રેગીસ્તાનમાં એક નાનકડું એવું રેતીનું થર જામી ગયું હતું.તેની નીચે બધાએ આરામ કર્યો.હજુ પણ અવની કયારે આવે એની બધા રાહ જોઈ રહ્યા હતા.પણ હવે તે આ તરફ આવે તે મુશ્કેલ જેવું લાગતું હતું.ઉપર ગીધ અને સમડી હજુ પણ અમારી રાહ જોઈ રહ્યા હતા.થોડી વાર પણ આંખ બંધ કરીને બેસાય તેમ ન હતું.કોણ કયું જાનવર અમારા માંથી કોઈને લઇ જાય તે કહેવું હવે મુશ્કેલ હતું.
****************************************
કિશન રેગીસ્તાનમાં રડી રહ્યો હતો આજુબાજુ બધા જ તેને સાંત્વના આપી રહ્યા હતા.મુત્યુંથી હવે ડરી રહ્યા હતા.કોણ ક્યારેય અને કેવી રીતે મુત્યું પામે તે કહેવું પણ મુશ્કેલ હતું.હજુ તો એકબીજાની સામે જોઇને વાત કરી રહ્યા હતા.ત્યાં જ કિશને પહેલી તરફ દોટ મૂકી અવની..!!!અવની..!!!કહીને.પણ મિલને તેના તરફ જઈને ખેંચી લીધો.
કિશન તું ભાનમાં આવ તું શું કરી રહ્યો છે.હું ભાનમાં જ છું મિલન..!!મારી જિંદગીમાં જે હસી ખુશી હતી એ તો હવે આ રેગીસ્તાનમાં સમાય ગઇ.હવે મારે જીવીને શું કામ છે.તમે મને પણ આ રેગીસ્તાનમાં સમાવા દો મને રોકો નહિ.
જેને હું મારાથી વધારે પ્રેમ કરતો.જેને મેં મારાથી ક્યારેય અલગ થવા નથી દીધી.જેણે તેના શરીરની પરવા કર્યા વગર મારો હમેશાં ખ્યાલ રાખ્યો.એ એક સકેન્ડમાં મારાથી દૂર ચાલી ગઇ.હું હજુ પણ માની નથી શકતો કે તે મારાથી દૂર થઈ ગઈ.મને હજુ પણ એવું લાગી રહ્યું છે તે જીવીત હશે.આપડે બધાને એ તરફ જવું જોઈએ.તમે મારી મદદ કરો.
નહિ કિશન તું સમજવાની કોશિશ કર.અહીંથી થોડે દૂર શું પડ્યું છે.એ પણ આપણને અહીંથી દેખાય રહ્યું નથી.આપણે કેવી રીતે અવનીને આ રેગીસ્તાનમાં રાત્રિએ શોધીએ.થોડું અંજવાળું થાય એટલે આપડે એ તરફ જશું.બધી તરફ તપાસ પણ કરીશું.અમને પણ એવું લાગી રહ્યું છે કે અવની શાયદ જીવીત હોઈ.
બધાને લાગી રહ્યું હતું કે આજે અમે આ રેગીસ્તાનમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પ્રસાર થઈ રહ્યા છીએ.જયારે અમદાવાદથી નીકળ્યા ત્યારે અમે બધા ખુશ ખુશાલ હતા.એક બીજા સાથે હસી મજાક કરતા હતા.કોલેજની યાદોને યાદ કરતા હતા.પણ આજે આ રેગીસ્તાનમાં અમને અમારો કાળ સામે દેખાય રહ્યો છે.ઉપર સમડી અને બાજ અમારી વાટ જોઈ રહ્યા છે.
બધાના શરીરમાં હવે હાડકા જ દેખાય રહ્યા હતા.રેગીસ્તાનમાં આજ આઠમો દિવસ હતો.કોઈ ગામ મળી જાય એવી બધા પ્રાથના કરી રહ્યા હતા.
પણ આજનો દિવસ પહેલાંના દિવસો કરતા પણ કપરો હશે એ કોઈ જાણતું ન હતું.કેમકે તે
રાજસ્થાના ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ ભાગથી
ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાની સરહદ તરફ આવી ગયા હતા.તે કોઈને પણ જાણ ન હતી.હજુ પણ તે પાકિસ્તાનની સરહદ તરફ જઇ રહિયા હતા.
જ્યાં ઘણા વર્ષોથી કોઈ ગયું નથી.ત્યાં જવાનું કોઈ નામ પણ લેતું નથી.પણ અજણાતાં આ જગ્યા પર તે આવી ગયા હતા.અહીંથી બહાર નીકળવું હવે તેમના માટે મુશ્કેલ બની ગયું હતું.થોડીજવારમાં સવાર પડી ગઈ આજ બધાના શરીર પડી ગયા હતા.મનથી પણ હવે થાકી ગયા હતા.આગળ જવું હવે મુશ્કેલ લાગતું હતું.થોડું અંજવાળું થયું તરત જ કિશને દોટ મૂકી અવનીને શોધવા.કિશની પાછળ પાછળ બધા ગયા.બધી બાજુ તપાસ કરી પણ અવની કોઈ જગ્યા મળીતી ન હતી..અવની..!!!અવની..!!!બોલતા કિશન ત્યાં જ ભાંગી પડ્યો.
થોડીવારમાં જ કિશન ઉભો થયો.આંખ માંથી આછુ લુશી કહ્યું હવે આપણે બધા આગળ ચાલવું જોઈએ.જે થઈ ગયું તે થઈ ગયું મને ઘણો અફસોસ છે,મારી સાથે અત્યારે અવની નથી.પણ આપણા માંથી ગમે ત્યારે કોઈને પણ કઈ થઈ શકે છે.કોઈ પણ છુટા પડી શકે છે.મને ડર છે કે આપડા માંથી કોઈ હવે છુટા ન પડે.માટે જલ્દી આગળ ચાલી આપડે કોઈ ગામ શોધશું.બધા થોડીવાર કિશન સામેં જોઈ રહ્યા
કેમકે કિશન અવનીને ખૂબ પ્રેમ કરતો હતો.પણ આજ તેના નિર્ણય પર અમને ગર્વ હતો.જો આજ અવનીને અહીં જ સાંજ સુધી શોધી હોત તો કાલ અમારે જીવું મુશ્કેલ હતું.
થોડીવારમાં જ બધા એ ફરી ઉત્તર પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કર્યું.પગ હવે આગળ ચાલી શકતા ન હતા.ઘણા દિવસથી રેતીમાં રેહવાથી પગમાં અને હાથમાં ચામડી ઉપસી આવી હતી.તેમાંથી લોહી નીકળી રહ્યું હતું.પગમાં અને હાથમાં રેતી અડવાથી ઘણું દર્દ થઈ રહ્યું હતું.પણ હવે ગમે તેવી પરિસ્થિતિ માં આગળ ચાલવું પડે તેમ હતું.
માધવી તને કઈ આગળ દેખાય રહ્યું છે કે એમજ તું આગળ આગળ ચાલી રહી છે.મને તો આગળ રેતી સિવાય કઈ દેખાય રહ્યું નથી મિલન.થોડેદૂર નાની નાની વનસ્પતિ હોઈ એવું મને લાગી રહ્યું છે.
કોઈ ગામ?
નહીં દૂર સુધી કોઈ ગામ નથી દેખાય રહયું.મિલન આપડે રસ્તો બદલવો જોઈએ.મને નથી લાગતું કે આ તરફ કોઈ ગામ હશે.ત્રણ દિવસથી આ ભયાનક જેવી જગ્યામાં આપડે છીયે પણ હજુ કોઈ ગામ મળ્યું નથી અને આપડા બે મિત્રો પણ ખોયા.આજે આપણે બીજો રસ્તો પસંદ કરવો જોઈએ
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup