નહીં,તમે ખાય શકો છો હું તમને ના નથી પાડી રહી પણ મને તમે ખાવા માટે ફોર્સ ન કરો.એક પત્ની તેના પતિના શરીરના ટુકડા કેવી રીતે ખાય શકે.કવિતા જીવીત રેહવા માટે તારે આ ટુકડા ખાવા પડશે.મારે નથી જીવું મિલન.મને હવે મરવા દયો રેગીસ્તાનમાં.હું તો બાજ અને સમડીને બોલવી રહી છું.આવો મને ખાવ..!!મારુ શરીર વીંધી નાંખો.!! મારા આત્માને પણ થોડી શાંતિ મળે.હું હવે આ નથી જોઈ શક્તિ મિલન.
**************************************
બધા મિલન તરફ જોઈ રહિયા હતા.કોઈ જીગરના શરીરના ટુકડા કરી ખાય રહ્યું ન હતું.કિશને ખાવાની શરૂવાત કરી.કેમકે તે છ દિવસથી પાણી અને અન્ન વગર ચાલી રહ્યો હતો.મોં માં નાખવું જરા પણ ગમતું ન હતું.કેમકે બધા શાકાહારી હતા.પણ પરિસ્થિતિ એ બધાને માનવીના શરીરના ટૂકડા ખાવા મજબુર કરી દીધા હતા.
એકપછી એક એમ બધા એ મજબૂરીથી માણસના શરીરના ટુકડા ખાવા પડ્યા.માધવીને તો જોઈને જ ઉલટી થઇ રહી હતી.પણ બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.બધા જ કવિતા સામે જોઇ રહ્યા હતા કે એ પણ બધું ભૂલી જીવા માટે થોડુ ખાય લે પણ કવિતા તે તરફ એક પણ વાર જોઈ રહી ન હતી.
મિલન કવિતાની નજીક આવીયો.કવિતા હું જાણું છું કે તને ઘણું દુઃખ છે.પણ આ સિવાય આ રેગીસ્તાનમાં બીજો કોઈ રસ્તો ન હતો.અમે તને જીગરના શરીરના ટુકડા ખાવાનું નથી કહી રહ્યા પણ આગળ જવા માટે અમે તારી મદદ કરીશું.હું જાણું છું કવિતા કે તું તારા મોં માં ટુકડા નહીં નાખી શકીશ.એટલે જ હું ના પાડી રહ્યો છું.
બધા એ થોડું ઘણું પેટમાં નાંખી આગળ વધવા માટે. સક્ષમ થયા.થોડી શરીરમાં શકિત આવી હોઈ એવું બધાને લાગી રહ્યું હતું.હજુ સવારના દસ જ થયા હતા બધા એ જલ્દી ફરી આગળ ચાલવાની શરૂવાત કરી.કિશન અને મિલન કવિતાને થોભીને ચાલી રહ્યા હતા.માધવી એ થોડી આગળ જઈને પાછળ નજર કરી અને રાડ નાંખી પાછળ બાજ અને સમડી વધેલા શરીરની ઉપર તૂટી પડયા હતા.
ઘણા બાજ અને સમડી હજુ પણ અમારી પાછળ પાછળ આવી રહ્યા હતા.આજ પણ તે અમારી મરવાની રાહ જોઈ રહ્યા હતા.પણ આજ અમે બધા મુંગા મોં એ આગળ ચાલી રહ્યા હતા.કોઈ કઈ બોલી રહ્યું ન હતું.કેમેક આજ જે પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા તે કોઈએ સપને પણ વિચાર કર્યો ન હતો કે આપણે જીગરના શરીરના ટુકડા કરી ખાવાનો વારો આવશે.
ધીમે ધીમે ચાલતા ચાલતા બપોરના બે વાગી ગયા.પણ કોઈ આજ નીચે બેસતું ન હતું કે કોઈ એમ કહી રહ્યું ન હતું કે આપણે થોડીવાર આરામ કરીયે.
બસ આગળ ચાલે જ જતા હતા.માથે ધોમ ધમતો
તડકો તપી રહ્યો હતો.
મિલન સૌથી આગળ ચાલી રહ્યો હતો.તે બધી જ તરફ જોઈ રહ્યો હતો.પણ આજુબાજુમાં કોઈ ગામ દેખાય રહ્યું ન હતું.સૂર્યના પ્રકાશથી રેગીસ્તાનમાં બધી જ બાજુ સોનું દેખાય રહ્યું હતું.કવિતા હવે થાકી ગઈ હતી વચ્ચે કયારેક કયારેક તે આંખ પણ બંધ કરી દેતી હતી.પણ કિશન અને મિલન તેને પકડીને આગળ ચલાવી રહ્યા હતા.
ધીમે ધીમે ચાલતા ચાલતા પાંચ વાગી ગયા પણ હજુ કોઈ ગામ આવી રહ્યું ન હતું.આજની રાત પણ રેગીસ્તાનમાં જ વિતાવવી પડશે એવું લાગી રહ્યું હતું.
પણ મિલન સૌથી આગળ હતો તે દોડીને જલ્દી બધા પાસે આવીયો.અહીંથી દૂર એક નાનકડું ગામ હોઈ એવું મને લાગી રહ્યું છે.સાંજ પડવા આવી છે પણ થોડું જલ્દી ચાલયે તો તે ગામ આવી જશે.
બધાના ચેહરા પર ખુશી હતી.કેમકે એમણે રસ્તો બદલ્યો પછી કોઈ ગામ જોવા મળ્યું હતું.હજુ ગામ છે કે શું છે તે કોઈને ખબર હતી પણ બધા આગળ ચાલી રહ્યા હતા.પાકિસ્તાના સરહદ પરનો રસ્તો બદલી આજ બધા ફરી રાજસ્થાન તરફ ચાલી રહ્યા હતા પણ તેને કોઈ પણ પ્રકારની રસ્તાનો ખ્યાલ ન હતો.
થોડું વધારે ચાલવાને લીધે કવિતા રેગીસ્તાની રેતીમાં પડી ગઈ.બધા જ તેની પાસે આવી ગયા કવિતાને કહી થયું તો નથી ને.મિલન અને કિશનને પૂછવા લાગ્યા.નહીં કવિતાને કહી થયુ નથી.શરીરમાં પાણી અને અન્ન ઘણા દિવસથી નાખ્યું ન હતું.તેના કારણે કવિતાને ચક્કર આવી રહ્યા હતા.
થોડીજવારમાં કવિતા એ આંખો ખોલી બધાને ચહેરા પર થોડું હાસ્ય આવયું.ફરી બધા એ તે તરફ ચાલવાનું શરૂ કર્યું.અંધારું થઈ ગયું હતું.આગળ પાછળ કઈ દેખાય રહ્યું ન હતું.પણ નિશાન યાદ હતું કે આ તરફ કોઈ ગામ છે.બધા જ તે તરફ અંધારામાં જઇ રહ્યા
હતા.
કોઈને કઈ ખબર ન હતી કે ત્યાં ગામ છે કે કઈ બીજું છે.પણ આગળ ગામ હોઈ એવું બધાને લાગી રહ્યું હતું.આગળ ગામ હોઈ તો એ ગામમાં રાત્રે લાઈટ પણ થવી જોઈએ કેમ કોઈ લાઈટ નહીં દેખાતી હોઈ.
માધવી રેગીસ્તાનમાં એવા ઘણા ઘર છે.જ્યાં લાઈટ છે જ નહીં.આ રેગીસ્તાન જેવા વિસ્તારમાં લાઈટ ક્યાંથી લેવા જવી.માટે આપણે તે તરફ આગળ ચાલવું જોઈએ જો આપડા આજ ભાગ્ય હશે તો આપણને તે ગામ મળી જશે.નહિ તો આ રેગીસ્તાન તો છે જ.દસ દિવસથી અહીં રેતીમાં જ છીયે.આજની રાત પણ અહીં રેગીસ્તાનમાં જ વિતાવીશું.
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup