ત્યાગ અને સમર્પણ નું બીજું નામ એટલે પ્રેમ
આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ –બે પ્રેમીઓંની દિવસ
પ્રેમ એટલે શું...?? એવું કોઈ પૂછે તો એની સ્પષ્ટ અને ચોક્કસ વ્યાખ્યા ના આપી શકાય કારણકે એ વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ હોય શકે .પ્રેમ એટલે મારી દ્રષ્ટીએ બીજું કશું જ નહિ ત્યાગ અને સમપર્ણ .જ્યાં હંમેશા જતું કરવાની ભાવના હોય જ્યાં એક-બીજાને સમજવા કરતા એકબીજાની પરિસ્થિતિ સમજવાની વધારે સમજતા હોય. જ્યાં હંમેશા પોતાની જરૂરિયાત અને ઈચ્છા કરતા સામે વાળાની જરૂરિયાત અને ઈચ્છા ને મહત્વ અપાતું હોય . પ્રેમ એટલે પોતાની જાતને ઓગળીને બીજાને પ્રજ્વલિત કરવાની ઈચ્છા .,જ્યાં માંગણી ના હોય પણ જ્યાં લાગણી હોય .,જ્યાં ફરિયાદ ના હોય ત્યાં કેવળ યાદ જ હોય .,હું કઈ રીતે સામેની વ્યક્તિને મદદરૂપ થઈ શકું અને કઈ રીતે ખુશ રાખી શકું એવી સતત મનનમાં ચાલતી ભાવના એનું નામ મારી દ્રષ્ટીએ પ્રેમ.જે જોઇને થાય તે પ્રેમ ના હોય તે ઉમર ના સમય મુજબ થતું આકર્ષણ માત્ર છે અને પ્રેમ એટલે પામી લેવું એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી અને જેને પ્રેમ કરતા હોય અને એ મળે જ એ પણ જરૂરી નથી .પ્રેમ કરતા હોય અને સામેની વળી વ્યક્તિ ક્યારેય જીવનમાં બીજીવાર ના મળે તો પણ શું થઈ ગયું સાચો પ્રેમી તો હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે તે જ્યાં પણ રહે ત્યાં હંમેશા ખુશ રહે.પ્રેમમાં તો અમર થઈ જવાનું હોય અને કદાચ એટલે જ વિશ્વની સાત અજાયબીમાં ભારતની એક માત્ર પ્રેમના પ્રતિક સમી ઈમારત તાજમહેલ રૂપે આજે ઉભી છે આ સાચા પ્રેમની તાકાતછે કોઈ પૂછે કે કઈ ઉમરે પ્રેમ થાય અને કઈ ઉમર સાચી કેહવાય પ્રેમ થવા માટે તો તરત જ કહી દેવાનું કે જે ઉમરે પ્રેમ થાય તેને જ સાચી ઉમર કેહવાય.પ્રેમ કરવા જવો ના પડે પ્રેમ સહજ રીતે થઈ જતો હોય તે મારી દ્રષ્ટીએ પ્રેમ છે જેને ક્યારેય પાનખર ના આવે જ્યાં મળીયે ત્યાંથી જીવનના છેલ્લા સ્વાસ સુધી જેમાં વસંત ખીલેલી હોય.જેની સાથે વૃદ્ધ થવું ગમે. ક્યારેય કોઈએ કોઈને આઈ લવ યુ કહ્યું હોય ત્યારે જવાબમાં સામેથી હા અથવા ના જ આવતી હોય છે ક્યારેય કોઈને એમાં સજા થઈ હોઈ તેવો મારી નજર સામે એકવાર પણ નથી આવ્યું પણ ના પાડ્યા પછી તમે ત્યાંથી આપડે હવામાંથી નીકળી જઈએ તેમ નીકળી જાવ તો આપણને ખબર નથી પડતી કે આપડે હવામાંથી પસાર થઈ ગયા અને હવાને પણ ખબર પડતી નથી કે કોઈ મારી સામેથી પસાર થઈ ગયું તેમ ના પાડ્યા પછી બહાર નીકળતા આવડતું હોવું જોઈએ.ટુકમાં જ્યાં જ્ઞાતિ – ધર્મ- પ્રાંત-પ્રદેશના બંધનથી મુક્ત હોય જ્યાં એકમેકના થવાની ભાવના હોય તેનું નામ પ્રેમ તો ચાલો આવા જ અલગ પ્રેમની વાત કરીએ.
આજે તમને જે વાત કરવા જઈ રહો છુ તે મારા પરમ અને સ્નેહીમીત્રની જ છે એટલે કે હું એ બંનેને નજીકથી જાણું છુ અને માટે જ મને આજે તેમના વિશે લખું છુ. મિહિર & રેણુકા બને મળે છે ફેસબુકના માધ્યમથી. મિહિર ભાવનગરમાં રહે છે અને શિક્ષક છે તો રેણુકા વડોદરા રહે છે અને વેબસાઈટ ડીજાઈનર છે બંને નો આજના સમય કરતા અલગ જ પ્રેમ કારણ કે છેલ્લા ૩ વર્ષથી બંને એકબીજા સાથે વાત કરે છે અને છતાં એકબીજાના ચેહરા પણ જાણતા નથી કદાચ તમને જાણીને નવાય એ વાતની લાગે કે આજના સમય માં આવું કોઈ છે ..?! હા આવા બે વ્યક્તિ છે. રેણુકા વડોદરા હોય ત્યાંથી તેના ઘરે રાજકોટ જવાની હોય તો અહી મિહિરને પણ ના ગમે કારણકે રેણુકા ઘરે જાય ત્યારે મિહિર ને ખબર છે કે હવે રેણુકા ક્યારે ઓફિસ આવશે કેટલા દિવસ થશે તેનું કોઈ જ નક્કી ના હોય કારણ કે રેણુકા પોતાના ઘરેથી પોતાની ઓફિસનું કામ કરી શક્તિ અને ઓફિસમાં પણ સારું એવું તેનું નામ એટલે જયારે પણ રજા જોઈએ તેટલી રજા મળી રેહતી કારણકે રેણુકા ઓફિસમાં કામ કરતા કર્મચારીની જેમ કામ કરતી ના હતી પણ પોતાની ઓફિસ હોય તેવી જ રીતે કામ કરતી હતી તેથી જયારે ઘરેથી આવીને સામેથી રેણુકા મેસેજ ના કરે કે હું ઘરેથી નીકળી ગઈ છુ ત્યાં સુધી અહી મિહિરને રાહ જ જોવી પડતી કારણ કે રેણુકાનું ઘર રૂઢીસુસ્ત હતું એટલે ત્યાં મેસેજ કે ફોનમાં વાત ના થઈ શકે અને અહી મિહિર રાહ જોઇને બેઠો હોય કે ક્યારે મેસેજ આવશે અને જયારે પણ મેસેજ આવે ત્યારે એવું લાગે કે ત્યારે મિહિરના ચેહરા પર મને જે આનંદ દેખાય ત્યારે ખરેખર એવું લાગે કે મિહિરને ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મળ્યો ના હોય..!! સામે પણ રેણુકાનો સ્વભાવ પણ એવો જ કાબિલેદાદ મિહિર જાણે રાહ જોઇને બેઠો હોય તેમ રેણુકા ત્યાં જોતી હોય તેમ ઘરેથી નીકળે કે તરત જ બસમાં હોય ત્યાં મેસેજ કરે કે હું ઘરેથી નીકળી ગઈ છુ.અને પછી કેટલાય મેસેજ એક સાથે જ કરીદે જાણે બંને એ એકબીજાને બે વર્ષથી વાત ના થઈ હોય તેવું લાગે . હમણાં જાન્યુઆરી મહિનામાં મિહિરે રેણુકાને તેના જન્મદિવસની ગીફ્ટ રેણુકાને મોકલાવી તો તે જ મહિનામાં મિહિરનો પણ જન્મદિવસ રેણુકાએ કહ્યું હું તમને ગમતી હોય તે ગીફ્ટ મોકલાવું અને કદાચ આ મારી તમને પેહલી અને છેલ્લી ગીફ્ટ પણ હોય શકે મિહિરે તરત જ ના પાડી.મેં તરત જ કહ્યું ના કેમ પાડી...??તેણે કહ્યું મિલનભાઈ તે આખો દિવસ ઓફીસ હોય રાત્રે 8 વાગ્યે આવે રસોઈ બનાવે જમે અને પોતાનું કામ કરે તો ક્યાં સમય હોય તેની પાસે ,ક્યારે તે ગીફ્ટ લેવા જાય .,ક્યારે તે કુરિયર કરે .,આટલો બધો સમય તેની પાસે ક્યાં હોય છે મેં એ બધું વિચારીને ના પાડી ...!!!!! હું એ સમયે મિહિરને જવાબ ના આપી શક્યો પણ મને ઘણો જ આનંદ થયો સામે રેણુકા પણ એમ જ કહે મિહિર કે જો મારાઘરે જ્ઞાતિ વચ્ચે ના આવતી હોત તો આપડે જીવનસાથી હોત તો અહીંથી મિહિર પણ એવું જ કહે કે એમાં શું થઈ ગયું ભલેને આપડે જીવનસાથી ના બની શકીએ પણ તમે મને એક શ્રેષ્ઠ મિત્ર મળ્યા એ મારા માટે કઈ ઓછુ નથી એવું પણ ના હતું કે રેણુકા બીજી જ્ઞાતિમાં મેરેજ ના કરી શકે કારણ કે રેણુકાનો ભાઈ દેશની સર્વશ્રેષ્ઠ જવાબદારી નિભાવતો હતો અને દેશના સીમાડાની છેલ્લા બાર બાર વર્ષથી ઇન્ડિયન આર્મીમાં દેશની સેવા કરતો હતો તેથી પોતે સ્વતંત્ર વિચાર ધરાવતો હતો તેથી રેણુકાને કેહતો કે બેન તને કોઈ છોકરો ગમતો હોય તો મને કેહ્જે તે ગમે તે જ્ઞાતિનો હોય તો પણ શું થયું હું ઘરે વાત કરીશ બસ તુ હંમેશા જ્યાં પણ રહે ત્યાં ખુશ રેહવી જોઈએ પણ રેણુકા મિહિરને કેહતી મારા જ્ઞાતિની ના હોવા છતાં મારા મંમી અને પાપા એ મને ભણાવી અને અત્યારે નોકરી પણ કરવા દે છે કદાચ આ મારા જ્ઞાતિમાં હું આટલું ભણી હોવ અને નોકરી કરતી હોવ તેવી હું એક માત્ર છુ. જો હું બીજી જ્ઞાતિમાં મેરેજ કરું તો કાલે મારા કારણે મારા મંમી –પાપા ને લોકો કહી જાય અને મારી જ્ઞાતિમાં બીજી કેટલી દીકરીઓ ભણી પણ ના શકે આ સાંભળીને મિહિરે તે દિવસે મને મળ્યો અને કહ્યું મિલનભાઈ આજે મને રેણુકા મેમ વિશે જે માન અને સંમ્માન હતું તેને વંદન કરવાનું મન થાય છે અને પછી મને બધી વાત કરી.મિહિર ક્યારેક રેણુકાને વધારે મેસેજ અને ફોન કરીને સતાવે તો પણ રેણુકા ક્યારેય ચેહરા પરના સહેજ પણ હાવભાવ ફરે નહિ.સામે મિહિર ફોન કરે અને રેણુકા એમ કહે કે હું બહાર છુ એટલે તરતજ સામેથી જવાબ આવે ઓકે નિરાતે ફોન કરજો બીજો એક પણ સવાલ નહિ .બંનેને એકબીજા માટે ભારોભાર માન અને સંન્માન એટલે જ ક્યારેય મિહિર પણ રેણુકાને તુકારે ના બોલાવે હું ઘણીવાર ખીજવું ત્યારે મને કહે મિલનભાઈ હું તેને નહિ તેના વ્યક્તિત્વને માન આપું છુ.તો ક્યારેક રેણુકા એવું કહે તમે મારા માટે આ બધું કરો છો મને ખબર છે તો સામેથી જવાબ આવે ના ના હું તમારા માટે કઈ નથી કરતો હું તો સ્વાર્થી છુ હું મારા માટે જ કરું છુ મને તમને (રેણુકા ) ખુશ જોઇને ખુશી મળે છે માટે હું આ કરું છુ તેવો મીઠો જવાબ આપે .બંને એકબીજાની વાત વાત નિરાતે સાંભળે અને સમજવા પ્રયત્ન કરે અને ગમે તેવા જટિલ પ્રશ્નનું નિરાકરણ લાવે.રેણુકા સાથે જયારે મિહિર વાત કરતો હોય અને રેણુકા હેલ્લો એવું કહે એટલે આ બાજુથી મિહિર જવાબમાં કહે શું થયું કેમ અવાજ ભારે છે કઈ વાતને લયને ચિંતા છે .? મજા નથી.? ઓફિસમાં કઈ તકલીફ છે.? ઘરે કઈ તકલીફ છે.? ટુકમાં અહી મિહિર કહ્યા વગર જ મોટા ભાગે પરિસ્થિતિ સમજી જતો અને પાછુ આ વાતનો આનંદ અને સૌથી વધુ ખુશી રેણુકાને થતી કોઈ છે એવું જે મારી કરતા મારી પરિસ્થિતિ વધારે સમજે છે . જયારે અહી મિહિરને તાવ આવતો હોય અને બીજા દિવસે જો રીપોર્ટ ના કરવ્યા હોય તો આવિ જ બને ફોન આવે અને એટલું ખીજાય કે વાત જ ના પુછાય
મિહિર અહી એટલું સતતધ્યાન રાખે કે મારા કારણે ક્યારેય રેણુકા મેમ ના જીવનમાં ક્યારેય તકલીફ ના પડે એટલે જ તે સતત ધ્યાન રાખતો હોય છે તે ક્યારે ઓફિસ હોય.,ક્યારે ઘરે જવના છે.,ક્યારે મિત્રો સાથે જવાના છે ., ક્યારે વાત થઈ શકે તેમ છે ઓફીસ પાર્સલ મોકલે તો પણ પૂછીને મોકલે કે કાલે પાર્સલ મોકલાવું..? આવી નાનામાં નાની વાતનું ધ્યાન મિહિર સતત રાખતો અને કેહતો કે મારા કારણે જો રેણુકા મેમ ના જીવનમાં તકલીફ પડે તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકું .
મિહિર મને હમણાં જ કહ્યું કે રેણુકાની સગાઇ ટુંક સમયમાં નક્કી કરવાની છે જો કોઈ સારો છોકરો મળી જાય તો મે એને આમ જ પૂછ્યું કે તારાથી રહી શકશે તેના વગર કારણકે તેની જ્ઞાતિ માં પછી ફોનમાં વાત પણ કરવા દેવામાં આવતી નથી તો પછી કેમ થશે ..?!!!ત્યારે તેણે જે જવાબ આપ્યો તે હું અહી અક્ષર સહ લખું છુ “મિલનભાઈ રેણુકા મેમ ને મે ક્યારેય જોયા નથી., હું ક્યારેય મળ્યો નથી અને કદાચ જીવમાં ક્યારેય આજીવન ના મળું તેનું લેશ માત્ર દુઃખ નથી પણ તે હંમેશા જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે અને એને ભગવાન હંમેશા હસતા રાખે અને એ માટે હું દરરોજ મંદિરે જઈને પ્રાર્થના પણ કરું છુ કે તેમને યોગ્ય જીવન સાથી મળી રહે અને હા મને એ વાતનું હંમેશા દુઃખ રેહશે કે મેં એક નિખાલસ અને નિર્દોષ મિત્ર કે જેનું મન મંદિર જેવું પવિત્ર હોય અને દિલ આકાશ જેવું સ્વચ્છ હોય તે મારા જીવનમાં જયારે પણ નહિ હોય તેવા વ્યક્તિની ખોટ કોઈ પૂરી નહિ કરી શકે અને મારા મૃત્યુ સુધી એ વાતનો ભારોભાર અફસોસ રહશે કે મેં એક જીવનમાં શ્રેષ્ઠ મિત્ર ગુમાવ્યો ’’એટલું કહીને તે મારી પાસે રડી પડ્યો ત્યારે મારાથી પણ અનાયાસે પ્રાર્થના થઈ ગઈ કે આ બંને જ્યાં પણ હોય ત્યાં આ નિર્દોષ વ્યક્તિને ભગવાન ખુશ રાખે.
મારા મતે આનાથી વધારે પ્રેમની એક પણ પરિભાષા ના હોઈ શકે .આજના શુભદિવસે તમને કોઈ આવું પાત્ર મળી જાય તો તમે તમને નસીબદાર સમજજો અને આવી વ્યક્તિને સાચવી લેજો ભલે પછી રેણુકા અને મિહિરની જેમ મળે પણ નહિ ........બધા જ વાચક મિત્રોને હેપ્પી વેલેન્ટાઈ ડે
✍️ મિલન મહેતા – બુઢણા
9824350942