દુનિયામાં એવા ઘણા અભાગી લોકો હોય છે જેને ક્યારેય પ્રેમ મળતો જ નથી હોતો. એવા ઘણા લોકો હોય છે જે કોઈનો પ્રેમ પામવા માટે તરસતા હોય છે. એવા અભાગી લોકો માં ઈશા પણ હતી.
ઈશા નાનપણથી જ અનાથ હતી. તેના માતા પિતા ને તેણે ક્યારેય જોયા જ નહોતા. કદાચ કોઈએ જન્મતા જ ત્યાગી દીધી હસે. અનાથ આશ્રમમા જ મોટી થયેલી. ઈશા જરૂર અનાથ હતી પણ કમજોર નહોતી.
તે ખુબ જ હોશિયાર હતી. અભ્યાસ સિવાય પણ બીજી બધી વાતો માં એ અવલ હતી. તેને રસોઈ ભરત ગુંથન, જેવા દરેક કામ આવડતા. મ્યુઝિક નો પણ એટલો જ શોખ.
અશ્રમ ના દરેક નાના મોટા કામ માં એ પોતાનાથી થાય એટલી મદદ કરતી. બધા એનાથી ખુબ જ ખુશ રહેતા.
ઈશા નું સપનું હતું કે એ પોતાના પગ પર ઉભી થાય.એ આજિવાન આનાથ ની જેમ નહોતી રેવા માંગતી. તેને એક વાત સમજાય ગઈ હતી કે જો એને પોતાના પગ ઉપર ઊભું રેવુ હશે તો એના માટે પેલા ભણવું પડશે. આથી તે પોતાના અભ્યાસ ઉપર ખુબ જ ધ્યાન આપતી. hsc ની એક્ષામ માં જિલ્લા પ્રાથમ આવીને એને સહુ કોઈના માથા ગર્વ થી ઉંચા કરી દીધા.
કોલેજ ખતમ કરી એક નામાકિંત કંપની માં નોકરી પણ મળી ગઈ. ઈશા ખુબ ખુશ હતી. પોતે હવે પોતાના પગ ઉપર ઉભી હતી. એને જેવી જોઈતી હતી એવી જિંદગી મળી ગઈ હતી. બસ ખામી હતી તો એક જીવન સાથી ની. એ પણ એક દિવસ પુરી થઇ ગઈ જયારે રજત એની જિંદગી માં આવ્યો. રજત ને પામી ને તો જાણે એ સંપૂર્ન થઇ ગઈ હતી. રજત પણ એને ખૂબ જ પ્રેમ કરતો. બંને સાથે જ નોકરી કરતા હોવાથી બંને ને નજીક રેવાનો,એક બીજાને સમજવાનો પણ ખુબ સમય મળી રેતો.
આમ ને આમ બંને ને બે વર્ષ જેટલો સમય થઇ ગયો. હવે ઈશા ની ખુબ જ ઈચ્છા થતી કે પોતાનો ઘર સંસાર વશાવે. આ માટે એને રજત સાથે પણ ઘણી વાર વાત કરેલી. પણ રજત એના મમી પપ્પા ને કહેતાં હજી ડરતો હતો.
આખારે એક દિવસ ઇશાની જીદ સામે એને જુકવું જ પડ્યું. રજત ઈશા ને લઈને એના ઘરે ગયો,એના મમી પપ્પા ને મળવા. રજત ના પેરેન્ટ્સ થોડા જુના વિચાર વાળા હતા. દીકરો આમ લવ મેરેજ કરે એ એમને જરા પણ પસંદ ના આવ્યું,એમાં પણ ઉપરથી જ્યારે ખબર પડી કે ઈશા અનાથ છે ત્યારે તો એમને આ લગ્ન માટે ઘસીને ના જ પાડી દીધી. એમને તો રજત સામે પણ શરત રાખી દીધી કે કા તો અમે ને કા તો આ છોકરી. જો એને ઈશા સાથે લગ્ન કરવા હોય તો એના માતા પિતા તેની સાથે બધા જ સંબંધ કાપી નાખશે. એના મમ્મી એ તો ત્યાં સુધી કઈ દીધું કે જો એ ઈશા સાથે લગ્ન કરશે તો પોતે આત્મ હાત્યા કરી લેશે.
રજત ઈશા ને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ એ એટલો પણ મહાન નહોતો કે ઈશા માટે થઇને એ પોતે અનાથ થઇ જાય. આમ પણ રજત એના માતા પિતા નુ એક માત્ર સંતાન હતો. ઈશા પોતે પણ એવું નહોતી ચાહતી કે એના લીધે રજત એના માતા પિતા થી દૂર થઇ જાય.
ઈશા ને આ વાતનું ખૂબ જ લાગી એવું. એ આનાથ હતી એ શું એનો વાંક હતો?. ઈશા ને એ વાત પણ સમજાઈ ગઈ હતી કે કોઈ છોકરો આ કારણે એની સાથે લગ્ન કરવા રાજી નહિ થાય.
પણ જીવવા માટે કોઈના સહારની જરૂર હતી. એક દિવસ ઈશા ને અચાનક વિચાર આવ્યો કે કોઈ અનાથ જ અનાથ નો સહારો કેમ ના બની શકે?. પોતે ક્યારેય પોતાના માતા પિતા નો પ્રેમ નહોતી પામી શકી પણ પોતે કોઈ માતા પિતા ને દીકરી નો પ્રેમ તો આપી શકે ને.
એને બીજા જ દિવસે ઘરડા ઘર માં જઈને એને વૃધ દંપતીને ગોદ લેવાનુ નકકી કર્યું.
ઘરડા ઘરના સંચાલકોને પણ આ વાતની ખુબ j નવાઈ લાગી કારણકે એમને હંમેશા સંતાનોને માતા પિતાને વૃધધાશ્રમમા મુકવા આવતા જ જોયા હતા. પેલી વાર એવું બન્યું હતું કે કોઈ લેવા માટે આવ્યું હતું.
હવે ઈશા પૂર્ણ થઇ ગઈ હતી. હવે એ અનાથ પણ નહોતી. અને હવે એની પાસે માતા પિતા નો સહારો પણ હતો. ઈશા એ નક્કી કર્યું કે એને હવે કોઈ એવા પુરુષની જરૂર પણ નથી કે જે એના અનાથ હોવાના લીધે તેનો અસ્વિકાર કરે.
ઈશા એ પછી બે અનાથ બાળકોને પણ દતક લીધા..