંકર ની ભાણી મીરાં નાં આવ્યા પછી પનોતી લાગી ગઈ છે.એક કામ સરખું નથી થતું.તેણે તો સંધ્યા ને મારવાની ના જ પાડી દીધી.હવે આજ આ ટ્રકવાળાને કહ્યું.તો તેણે પણ મારું કામ અધૂરું જ રાખ્યું.
Mr.DK તેની વાત પૂરી કરે છે, ત્યાં જ મનિષભાઇ ત્યાં આવે છે.મનિષભાઈ ને ત્યાં જોઈને કાર્તિકે કહ્યું,"અરે, પપ્પા તમે અહીં કેમ આવ્યાં?"
મનિષભાઇ નું Mr.DK નાં બંગલે હોવું એ વાતની સાબિતી હતી,કે કાર્તિક અને મીરાં ની સાથે કાર્તિક નાં પપ્પા મનિષભાઇ પણ Mr.DK સાથે મળેલાં છે.
મનિષભાઈને જોઈ Mr.DK એ કહ્યું,"મેં જ તેમને અહિં બોલાવ્યાં છે.તારા અને મીરાં નાં લીધે ધંધામાં કેટલું નુકસાન થઈ રહ્યું છે.તો એ નુકસાન થી બચવાનો રસ્તો તો શોધવો પડશે ને!"
"આપણાં રસ્તાનો એકમાત્ર કાંટો પેલી સંધ્યા છે,જેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે."મનિષભાઈએ કહ્યું.
"મેં આ તારાં છોકરાં અને મીરાં ને મનાલીમાં જ તેનું કામ તમામ કરાવી નાખવાનું કહ્યું હતું.પણ,પેલી મીરાં માની જ નહીં."Mr.DK એ ચિલ્લાઈને કહ્યું.
"હું તો તૈયાર જ હતો.મીરાએ નાં પાડી તો હું એકલાં કેવી રીતે સંધ્યા ને મારી શકું!"કાર્તિકે પોતાનો બચાવ કરતાં કહ્યું.
"તારે તો તારાં બાપ થી અલગ અને મોટો બિઝનેસ ચાલું કરવો છે ને!એક સામાન્ય છોકરીને તો મારી નથી શકતો.એમા તું શું બિઝનેસ કરી શકવાનો?"Mr.DK એ કાર્તિક ની દુખતી રગ દબાવતાં કહ્યું.
Mr.DK ની એવી વાતો સાંભળી કાર્તિકે ઉશ્કેરાઈ ને કહ્યું,"હું બધું કરી શકીશ.હવે તમે જુઓ હું એકલો જ કાલ સંધ્યાને મોતને ઘાટ ઉતારી દઈશ."
કાર્તિક ની વાતો સાંભળી Mr.DK મનોમન હરખાવા લાગ્યો.તેમણે કાર્તિક પાસે પોતાનું કામ કઢાવવા જ કાર્તિક ને અહીં બોલાવ્યો હતો.જેમા તે સફળ થયાં હતાં.હવે બસ કાર્તિક ને થોડી લાલચ આપવાની હતી.એટલે Mr.DK એ કહ્યું,"જો તું કાલ જ આ કામ પૂરું કરી શક્યો.તો તારાં નવાં બિઝનેસ માં હું તારો સાથ આપીશ.જે બિઝનેસ માટે તારો બાપ તને રૂપિયા નથી આપી રહ્યો.એ બિઝનેસ માટે હું મારાં ખુદનાં રૂપિયા લગાવીશ."
Mr.DK ની આ વાત કાર્તિક ને મધથી પણ મીઠી લાગી.કાર્તિકે તરત જ ખુશી ખુશી સંધ્યા ને મારવાની વાતમાં હામી ભરી દીધી.
કાર્તિક ની 'હા' સાંભળી બધાં સંધ્યાની મોત પહેલાં જ તેનું સેલિબ્રેશન કરવા લાગ્યાં.બધા હજું વાતો કરતાં હતાં.ત્યાં જ મીરાં નાં મામા ઉમાશંકર અને સુરજના પપ્પા હિતેશભાઈ ત્યાં આવે છે,ને પૂછે છે,"અરે,કંઈ વાતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે?અમને પણ જણાવો.તો અમે પણ એમાં સહભાગી થઈએ."
બંનેની વાત સાંભળી Mr.DK એ કહ્યું,"સંધ્યા ની મોતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે..."
Mr.Dk હજું પોતાની વાત પૂરી કરે ત્યાં જ હિતેશભાઈ હરખાઈને બોલી ઉઠ્યાં,"શું વાત છે.સંધ્યા મરી ગઈ એમ ને!"
હિતેશભાઈ ને હરખઘેલા જોઈ Mr DK એ કહ્યું,"અરે અરે, એટલી બધી ઉતાવળ શું છે?એક દિવસ તેને તેની ઈચ્છા પૂરી કરી લેવાં દે.કાલ તો તેનું મરવાનું નક્કી છે."
સંધ્યા હજું જીવતી છે,એ વાત સાંભળી હિતેશભાઈ લટકેલા મોઢે ખુરશી પર બેસી જાય છે.
હિતેશભાઈનું લટકેલુ મોઢું જોઈને Mr.DK એ કહ્યું,"અરે યાર, ઉદાસ કેમ થઈ જાય છે!કાલ સંધ્યાનો ખેલ ખતમ થઈ જશે.ચિંતા ના કર."
Mr.DK ની વાત સાંભળી, હિતેશભાઈ ગુસ્સે થઈને બરાડી ઉઠ્યાં,"આવું તું કેટલાં સમય થી કહે છે.તેમ છતાં સંધ્યા હજું જીવે જ છે ને!હવે તું શું એ સંધ્યા મારાં છોકરાં સાથે લગ્ન નાં ચાર ફેરા ફરીને મારાં ઘરમાં આવી જાશે,પછી તું તેને મારીશ?"
જ્યારથી હિતેશભાઈ ને ખબર પડી હતી,કે સુરજ સંધ્યાને પ્રેમ કરવા લાગ્યો છે,ત્યારથી હિતેશભાઈ નો પારો ચઢેલો હતો.એમા સંધ્યા હજું જીવતી છે,એ વાત સાંભળી,તેમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો.
હિતેશભાઈ ને ગુસ્સે જોઈને Mr.DK એ કહ્યું,"શાંત થા તું,મને ખબર છે, સંધ્યા અમારાં કરતાં વધુ તને નડતરરૂપ છે,એટલે માટે મેં તેને ખતમ કરવાનું કામ કાર્તિક ને સોંપ્યું છે."
કાર્તિક મીરાંને મારવાનો છે,એ વાત થી હિતેશભાઈ નો ગુસ્સો થોડો શાંત થાય છે.
માત્ર કાર્તિક અને મીરાં જ નહીં,સુરજના પપ્પા હિતેશભાઈ, મીરાં નાં મામા ઉમાશંકર અને કાર્તિક નાં પપ્પા મનિષભાઈ બધાં જ સંધ્યા ને મારવાનાં કામમાં અને Mr.DK નાં ખોટાં ધંધા માં સામેલ હતા.માત્ર સંધ્યા અને સુરજ જ આ બધી વાતથી અજાણ હતાં.
***
સંધ્યા સાંજે તેનાં પપ્પા નાં આવ્યા પછી તેમની કાર લઈને ફરી મીરાં ની ઘરે જવા નીકળે છે.કેમ કે, સંધ્યા માટે તેનું ભણતર પહેલાં અને પછી બીજું બધું હતું.તેમ છતાં હવે સંધ્યાના જીવ ઉપર આવી બન્યું હતું,એટલે તે બુક લેવાની સાથે-સાથે મીરાં પાસેથી કોઈ સબૂત મળી જાય એવાં ઈરાદાથી પણ જતી હતી.જેથી એ સબૂત દ્વારા મીરાં અને કાર્તિક શું કરી રહ્યા છે,એ વિશે જાણી શકાય.પરંતુ, સંધ્યા એ વાતથી અજાણ હતી,કે મીરાં અને કાર્તિક સિવાય બીજાં લોકો પણ તેનાં જીવ પાછળ પડ્યાં હતાં.બધી વાતોથી બેખબર સંધ્યા તેનાં પપ્પા ની કાર મીરાં નાં ઘર તરફ હાંકી મૂકે છે.
મીરાં ને સંધ્યા તેની ઘરે આવવાની છે,એ અંગે કોઈ જાણકારી નહોતી.આથી તે આરામથી Mr.DK નું કામ કરી રહી હતી.
સંધ્યા મીરાંની ઘરે પહોંચી પોતાની કાર ગેઈટ ની બહાર જ મૂકીને અંદર જાય છે.ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોઈ, સંધ્યા સીધી જ અંદર જઈને ઘરમાં બધે જોવા લાગે છે, ઘરમાં કોઈ નથી એવું લાગતાં સંધ્યા ઉપર મીરાંના રૂમમાં જવા માટે સીડીઓ ચડવા લાગે છે.
સંધ્યા સીધી જ મીરાં નાં રૂમનાં દરવાજા પાસે પહોંચી ને અંદર જોવે છે,તો મીરાં એક બેગમાં કંઈક પેક કરી રહી હતી.જે જોઈ સંધ્યા એ કહ્યું,"મીરાં.."
સંધ્યા હજું આગળ કાંઈ બોલે એ પહેલાં મીરાં એ પેલું બેગ બંધ કરીને ફટાફટ પોતાનાં કબાટમાં મૂકી દીધું.સધ્યાને અચાનક ત્યાં આવેલી જોઈ મીરાં ડરી ગઈ હતી.જેથી મીરાં નાં શબ્દો પણ લથડતા હતાં,"અઅઅરે સંઅઅ.. સંધ્યા તું અહીં.અત્યારે?"
મીરાં ને ગભરાયેલી જોઈ, સંધ્યાએ કહ્યું,"હું આપણને કોલેજમાં એક કામ સોંપાયું હતું,જે આપણે સાથે મળીને કરવાનાં હતાં,અને તેની બુક મેં તને આપી હતી.એ બુક હું લેવા આવી છું."
મીરાં તેનાં મામા આવે એ પહેલાં સંધ્યાને અહીંથી કાઢવાં માંગતી હતી,એટલે મીરાંએ કહ્યું,"હાં,એ બુક તો નીચે હોલમાં પડી છે, હું હમણાં જ લાવું."એમ કહીને મીરાં નીચે હોલમાં બુક લેવાં ગઈ.
મીરાં નીચે ગઈ,એટલે સંધ્યાને થયું કે, મીરાંએ જે બેગ કબાટમાં મૂકી, એમાં એવું તો વળી શું હતું?કે એ મને જોઈને ડરી ગઈ!
સંધ્યા બહાર જઈને મીરાં ક્યાં છે,એ જોઈ અંદર આવી મીરાનો કબાટ ખોલીને એ બેગમાં શું છે?એ જોવાં લાગી.બેગ ખોલતાની સાથે જ મીરાંની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
એ આખી બેગ, સંધ્યાએ કોમલ, મીરાં અને કાર્તિક પાસે જે કોથળીઓ જોઈ હતી,એવી કોથળીઓથી ભરેલી હતી.પણ,એ શું છે એ તેને સમજાતું નથી.સંધ્યા હજું એ કોથળી વિશે વધુ કાંઈ જાણી શકે.એ પહેલાં જ મીરાં ત્યાં આવી પહોંચે છે.
"આ લે આ બુક,આ જ હતી ને?"મીરાંએ સંધ્યાને બુક આપતાં પૂછ્યું.
"હાં,આ જ હતી."સંધ્યાએ મીરાંના હાથમાંથી બુક લેતાં કહ્યું.
સંધ્યા બુક લઈને તરત જ કારમાં બેસી,કારને વિવેકના ઘર તરફ હંકારી મૂકે છે.વિવેક એક કેમિસ્ટ હતો‌.સંધ્યાએ મીરાંના આવ્યાં પહેલાં જ એ બેગની કોથળીઓમાંથી એક કોથળી પોતાનાં જીન્સ નાં ખિસ્સામાં નાંખી લીધી હતી.અત્યારે સંધ્યા એ કોથળીની અંદર શું છે,એ જાણવા માટે જ વિવેક પાસે જતી હતી.કેમ કે,એ કોથળીની અંદરનાં પદાર્થ થી બધાં બેહોશ થઈ રહ્યાં હતાં.તો વિવેક એક જ એવો વ્યક્તિ હતો,જે એ કોથળીની અંદર શું છે,એ જણાવી શકે એમ હતો.આમ પણ વિવેક સંધ્યા નાં એક સારાં મિત્ર ની સાથે તેનો કઝિન પણ હતો.તો સંધ્યાને તેની પાસે જવું જ યોગ્ય લાગ્યું.






(શું સંધ્યા એ કોથળીમાં શું છે,એ જાણી શકશે? શું કાર્તિક હકીકતમાં સંધ્યાને મારી નાંખશે?એ જોઈશું આગળ ના ભાગમાં.)