કવિતાના શરીરમાં શક્તિ ન હતી તો પણ તે ઉભી થઇ અને મિલને એક ગાલ પર ચડાવી દીધી.મિલન તે મારો પતિ છે.મારે સામે જ તમને ટુકડા કરી કેમ ખાવા દવ.
અને એ પણ તારો ખાસ મિત્ર પણ હતો.
હા,કવિતા એ મારો ખાસ મિત્ર પણ હતો અને તારો પતિ પણ હતો પણ હવે તે બે માંથી એક પણ નથી એ તારે સમજવું જોઈએ.
***************************************
ભલે ઉપર બાજ અને સમડી જીગરના શરીરને ખાય જતા.ભલે એ જીગરના શરીરને વીંધી નાખતા.ભલે હું ભૂખી મરી જાવ આ રેગીસ્તાનમાં પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી જીગરના શરીરને હાથ પણ તમને લગાવા નહિ દવ.
મને એમ હતું મિલન કે તું અમને કોઈ જલ્દી સારો ઉપાય શોધી અમને અહીંથી બહાર નીકાળીશ પણ તું તો મારા પતિની ભૂખનો રાક્ષસ નીકળ્યો.નહીં કદાપી હું આ નહીં થવા દવ.
કવિતા મિલન જે કહી રહ્યો છે તે આપણા બધા માટે કહી રહ્યો છે.તેને આપણી બધાની ચિંતા છે.જો આ જીગરના શરીરના ટુકડા કરી ખાશું તો આપણે હજુ પણ એ રેગીસ્તાનમાં એક દિવસ જીવી શકીશું અને આગળ પણ ચાલી શકીશું.તું સમજવાની કોશિશ કર.
મને એમ હતું કે મિલન જ આ વાત કહી રહ્યો છે.પણ કિશન તને પણ મારા પતિના શરીરની ભૂખ લાગી ગઈ.વાહ તમે બધા એકસાથે થઈ ગયા છો મને એકલી મેકીને પણ જો તમે એકવાર પણ જીગરના શરીરને હાથ લગાવ્યો તો મારાથી બતર આ દુનિયામાં કોઈ સ્ત્રી તમે નહીં જોઈ હોઈ એવા તમારા બધાના હાલ કરીશ.
કવિતા તું સમજવાની કોશિશ કર.આજ આ રેગિસ્તાનમાં આપણા દસ દિવસ પુરા થઈ ગયા.ત્રણ દિવસથી તો એક પાણીનું ટીપું પણ પીધું નથી.અને કોઈ અન્ન પણ મો માં નાખ્યું નથી.આજ જો આ ન કર્યું તો સાંજ સુધીમાં આપના બધાના જીવ આ રેગીસ્તાનમાં સમાય જશે.
માધવી તું પણ આ વાત કહી રહી છે મને નવાઈ લાગી રહી છે.તે મારો પતિ છે.તેને મારી સામે જ ટુકડા કરી તમને કેમ ખાવા દવ.
જો કવિતા તારે આ રેગીસ્તાનમાં જીવીત રેહવું હોઈ તો તારે પણ જીગરના એ ટુકડાને ખાવા પડશે.તું જે આ આ દેહને જોય રહી છે એ તને હવે કોઈ જગ્યાએ કામમાં આવાનો નથી કે તું એને પ્રેમ પણ કરી શકવાની નથી કે એ પણ તને જરા પણ પ્રેમ નહીં કરે.ફક્તને ફક્ત એ હાડ માંસનું શરીર છે.
તું મનમાં જ કહી રહી છો કે જીગરનું શરીર જ કેમ
તમે પસંદ કર્યું.નહીં કવિતા શાયદ આ રેગીસ્તાનમાં
મારા શરીરમાંથી દેહ નીકળી જાય અને તમને ભૂખ લાગી છે તો હું તમને ખાવાનું અનુમતિ આપી દવ છૂ. મારા શરીરના ટુકડા કરી ખાજો.અને આ રેગીસ્તાન માં તમે આગળ વધજો.કેમકે હવે આગળ જો જવું હોઈ તો આપડે પાસે બીજો કોઈ ઉપાય નથી.
કવિતા તું સમજવાની કોશિશ કર આપડે અહીંથી આગળ હવે જઈ શકીયે તેમ નથી.આ જીગરનું શરીરને ખાવા બાજ અને સમડી આવશે સાથે સાથે આપણને પણ તે ખાય જશે.
કવિતાને બધા સમજાવી રહ્યા હતા પણ કવિતા માની રહી ન હતી.કોઈ તેના પતિના મૂર્ત દેહને આ રીતે તેની સામે ટુકડા કરી કેમ કોઈને ખાવા દે.કવિતા ફરી રેગીસ્તાનમાં મોટે મોટેથી રડવા લાગી.ઉભી થઈને જીગરના શરીરને ભેટી પડી.
જયારે મહેશનું મૃત્યું થયું ત્યારે સોનલ બધું ભૂલી આપણી સાથે આગળ વધી.જયારે અવનીને કોઈ જાનવર પાછળથી લઇ ગયું અને તેનું મુત્યું થયું એ પછી પણ કિશન આપણી સાથે આગળ વધવાની કોશિશ કરી.હું સમજુ છું કે રેગીસ્તાનમાં પરિસ્થિતિ મુજબ ચાલવું પડશે તો જ આપણે કોઈ ગામ તરફ આગળ વધી શું.તેના માટે હું મારુ મક્કમ મન રાખી જીગરના શરીરના ટુકડા કરી ખાવાની તમને અનુમતિ આપું છું.ઉપર બાજ અને સમડી જીગરના શરીરને ખાય જાય એ પહેલાં તમે તેને ખાય શકો છો.
કવિતા એ અનુમતિ તો આપી દીધી પણ જીગરના મૂર્ત દેહને અડતા બધાને હવે બીક લાગી રહી હતી.જેના સાથે જીવનભર રહ્યા હોઈ અને તેનું મૃત્યુ થાય અને તેના જ મૂર્ત દેહના ટુકડા કરી આપણે ખાવાનો વારો આવશે એવું ક્યારેય સપને પણ વિચાર કર્યો ન હતો.
મિલને હાથમાં ચપુ લીધી કવિતા,માધવી અને સોનલ ડાબીથી જમણી તરફ ફરી ગયા.તે જીગરના શરીરના ટુકડા થતા જોઈ ન શક્યા.મિલન જીગરના મૂર્ત દેહ પાસે આવીયો અને જીગરના મૂર્ત દેહને કહ્યું જીગર મને માફ કરજે આ રેગીસ્તાની પરિસ્થિતિ મને શું કરાવી રહી છે,તે મને પણ ખ્યાલ નથી,અને આગળ હજુ પણ કેવા ખેલ ખેલવા પડશે તેની પણ મને ખબર નથી.પણ આજ આ તારા શરીરના ટુકડાથી અમે જીવીત રહેશું એ નક્કી છે.
મિલને આંખ બંધ કરી જીગરના શરીર પર એક પછી એક ચપુ મારી જીગરના શરીરના ટુકડા કરી દીધા. ઉપર બાજ અને સમડી મોટે મોટેથી દેકારા અને પડકારા કરી રહ્યા હતા બે ત્રણ બાજે નીચે આવાની કોશિશ પણ કરી પણ કિશને તેને દૂર કર્યા.
જીગરના શરીરના ટુકડા તો કરી નાખ્યા પણ ચારેય બાજુ જીગરના શરીરની ગંધ આવી રહી હતી.એટલે જલ્દી ખાયને અહીંથી નીકળવું પડે તેમ હતું.નહીં તો સાથે સાથે અમને પણ આ બાજ અને સમડી ખાય જશે.મિલન હાથમાં ટુકડા લઈને બધાને આપવા લાગ્યો.કવિતાના હાથમાં જેવા ટુકડા આપ્યા તરત જ કવિતા એ રેગીસ્તાની રેતીમાં ઘા કરી દીધા.
નહીં તમે ખાય શકો છો હું તમને ના નથી પાડી રહી પણ મને તમે ખાવા માટે ફોર્સ ન કરો.એક પત્ની તેના પતિના શરીરના ટુકડા કેવી રીતે ખાય શકે.કવિતા જીવીત રેહવા માટે તારે આ ટુકડા ખાવા પડશે.
મારે નથી જીવું મિલન.મને હવે મરવા દયો રેગીસ્તાનમાં.હું તો બાજ અને સમડીને બોલવી રહી છું.આવો મને ખાવ મારુ શરીર વીંધી નાંખો મારા આત્માને પણ થોડી શાંતિ મળે.હું હવે આ નથી જોઈ શક્તિ મિલન.
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup