જીવનમાં ઘણા દુઃખ આવે છે.પણ પરિસ્થિતિને સમજીને હમેશા યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું જોઈએ.આજ સોનલ જો મહેશની પાસે જ રહી હોત તો શું મોત જ મળેત ને?પણ આજ સોનલે તેના જીવનો યોગ્ય નિર્ણય લીધો હતો.હજુ તો આ બળબળતા રેગીસસ્તાનમાં આગળ શું થશે એની જાણ ન હતી પણ સોનલનો નિર્ણય યોગ્ય હતો.
***********************************
આજ રેગીસ્તાનમાં સાતમો દિવસ હતો.બધાના શરીરની ચામડી રેગીસ્તાની રેતીથી કાળી મશ થઈ ગઈ હતી.આખા શરીર પર રાત દિવસ ખંજવાળ આવી રહી હતી.શરીરમાં હાડકા જ હવે રહ્યા હતા.બોર અને ઝમરૂખ મળ્યા હતા આગળ જતા ખાશું એ ચક્કરમાં જ રેગીસ્તાની આંધી એકસાથે બધું લઈ ગઈ.
નવ ને ત્રીસ થઈ ગઈ હતી.આજ પણ તાપ એટલો જ માથે ધમધમતો હતો.આગળ કોઈ ગામ હજુ પણ આવી રહયું ન હતું.કવિતા અને માધવી જીગરને પૂછી રહ્યા હતા કે આજે કોઈ ગામ મળશે કે આજની રાત પણ રેગીસ્તાનમાં જ વિતાવી પડશે.એ સવાલનો જવાબ આજ જીગર પાસે પણ ન હતો.બધા જ મહેશના મુત્યુંથી ડરી ગયા હતા.ક્યારે અને ક્યાં સમયે આ રેગીસ્તાન આપણને તેની રેતીમાં સમાય દે તે કોઈ જાણતું ન હતું.
ત્યાં જ મિલનનો અવાજ આવીયો આગળ કોઈ જમણી બાજુ નાનકડી ઓરડી હોઈ એવું મને લાગી રહ્યું છે.ત્યાં કોઈ હોઈ શકે છે.આપડે તપાસ કરવી જોઈએ.ઓરડી ઘણીદૂર હતી બધાએ તે ઓરડીની તરફ પ્રયાણ કર્યું.
બધાના ચહેરા પર થોડી ખુશી હતી કે એ ઓરડી પાસેથી કઈ મળશે ત્યાં કોય હોવું જોઈએ.
થોડાજવારમાં તે ઓરડી પાસે બધા જ પોહચી ગયા.જીગરે તે ઓરડીની અંદર જોયું તો તેની અંદર એકસાથે દસ પંદર હાડપિંજર પડીયા હતા.તેની ઉપર કીડી મકોડાની લાઇનો લાગી હતી.જોવામાં કોઈ મનુષ્યના હાડપિંજર હોઈ એવું લાગી રહ્યું હતું.જીગરે ઓરડીની બહાર આવીને બધાને કહ્યું અંદર જવા જેવું નથી ઘણાબધા હાડપિંજર પડેલા છે.એકસાથે ઘણા બધા લોકોનું અહીં મૃત્યું થયું હોઈ એવું લાગી રહ્યું છે.
આ હાડપિંજર આપણી જેમ કોઈ રેગીસ્તાનમાં આવીને ભૂલું પડ્યું હોઈ અને ગીધે તેના પર હુમલો કર્યો હોઈ એવું મને લાગી રહ્યું છે.આપણે આ રસ્તેથી જલ્દી નીકળવું પડશે.આ વિસ્તાર ભયાનક હોઈ એવું મને લાગી રહ્યું છે.
બપોરના બે વાગી ગયા હતા માથે ધમધમતો તડકો તપી રહ્યો હતો.આગળ ચાલવા માટે બધી જ શક્તિ હવે વેડફાય ગઇ હતી.કુદરતની કમાલ અને ઈશ્વર પર હવે બધા આધારિત હતા.
જીગર હું હવે નહીં ચાલી શકું મને લાગે છે કે મારુ મુત્યું આ રેગીસ્તાનમાં જ થશે.કવિતા તારું એકનું નહીં આપણા બધાનું મુત્યું હવે નિશ્વિત છે.ઉપર આ ગીધ અને સમડી પણ આપડી પાછળ પાછળ આવી રહિયા છે.તે વાટ જોઈ રહ્યા છે કે કયારે આનું મોત થાય અને હું તેને ખાવ..
મિલન આજ પણ મને લાગે છે કે આપણને કોઈ ગામ મળવાનું નથી.આજની રાત જો રેગીસ્તાનમાં રહેવાનું થાય તો કાલ આપણો બધાનો છેલ્લો દિવસ આ રેગીસ્તાનમાં હશે.હા,માધવી હું જાણું છું,પણ
આપડે કઈ કરી શકીયે તેમ નથી.આપણે સવ કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ એ મને પણ ખબર નથી.
ધીમે ધીમે ચાલતા ચાલતા સાંજના છ વાગી ગયા.હવે કોઇને આશા ન હતી કે કોઈ ગામ મળશે ચારેય બાજુ દૂર દૂર સુધી રેતી શિવાય કઈ દેખાય રહ્યું ન હતું.હવે ધીમે ધીમે અંધારું પણ થઈ રહ્યું હતું.બધાને કડકડતી ભૂખ અને તરસ લાગી હતી.હાથમાં જે આવે તે જીવવા માટે ખાય રહ્યા હતા.રેગીસ્તાનમાં એવા વિસ્તારમાં આવી ગયા હતા કે ત્યાં લીલું પાનદડું પણ દેખાય રહ્યું ન હતું.
અંધારું થઈ ગયું હતું આજુબાજુમાં કઈ દેખાય રહ્યું ન હતું.તો પણ થોડું થોડું ચાલી રહ્યા હતા કેમકે બેસવા માટે કોઈ સારી જગ્યા ન હતી.રાત્રીએ અચાનક રેતીની આંધી આવે તો અમારી ઉપર જ ફરીવળે તેવી આ જગ્યા હતી.આ અંધકારમાં પાછળથી ફુર ફુર કરતો અવાજ આવિયો.રાત્રી એટલી બધી હતી કે કોઈને કઈ દેખાય રહ્યું ન હતું.પણ કોઈ આજુબાજુ અવાજ કરી રહ્યું હોઈ એવું અમને લાગી રહ્યું હતું.
ત્યાં જ અચાનક સિંહ તરાપ મારે તેમ કોઈ રેગીસ્તાનના જાનવરે પાછળ રહેલ અવની તરફ તરાપ મારી અને અવનીને લઈને તે વહી ગયું.કિશન તેની પાછળ પાછળ ઘણો દૂર સુધી ગયો.પણ તેની ઝડપ માણસની ઝડપ કરતા ચાર ગણી હતી.તે કયું જાનવર હતું કોણ હતું તે કહેવું મુશ્કેલ હતું.પણ કિશન હજુ તે તરફ જઈ રહ્યો હતો.
બચાવો..બચાવોના અવાજ રેગીસ્તાનમાં ચારેય બાજુથી આવી રહ્યા હતા.પડઘા પડવાને લીધે કઈ બાજુ જાવું અવનીની જાન બચાવા તે મુશ્કેલ હતું.
અંધારું હતું સતા ચારેય તરફ બધા અવનીને શોધી રહ્યા હતા.કોઈને હવે અવનીનો અવાજ પણ આવી રહ્યો ન હતો.થોડીવારમાં શું બની ગયુ કોઈને કઈ ખબર પડી નહિ.બધા જ ડરી ગયા હતા.એક પછી એકના આ રેગીસ્તાન કોળિયા કરી રહ્યું હતું.
રેગીસ્તાનો આ વિસ્તાર ભયાનક હોઈ એવું લાગી રહ્યું હતું.બધાના ધબકારા વધી ગયા હતા.કિશન હજુ પણ તે અંધારા તરફ જોઈ રહ્યો હતો કે હજુ અવની દોડતી દોડતી આ તરફ આવે તેની રાહ જોઈ રહ્યો હતો.પણ ઘણો સમય થઈ ગયો અવની આવી નહિ એટલે બધા જ સમજી ગયા કે તેનું મુત્યું થયું હશે.
કિશને પાસે બેસારી મિલન અને જીગર તેને સાતવના આપી રહ્યા હતા.
રેગીસ્તામાં એક નાનકડું એવું રેતીનું થર જામી ગયું હતું.તેની નીચે બધાએ આરામ કર્યો.હજુ પણ અવનીની બધા રાહ જોઈ રહ્યા હતા.પણ હવે તે આ તરફ આવે તે મુશ્કેલ જેવું લાગતું હતું.ઉપર ગીધ અને સમડી હજુ પણ અમારી રાહ જોઈ રહ્યા હતા.થોડી વાર પણ આંખ બંધ કરીને બેસાય એવું ન હતું.કોણ કયું જાનવર અમારા માંથી કોઈને લઇ જાય તે કહેવું હવે મુશ્કેલ હતું.
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)