1)
હું એકતા ગોતું છું ! ક્યાં છે એકતા ? અનેકતા માં એકતા ક્યાં છે ? એલી નલી !
નલી : અલી તારું નામ જ એકતા છે તો પણ તું એકતા શોધે છે ?! કમાલ છે એ પણ અનેકતા માં એકતા વાહ રે બુન વાહ !
એકતા : મારી બુન મારૂ નામ ભલે એકતા હોય પણ મને ક્યાય ઠામૂકી એકતા નજર આવતી જ નથી , આવતી જ નથી , દીઠી જડતી જ નથી !
નલી : શું અલી પણ તુય ? એક બીજા જઘડતા હોય ઍક બીજા ની ખુજલી કરતાં હોય કોઈ કોઈ ને શાંતિ થી રહેવા દેતું ના હોય પાંચ પાંચ – દશ દશ વર્ષ થયા એક બીજા ની કરવા મંડાણા જ હોય , મંડાણા જ હોય અને એ પણ કુટુંબ ના ને કુટુંબ ના જ અંદરો-અંદર. પછી તને એકતા ના જ જડે ને ? શી નવાઈ ? તું ય પણ ખરી છે ! તને પાછું ગમે છે આવુ જ અને પાછી મંડાણી છે એકતા શોધવામાં !
એકતા : મારી બુન નલી ! મને તો એમાથી એકતા ભલે મળે કે ના મળે પરંતુ પૈસા કેટલા મળે છે..પૈસા નું જ મહત્વ છે !! પૈસા અને એકતા ની પસંદગી કરવા ની હોય તો હું પૈસો જ પાસ કરું એકતા નહી !
નલી : હા આ આ....... હવે આવી ગઈ ને લાઇન ઉપર !! હવે ભવિષ્ય માં તને કોઈ માથા નું મળશે ત્યારે તને મોઢા મોઢ સંભળાવશે એકતા ગઈ ભાડ માં !! હું તો પૈસા નો પૂજારી છું , પૈસા નો ! ત્યારે તને ખબર પડશે મારી બુન !
એકતા : હાય રામ !! હાઈ રે !! દયા રે દયા મારી સાથે આવું થશે ? ના બાબા ના તો તો હું આજથી જ એકતા ને આવકારીશ ! જ્યાં એકતા હશે ત્યાં પૈસા ઓટોમેટીકલી આવશે , હવેથી હું એકતા ને જ જીવન મંત્ર બનાવીશ ! એલી નલી તે તો મારી બાડી આંખો ખોલી કાઢી ! પછી નલીને કોણી મારીને .... દયા રે દયા બોલો એકતા જિંદાબાદ !
નલી: વાહ મારી એકતા વાહ ! આજે મારી એકતા ખરેખર મને મળી છે ગઈ છે ! નહિ તો આ નિર્મલા દીદી જેવા નાણાં પ્રધાનો ગમે તેવા સારા બજેટ રજૂ કરે પરંતુ એકતા જ ન હોય તો પછી પૈસો દેખાય જ નહિ ને ? પછી આપણે કહીએ પૈસો દેખાતો જ નથી દેખાતો જ નથી ! ક્યાથી દેખાય ? હવે એકતા લાઇન ઉપર આવી ગઈ છે , હવે જરૂર દેખાશે ! બોલો અનેક્તા માં એકતા જિંદાબાદ !
એકતા : સાવ સાચી વાત મારી બુન નલી ! સાવ સાચી વાત !
નલી : ચાલ એકતા બાય બાય !
એકતા : એલી નલી ચાલ થેન્ક યૂ , બાય , બાય !!!
2)
ડૉ બોફોર્સ અને તેની ગામઠી પત્ની ખંજરી હિલસ્ટેશને ફરવા ગયા ત્યાં તેમને તેમનું જાણીતું મિત્ર ડોકટર દંપતી મળી જતાં ડૉ બોફૉર્સે તેની પત્ની ખંજરી ની ઓળખાણ તેમના મિત્ર ડો. દંપતીને કરતાં ખંજરી બોલી- અમે લોકો લુંટીને ફરવા ચાર –પાંચ દિવસ માટે આયા છીએ તમે પણ લુંટીને ફરવા આયા લાગો છો? દર વરસે પાંચ - છ વખત લુંટીને ફરવા આવવાની કેવી મજા આવે છે. આ સાંભળી ડૉ બોફોર્સે તેની પત્ની ખંજરી ને કોણી મારતા કાન માં કહ્યું- ગાંડીની લુંટીને નહીં રૂટીને- રૂટીન રૂટીન ફરવા આવ્યા છીએ તેમ કહે, ન બોલતા ફાવતું હોય તો હવે પછી મૂંગી મરજે બોલતી નહી કઈ!! સમજી ગઈ !
આ બનાવ પછી ડૉ.બોફોર્સ ની પત્ની ખંજરી કહે છે- છેલ્લાં પાંચ વરસ થી મારા પતિ મને લુંટીને ફરવા નથી લઈ ગયા ! એ લુંટીને ફરવા જાય છે ખરા પણ કોની સાથે જાય છે તેની મને ખબર નથી !! પણ જાય છે 100 ટકા લુંટીને ફરવા એ નક્કી છે !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( ચમકાઓ 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક.)
તથા મૌલિક ભોજાણી (B.E. Mechanical)