પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાઈ રે, સદગુરૂ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ ઉરમાંય રે.... -ગંગાસતી
આ વાત એ છે કે પ્રેમ મૃત્યુ કરતાં પણ વધારે શકિતશાળી હોય છે સાવિત્રી નો સત્યવાન માટે નો પ્રેમ એટલો પ્રબળ હતો કે તેણે સત્યવાન ના જીવન માટે યમરાજ સાથે પણ સંધષૅ કયો હતો અને પોતાના સમપૅણભાવ તથા સમજદારી થી સફળતા પણ મેળવી હતી. પ્રેમ ની તાકાત અદ્રિતીય હોય છે, કારણ કે પ્રેમ થકી જ વ્યક્તિ પૂણૅતા પ્રાપ્ત કરતી હોય છે. પ્રેમ માં એવી શક્તિ હોય, જે અસંભવ ને પણ સંભવ બનાવી શકે છે. પ્રેમ અમાસ ની રાત ચંદ્ર માં બનીને ઉજાસ પાથરી શકે છે, પ્રેમ મૃત્યુ માં થી અમરત્વ તરફ લઈ જઈ શકે છે.
કહેવાય છે કે માણસ પોતાના પ્રેમ ખાતર આખી દુનિયા સામે લડવું પડે તો લડી લેવાનો જુસ્સો ધરાવતો હોય છે. આપણા પૌરાણિક ગ્રંથો માં એક એવી કથા વાચવા મળે છે એક રત્રીએ પોતાના પ્રેમ , પતિ ના જીવન માટે મૃત્યુના દેવતા સાથે સંધષૅ કરેલો અને સફળતા હાંસલ કરી હતી.
એ રત્રી એટલે સાવિત્રીની કથા મહાભારત ગ્રંથમાં વણી લેવામાં આવી છે. મહાભારત ના વનપવૅ માં યુધિષ્ઠિર માકૅણ્ડેય રૂણીને કહે છે કે દ્રોપદી જેટલું કષ્ઠ શું કોઈ બીજા પતિવ્રતા નારીએ ભોગવ્યું હશે ? ત્યારે માકૅણ્ડેય રૂણી તેમને સાવિત્રીની કથા કહે છે. આ કથા અનુસાર મદ્ર દેશ ના રાજા અશ્રપતિને કોઇ સંતાન નહોતું. સાવિત્રી દેવીની કઠોર ઉપાસનાથી તેમના ધરે દીકરી અવતરી, જેનું નામ સાવિત્રી રખાયું. આમ સાવિત્રી લગ્ન નો સમય થયો ધણા બધા રાજકુમાર જોયા પણ એક પણ પંસદ ન આવીયા. આમ વનમાં એક રાજકુમાર પ્રેમ પડી ગઈ. આ રાજકુમાર પરિવાર વન માં રહેતા હતા. બંનેને લગ્ન કરી લીધા.
આમ પ્રેમ આગળ તો મૃત્યુ પણ પાણી ભરે , એ વાત સાબિત કરીને સાવિત્રી અને સત્યવાન આ દુનિયા માં અમર થઈ ગયાં છે.
આમ જ્યારે પ્રેમ ની પરીક્ષા નું પરિણામ ખબર હોય તો દિલ ની ધડક હંમેશાં વધતી રહે છે.
મેરે પિયા મૈં કુછ નહીં જાનું મૈં તો ચૂપ ચૂપ ચાહ રહી મૈં તો પલ પલ બ્યાહ રહી. -કવિ સુંદરરમ
દિવ્ય અને સંયમતિ શાશ્રત સ્નેહ સીતા અને રામ
"ખુસરા દરિયા પ્રેમ કા, ઉલટી દા કી ધાર, જો ઉતરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર. -અમીર ખૂસરો
પ્રેમ પરમાત્મા નું સ્વરૂપ છે. શાસ્ત્રો કહે છેકે દિવ્ય પ્રેમથી વઘુ પવિત્ર વસ્તુ જગત માં બીજા કોઈ નથી. માટે જ કહેવાય છે...
પ્રેમ એટલે અપેક્ષા નહીં, પણ સમપૅણ. પ્રેમ એટલે વાસના નહીં, પણ પવિત્રતા. પ્રેમ એટલે ઉપેક્ષા નહીં, પણ સંભાળ. પ્રેમ એટલે મલિનતા નહીં, પણ નિમૅળતા. પ્રેમયૌ એટલે આડંબર નહીં, પણ સહજતા.પ્રેમ એટલે ચંચળતા.નહીં, પણ મયૉદા. પ્રેમ એટલે અધિરાઇ નહીં, પણ સંયમ. પ્રેમ એટલે દગાબાજ નહીં, વિશ્રા અને વફાદાર. આ તમામ સદગુણો શ્રીસીતારામ ના દિવ્ય પ્રેમ માં પ્રગટ થાય છે. દિવ્ય પ્રેમતત્વ જ જગતનું શ્રેષ્ઠ તત્વ છે. મોટ જ નરસિંહ મહેતા કહે છે:.પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટુંપણ તુચ્છ લાગે...
તુલસીદાસજી કહે છે
થકે નયન રધુપતિ છબિ દેખે, પલકન્હિહુ પરિ હરિ નિમેષ !
અધિક સ્નેહુ દેહ ભૈ, શરદ સસિહિ જનુ ચિતવ ચકોરી !
યૌવન હિડોળે હિડોલતા હૈયામાંથી વહેતા થયેલી દિવ્ય પ્રેમની ગંગાને સંયમના સીમાડાની વચ્યે રામાયણકારે વહેવડાવી છે. તેમણે સીતારામના પ્રેમને અદભુત કંડાયો છે.
લટકાળો રે ગિરિધરધારી મને મારી પ્રેમની કટારી રે... જમુનાને ધાટે મળ્યા તા રૂપ રસિક છબિ ન્યારી રે... -મીરાંબાઈ
સ્નેહ અને સમપૅણનો યુગવતી આદર્શ રાધા અને કૃષ્ણ શ્રીકૃષ્ણ કહે છે , હે રાધે! તું તો મારો પ્રાણ છો! યથા અહં તથા ત્વં, જે હું તે જ તું! જેમ દુધ અને ધવલતા, અગ્નિ અને ઉષ્મા કે ધરતી અને તેની સુવારા જુદા ન હોઈ શકે તેમ તારું અને મારું અલગ હોવું શકાય જ નથી. જેમ માટી વિના હું સૃષ્ટિ કેમ રચી શકું ? તારા વિના મને લોકો કૃષ્ણ એટલે કાળો કહે છે અને તારું નામ આગળ જોડવાથી હું શ્રી કૃષ્ણ તરીકે સફળ લોકો માં પૂજાવ છું
શ્રીકૃષ્ણ ની આહ્નાદિ ની શકિત એટલે રાધા! આહ્રાદિ એટલે આનંદ. કૃષ્ણ શબ્દમાં કૂષ એટલે આકર્ષકનો ભાવ છે. જે શુદ્ધ લૌકિક વૃતિઓમાંથી ઉપર ઉઢાવીને પરમ આનંદ આપે છે. ગીતામાં ભગવાન કહે છે, સવૅસ્ય ચાહં હ્રદિસન્નિવિષ્ટ આમ ગોલોક એ કોઇ કાલ્પનિક અવકાશી લોકો નથી પણ નિષ્પાપ હદય છે. નિદોષ, શુદ્ધ અને શાંત પ્રેમરસ થી છલકતા અંતરાત્મા એ જ ગોલોક !
રાધાજી ને માધવ સાથે શો સંબંધ? ભાગવત માં રાધાજી નો નામોલ્લેખ નથી પણ બ્રાહ્મવૈવતૅ પુરાણ અને ગગૅ સંહિતા માં તેમનું દિવ્ય ચરિત છે. વૈકુંઠ અધિષ્ઠાતા લશ્મીનારાપણનુ ગોલોક માં વિરાજતુ દિવ્ય સ્વરૂપ એટલે રાધાકૃષ્ણ