લાલ ઘરચોળામાં સંગેમરમરની કાયા લઈને પિયા બેઠી છે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવા માટે રૂપાળા રાજ સાથે. માહી બેઠી છે પિયાની બાજુમાં અને પિયા , માહી અને રાજનું ફેમિલી અને મિત્રો એમ 15 થી 20 જણા હાજર છે અને એક મંદિરમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નથી કોઈના મૂખ પર ખુશી નથી. બધા માત્ર એક ફરજ પુરી કરવા આવ્યા હોય એમ હાજરી પુરાવે છે.
બધા રીતરિવાજ પુરા થયા અને કન્યા વિદાયનો સમય આવે છે. સ્મિતા બહેન અને રસિકભાઈ કરતા વધારે વિલાપ રમીલા બહેન અને અશોકભાઈ કરે છે કેમકે પિયા 3 વર્ષ એમની સાથે રહી હતી અને જેને પુત્રવધૂ બનાવી આખી જિંદગી પોતાના ઘરે રાખવાના હતા એ પિયાને આજે રાજ સાથે વળાવી રહ્યા છે. પિયા તેમને સૂરજની વાતો યાદ કરી સાંત્વના આપે છે.
રાજ અને પિયા જે એકમેકને ખૂબ જ ચાહતા હતા એ સુહાગ રાત્રે અલગ અલગ રૂમમાં સુવે છે. આ બધી વાતથી અજાણ મિલન સ મુંબઇ આવે છે. રિઝલ્ટ આવ્યાના બે જ દિવસમાં એ લંડન ગયો હોય છે further study માટે. ત્યાં બધું સેટલ કરીને એ મુંબઈ અમુક ડોક્યુમેન્ટ લેવા માટે આવ્યો છે. એરપોર્ટ પર આવીને એ તરત જ રાજને ફોન કરે છે અને કહે છે pick up કરવા આવવા માટે.
રાજ પહોંચે છે એરપોર્ટ અને બન્ને જીગરજાન દોસ્તો ગળે મળે છે. કારમાં બેસીને મિલન પૂછે છે, સો દોસ્ત whats up? તારી જિંદગીની ગાડી આગળ વધી કે હજી ત્યાં જ છે ? રાજ કહે છે બહુ આગળ વધી ગઈ છે અને એવા વળાંક પર ઉભી છે કે જ્યાંથી આગળનો રસ્તો મને ખબર જ નથી. મિલન કહે છે , શું થયું ? રાજ કહે છે બહુ લાંબી સ્ટોરી છે,પછી કહીશ. મિલન કહે છે યાર આજે પણ મારા માટે તું જ ઈમ્પોર્ટન્ટ છો. બીજા બધા કામ પછી પહેલા તારી વાત સંભળાવ. રાજ મુંબઈ કોફી હાઉસ તરફ કાર લે છે જ્યાં બંને કોલેજમાં હતા ત્યારે બહુ જતા. બંને માટે કોફી અને સેન્ડવીચ ઑર્ડર કરે છે.
કોફીના પહેલા ઘૂંટડા સાથે રાજ વાત ચાલુ કરે છે,...
તું લંડન ગયો એ પછી અહીંયા ઘણું ન બનવાનું બની ગયું. મેં નક્કી કર્યું હતું કે પિયાને એની life માં ખુશ રહેવા દઈશ અને એ કેહવા કે પિયા હું તને ક્યારેય નહીં ભૂલું પણ તું તારી life માં ખુશ રહે, આગળ વધ, all the best. એવું કેહવા મેં પિયાને ફોન લગાવ્યો ત્યારે જાણવા મળ્યું કે પિયા તો નડિયાદ છે અને આજે જ સુરજ જાન જોડીને તેને પરણવા જાય છે. મને સમજાણું નહીં કે પિયા માટે ખુશ થાવ કે મારા માટે દુઃખી ? એ આખી રાત પિયાની યાદમાં વહીસ્કીની બોટલ ખાલી કરી હું રડતો રહ્યો. બીજા દિવસે સવારે ડોરબેલ વાગી. હું આંખો ચોળતો દરવાજો ખોલવા ઉભો થયો. દરવાજો ખોલ્યો તો સામે માહી અને બે અંકલ હતા. બધાના ચહેરા ઉતરેલા હતા. માહીનું મોઢું તો રડી રડી ને સોજી ગયું હતું. મને કાઈ સમજાણું નહીં. મેં એમને આવકાર આપીને અંદર બોલાવ્યા. માહીને મેં પૂછ્યું શુ થયું ? Is everything all right ? એ કાઈ બોલી શકી નહીં એણે રડતા રડતા માત્ર બંને અંકલની ઓળખાણ કરાવી. એમાંનાં એક માહીના પપ્પા હતા અને બીજા પિયાના. પિયાના પપ્પાએ વાતનો દોર હાથમાં લેતા બંને હાથ જોડી કહ્યું, બેટા રાજ આજે અમે તારી પાસે કંઈક માંગવા આવ્યા છીએ. મેં એમને હાથ જોડતા અટકાવ્યા અને કહ્યું હું મારી બનતી કોશિશ કરીશ કે હું તમારી મદદ કરી શકું. પણ વાત શુ છે ? એમણે જે કહ્યું એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે કહ્યું, કાલે જ્યારે જાન જઇ રહી હતી ત્યારે વરરાજાની કારનો સુરત પાસે અકસ્માત થયો અને એમાં સૂરજનું મૃત્યુ થયું છે. What ? આમ જ મેં ત્યારે રીએક્ટ કર્યું. એ પછી માહીના પપ્પાએ કહ્યું રાજ બેટા તું પિયા સાથે લગ્ન કર એ સૂરજની અંતિમ ઈચ્છા હતી. બેટા એટલે અમે અહીં આવ્યા છીએ. તું કરીશ મારા દિકરાની અંતિમ ઈચ્છા પૂર્ણ? બેટા જ્યાં સુધી તારા અને પિયાના લગ્ન ન થાય ત્યાં સુધી સૂરજને અગ્નિદાહ નહીં અપાઈ. એ પણ એણે કહ્યું હતું કે જ્યાં સુધી પિયા અને રાજ એક ન થાય મારા અંતિમ સંસ્કાર નહીં કરતા. આ સાંભળી મેં માહીને પૂછ્યું કે પિયા શુ કહે છે ? માહીએ કહ્યું પિયા પણ સૂરજની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. બસ મેં કઈ વિચાર્યા વગર પિયાની ઇચ્છાનું માન રાખવા હા કહી અને એ લોકો પિયાને મંદિરમાં લઇ આવ્યા અને હું પણ મમ્મી પપ્પાને સમજાવી એમની સાથે મંદિર પહોંચ્યો. અમારા લગ્ન થયા અને સૂરજના અગ્નિ સંસ્કાર. રાત્રે જ પિયાએ મને કહી દીધું કે લગ્ન કરવા માટે thanks પણ આપણા વચ્ચે કોઈ relation નહીં રહે. એ મનથી સૂરજને વરી ચુકી છે અને આ લગ્ન પણ માત્ર સુરજ માટે જ કર્યા છે.
આખી વાત સાંભળી મિલન અચંબિત થઈ જાય છે અને કહે છે, sorry યાર. તારી life માં આટલું બધું બની ગયું અને હું તારી સાથે પણ ન હતો. પણ હવે આગળ શું એ કઈ વિચાર્યું છે ? રાજ કહે છે ના, પણ પિયાની ખુશી એ જ મારી ખુશી . એ જે ઇચ્છશે તે જ થશે. મિલન પણ એની હા માં હા મેળવી સાંજે ઘરે મળવા આવશે એમ કહી નીકળી જાય છે.
સાંજે 6 વાગ્યે ડોરબેલ વાગે છે. રાજ દરવાજો ખોલે છે અને અચંબિત રહી જાય છે કેમકે સામે નવ પરિણીત યુગલ ઉભું છે. માહી અને મિલન. રાજ અચાનક જ પિયાને બુમ પાડીને બોલાવે છે. પિયા રાજની બૂમ સાંભળી દોડી આવે છે. માહીને જોઈ એ ખુશ થઈ જાય છે અને ગળે મળે છે. પછી એનું ધ્યાન મિલન અને મંગલસૂત્ર પર જાય છે. અને પૂછે છે, આ બધું શુ છે ? મિલન કહે છે, we love each other and we got married. બધા સાથે બેસે છે અને મિલન કહે છે, રાજ આજે સવારે તને મળ્યા પછી હું સીધો માહીને મળવા એના ઘરે પહોંચી ગયો હતો. હું લંડન ગયો પછી મને સમજાણું કે હું માહીને love કરું છું. અહીંયા માહી સામે હતી પણ હું સારાને sympathy આપતો રહ્યો. લંડન ગયા પછી અચાનક મને એ બધા પ્રસંગો યાદ આવવા લાગ્યા કે જેમાં માહી મને ખુશ રાખવા પ્રયત્ન કરતી. કદાચ એ મને ક્યારેય કહી ન શકી પણ એને મારા માટે ફીલિંગ્સ છે એવું વિચારી હું એના માટે જ પાછો આવ્યો. માહીને મળીને સીધુંજ પૂછી લીધું, do you love me ? Wil you marry me ? એણે બન્ને જવાબ હા માં આપ્યા અને અમે તાબડતોબ register marriage કરી લીધા. જેથી માહીને જલ્દી visa મળી જાય અને હું એને મારી સાથે લંડન લઇ જઈ શકું.
પિયા અને રાજ બંનેને congratulate કરે છે. પછી માહી પિયાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે, પિયા તે ભાઈની ખુશી માટે લગ્ન તો કર્યા પણ તને લાગે છે કે ભાઈના આત્માને શાંતિ મળી ગઈ હશે ? કેમ આમ પૂછે છે ? પિયા એ કહ્યું. માહી કહે છે તું સમજે જ છે હું શું કહેવા માગું છું. માત્ર સાત ફેરા લેવાથી કોઈ પતિ પત્ની નથી બની જતું. તે તો ભાઈ સાથે ચિટિંગ કરી છે. તું રાજનો પતિ તરીકે સ્વીકાર કરીશ તો જ સાચા અર્થમાં ભાઈના આત્માને શાંતિ મળશે. ભાઈ માટે આટલું કર્યું તો રાજને માફ નહીં કરી શકે? રાજ પણ રડતા રડતા પિયાની માફી માંગે છે, sorry piya but I still love you.....પિયા પણ રડવું રોકી નથી શકતી અને રાજના ખભા પર માથું ઢાળી રાજનો સ્વીકાર કરે છે. મિલન બધાનો મૂડ light કરવા કહે છે, લેટ્સ ગો......
બધા પૂછે છે ક્યાં ?? મિલન કહે છે મેં ઓબેરોય હોટેલમાં બે honeymoon suit બુક કરાવ્યા છે. બધા હસી પડે છે અને હોટેલ જાય છે .
ડિનર વખતે રાજ અને પિયા , માહી અને મિલન ની માફી માંગે છે અને કહે છે બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં અમે તમારી ફીલિંગ્સ ન સમજી શક્યા. મિલન કહે છે ડોન્ટ વરી.. હું પણ લંડન જઈને સમજ્યો...અને બધા ફરી હસી પડે છે . એ રાતે ઓબેરોય હોટેલ ના બંને રૂમમાં બે જીવ તન અને મનથી એક થઈ રહ્યા હતા અને બીજા દિવસે સવારે લાલિમા ભર્યો સૂરજ હસતો હસતો ઉગી નીકળ્યો. બધાએ કહ્યું, સૂરજના આત્માાનેે શાંતિ મળી.
સમાપ્ત...